બૅન્કિંગ સ્ટૉકની આગેવાનીએ બજારમાં સુધારો જળવાયો

પરિણામ પહેલાં ભારે વૉલ્યુમ સાથે ઇન્ફોસિસમાં નરમાઈ : ONGCનો શૅર ચાર મહિનાના ઊંચા સ્તરે: પાવર ઇન્ડેક્સ સૌથી વધુ ઊંચકાયો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

PSU બૅન્ક સહિતની પસંદગીના સ્ટૉકમાં સુધારા સાથે ભારતીય શૅરબજારમાં મજબૂતી જળવાઈ રહી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ વધીને ૩૨,૬૦૭ અને નિફ્ટી ૨૩ પૉઇન્ટના સુધારામાં ૧૦,૨૦૭ના મથાળે બંધ રહ્યા હતા. ભારે વૉલેટિલિટી સાથે સેન્સેક્સ ઉપરમાં ૩૨,૬૭૦ અને નીચામાં ૩૨,૫૦૨ ક્વોટ થયો હતો. તો નિફ્ટી ૧૦,૧૮૨થી ૧૦,૨૩૭ની રેન્જમાં હતો. સેન્સેક્સના ૩૧માંથી ૧૮ અને નિફ્ટીના ૫૧માંથી ૨૯ હેવીવેઇટ્સ સ્ટૉક વધ્યા હતા જેમાં એશિયન પેઇન્ટ્સ ૪.૧ ટકા, SBI ૩.૬ ટકા, NTPC ૨.૮ ટકા, ONGC અઢી ટકા, HUL ૧.૮ ટકા, ICICI બૅન્ક દોઢ ટકા, તાતા સ્ટીલ ૧.૧ ટકા, પાવર ગ્રિડ, ભારતી ઍરટેલ, મારુતિ સુઝુકી, લાર્સન ઍન્ડ ટૂબ્રો, ઍક્સિસ બૅન્ક, સિપ્લા, ITC, HDFC બૅન્ક, HDFC, કોલ ઇન્ડિયાના શૅર સાધારણથી લઈ અડધા ટકા સુધી વધ્યા હતા. તો બીજી બાજુ તાતા મોટર્સ દોઢ ટકા, ઇન્ફોસિસ ૧.૪ ટકા, સન ફાર્મા, મહિન્દ્ર-મહિન્દ્ર, લુપિન ૧-૧ ટકો, હીરો મોટોકૉર્પ, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, TCS, વિપ્રોના શૅર નજીવા તૂટ્યા હતા.

પરિણામ પહેલાં ઇન્ફોસિસ ડાઉન


સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ પહેલાં IT જાયન્ટ ઇન્ફોસિસનો શૅર નીચામાં ૯૨૪ રૂપિયા બોલાઈ સેશનના અંતે ૧.૪ ટકાની નરમાઈમાં ૯૨૭ રૂપિયાની નજીક બંધ રહ્યો હતો. સરેરાશ કરતાં શૅર વૉલ્યુમ વધારે હતું. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩.૨ ટકાની વૃદ્ધિમાં ૩૭૨૬ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ અને દોઢ ટકાની વૃદ્ધિમાં ૧૭,૫૬૭ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષ માટેની રેવન્યુ ગાઇડન્સ ઘટીને ૫.૫ ટકાથી ૬.૫ ટકાના ગ્રોથનો અંદાજ મૂક્યો છે. ઑપરેટિંગ માર્જિનનું ગાઇડન્સ ૨૩થી ૨૫ ટકાની વચ્ચે જાળવી રાખ્યું છે. IT ઇન્ડેક્સ આરંભથી અંત ઘટાડાની ચાલમાં ૧૦,૩૫૧ના તળિયે ક્વોટ થઇ અંતે પોણા ટકાની નબળાઈમાં ૧૦,૩૭૩ બંધ રહ્યો હતો. એના ૬૦માંથી ૩૮ શૅર વધ્યા હતા જેમાં રામકો સવાઅગિયાર ટકા, સોનાટા સૉફ્ટવેર ૬.૭ ટકા, પોલારિસ ૬.૫ ટકા, ડેટા મેટિક્સ ૫.૯ ટકા, માસ્ટેક ૪.૫ ટકા, ૮કે માઇલ્સ ૪.૩ ટકા જેટલા વધ્યા હતા. તો બીજી બાજુ ૬૩ મૂન્સ ૪.૬ ટકા, ન્યુક્લિયસ ૨.૬ ટકા, HCL ટેક ૨.૩ ટકા, TVS ઇલે. ૧.૬ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા જેટલા ખરડાયા હતા.

GHCLમાં પરિણામનો વસવસો


નિરાશાજનક પરિણામના વસવસામાં GHCL કંપનીનો શૅર આજે કામકાજ દરમ્યાન નવેક ટકાના કડાકામાં ૨૨૮ રૂપિયાના તળિયે ક્વોટ થઈ સેશનના અંતે ૮.૨ ટકાની નુકસાનીમાં ૨૩૦ રૂપિયા બંધ થયો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૩.૭૩ લાખ શૅર સામે આજે ૯.૮૩ લાખ શૅરના કામકાજ થયા હતા. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીનો સ્ટૅન્ડઅલોન નેટ પ્રૉફિટ વાર્ષિક સરખામણીએ ૪૧ ટકા ઘટીને ૫૩.૩૨ કરોડ રૂપિયા થયો છે. કોસ્ટ અને રૉ-મટીરિયલ્સ પાછળનો ખર્ચ વધતાં નફો ઘટ્યો છે તો રેવન્યુ ૮.૪ ટકાની વૃદ્ધિમાં ૭૧૪ કરોડ રૂપિયા અને કુલ ખર્ચ ૧૦ ટકા વધીને ૬૩૮ કરોડ રૂપિયા પહોંચી ગયો છે. કંપનીના હોમ ટેક્સટાઇલ સેગમેન્ટે વેરા પહેલાં ૬ કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે. ૧૯ સપ્ટેમ્બરે આ શૅરનો ભાવ ૨૬૧ રૂપિયા હતો. આ સાથે બે દિવસમાં શૅરમાં ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કૉમોડિટી કેમિકલ્સ ઉદ્યોગના ૮૬માંથી ૪૬ શૅર વધ્યા હતા.

ONGC ચાર મહિનાની ટોચે


જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ONGCનો શૅર આજે ત્રણેક ટકાના ઉછાળે ૧૭૭ રૂપિયાને વટાવી ગયો હતો જે ચાર મહિનાની ઊંચી સપાટી છે. કામકાજના અંતે શૅર અઢી ટકાના સુધારામાં સમેટાઈ ગઈ ૧૭૬ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. આજની તેજીનું કારણ મોટા પાયે શૅર ડીલ થઈ હોવાનું મનાય છે. BSE ખાતે રોજના સરેરાશ ૨.૮૧ લાખ સામે આજે ૮.૫૩ લાખ શૅરના કામકાજ થયા હતા. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટેના પ્રથમ ઇન્ટિરમ ડિવિડન્ડ પેમેન્ટ માટેની રેકૉર્ડ ડેટ ૬ઠ્ઠી નવેમ્બર કરી છે. આજે ઑઇંલ-ગૅસ ઇન્ડેક્સ સાધારણ વધીને ૧૬,૧૨૫ના મથાળે બંધ થયો હતો. એના ૧૦માંથી પાંચ શેર પ્લસ હતા જેમાં ONGC ટૉપ ગેઇનર હતો. ત્યાર બાદ ગેઇલ બે ટકા, ઑઇલ ઇન્ડિયા ૧.૬ ટકા, HPCL ૧.૨ ટકા અને IOCનો શૅર પોણા ટકા વધ્યો હતો તો બીજી બાજુ પેટ્રોનેટનો શૅર દોઢ ટકા, IGL ૧ ટકો, રિલાયન્સ, BPCL અને કૅસ્ટ્રોલ કંપનીના શૅરમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો હેલ્થકૅર, IT, ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ વત્તેઓછા પ્રમાણમાં વધ્યા હતા. પાવર ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૩ ટકાના ઉછાળે ૨૩૦૧ બંધ હતો. એના ૧૮માંથી ૧૫ સ્ટૉક સુધર્યા હતા જેમાં NTPC ૨.૮ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા બે ટકા, ABB ૧.૯ ટકા, ભેલ ૧.૪ ટકા, JSW એનર્જી સવા ટકો, સુઝલોન, પાવર ગ્રિડ ૧ ટકા, GMR ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, ટૉરન્ટ પાવર, CESC, સિમેન્સ, CG પાવર, તાતા પાવર અને PTCના શૅરમાં પોણા ટકા સુધીનો સુધારો થયો હતો. તો બીજી બાજુ અદાણી પાવર દોઢ ટકો અને થર્મેક્સ, NHPC નજીવા ડાઉન હતા.

તમામ PSU બૅન્ક શૅર ગ્રીન ઝોનમાં


સરકાર દ્વારા નવા કૅપિટલાઇઝેશનના આશાવાદમાં જાહેર ક્ષેત્રની તમામ બૅન્કોના શૅર એકથી સાત ટકા સુધી વધ્યા હતા જેમાં અલાહાબાદ બૅન્ક ૪.૪ ટકા, આંધ્ર બૅન્ક ૭ ટકા, બરોડા બૅન્ક ૩.૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૨ ટકા, મહારાષ્ટ્ર બૅન્ક સવાબે ટકા, કૅનેરા બૅન્ક ૩.૮ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૩.૫ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૨.૭ ટકા, દેના બૅન્ક ૧.૬ ટકા, IDBI બૅન્ક ૪.૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૩ ટકા, IOB ૧.૮ ટકા, ઓરિયન્ટલ બૅન્ક ૪.૭ ટકા, PNB ૫.૫ ટકા, પંજાબ-સિંધ બૅન્ક અઢી ટકા, SBI ૩.૫ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૭ ટકા, યુકો બૅન્ક ૪ ટકા, યુનિયન બૅન્ક ૩.૭ ટકા અને વિજયા બૅન્ક સાડાત્રણ ટકા વધ્યા હતા. ૧૦માંથી ૭ શૅરના સુધારે બૅન્કેક્સ નજીવો વધીને ૨૭,૦૫૪ અને બૅન્ક નિફ્ટી અડધા ટકાના સુધારામાં ૨૪,૨૨૨ના મથાળે બંધ રહ્યા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૭ શૅર ડાઉન હતા જેમાં લક્ષ્મી વિલાસ બૅન્ક ૨.૭ ટકા, કરુર વૈશ્ય બૅન્ક સવાબે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૮ ટકા, યસ બૅન્ક ૧.૭ ટકા, AU બૅન્ક ૧ ટકો, DCB બૅન્ક, સિટી યુનિયન બૅન્ક અને ફેડરલ બૅન્ક નજીવા તૂટ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK