અમેરિકન શૅરબજાર પાછળ વિશ્વભરનાં શૅરબજારોમાં નવો ફફડાટ

પાકિસ્તાન શૅરબજાર અવળી ચાલમાં ૭ મહિનાની ટોચે ગયું : વિશ્વસ્તરે વેપારયુદ્ધનાં વિધિવત મંડાણ : માર્કેટ-બ્રેડ્થમાં ખરાબી, સંખ્યાબંધ શૅરમાં નવી ઐતિહાસિક બૉટમ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આખરે વિશ્વસ્તરે વેપારયુદ્ધનાં વિધિવત મંડાણ થઈ ચૂક્યાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા ચાઇના તરફથી થતી નિકાસમાંથી ૫૦થી ૬૦ અબજ ડૉલરની નિકાસને અસર થાય એ રીતો ટૅરિફ કે ડ્યુટી સ્ટ્રક્ચર્સમાં વધારો થયો છે. સામા પક્ષે ચીન દ્વારા પણ ત્રણ અબજ ડૉલરની અમેરિકન નિકાસ પર રક્ષણાત્મક અંકુશ જારી કરાયો છે. વાત અહીં અટકવાની નથી. આ યુદ્ધ લાંબું ચાલશે અને એનો વ્યાપ વધતો જશે. ચાઇનીઝ નિકાસ માટે અમેરિકન બજાર સીમિત બનવાથી ચીન હવે વિશ્વનાં અન્ય બજારોને ડમ્પિંગ-ગ્રાઉન્ડ બનાવશે. ભારત માટે નિકાસ વધુ મુશ્કેલ બનશે. અમેરિકન ટ્રેઝરીમાં ચાઇનાનું સૌથી વધુ અને તગડું હોલ્ડિંગ છે. એનો ચીન વળતા પ્રહાર તરીકે ક્યારે અને કેવી રીતો ઉપયોગ કરે છે એનો વૈશ્વિક કરન્સી અને ફાઇનૅન્શિયલ માર્કેટ પર તાત્કાલિક તોમ જ દુરગામી બન્ને પ્રકારની અસર થશે. આ ટ્રેડ-વૉર માત્ર અમેરિકા અને ચાઇના પૂરતું સીમિત રહેવાનું નથી.

ટ્રમ્પના પગલાની અસરમાં ૨૪૬૨૮ના આગલા બંધ સામે અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ નીચામાં ૨૩૯૩૯ની અંદર જઈને છેવટે ૭૨૪ પૉઇન્ટના કડાકામાં ૨૩૯૫૮ નજીક ગુરુવારની મોડી રાતે બંધ આવ્યો. એની સાથે જ વિશ્વબજારોનો શુક્રવાર સોગવાર કે  દુખદ બની રહેશે એ નક્કી થઈ ગયું હતું અને એ મુજબ ગઈ કાલે જૅપનીઝ નિક્કી ઇન્ટ્રા-ડેમાં ૧૦૦૦ પૉઇન્ટ પ્લસના કડાકા બાદ ગઈ કાલે છેલ્લે ૯૭૪ પૉઇન્ટ કે સાડાચાર ટકા તૂટ્યું છે. ચાઇનીઝ બજાર સાડાત્રણ ટકા, હૉન્ગકૉન્ગ અઢી ટકા,  સાઉથ કોરિયનન કૉસ્પી સવાત્રણ ટકા, તાઇવાનીઝ ટ્વેસી ઇન્ડેક્સ બે ટકા, ઑસ્ટ્રેલિયા બે ટકા, સિંગાપોર બે ટકા ખરડાયા છે. જોકે પાકિસ્તાન શૅરબજાર સાવ ઊલટી ચાલમાં ૪૫૦૩૨ની મિડ-ઑગસ્ટ પછીની ઊંચી સપાટી બનાવી રનિંગ ક્વોટમાં ૩૮૪ પૉઇન્ટ વધીને ૪૫૦૩૦ આસપાસ ચાલતું હતું. યુરોપનાં શૅરબજારો નેગેટિવ ઓપનિંગ બાદ રનિંગમાં એકથી પોણાત્રણ ટકા સુધી નીચે દેખાતા હતા. વૈશ્વિક સોના-ચાંદીમાં એકાદ ટકાની આસપાસની મજબૂતી હતી.

બજારમાં હવે કરેક્શન આગળ વધવા સંભવ

સેન્સેક્સ ૨૯ જાન્યુ.ના રોજ ચાલુ ર્વો ૩૬૨૮૩ની બંધની રીતો સર્વોચ્ય સપાટી સામે ગઇકાલે ૩૨૫૯૬ બંધ રહ્યો છે. જે ’પીક’ની તુલનામાં ડબલ ડીજીટમાં  ૧૦.૨ ટકાનો ઘટાડો સૂચવે છે. મતલબકે માર્કેટ હવે વધ-ઘટે વધુ કરેક્શન એટલેકે ઘટાડાની દિશામાં આગળ ધપી શકે છે. સેન્સેક્સ ગઇકાલે ઇન્ટ્રા-ડેમાં ૩૨૪૮૪ની અંદૃર જઇ છેલ્લે સવા ટકો કે ૪૧૦ પોઇન્ટની ખરાબીમાં ૩૨૫૯૬ બંધ આવ્યુ છે. નિટી ૯૯૫૨ની નીચે જઇ છેલ્લે ૧૧૭ પોઇન્ટ કે સવા ટકાથી ઓછી ખુવારીમાં ૯૯૯૮ રહ્યો છે. સેન્સેક્સ ખાતો ૩૧માંથી ૨૫ તો નિટીના ૫૦માંથી ૩૮ શેર ડાઉન હતા. સેન્સેક્સમાં યસ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક પોણા ત્રણથી પોણા ચાર ટકા પ્લસની ખરાબીમાં ક્રમાનુસાર ટોપ-૪ લૂઝર બન્યા છે. તો નિટીમાં વેદૃાન્તા સાડા પાંચ ટકા અને હિન્દૃાલ્કો સવા પાંચ ટકાના કડાકા સામે મોખરે હતા. આઇટી અને ટેકનોલોજીના નજીવા સુધારાને બાદૃ કરતા બીએસઇ ખાતોના ૧૯ સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં ૧૭ બેન્ચમાર્ક રેડઝોનમાં બંધ હતા. પીએસયુ ઇન્ડેક્સ ૫૩માંથી ૪૮ શેરની ખુવારીમાં ૭૬૧૯ની નવી મલ્ટીયર બોટમ બનાવી છેલ્લે સવા ટકો ગગડી ૭૬૭૦ નજીક બંધ હતો. માર્કેટ બ્રેડ્થ વધુ બગડી છે. બીએસઇમાં ગઇકાલે એક શેર વધ્યો હતો. સામે ચાર કાઉન્ટર ડુલ્યા હતા. બી-ગ્રૂપ ખાતે તો ૮૫ ટકા જોતો નરમ રહી હતી. એનએસઇ ખાતો ૨૬૯ શેર વધ્યા હતા. સામે ૧૨૬૩ કાઉન્ટર ધોવાયા છે. માર્કેટ કેપની રીતો શુક્રવારે રોકાણકારોને રૂપિયા ૧.૫૭ લાખ કરોડનો ફટકો પડ્યો છે.

મેટલ શૅરમાં માતમ, ત્રણેક ટકાની ખરાબી

કોલ ઇન્ડિયાના ૨૫ પૈસાના પરચૂરણ સુધારા સામે મેટલ ઇન્ડેક્સ બાકીના ૯ શૅરમાંથી આઠમાં દોઢ ટકાથી માંડીને સાડાછ ટકાની ખુવારીમાં ગઈ કાલે ૨.૯ ટકા ઓગળ્યો છે. સેન્સેક્સ ખાતો સેઇલ સાડાછ ટકા, વેદાન્તા પાંચ ટકા, હિન્દાલ્કો પોણાપાંચ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ચાર ટકા, નાલ્કો પોણાચાર ટકા લથડ્યા હતા. હિન્દુસ્તાન કૉપર સવાચાર ટકા ખરડાયો હતો. માઇનિંગ સેક્ટરમાં સાંડુર મૅન્ગેનીઝ, આશાપુરા પાઇન ત્રણથી ચાર ટકા ડાઉન હતા. GMDC પોણાચાર ટકાની બૂરાઈમાં ૧૨૧ રૂપિયા હતો. ટકાવારીની રીતો જોકે ગઈ કાલે સૌથી મોટી ખરાબી રિયલ્ટી ઇન્ડેક્સમાં નોંધાઈ છે. અહીં તમામ ૧૦ શૅરમાં એકથી પોણા પાંચ ટકાની તિરાડમાં ઇન્ડેક્સ સવાત્રણ ટકા તૂટ્યો હતો. બાય ધ વે, મેટલ ઇન્ડેક્સ ૧૫ જાન્યુ ૨૦૧૮ના રોજ ૧૬૧૨૦ના શિખરે હતો એ ગઈ કાલે નીચામાં ૧૨૯૪૨ થયો છે. વર્ષ પૂર્વે એ ૧૧૮૩૦ના લેવલે હોવાથી હાલ વાર્ષિક ધોરણે પૉઝિટિવ રિટર્નમાં છે, પરંતુ છેલ્લા એકાદ મહિનામાં જોઈએ તો આ ઇન્ડેક્સમાં ૨૫૦૦ પૉઇન્ટ ૧૭ ટકા જેવું ગાબડું પડી ચૂક્યું છે.

બૅન્ક નિફ્ટી ૪૭૧ પૉઇન્ટ તૂટ્યો

ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની બૂરાઈમાં ૪૭૧ પૉઇન્ટકે બે ટકાની નજીક તો બૅન્કેક્સ દસેદસ શૅરના ઘટાડે ૫૬૩ પૉઇન્ટ કે બે ટકાથી વધુ કટ થયા હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દસેદસ શૅરના ઘટાડે બે ટકાથી નજીક તો ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની ખુવારીમાં સવાત્રણ ટકા નજીક ખરડાયો હતો. ઇન્ટ્રા-ડેમાં તો એ ૨૬૯૦ની ૨૧ મહિનાની નીચી સપાટીએ ગયો હતો અને સૌથી વર્સ્ટ બાબત એ છે કે શુક્રવારે તમામ ૪૦ બૅન્ક શૅર માઇનસમાં બંધ રહ્યા છે. આટલી વ્યાપક ખરાબ હાલત ભાગ્યે જ જોવા મળે છે અને ૪૦માંથી ૩૫ બૅન્ક શૅર તો એક ટકા પ્લસથી લઈને સવાઆઠ ટકા સુધી ડાઉન હતા. યુનિયન બૅન્ક સર્વાધિક સવાઆઠ ટકા તૂટીને ૮૬ રૂપિયાના નવા ઐતિહાસિક તળિયે બંધ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેટ બૅન્ક, JK બૅન્ક , બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, દેના બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, વિજયા બૅન્ક, IDFC બૅન્ક ઇત્યાદિ પણ નવા નીચા ઐતિહાસિક તળિયે ગયો હતો. યસ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક, ICICI બૅન્ક, HDFC બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, સવા ટકાથી લઈને ૩.૯ ટકા તો ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો ઘટીને બંધ રહેતાં ગઈ કાલે સેન્સેક્સને ૨૦૨ પૉઇન્ટ જેવો માર પડ્યો છે.

બાય ધ વે, ગઈ કાલે રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ હોમ, રિલાયન્સ નેવલમાં નવી નીચી સપાટી સાથે અનિલ ગ્રુપના અન્ય શૅરમાં R.કૉમ સાડાચાર ટકા, રિલાયન્સ ઇન્ફ્રા પોણાત્રણ ટકા અને રિલાયન્સ પાવર સાડાત્રણ ટકા તો રિલાયન્સ નિપ્પોન સવાત્રણ ટકા તૂટટ્યા છે. તાતા મોટર્સ, IOC, અદાણી પાવર, લુપિન, અંબુજા સિમેન્ટ, ભેલ, બૉશ, કૅડિલા હેલ્થકૅર,  ક્યુમિન્સ, ગતિ, હુડકો, IDFC, લવેબલ લિંગરી, કેસોરામ, પાવર ફાઇનૅન્સ, PTC ઇન્ડિયા, સિમેન્ટ્સ, SML-ઇસુઝુ, STC, વેલસ્પન ઇન્ડિયા જેવી સંખ્યાબંધ જાણીતી જાતોમાંય એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતો ભાવ નવા બૉટમે ગયા છે. ઈવન BSE લિમિટેડનો ભાવ ૭૨૬ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે નજીવા સુધારામાં  ૭૩૮ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ૮૯૦ રૂપિયા થઈ દોઢ ટકાની ખરાબીમાં ૮૯૩ રૂપિયા જોવા મળ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK