બેબી સ્ટેપ્સની ચાલ જાળવી રાખતાં બજાર સળંગ સાતમા દિવસે સુધારામાં


મિડકૅપ, સ્મૉલકૅપ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ : રિલાયન્સ, મારુતિ સુઝુકી, DLF સહિત ૧૭૬ જાતો નવા શિખરે : ઇન્ફોસિસ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સાંકડી રેન્જ અને સુધારાની ચાલ જાળવી રાખતાં શૅરબજાર શુક્રવારે ૯૧ પૉઇન્ટ વધીને ૩૩૬૭૯ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટ ઊંચકાઈને ૧૦૩૯૦ નજીક બંધ રહ્યા છે. આ સળંગ સાતમા દિવસનું પૉઝિટિવ ક્લોઝિંગ છે, જે બે વર્ષની પ્રથમ ઘટના કહી શકાય. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૩૩૭૩૮ અને નિફ્ટી ૧૦૪૦૪ને વટાવી ગયા હતા. આરંભથી અંત સુધી ગ્રીન ઝોનમાં રહેલા બજારમાં સેન્સેક્સમાં ૩૧માંથી ૧૭ તો નિફ્ટીનાં ૫૦માંથી ૩૩ કાઉન્ટર પ્લસ હતાં. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા શેલ ગૅસની ત્રણમાંથી એક ઍસેટ વેચીને સાડાબાર કરોડ ડૉલરની રોકડી કરાયાના અહેવાલ પાછળ શૅર ૯૫૯ રૂપિયાની બેસ્ટ ટૉપ હાંસલ કરીને છેલ્લે અડધો ટકો વધીને ૯૫૦ રૂપિયા નજીક બંધ હતો. મૂડીઝ દ્વારા ૧૪ વર્ષ બાદ ભારતના ક્રેડિટ રેટિંગમાં કરાયેલા સુધારા પછી હવે અન્ય ટોચની રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ-પુઅર્સ શું કરે છે એના પર બજારની ખાસ નજર છે.

સ્ટાન્ડર્ડ-પુઅર્સ પણ મૂડીઝવાળી કરે તો સોમવારે બજાર નવી ટૉપ બતાવી શકે છે. ગઈ કાલે સેન્સેક્સના ૦.૩ ટકા કરતાં નાના સુધારા સામે નિફ્ટી ૦.૪ ટકા વધ્યો હતો. મિડકૅપ અને સ્મૉલકૅપ ઇન્ડેક્સ અડધા ટકાની આગેકૂચમાં ઑલટાઇમ હાઈ થયા છે. માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી વધી છે. PSU બૅન્ક તથા મેટલને બાદ કરતાં NSE ઉપરના તમામ બેન્ચમાર્ક પ્લસમાં જોવા મળ્યા છે. સેન્સેક્સમાં ૧૯માંથી ૧૭ સેક્ટોરલ ઇન્ડાઇસિસ વધીને બંધ હતા. બિઝનેસના ડીમર્જરના પ્લાન પાછળ HSIL (અગાઉની હિન્દુસ્તાન સૅનિટરીવેર) સળંગ આઠમા દિવસની મજબૂતીમાં ૫૬૪ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને સાડાછ ટકાની તોજીમાં ૫૨૯ રૂપિયા બંધ હતો.

લક્ષ્મી વિલાસ બૅન્કનો ત્રણ શૅરદીઠ એક રાઇટ

લક્ષ્મી વિલાસ બૅન્ક દ્વારા ત્રણ શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ ૧૨૨ રૂપિયાના ભાવે રાઇટ ઇશ્યુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાઇટ મારફત બૅન્ક કુલ ૭૮૭ કરોડ રૂપિયા ઊભા કરશે. બૅન્કનો આ સાતમો રાઇટ ઇશ્યુ છે. છેલ્લે જુલાઈ ૨૦૧૪માં ૬ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૫૦ રૂપિયાના ભાવે રાઇટ કર્યો હતો, જ્યારે છેલ્લું બોનસ જુલાઈ ૨૦૦૬માં બે શૅરદીઠ એકના ધોરણે અપાયું હતું. બૅન્કના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૦૩ રૂપિયા જેવી છે. ઇન્ડસ્ટ્રીના ૨૮ રૂપિયા પ્લસના P/E સામે હાલમાં આ શૅર પોણાસત્તરના P/Eમાં મળે છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૮ રૂપિયા નજીક ગયા બાદ એકધારા ઘસારામાં નીચામાં ૧૭૮ થઈ છેલ્લે ત્રણ ટકાના ઘટાડે ૧૭૯ રૂપિયા ગઈ કાલે બંધ રહ્યો છે. દરમ્યાન ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી નહીંવત વધ્યા હતા. PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅરની નરમાઈમાં અડધો ટકો ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૦ સ્ક્રિપ્સમાંથી ૨૩ પ્લસ હતી. સિન્ડિકેટ બૅન્ક ત્રણ ટકાની મજબૂતીમાં મોખરે હતી. પંજાબ-સિંધ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, DCB બૅન્ક, OBC, ધનલક્ષ્મી બૅન્ક, યુનાઇટેડ બૅન્ક સવાથી અઢી ટકા વધ્યા હતા તો સામે દેના બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, સ્ટાન્ચાર્ટ, વિજયા બૅન્ક, ફેડરલ બૅન્ક એકથી પોણાત્રણ ટકા ડાઉન હતા.

સ્વરાજમાં પાંચ ટકાની તેજી


સ્વરાજ એન્જિનમાં ૨૮ નવેમ્બરે શૅરના બાયબૅક માટે બોર્ડ-મીટિંગની નોટિસ લાગતાં ભાવ ૧૮૯૪ રૂપિયાના આગલા બંધ સામે ૨૨૦૭ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે પાંચેક ટકાની મજબૂતીમાં ૧૯૮૬ રૂપિયા બંધ રહ્યો છે. રોજના સરેરાશ ૪૦૭ શૅર સામે ગઈ કાલે ૩૨૦૦૦ શૅરનું વૉલ્યુમ થયું હતું. NSE ખાતો ૨.૮૬ લાખ શૅરના કામકાજમાં ભાવ ઉપરમાં ૨૨૧૦ થઈ અંતો ૪.૫ ટકા વધીને ૧૯૭૩ રૂપિયા હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૨૮ રૂપિયા છે. ૨૧ જૂને શૅરમાં ૨૫૪૫ રૂપિયાનું શિખર બન્યું હતું. એક અન્ય કાઉન્ટર બાલાજી ટેલિફિલ્મ્સ ગઈ કાલે ૧૮ ગણા કામકાજમાં ૧૩ ટકાના જમ્પમાં ૧૬૭ રૂપિયા બંધ હતો. બે દિવસમાં શૅર વીસેક ટકા ઊંચકાઈ ગયો છે. ડોનિયર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નહીં પણ તોના પ્રમોટર્સ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ફર્મ મારફત OCM વુલન મિલ્સનું ટેકઓવર કર્યું હોવાના સ્પક્ટીકરણ બાદ ડોનિયરના શૅરમાં ઉછાળો શાંત થઈ ગયો હતો, પરંતુ શૅર ગઈ કાલે ૯ ગણા કામકાજમાં ૮૨ રૂપિયાને વટાવીને છેલ્લે ૧૧.૩ ટકાની તોજીમાં ૭૮ રૂપિયા બંધ આવ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા આ શૅરમાં ૨૯ માર્ચ ૨૦૧૭માં ૮૫ રૂપિયાનું શિખર દેખાયું હતું. સાત દિવસ પૂર્વે ભાવ ૬૦ રૂપિયા આસપાસ હતો. કૅમલિન ફાઇન દ્વારા એક રૂપિયાનો એક એવા લગભગ ૧૫૦ કરોડ શૅરનું શૅરદીઠ ૮૭ રૂપિયાના ભાવે ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ થયાના પગલે ભાવ ગઈ કાલે સાતગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૧ રૂપિયા નજીક બંધ હતો. છેલ્લે ૯૪,૦૦૦ શૅરના બાયર ઊભા હતા.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં નવી ટૉપ

કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ગઈ કાલે ૨૧૫૩૫ની નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે પોણાત્રણ ટકા કે ૫૮૦ પૉઇન્ટના ઉછાળે ૨૧૪૦૪ બંધ રહ્યો છે. અહીં હેવીવેઇટ ટાઇટન ૮૩૦ રૂપિયાનું નવું શિખર હાંસલ કરીને ત્રણેક ટકાની મજબૂતીમાં ૮૨૮ રૂપિયા બંધ રહેતાં ઇન્ડેક્સને ૨૬૯ પૉઇન્ટનો ફાયદો થયો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૨૯૨ રૂપિયાની ઐતિહાસિક સપાટી બાદ ૬ ટકાના ઉછાળે ૨૬૨ રૂપિયા બંધ રહ્યો છે. બે દિવસ પૂર્વે આ શૅરમાં ૨૪૦ રૂપિયા આસપાસનો ભાવ જોવા મળ્યો હતો. PC જ્વેલર્સ ચાર ટકા, બ્લુસ્ટાર પોણાચાર ટકા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ સવાબે ટકા, વ્હર્લપૂલ દોઢ ટકા અપ હતા. IT ઇન્ડેક્સ ૬૦માંથી ૩૫ શૅરની આગેકૂચમાં પોણા ટકાથી વધુ ઊંચકાયો હતો. હેવીવેઇટ ઇન્ફોસિસ ૧૦૧૯ની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ જઈને બે ટકાની નજીકના જમ્પમાં ૧૦૧૦ રૂપિયા આસપાસ બંધ આવતાં સેન્સેક્સને ગઈ કાલે ૩૯ પૉઇન્ટનો ફાયદો થયો છે. એપટેક પ્રૉફિટ-બુકિંગમાં પોણાપાંચ ટકા ગગડીને ૩૭૬ રૂપિયાનો બંધ આપતાં પૂર્વે શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૪૦૩ રૂપિયાની મલ્ટિયર ટોચે ગયો હતો. વિપ્રો અને TCS સાધારણ વધ-ઘટમાં સામસામા રાહે હતા. અગાઉની ફાયનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૭ રૂપિયા નજીક બંધ હતો. NSE ખાતો ૭૪,૦૦૦ શૅરના બાયર ઊભા હતા. આગલા દિવસે ૧૦૦૮ રૂપિયાની વિક્રમી સપાટી સર કરનાર લાર્સન ઇન્ફોટેક ગઈ કાલે પાંખા કામકાજમાં પ્રત્યાઘાતી ઘટાડો દાખવતાં દોઢેક ટકા જેવી નરમાઈમાં ૯૯૦ રૂપિયા બંધ હતો.

૧૭૬ શૅર નવા ઐતિહાસિક લેવલ

BSE ખાતો ગઈ કાલે ભાવની રીતો ૧૭૬ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતો નવા ઊંચે શિખરે ગયા હતા; જેમાંનાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : ઑટો કૉર્પોરેશન ઑફ ગોવા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, BF ઇન્વેસ્ટમેન્ટ, બટરફ્લાય, કોચિન શિપયાર્ડ, DIL, દિલીપ બિલ્ડકૉન, ડિક્સન ટેક્નૉ, ઇમામી ઇન્ફ્રા, ફ્યુચર રીટેલ, ગીતાંજલિ જેમ્સ, ગ્રાઇન્ડવેલ નોર્ટન, IFB ઇન્ડસ્ટ્રીઝ, જયકૉર્પ, જમના ઑટો, JMC પ્રોજેક્ટ્સ, કલ્પતરુ પાવર, કોલતે-પાટીલ, મારુતિ સુઝુકી, મર્ક ઇલેક્ટ્રૉનિક્સ, ફ્ધ્ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, પ્રેસમેન ઍડવર્ટાઇઝ, રામકી ઇન્ફ્રા, રાણે મદ્રાસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સદ્ભાવ એન્જિનિયરિંગ, સિરપુર ગોલ્ડ, શ્રેયસ શિપિંગ, સોનાટા સૉફ્ટવેર, થંગમયિલ, ટ્રેન્ટ, ટિટાગર વૅગન, TBZ, TVS મોટર્સ, વી-ગાર્ડ, વકરાંગી વગેરે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK