સેન્સેક્સ ૩૭,૦૦૦ ભણી ગતિમાન, નિફ્ટી વિક્રમી સપાટીએ બંધ

સિમેન્ટ શૅરમાં અણધાર્યો તેજીનો રંગ, ૪૦ શૅર વધ્યા : પરિણામની પૂર્વસંધ્યાએ લાર્સન તગડા ઉછાળે ટૉપ ગેઇનર : બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી સિવાય બજારના તમામ ઇન્ડાઇસિસ પ્લસ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગઈ કાલે ખાસ્સી પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થ સાથે શૅરબજારોમાં નવા બેસ્ટ લેવલ બન્યાં છે. સેન્સેક્સ ઉપરમાં ૩૬,૯૦૨ વટાવી અંતે ૧૦૬ પૉઇન્ટ વધીને ૩૬,૮૨૫ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેની રીતે ૧૧,૧૭૧ની વિક્રમી સપાટી નજીક સરકતાં ૧૧,૧૪૩ બતાવી ૫૦ પૉઇન્ટ જેવા સુધારામાં ૧૧,૧૩૪ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો છે. BSE ખાતે ઘટેલા પ્રત્યેક શૅર સામે ગઈ કાલે ત્રણ જાતો વધી હતી. રોકડાની ૧૧૨૩ સ્ક્રીપ્સમાંથી ૮૧ ટકા આઇટમો સુધારામાં હતી. ૨૩૫ શૅર તેજીની સર્કિટે બંધ હતા. ૧૮૩ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી હતી. સેન્સેક્સમાં ૩૧માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર પ્લસ હતા. કુમાર મંગલમ બિરલા ગ્રુપનો ગ્રાસીમ અને હિન્દાલ્કો નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતા. સેન્સેક્સ ખાતે લાર્સન બેસ્ટ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક બન્ને ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા દર વર્ષે ૪૦૦૦ કિલોમીટરના ટ્રૅક રિન્યુઅલની યોજનાથી ઘણા સમયથી રડમસ રહેલા રેલવે શૅરમાં હરખની હેલી આવી છે. ટિટાગઢ વૅગન્સ આગલા દિવસે ૭૧ના મલ્ટિયર બૉટમ બાદ ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૬ રૂપિયા, ટેક્સમાકો રેલ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૧ રૂપિયા, સિમ્કો સવાઅગિયાર ટકા ઊછળી ૬૮ રૂપિયા, હિન્દ રેક્ટિફાયર પોણાપંદર ટકાના જમ્પમાં ૧૨૧ રૂપિયા, ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ સાડાપાંચ ટકા વધી ૧૯ રૂપિયા, ભારત અર્થમૂવર ૭૯૩ નજીક જઈ સવાત્રણ ટકા વધી ૭૭૯ રૂપિયા વધીને બંધ રહ્યા છે. જોકે આ ઉછાળો ટકવો મુશ્કેલ જણાય છે. GSK ફાર્મામાં શૅરદીઠ એક બોનસ જાહેર થતાં ભાવ ૩૨૪૯ની વિક્રમી સપાટી બનાવી ૩૦ ગણા કામકાજમાં ૧૪ ટકા ઊછળી ૩૧૫૧ રૂપિયા નજીક જોવાયો છે.

સિમેન્ટ શૅરમાં સાર્વત્રિક તેજી


સારા પરિણામના સથવારે ACC લિમિટેડનો શૅર ગઈ કાલે ૨૪ ગણા વૉલ્યુમમાં ૧૩૦૫ના આગલા બંધ સામે સાડાનવ વર્ષના તગડા એકદિવસીય ઉછાળામાં ૧૪૯૯ નજીક જઈ છેલ્લે ૧૩.૭ ટકાની તેજીમાં ૧૪૮૩ રૂપિયા બંધ આવ્યો છે. તાજેતરમાં ૧૭ જુલાઈએ ૧૨૫૫ના વર્ષના તળિયે ગયેલા આ શૅરમાં મૉર્ગન સ્ટૅનલી દ્વારા ૧૮૮૭ તથા JP મૉર્ગન દ્વારા ૧૫૦૦ તથા CLSA તરફથી ૨૧૫૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ અપાઈ છે. ACC પાછળ ગઈ કાલે સિમેન્ટ શૅરમાં સાવર્ત્રિ ક તેજી જેવો માહોલ હતો. ઉદ્યોગના ૪૩માંથી ૪૦ શૅર ઊંચકાયા હતા. સહ્યાદ્રિ સિમેન્ટ, કાકરિયા સિમેન્ટ, એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, NCL ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા સિમેન્ટ, પણ્યમ સિમેન્ટ, વિસાકા ઇન્ડસ્ટ્રીઝ, દાલમિયા ભારત, સાગર સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, શ્રી દિગ્વિજય સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ ડેક્કન સિમેન્ટ, ઓરિયેન્ટ સિમેન્ટ, બિરલા કૉર્પ, OCL રામકો સિમેન્ટ ઇત્યાદિ જેવા અન્ય ૨૦ શૅર છ ટકાથી લઈને બાર ટકા કરતાંય વધુ મજબૂત થયા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ ૪૨૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૩ ટકા વધીને ૪૧૪૦ રૂપિયા તો શ્રી સિમેન્ટ ૧૮,૦૪૫ નજીકના મથાળે જઈ ૫.૫ ટકા કે ૯૩૩ રૂપિયાની તેજીમાં ૧૭,૭૯૭ બંધ હતો. હેડલબર્ગ ૧૫૫ નજીકની ટૉપ બનાવી ૪.૭ ટકા વધીને ૧૪૮ રૂપિયા હતો.

મર્જરનું નડતર હટતાં આઇડિયામાં ઉછાળો


વોડાફોન સાથેના મર્જરમાં અવરોધ બનેલી ટૅક્સ-ડિમાન્ડને ઉકેલવાની દિશામાં આગળ વધતાં સ્પેક્ટ્રમ ચાર્જિસ પેટે DOTને ૭૨૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાના અહેવાલ પાછળ આઇડિયા સેલ્યુલર ગઈ કાલે પોણાપાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૬૨ થઈ અંતે ૬.૭ ટકાની મજબૂતીમાં ૫૬ રૂપિયા બંધ આવ્યો છે. આગલા દિવસના બે ટકા જેવા સુધારાને આગળ ધપાવતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ગઈ કાલે પણ સવા ટકા વધ્યો છે. એની ૧૭માંથી ૧૪ સ્ક્રીપ્સ પ્લસ હતી. તેજસ નેટ, અક્સ ઓટ્ટી ફાઇબર, તાતા ટેલિ, GTLમાં પાંચથી સવાઆઠ ટકાનો ઉછાળો હતો. R.કૉમ ૨.૮ ટકા, MTNL ૩.૭ ટકા, તાતા કમ્યુનિકેશન્સ ૪.૨ ટકા, વિન્દ્ય ટેલિ ૩.૭ ટકા અને ITI બે ટકા અપ હતા. ભારતી ઍરટેલ ઉપરમાં ૩૬૫ થયા બાદ છેલ્લે અડધો ટકો ઘટી ૩૫૬ રૂપિયા રહ્યો હતો. IT ઇન્ડેક્સ ૫૯માંથી ૪૭ શૅરના સુધારા છતાં હેવીવેઇટ્સનો ખાસ સાથ ન મળતાં અડધો ટકો જ વધી શક્યો હતો. સારા પરિણામ પાછળ લાર્સન ટેક્નૉલૉજીઝ ૧૦.૫ ટકાના ઉછાળે ૧૪૪૩ રૂપિયા તથા લાર્સન ઇન્ફોટેક ચાર ટકા વધીને ૧૭૯૫ રૂપિયા બંધ હતા. ૬૩ મૂન્સમાં ૧૦.૭ ટકાની તેજી હતી. રોલ્ટા, ટેક સૉલ્યુશન્સ, નીટ, ક્વીક હીલ, ડી-લિન્ક પાંચેક ટકાથી લઈ અગિયાર ટકા પ્લસ હતા. ઇન્ફી દોઢ ટકા વધ્યો હતો. વિપ્રો સવા ટકા તો TCS અડધો ટકો નરમ હતા.

મેટલ શૅરમાં બાઉન્સબૅક


તાજેતરની ખરાબીમાં ગયા શુક્રવારે ૧૧,૬૨૩ની નીચે મલ્ટિયર બૉટમ બનાવનાર મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે દસેદસ શૅરના સુધારામાં ઉપરમાં ૧૨,૩૧૪ વટાવી અંતે ૨.૯ ટકા વધીને ૧૨,૨૬૩ બંધ રહ્યો છે. હિન્દાલ્કો ૫.૭ ટકા, નાલ્કો ૪ ટકા, જિન્દલ સ્ટીલ ૪.૪ ટકા, JSW સ્ટીલ ૩.૮ ટકા, વેદાન્ત ૨.૨ ટકા, સેઈલ ૨.૭ ટકા અને તાતા સ્ટીલ બે ટકા અપ હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫માંથી ૧૮ શૅરના સુધારામાં ૨.૬ ટકા વધ્યો હતો. બૅન્ચમાર્કના ૪૫૪ પૉઇન્ટના ઉછાળામાં ૩.૬ ટકા વધી ૧૩૨૫ રૂપિયા બંધ આપીને લાર્સન ૩૬૧ પૉઇન્ટ ફળ્યો હતો. લાર્સનના પરિણામ ૨૫ જુલાઈએ છે. ભેલ ૫.૮ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩.૮ ટકા, સુઝલોન ૧૨.૬ ટકા, કલ્પતરુ પાવર ૧૦.૮ ટકા, CG પાવર ૪.૪ ટકા, દિલીપ બિલ્ડકૉન પાંચ ટકા, ફિનોલેક્સ કેબલ પાંચ ટકા અપ હતા. HEG અને ગ્રેફાઇટ ઇન્ડિયા તાજેતરના બુલ રન બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં સવાત્રણથી પોણાચાર ટકા નરમ હતા. કાર્બોરેન્ડમ યુનિવર્સલ સવાસાત ટકા ઊંચકાઈ ૩૫૪ રૂપિયા હતો. DLF, મહિન્દ્ર લાઇફ, HDIL, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી જેવા કાઉન્ટર સાડાત્રણથી સાડાપાંચ ટકા વધીને બંધ રહેતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરના સુધારામાં પોણાત્રણ ટકા પ્લસ હતો.

બૅન્ક નિફ્ટીને ખાનગી બૅન્કો નડી

બજારમાં ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી માઇનસ ઝોનમાં બંધ હતા. ઘટાડો જોકે મામૂલી હતો. બૅન્કેક્સના ૧૦માંથી ચાર અને બૅન્ક નિફ્ટીના બારમાંથી પાંચ શૅર ડાઉન હતા. ઘટેલા તમામ શૅર ખાનગી બૅન્કના હતા. બૅન્ક ઑફ બરોડા પોણાપાંચેક ટકાની આગેકૂચમાં ૧૩૨ રૂપિયાના બંધમાં વધેલા શૅરમાં મોખરે હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ખાતે ૧૦માંથી પાંચ શૅરના ઘટાડામાં ૦.૩ ટકાની નરમાઈ હતી. કોટક મહિન્દ્ર બૅન્ક પોણાબે ટકા જેવી ખરાબીમાં ૧૩૧૩ રૂપિયા બંધ આપી અત્રે ટૉપ લૂઝર બન્યો હતો. PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સુધારામાં એક ટકો વધ્યો છે. બારમાંથી દસ જાતો દોઢ ટકાથી લઈ પાંચ ટકા ઊંચકાઈ હતી. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ગઈ કાલે ૩૪ શૅર વધ્યા છે. યસ બૅન્ક ઘણા દિવસ બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં પોણો ટકો માઇનસ હતી. આગલા દિવસના જબરા ધબડકા બાદ સાઉથ ઇન્ડિયન બૅન્ક નવા નીચા તળિયે જઈ પોણા ટકાથી વધુના ઘટાડે સાડાઅઢાર રૂપિયાની નજીક હતો. સેન્સેક્સ ખાતે સાત બૅન્ક શૅરમાંથી સ્ટેટ બૅન્ક નામ કે વાસ્તે અને ઍક્સિસ બૅન્ક એકાદ ટકો અપ હતા.

હીરો મોટોકૉર્પ બે ટકા ગગડી ૩૧૦૧ તથા બજાજ ઑટો દોઢ ટકાથી વધુ ખરાબીમાં ૨૬૫૦ રૂપિયાના વર્ષના નવા તળિયે બંધ આવ્યો છે. TVS મોટર આગલા દિવસે વર્ષની નીચી સપાટી બાદ ગઈ કાલે સવારે બે ટકા વધી ૫૫૨ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK