ઍરટેલ અને રિલાયન્સની હૂંફે શૅરબજારમાં સુધારો

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ : બજાર વધ્યું, પણ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ ઝોનમાં : રિયલ્ટી સ્ટૉકમાં મજબૂત વલણ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ઑક્ટોબર ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સની એક્સપાયરી નજીક આવતાંની સાથે ભારતીય શૅરબજારમાં એકંદરે સુધારાતરફી વલણ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૧૭ પૉઇન્ટ વધીને ૩૨,૫૦૬ અને નિફ્ટી ૩૮ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૧૮૫ના મથાળે બંધ રહ્યા હતા. આમ તો સપ્તાહના અંતે IT જાયન્ટ ઇન્ફોસિસનાં ત્રિમાસિક પરિણામની જાહેરાત થવાની હોવાથી આ શૅર પર નજર રહેશે. વૉલેટાઇલ ટ્રેન્ડમાં આજે સેન્સેક્સ પાછલા બંધથી ઊંચા ગૅપમાં ૩૨,૪૧૧ ખૂલીને ઉપરમાં ૩૨,૬૧૫ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો, પણ ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ નીકળતાં બજાર ગગડીને ૩૨,૩૧૩ના તળિયે ક્વોટ થયા બાદ સમગ્ર સેશન દરમ્યાન નીચા સ્તરે જ રહ્યું હતું. તો નિફ્ટી આજે કામકાજ દરમ્યાન ઉપરમાં ૧૦,૨૨૪ અને નીચામાં ૧૦,૧૨૪ રહ્યું હતું. નિફ્ટીના ૫૧માંથી ૨૬ અને સેન્સેક્સના ૩૧માંથી ૧૬ હેવીવેઇટ્સ સ્ટૉક વધ્યા હતા જેમાં હરીફ કંપની દ્વારા ટૅરિફ-રેટ વધારાતાં ભારતી ઍરટેલનો શૅર આરંભથી અંત તેજીની ચાલમાં ૬ ટકા ïઊછળીને ૫૦૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચતાં કંપનીની માર્કેટ વૅલ્યુએશન ૧૦ વર્ષના લાંબા અંતરાય બાદ પ્રથમ વખત વધીને બે લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી. જોકે સેશનના અંતે શૅર પાંચ ટકાના સુધારામાં ૫૦૦ રૂપિયાની નીચે ૪૯૭ રૂપિયાના મથાળે બંધ રહેતાં કંપનીની માર્કેટકૅપ ૧,૯૮,૮૭૦ કરોડ રૂપિયા રહી હતી. ૯ ઑક્ટોબરે શૅરનો ભાવ ૩૭૯ રૂપિયા હતો જે હાલ વધીને ૫૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આ સાથે છેલ્લા સપ્તાહમાં આ ટેલિકૉમ શૅર ૩૧ ટકા વધ્યો હતો. અન્ય હેવીવેઇટ્સની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩ ટકા, ICICI બૅન્ક ૧.૮ ટકા, વિપ્રો ૧.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, ઇન્ફોસિસ, SBI, હીરો મોટોકૉર્પ, કોલ ઇન્ડિયા ૧.૩ ટકા, મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ, તાતા સ્ટીલ, NTPC, HDFC, સન ફાર્મા, TCSના શૅરમાં સાધારણથી એક ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સિપ્લા ૨.૪ ટકા, ઍક્સિસ બૅન્ક સવાબે ટકા, કોટક બૅન્ક ૧.૬ ટકા, HDFC, લુપિન દોઢ ટકા, તાતા મોટર્સ ૧.૨ ટકા, ITC ૧ ટકા, HUL, બજાજ ઑટો, લાર્સન-ટુબ્રો, મહિન્દ્ર-મહિન્દ્ર, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબના શૅરમાં અડધા ટકાની આસપાસ નરમાઈ હતી. બજાર વધ્યું હતું, પણ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ ઝોનમાં રહી હતી. BSE ખાતે ૧૨૮૮ શૅરમાં સુધારા સામે ૧૪૨૯ જાતો ઘટાડે બંધ રહી હતી.

ટેલિકૉમ શૅરમાં ટૅરિફ-રેટમાં વૃદ્ધિની હૂંફ

જીઓ દ્વારા ટૅરિફ-રેટમાં વધારો કરતાં અન્ય ટેલિકૉમ સેક્ટરના શૅર પણ સુધર્યા હતા જેમાં આઇડિયાનો ૭.૭ ટકા, રિલાયન્સ કમ્યુનિકેશન ૭.૬ ટકા, ભારતી ઍરટેલ પાંચ ટકા, તાતા ટેલિકૉમ મહારાષ્ટ્ર ૪.૯ ટકા અને મહાનગર ટેલિફોન નિગમનો શૅર દોઢ ટકા વધીને બંધ રહ્યો હતો. જીઓની માલિકી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર સારાં પરિણામની હૂંફે તેજીની ચાલ જાળવી રાખીને ૯૪૩.૫ રૂપિયાની નજીકની નવી ઊંચાઈએ ક્વોટ થઈ સેશનના અંતે ત્રણ ટકાના સુધારામાં ૯૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૪.૭૮ લાખ સામે આજે ૫.૪૦ લાખ શૅરના કામકાજ થયા હતા. ટેલિકૉમ ઇક્વિપમેન્ટ સેગમેન્ટના ૧૨માંથી પાંચ શૅર વધ્યા હતા જેમાં એશ્વર્યા ૭.૪ ટકા, GTL ઇન્ફ્રા ૫.૪ ટકા, ITI ત્રણ ટકા, ADC ઇન્ડિયા અડધો ટકો સુધર્યો હતો.

નિરાશાજનક લિસ્ટિંગ


નવા સંવતના પ્રથમ દિવસે જ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનું સ્ટૉક એક્સચેન્જ ખાતે નિરાશાજનક લિસ્ટિંગ થયું છે. BSE ખાતે કંપનીનો ઇક્વિટી શૅર ૧૬૫૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૯ ટકાની નુકસાનીમાં ૧૫૦૦ રૂપિયાના ભાવે ખૂલ્યો હતો. જોકે ત્યાર બાદ નીચા મથાળેથી ઝડપી બાઉન્સબૅકમાં ૧૬૫૮ રૂપિયાની ટોચે જઈ અંતે ૧૬૨૬ રૂપિયાના સ્તરે બંધ થયો હતો જે ઇશ્યુ પ્રાઇસની તુલનાએ દોઢ ટકાનું રિટર્ન દર્શાવે છે. BSE ખાતે ૬.૦૫ લાખ શૅરના કામકાજ થયા હતા અને માર્કેટકૅપ ૪૯૩૨.૮ કરોડ રૂપિયા રહી હતી. એવી જ રીતે NSE ખાતે આ કંપનીનો શૅર ૧૫૦૦ રૂપિયા ખૂલીને ઉપરમાં ૧૬૨૯ રૂપિયા બોલાઈ અંતે ૧૬૨૫ રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. આમ તો કંપનીનો IPO ઇશ્યુ ૨.૨૩ ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ IPO ઇશ્યુ દ્વારા ૬૦.૬૫ લાખ શૅર વેચીને ૧૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીભંડોળ એક્ત્ર કર્યું હતું. IPO માર્કેટનો માપદંડ ગણાતા BSEનો IPO ઇન્ડેક્સ આજે આરંભથી અંત ઘટાડાની ચાલમાં ૪૬૯૮ રૂપિયાના તળિયે જઈ અંતે દોઢ ટકાની ખરાબીમાં ૪૭૦૩ રૂપિયા બંધ રહ્યો હતો. પાછલો બંધભાવ ૪૭૭૮ રૂપિયા હતો. એના ૩૨માંથી માત્ર ૮ શૅર વધ્યા હતા. શંકરા બિલ્ડિંગ, એપેક્સ, ડી-માર્ટ, ICICI જનરલ ઇન્શ્યૉરન્સ, BRNL, ઍન્ડ્યુરન્સ, એસ. ચંદ, PNB હાઉસિંગ, SIS, ગોદરેજ ઍગ્રો, GNP, PSP પ્રોજેક્ટ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ, HPL, SBI લાઇફ, GTP, આઇરિસ, VBL જેવા શૅરમાં પોણાથી ચાર ટકા સુધીની ખરાબી જોવા મળી હતી.

HCL ઇન્ફોમાં સુધારો


અગ્રણી IT કંપની HCL ઇન્ફોસિસ્ટમ્સ હાલના શૅરધારકોને રાઇટ ઇશ્યુ દ્વારા શૅરની ફાળવણી કરીને ૫૦૦ કરોડ રૂપિયા સુધીનું મૂડીભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ અહેવાલે કંપનીનો શૅર આજે ઉપરમાં ૪૯.૪ રૂપિયા બોલાઈ અંતે ૧.૯ ટકાની મજબૂતીમાં ૪૮.૪ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૬.૭૧ લાખ સામે આજે ૪.૩૭ લાખ શૅરના કામકાજ થયા હતા. રાઇટ ઇશ્યુ હેઠળ કંપની ૧૦,૬૧,૯૦,૨૯૯ શૅર ઇશ્યુ કરશે. IT ઇન્ડેક્સ એક ટકાના સુધારામાં ૧૦,૪૫૩ બંધ હતો. એના ૬૦માંથી ૩૧ શૅર અપ હતા જેમાં ૮કે માઇલ્સ ૮ ટકા, ૬૩ મૂન્સ પાંચ ટકા, ઝેનટેક ૪.૮ ટકા, નીટ લિમિટેડ ૩.૭ ટકા, માસ્ટેક ૩.૩ ટકા, એમ્ફાસિસ ૩.૨ ટકા, ટેક ૩ ટકા, સોનાટા સૉફ્ટવેર અઢી ટકા, કેલટોન ટેક ૨.૨ ટકા, HCL ટેક ૧.૭ ટકા, વિપ્રો ૧.૬ ટકા, તાતા ઍલેક્સી દોઢ ટકા, ઇન્ફોસિસ ૧.૩ ટકા, HGS ૧.૧ ટકા, ઍપ્ટેક, માઇન્ડ ટ્રી, ડેટા મેટિક્સ, નીટ ટેકના શૅર એક ટકાની આસપાસ વધ્યા હતા.

રિયલ્ટી સ્ટૉકમાં ફૅન્સી

માર્કેટના મજબૂત ટ્રેન્ડમાં રિયલ્ટી સ્ટૉક લાઇમલાઇટમાં રહ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૧ ટકાની મજબૂતીમાં ૨૧૮૮ હતો. એના ૧૦માંથી પાંચ શૅર પ્લસ હતા જેમાં શોભા ડેવલપમેન્ટ ૯ ટકા, યુનિટેક પાંચ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૩.૩ ટકા, DLF બે ટકા અને ઑબેરૉય રિયલ્ટી નજીવો વધ્યો હતો. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર શૅરમાં ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી દોઢ ટકો, ફિનિક્સ દોઢ ટકો, ઓમેક્સ, પ્રેસ્ટિજ અને HDIL સાધારણ નરમ હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો જ્પ્ઘ્ઞ્, ફાઇનૅન્સ, હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ વધ્યા હતા જેમાં ૨૮માંથી ૨૧ શૅર વધીને બંધ રહેતાં ટેક ઇન્ડેક્સ સૌથી વધુ સવા ટકાની વૃદ્ધિમાં ૬૦૦૩ બંધ હતો. આઇડિયા ૭.૭ ટકા, PVR ૪ ટકા, તાતા કોમ. અઢી ટકા, HFCL ૧.૮ ટકા પ્લસ હતા. બીજી બાજુ ડિશ ટીવી ૩.૪ ટકા, ઇન્ફ્રાટેલ અઢી ટકા, OFSS, સિયન્ટ ૧.૧ ટકા, જિન્દલ સ્ટીલ, સન ટીવી નજીવા ઘટ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK