IT, હેલ્થકૅર, એનર્જી‍, FMCG, ટેક્નૉલૉજીઝ તથા લાર્જ કૅપ ઇન્ડાઇસિસ નવી ટોચે

TCS અને રિલાયન્સમાં નવી વિક્રમી સપાટી, રિલાયન્સ આઠ લાખ કરોડ રૂપિયાની કંપની બની ગઈ : બૅન્ક-શૅરમાં સાર્વત્રિક નરમાઈ, PSU બૅન્ક નિફ્ટી ડાઉન : ૧૪૮ કરોડના ટેકઓવરમાં પ્રતાપ સ્નૅક્સના રોકાણકારો એક દિવસે ૫૦૩ કરોડના ફાયદામાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નવી લાઇફટાઇમ હાઈનો શિરસ્તો બરકરાર રાખતાં ગઈ કાલે સેન્સેક્સ અઢીસો પૉઇન્ટની રેન્જમાં ઉપર-નીચે થઈ ૩૮,૪૪૮ નજીકની નવી ટૉપ બતાવી અંતે ૫૧ પૉઇન્ટ વધી ૩૮,૩૩૭ તથા નિફ્ટી ૧૧,૬૨૧ નજીક ગયા બાદ બાર પૉઇન્ટ વધીને ૧૧,૫૮૩ બંધ રહ્યાં છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૪ તો નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે ટેક મહિન્દ્ર અને સેન્સેક્સમાં NTPC મોખરે હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૭૩ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૧.૮ ટકા વધી ૧૨૬૯ બંધ રહેતાં એનું માર્કેટકૅપ હવે ૮.૦૪ લાખ કરોડના માઇલ સ્ટોનને વટાવી ગયું છે. TCS ૨૦૩૯ની વિક્રમી સપાટી બાદ પોણો ટકો વધીને ૨૦૩૦ રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૭.૭૭ લાખ કરોડ નોંધાયું છે.

રિલાયન્સની તેજીથી ગઈ કાલે બજારને સર્વાધિક ૭૨ પૉઇન્ટનો લાભ થયો હતો. લાર્સન થકી ૩૨ અને વ્ઘ્લ્ના લીધે ૧૬ પૉઇન્ટનો બીજો ઉમેરો થયો હતો. તાતા મોટર્સ ૪.૪ ટકાના કડાકામાં ૨૫૭ બંધ રહી બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર હતો. ગ્લ્ચ્ના ૧૯માંથી બાર સેક્ટોરલ ઇન્ડેક્સ પ્લસ હતા. ગઈ કાલે FMCG, IT, ટેક્નૉલૉજીઝ, હેલ્થકૅર, એનર્જી‍ તેમ જ લાર્જ કૅપ ઇન્ડાઇસિસ નવાં શિખરે ગયાં હતાં. NSE ખાતે નિફ્ટી ફાર્મા, નિફ્ટી IT અને નિફ્ટી FMCG બેસ્ટ લેવલે જોવાયા છે. નિફ્ટી ફાર્મા સવા ટકાથી વધુની મજબૂતીમાં NSE ખાતે તો IT ઇન્ડેક્સ ૧.૨ ટકાની આગેકૂચમાં BSE ખાતે બેસ્ટ પર્ફોર્મર હતા. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી પોણો ટકો ડાઉન હતા. PSU સવા ટકા ઢીલો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧માંથી ૩૨ જાતો માઇનસ હતી. કોટક મહિન્દ્ર બૅન્ક, યસ બૅન્ક, ICICI બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, HDFC બૅન્ક, કર્ણાટક બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બંધન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા જેવા દોઢ ડઝન શૅર અડધાથી અઢી ટકા નરમ હતા. મેટલ ઇન્ડેક્સ હિન્દુસ્તાન ઝિન્ક સિવાયના નવ શૅરના ઘટાડે દોઢ ટકા પીગળ્યો હતો. રિલાયન્સ સાથે ગેઇલ અને ONGC સુધરતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નહીંવત્ વધીને બંધ રહ્યો હતો PSU રિફાઇનરી શૅર અઢીથી ત્રણેક ટકા જેવા લપસ્યા હતા. બૉમ્બે બર્મા ૧૭ ગણા કામકાજમાં ૨૦૧૦ નજીક બેસ્ટ લેવલ મેળવી ૧૭ ટકાના જમ્પમાં ૧૯૬૦ રૂપિયા હતો. વર્ષ પૂર્વે ભાવ ૮૯૦ રૂપિયાની નીચે હતો. થ્ગ્ કેમિકલ્સ ૮ ટકા તો માર્કસન્સ દસેક ટકા અપ હતા.

લાર્સન દ્વારા પ્રીમિયમે બાયબૅક પાછળ તેજી

ઇજનેરી જાયન્ટ લાર્સન ટુબ્રોની બોર્ડમીટિંગમાં શૅરદીઠ મહત્તમ ૧૫૦૦ રૂપિયા સુધીના ભાવે છ કરોડ શૅર એટલે કે કુલ ૯૦૦૦ કરોડ રૂપિયાના બાયબૅકનો નિર્ણય લેવાયો છે. શૅર મંગળવારે ૧૩૨૨ બંધ હતો. આ ધોરણે લગભગ ૧૩.૫ ટકાના પ્રીમિયમે બાયબૅક પ્રાઇસ જાહેર થતાં ભાવ ગઈ કાલે ૧૩૨૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધી ઉપરમાં ૧૩૬૪ થઈ અંતે ૨.૩ ટકાના સુધારામાં ૧૩૫૨ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. કંપનીના ઇતિહાસમાંનું આ પ્રથમ બાયબૅક છે. ભાવ વર્ષ પૂર્વે ૧૧૧૪ હતો જે વધીને ૨૦૧૮ની ૧ ફેબ્રુઆરીએ ૧૪૭૦ નજીક બેસ્ટ લેવલે ગયો હતો. લાર્સન ગ્રુપના અન્ય શૅરમાં ૮૭.૧ ટકા માલિકીની લાર્સન ટેક્નૉલૉજીઝ બમણા કામકાજમાં ૧૬૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો વધી ૧૫૯૮ રૂપિયા તો મંગળવારે ૧૯૧૧ની વિક્રમી સપાટી બાદ ૧૯૦૫ રૂપિયા બંધ રહેલી ૮૧.૫ ટકા માલિકીની લાર્સન ઇન્ફોટેક નીચામાં ગઈ કાલે ૧૮૪૫ બતાવી અંતે પોણોટકા ઘટી ૧૮૯૦ રૂપિયા બંધ હતા. લાર્સનના ૬૪ ટકા હોલ્ડિંગવાળી લાર્સન ફાઇનૅન્સનો ભાવ એક ટકો ઘટીને ૧૮૪ રૂપિયા રહ્યો હતો. લાર્સન ઇન્ફોટેક તથા લાર્સન ટેક્નૉલૉજીઝમાં સેબીના નિયમ મુજબ લાર્સન તરફથી હોલ્ડિંગ ઘટાડવાની વિચારણ શરૂ થઈ છે.

મહાનગર ગૅસમાં વિદેશી પ્રમોટરની રોકડી

મહાનગર ગૅસમાં સહ-પ્રમોટર રૉયલ ડચ શેલની માલિકીની એશિયા પેસિફિક હોલ્ડિંગ્સ દ્વારા શૅરદીઠ ૮૫૧ રૂપિયાની ફ્લોર પ્રાઇસ સાથે ૧૩૮ લાખ શૅર કે ૧૪ ટકા જેવું હોલ્ડિંગ વેચવાની કવાયત હાથ ધરાતાં ગઈ કાલે શૅર સંખ્યાબંધ બ્લૉક ડીલ્સમાં જબરા વૉલ્યુમ સાથે ૯૦૦ નજીકના આગલા બંધ સામે ૮૬૯ આસપાસ ખૂલી ૮૩૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૬.૬ ટકા ગગડીને ૮૪૦ રૂપિયા બંધ રહ્યો છે. BSE ખાતે રોજના સરેરાશ ૩૨,૦૦૦ શૅરની સામે ૪૫ લાખ શૅરના કામકાજ હતા. કંપનીમાં ભારતીય પ્રોમટર્સ ગેઇલનું હોલ્ડિંગ ૩૨.૫ ટકા છે. રોકડી પછી વિદેશી એશિયન પેસિફિકનો હિસ્સો ૨૪ ટકાથી ઘટી ૧૦ ટકાની આસપાસ આવી જશે જે જૂન-૨૦૧૯ સુધી લૉક-ઇન પિરિયડને આધીન છે. ગયા મહિને આ શૅરમાં વિદેશી બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપ તરફથી ૧૦૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ અપાયું હતું. CLSA તરફથી પણ ૧૩૮૦ની પ્રાઇસ સાથે ભારે બુલિશ વ્યુ જારી થયો હતો. ભાવ ત્યારે ૯૩૧ રૂપિયાની આસપાસ હતો. અંતે ત્રણ વીકમાં જ શૅર નીચામાં ૮૩૩ થઈ ગયો છે. પિઅર ગ્રુપમાં ઇન્દ્રપ્રસ્થ ગૅસ સરેરાશ કરતાં ૪૫ ટકા વૉલ્યુમમાં નીચામાં ૨૭૫ થઈ ગઈ કાલે ૨.૨ ટકાના ઘટાડે ૨૭૯ રૂપિયા અને ગુજરાત ગૅસ ૭૮૩ની ઇન્ટ્રા-ડે હાઇથી વન-ફૉર્થ વૉલ્યુમમાં પોણો ટકો ઘટી ૭૭૧ રૂપિયા રહ્યા હતા.

પ્રતાપ સ્નૅક્સમાં તગડો ઉછાળો


ગયા ઑક્ટોબરમાં ૯૩૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે ૪૮૨ કરોડનો IPO લાવનારા પ્રતાપ સ્નૅક્સનો શૅર ગઈ કાલે BSE ખાતે રોજના સરેરાશ માંડ ૨૫૦ શૅરના કામકાજ સામે ૬૪,૦૦૦ શૅરના વૉલ્યુમમાં ૧૦૭૩ના આગલા બંધ સામે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૮૮ વટાવી અંતે ૨૦ ટકાની તેજીમાં ત્યાં જ બંધ રહ્યો હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયાની છે. શૅરમાં તગડા ઉછાળા માટે કંપની દ્વારા ૧૪૮ કરોડ રૂપિયામાં ગુજરાતસ્થિત અવધ સ્નૅક્સના ૮૦ ટકા હિસ્સાની ખરીદીના અહેવાલ જવાબદાર હતા. ૨૦૧૦માં સ્થપાયેલી રાજકોટસ્થિત અવધના ટેકઓવરના કારણે પ્રતાપ સ્નૅક્સની હાલત ગુજરાતના બજારમાં કેટલી મજબૂત થાય છે એ સમય કહેશે, પરંતુ ૧૪૮ કરોડ રૂપિયાના ટેકઓવરના આ અહેવાલ પછી કંપનીનું માર્કેટકૅપ ગઈ કાલે ૫૦૩ કરોડ રૂપિયા વધી ૩૦૨૧ કરોડ રૂપિયા થઈ ગયું છે. તાજેતરમાં ૧૩ ઑગસ્ટે શૅરમાં ૧૦૪૮ રૂપિયા અને એપ્રિલ ૧૮ના રોજ ભાવ ૧૪૫૦નો વિક્રમી સપાટીએ જોવાયો હતો. શૅરની બુકવૅલ્યુ ૨૨૧ પ્લસની છે. દરમ્યાન મોટા ગજાના ઇન્વેસ્ટર આશિષ કોચલિયા તરફથી પાંચેક ટકા માલ ઑફ લૉડિંગ થવામાં બે જ દિવસમાં ૭૪૫ ઉપરથી ૫૧૬ના મલ્ટિયર તળિયે આવી ગયેલો વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ઉપરમાં ૬૩૭ થઈ અંતે ૭ ટકાની મજબૂતીમાં ૬૧૬ રૂપિયા બંધ હતો.

વૉલ્યુમ ત્રણેક ગણું હતું.


ક્રેડિટ એક્સેસનું ફ્લૅટ લિસ્ટિંગ બૅન્ગલોરસ્થિત માઇક્રોફાઇનૅન્સ કંપની ક્રેડિટ એક્સેસ ગ્રામીણનું લિસ્ટિંગ બિન-પ્રોત્સાહક નીવડ્યું છે. કંપની શૅરદીઠ ૪૨૨ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૧૩૧ કરોડના IPO સાથે તાજેતરમાં મૂડીબજારમાં આવી હતી. લગભગ સવાબે ગણા ભરાયેલા ઇશ્યુનો લિસ્ટિંગ ભાવ ગઈ કાલે BSE ખાતે ડિસ્કાઉન્ટમાં ૩૮૫ રૂપિયા ખૂલ્યો હતો. શૅર ઉપરમાં ૪૨૩ થળ અંતે ૪૧૯ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૧૯.૮૧ લાખ શૅરનું હતું. NSEમાં ભાવ ૩૮૫ ખૂલી ઉપરમાં ૪૨૭ થઈ છેલ્લે ૪૨૨ રૂપિયા હતો. કામકાજ ૧૧૫.૮૭ લાખ શૅરના હતા. બ્રોકર્સ, ડિફૉલ્ટર્સ તેમ જ મોટા ગજાના વ્યાવસાયિક હરીફો અને કેટલાક રાજકારણીઓના કારસામાં આશરે ૫૬૦૦ કરોડ રૂપિયાના કથિત સ્કૅમના નામે બલિનો બકરો બનાવાયેલી અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૫ ટકાના ઉછાળામાં ૮૨ રૂપિયા બંધ હતી. કહેવાતા ઇન્વેસ્ટર્સના ૫૬૦૦ કરોડ નહીં પણ માંડ ૬૫૦ કરોડ રૂપિયા જ અહીં સલવાયા હોવાના હાઈ કોર્ટના ઑબ્ઝર્વેશનની આ અસર હતી. તાતા સ્ટીલ ૧.૯ ટકાના ઘટાડે ૫૭૧ રૂપિયા બંધ હતો, પરંતુ એનો ર્પોટલી પેઇડ-અપ શૅર સળંગ બીજા દિવસના તગડા ધબડકામાં ૬.૯ ટકા તૂટીને ૧૩ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK