શૅરબજારમાં માર્ચ વલણનો સારા સુધારા સાથે શુભારંભ, મેટલ અને ફાર્મામાં ફૅન્સી

૧૧,૪૦૦ કરોડના ફ્રૉડ પછી PNBમાં હવે ડેટાની ચોરી : ૫૫૪ કરોડના ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ પાછળ જ્યુબિલન્ટ લાઇફ લથડ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ફેબ્રુઆરી F&O વલણ નિફ્ટીમાં ૬.૨ ટકા કે ૬૮૭ પૉઇન્ટના ઘટાડા સાથે વિદાય થયું છે. ઑક્ટોબર ૨૦૦૮ પછીનો સૌથી મોટો કડાકો છે. ત્યારે નિફ્ટી ઑક્ટોબર વલણમાં ૧૪૧૩ પૉઇન્ટ ડૂલ થયો હતો. ગુરૂવારે પૂરા થયેલા વલણમાં બૅન્ક નિફ્ટી, નિફ્ટી રિયલ્ટી તથા નિફ્ટી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ તો સાડાઆઠથી સાડાનવ ટકા જેવા ધોવાઈ ગયા છે. આ કડવાશ સામે આશ્વાસનના મૂડમાં માર્ચ વલણનો આરંભ બજારમાં એકંદર સારો થયો છે. શુક્રવારે શૅરબજાર શરૂઆતથી છેવટ લગી ગ્રીન ઝોનમાં રહીને અંતે ૩૨૩ પૉઇન્ટ વધી ૩૪૧૪૨ બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦૮ પૉઇન્ટના સુધારામાં ૧૦૪૯૧ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપરમાં ૩૪૧૬૭ તો નિફ્ટી ૧૦૪૯૯ થયો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૩ શૅર પ્લસ હતા. તાતા સ્ટીલ ૬ ટકા પ્લસ જેવી તેજીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. બન્ને માર્કેટ ખાતેના તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. મેટલ ઇન્ડેક્સ ૧૫૩૬૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪૭૦ પૉઇન્ટ કે ૩.૨ ટકાની મજબૂતીમાં ટૉપ ગેઇનર બન્યો છે. સળંગ ચોથા દિવસની આગેકૂચમાં IT બેન્ચમાર્ક ૫૮માંથી ૪૭ શૅરના સુધારામાં ૯૪ પૉઇન્ટ કે પોણો ટકો અપ હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૯ જાતની મજબૂતીમાં સવાબે ટકા કરતાં વધુ ઊંચકાયો છે. મિડકૅપ અને સ્મૉલકૅપમાં સેન્સેક્સના મુકાબલે સુધારાનું પ્રમાણ વધુ મોટું હોવાથી માર્કેટ-બ્રેડ્થમાં તગડી પૉઝિટિવિટી જોવા મળી છે. NSEમાં કુલ ૧૫૮૯ શૅરમાં ટ્રેડિંગ થયું હતું. એમાં વધેલાં કાઉન્ટર્સની સંખ્યા ૧૧૯૪ હતી. BSEમાં ‘એ’-ગ્રુપના ૩૯૦ શૅરમાંથી ૮૦ ટકા કરતાં વધુ સ્ક્રિપ્સ શુક્રવારે વધી હતી. ‘બી’-ગ્રુપના ૧૦૯૯માંથી ૭૫ ટકા શૅર પ્લસ હતા. રેટ ફિયર હળવો થતાં તમામ અગ્રણી એશિયન બજારો વધીને બંધ આવ્યાં છે. થાઇલૅન્ડ, તાઇવાન, સિંગાપોર, સાઉથ કોરિયા એકથી દોઢ ટકો મજબૂત હતા. યુરોપ નજીવા નેગેટિવ બાયસ વચ્ચે ટકેલું દેખાતું હતું.

PNBમાં હવે ડેટા પણ ચોરાયા

નિમો-ફ્રૉડમાં ૧૧૪૦૦ કરોડ રૂપિયા બૅન્કમાંથી ઊપડી ગયાનો મામલો શાંત પડવાનું નામ નથી લેતો ત્યાં પંજાબ નૅશનલ બૅન્ક (PNB)માં ૧૦,૦૦૦ જેટલાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ડેટા ચોરાયા હોવાની ઘટના બહાર આવી છે. ડેટા-બ્રીચની આ બીના PNB ખાતેનું સિક્યૉરિટી કે મૉનિટરિંગ સિસ્ટમ ખાડે ગઈ હોવાનો વધુ એક પુરાવો છે. ચોરાયેલા આ ડેટા છેલ્લા ત્રણેક મહિનાથી એક વેબસાઇટ પર પેમેન્ટ ચૂકવીને મેળવી શકાતા હતા, પણ PNBને આની કશી ખબર નહોતી. આ તો બુધવારની મોડી રાતે મૂળ સિંગાપોરમાં રજિસ્ટર્ડ પણ મોટા ભાગે બૅન્ગલોરમાં કાર્યરત ક્લાઉડ સેક ઇન્ફર્મેશન સિક્યૉરિટી નામની એક કંપનીએ બૅન્કને જાણ કરી ત્યારે મામલો ધ્યાનમાં આવ્યો. PNBનો શૅર ૧૧૭ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૧૨ થઈ છેલ્લે એક ટકો ઘટીને ૧૧૩ રૂપિયા હતો. PNB ગિલ્ટ ત્રણ ટકાની નરમાઈમાં ૩૫ રૂપિયા હતો. બાય ધ વે, ગઈ કાલે બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૨ શૅર વધ્યા હતા. બૅન્ન્ક નિફ્ટી ૧.૪ ટકા અપ હતો. PSU બૅન્ક નિફ્ટીના ૧.૧ ટકાના સુધારા સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૧૦ શૅરના સુધારામાં દોઢ ટકા ઊંચકાયો હતો. ફાઇનૅન્સ સર્વિસિસ કંપની એક્વિરસ કૅપિટલમાં ૨૬ ટકા ઇક્વિટી હસ્તગત કરવાની અસરમાં ફેડરલ બૅન્ક સાડાપાંચ ટકાના ઉછાળે ૯૫ રૂપિયા હતો.

જ્યુબિલન્ટ લાઇફમાં ડિસ્કાઉન્ટે બ્લૉક ડીલ


જ્યુબિલન્ટ લાઇફ સાયન્સમાં ફ્લ્ચ્ ખાતે ૯૯૨ રૂપિયાના આગલા બંધ સામે ૫૯.૮ લાખ શૅરની જંગી બ્લૉકડીલ શૅરદીઠ ૯૧૪થી ૯૪૦ રૂપિયા સુધીના ભાવે કુલ મળીને ૫૫૪ કરોડ રૂપિયામાં થઈ હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ૮૮૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે ૧૦ ટકાની કમજોરીમાં ૮૯૧ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે શુક્રવારે કુલ વૉલ્યુમ ૧૫૬ લાખ શૅરનું હતું. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૨૧૩ રૂપિયા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪ ટકા છે એમાંથી સવાઓગણીસ ટકા માલ ગીરવી છે. મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ૪.૨ ટકા જેટલા શૅર છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૯માંથી ૬૧ શૅરની આગેકૂચમાં બે ટકા મજબૂત હતો. સન ફાર્મા ઍડ્વાન્સ રિસર્ચ કે સ્પાર્ક ચાર ગણા કામકાજમાં ૪૯૦ નજીક જઈ સવાછ ટકાની તેજીમાં ૪૫૭ રૂપિયા હતો. સન ફાર્મા સળંગ બીજા દિવસની આગેકૂચમાં પ૭૫ વટાવી છેલ્લે દોઢા વૉલ્યુમમાં સવાપાંચ ટકા વધીને ૫૭૦ રૂપિયા હતો. ફોર્ટિસ હેલ્થકૅર, લિંકન ફાર્મા, મર્ક, નેક્ટર લાઇફ, ગ્રૅન્યુઅલ ઇન્ડિયા, પૅનેસિયા બાયો, ડિવીઝ લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ઓરોબિંદો ફાર્મા, વૉકહાર્ટ, બાયોકૉન જેવી જાતો બેથી સાડાચાર ટકા અપ હતી.

ડાયનામેટિક ટેક્નૉમાં ડીમર્જરની ફૅન્સી

ડાયનામેટિક ટેક્નૉલૉજીઝમાં ઑટો ડિવિઝનને ડીમર્જ કરીને અલગ કંપનીમાં ફેરવવા માટે ર૮ ફેબ્રુઆરીએ બોર્ડ-મીટિંગની નોટિસ વાગતાં શૅર ગઈ કાલે ૧૮ ગણા કામકાજમાં ર૦ ટકાની ઉપલી સર્કિટે ૧૯૩૩ વટાવી છેલ્લે ૩૨૨ રૂપિયાની તેજીમાં ત્યાં જ બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૮૧ રૂપિયા છે. કંપનીના કુલ ટર્નઓવરમાં ગયા વર્ષે ઑટોમેટિવ બિઝનેસનો ફાળો પ૯ ટકા જેવો હતો. કંપનીની ૬૩૪૧ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ પ૦.ર ટકાનું છે. એમાંથી ૧પ ટકા જેવો માલ ગીરવી પડેલો છે. ગઈ કાલે ઑટો પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેગમેન્ટના ૭૦ શૅર વધ્યા હતા, ૨૩ જાતો નરમ હતી. લુમેક્સ ટેક્નૉલૉજીઝ, પોરવાલ ઑટો, કલ્યાણી ર્ફોજ, બાન્કો ઇન્ડિયા, સુજિત, સુંદરમ ફાસનર્સ, સેમકર્ગ પિસ્ટન, મુંજલ શોવા, હાઇટેક ગિઅર જેવાં કાઉન્ટર ૩થી ૭ ટકા ઊચકાયાં હતાં.

બિનાની સિમેન્ટ અલ્ટ્રાટેકના ઘરમાં

બિનાની ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી બિનાની સિમેન્ટ આશરે ૬૨૦૦ કરોડ રૂપિયામાં કુમાર મંગલમ બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ હસ્તગત કરવાની તૈયારી છે. અલ્ટ્રાટેક તરફથી ડીલને આખરી ઓપ આપવા કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા પાસે લીલી ઝંડી માગવામાં આવી છે. આ કંપની માટે દાલમિયા ભારત તરફથી ૬૩૦૦ કરોડ રૂપિયાની બિડ કરવામાં આવી હતી, પરંતુ અલ્ટ્રાટેક તરફથી લેણિયાતોને કંપનીમાં ઇક્વિટી સ્ટેક ઑફર કરાયાને પગલે એની ઑફર વધુ આકર્ષક લાગતાં સ્વીકાર્ય બની છે. ગઈ કાલે બિનાની ઇન્ડસ્ટ્રીઝનો ભાવ માત્ર ૮૦૦૦ શૅરના કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૯ રૂપિયા ઉપર બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ માઇનસ રૂપિયા ૪૯૪ની છે. ગયા વર્ષે કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે ૩૮૭૮ કરોડના વેચાણ પર ૪૬૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી છે. ઇક્વિટી ૩૧૩૮ લાખ રૂપિયા છે. એકધારી ખોટના પગલે રિઝર્વ ૧૫૮૭ કરોડ રૂપિયા માઇનસ બોલે છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૨.૬ ટકા છે. ઑગસ્ટ ૨૦૦૬માં રૂપિયા ૨૧વાળો શૅર જાન્યુઆરી ૨૦૦૭ના આરંભે ૩૮૦ રૂપિયાના સર્વોચ્ચ શિખરે ગયો હતો. ત્યાંથી ગગડીને સવાબે વર્ષમાં ૨૬ રૂપિયા થઈ ગયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ ગઈ કાલે ઉપરમાં ૪૧૭૯ થઈ છેલ્લે નહીંવત વધીને ૪૧૧૧ રૂપિયા હતો. ગઈ કાલે સિમેન્ટ ઉદ્યોગના ૪૪માંથી ૩૬ શૅર પ્લસ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK