નવા શિખર સાથે શૅરબજાર ૩૪,૦૦૦ ભણી, માર્કેટકૅપ ૧૫૦ લાખ કરોડ રૂપિયાની પાર

૬૩ મૂન્સમાં તગડા વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીની સર્કિટ : R.કૉમ સવાનવ ટકા તૂટ્યો, અનિલ ગ્રુપના અન્ય શૅર મજબૂત : આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રીમિયમે બાયબૅક પાછળ ભાવ નવી ટોચે

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડિસેમ્બર ક્વૉર્ટરનાં કંપનીપરિણામ તેમ જ બજેટ નજીકમાં છે. જ્&બ્માં ડિસેમ્બર વલણની પતાવટ માથે છે. સરવાળે તેજીવાળાની પકડ એકંદરે જળવાઈ રહેવાની છે. સેન્સેક્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહીને ગઈ કાલે ૩૩૯૬૪નું સર્વોચ્ચ શિખર હાંસલ કરીને ૧૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ૩૩૯૪૦ તથા નિફ્ટી ૧૦૫૦૧ની ઑલટાઇમ હાઈ બતાવી ૫૩ પૉઇન્ટના વધારામાં ૧૦૪૯૩ બંધ રહ્યા છે. બજારનું માર્કેટકૅપ પણ ગઈ કાલે ૧૫૦.૬૮ લાખ કરોડના બેસ્ટ લેવલે પહોંચ્યું છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર પ્લસ હતા. ONGC બન્ને મેઇન આંક ખાતે ત્રણેક ટકાની તેજીમાં ૧૯૩ રૂપિયાનો બંધ આપીને ટૉપ ગેઇનર બન્યો હતો. IT બેન્ચમાર્ક BSE તથા NSE ખાતે સર્વાધિક ઊંચકાયો હતો. મિડકૅપ, સ્મૉલકૅપ, BSE-૫૦૦, IT, ઇન્ડસ્ટ્રીઝ, યુટિલિટીઝ, કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી, ટેક્નૉલૉજીઝ જેવા સેક્ટરલ ઇન્ડાઇસિસ ગઈ કાલે ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. માર્કેટ-બ્રેડ્થ મજબૂત રહી છે.

સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ અને મોમેન્ટમનો દોર આગળ વધી રહ્યો છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૮.૨ લાખ શૅર મહત્તમ શૅરદીઠ ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅક કરવાનો નિર્ણય લેવાતાં શૅર ૧૦૪૬ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૧૧૬૩ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે ૭.૬ ટકાના ઉછાળે ૧૧૨૬ રૂપિયા બંધ હતો. તળવલકર બેટર વૅલ્યુમાં લાઇફ-સ્ટાઇલ બિઝનેસના ડીમર્જરને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની લીલી ઝંડી મળતાં ભાવ ૩૪૦ રૂપિયા નજીક નવું શિખર મેળવી ચારેક ટકાના ઉછાળે ૩૩૧ રૂપિયા આસપાસ હતો. નવીન લૉરિન દ્વારા મધ્ય પ્રદેશના યુનિટના વિસ્તરણ પાછળ ૧૧૫ કરોડ રૂપિયા ખર્ચવાની યોજનાના પગલે ભાવ ૮૨૫ રૂપિયાની ઐતિહાસિક ટૉપ બનાવી પાંચેક ટકાના ઉછાળે ૮૧૪ રૂપિયા નજીક રહ્યો હતો. ઇક્લેરેક્સ સર્વિસિસમાં શૅરદીઠ ૨૦૦૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅકની જાહેરાતમાં ભાવ અને વૉલ્યુમમાં તગડો જમ્પ નોંધાયો છે. ENILમાં મોતીલાલ ઓસ્વાલ તરફથી ૯૧૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયની ભલામણ આવતાં શૅર ઉપરમાં ૮૩૦ રૂપિયા ખૂલ્યો હતો. જોકે છેલ્લે ૭૫૯ રૂપિયાના આગલા લેવલે બંધ આવ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાના મુંબઈ ખાતેના પાવર બિઝનેસને હસ્તગત કરવાની ડીલ પાછળ અદાણી ટ્રાન્સમિશન ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૮ રૂપિયાની વિક્રમી સપાટી મેળવીને છેલ્લે સાડાચાર ટકા વધીને ૨૩૫ રૂપિયા હતો. રિલાયન્સ ઇન્ફ્રામાંય સુધારો આગળ વધ્યો છે. અદાણી પાવર સાડાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૪૦ રૂપિયા થઈને અંતે સવાછ ટકાની મજબૂતીમાં ૩૯ રૂપિયા નજીક હતો. શાપુરજી પાલનજી ગ્રુપની  ફૉબ્સર્‍ ગોકાક ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૭૩ રૂપિયાનો ઉછાળો મારી ૪૦૩૬ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૩૪૬ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીનો ભાવ પાંચેક મહિના પૂર્વે ૪ જુલાઈએ ૧૩૯૦ રૂપિયાના તળિયે હતો. કંપનીમાં છેલ્લે સપ્ટેમ્બર ૧૯૮૮ના શૅરદીઠ એકનું બોનસ આવ્યું હતું.

ઇક્લેરેક્સ તગડા વૉલ્યુમ સાથે ઊંચા શિખરે

ટેલિવિઝન રેટિંગ્સ બિઝનેસમાં પ્રવૃત્ત નીલસેન તરફથી TCSને ૨૨૫ કરોડ ડૉલર એટલે કે આશરે ૧૪,૫૦૦ કરોડ રૂપિયાનો મલ્ટિયર આઉટ સોર્સિંગ કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાયાના પગલે શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ઉપરમાં ૨૬૬૦ નજીક જઈ છેલ્લે પોણાબે ટકાની મજબૂતીમાં ૨૬૪૦ રૂપિયા બંધ રહ્યો છે. TCSને પ્રથમ વાર ૨૦૦૮માં આ કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. દસ વર્ષ માટેનો આ કૉન્ટ્રૅક્ટ ૧૨૦ કરોડ ડૉલરનો હતો, જે પછીથી ૨૦૧૩માં વધારીને ૨૫૦ કરોડ ડૉલર થયો હતો. TCSની હૂંફમાં અન્ય IT જાયન્ટ ઇન્ફોસિસ ૧૦૪૫ રૂપિયાની વર્ષની ટોચની નજીક જઈ ૧૦૪૪ વટાવી અંતે ૧.૭ ટકા વધીને ૧૦૩૮ રૂપિયા તથા વિપ્રો ૧.૨ ટકા વધીને ૩૦૧ રૂપિયા બંધ હતા. આ ત્રણ શૅરથી બજારને ૬૨ પૉઇન્ટનો ફાયદો થયો હતો. IT ઇન્ડેક્સ ગઈ કાલે ૫૯માંથી ૩૯ શૅરની આગેકૂચમાં ૧.૩ ટકા વધ્યો હતો. ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ પાંચેક ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૩ રૂપિયા બંધ આપી અહીં મોખરે હતો. ઇક્લેરેક્સ રોજના સરેરાશ ૧૧૬૪ શૅર સામે ૧.૪૯ લાખ શૅરનાં કામકાજમાં ૧૫૮૯ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને છેલ્લે દસેક ટકા કે ૧૩૫ રૂપિયાની તેજીમાં ૧૫૦૩ રૂપિયા રહ્યો હતો. પોલારિસ, રામકો સિસ્ટમ્સ, સોનાટા સૉફ્ટવેર, માઇન્ડ ટ્રી, સુબેક્સ, એક્સેલ્યા, SCL ઇન્ફો, લાર્સન ઇન્ફોટેક, નીટ, ઝેન્ટેક જેવી જાતો ૩થી ૭ ટકા પ્લસ હતી. IT ઇન્ડેક્સ ઇન્ટ્રાડેમાં ૧૧૧૬૭ નજીક વર્ષની ટોચે ગયો હતો.

R.કૉમની ઍસેટ્સ ખરીદવા જીઓને રસ


કહે છે કે બુરે વક્ત મેં આખિર ભાઈ હી કામ આતા હૈ. દેવાના જંગી બોજ સાથે નાદારીના જોખમમાં સપડાયેલી રિલાયન્સ કમ્યુનિકેશન ગ્લોબલ ઍસેટ્સ ખરીદવા ભારતી ટેલિકૉમ દ્વારા ૭૬૦૦ કરોડ રૂપિયાની ઑફર થઈ છે જે R.કૉમના એન્ટરપ્રાઇસ બિઝનેસ તથા અન્ડરસી કેબલ પૂરતી સીમિત છે. હવે નવા ઘટનાક્રમ પ્રમાણે વડીલ બંધુ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ તરફથી R.કૉમની તમામ ઍસેટ્સ તેમ જ ડીફર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટ તરીકે સરકારને ભવિષ્યમાં ચૂકવવાના થતા ૭૦૦૦ કરોડ સહિત કુલ આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લેવાનો રસ દર્શાવ્યો હોવાના અહેવાલ છે. શૅરબજારના સત્તાવાળાએ આ વિશે કંપની પાસે સ્પક્ટીકરણ માગ્યું છે. કંપનીના જવાબની રાહ જોવાઈ રહી છે. દરમ્યાન R.કૉમનો શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ૧૮.૮૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૫.૭૦ રૂપિયા થઈ છેલ્લે સવાનવ ટકાની ખરાબીમાં ૧૬.૩૧ રૂપિયા બંધ હતો. મતલબ કે જીઓની કથિત ઑફરથી બજાર નિરાશ થયું છે. અનિલ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ કૅપિટલ ઉપરમાં ૫૦૪ થયા બાદ ગઈ કાલે અંતે ૧૦૨ ટકા વધીને ૪૮૫, રિલાયન્સ હોમ એક ટકો વધીને ૮૯ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા ચાર ગણા કામકાજમાં ૫૪૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી પોણાપાંચ ટકાની તેજીમાં ૫૨૮ રૂપિયા, રિલાયન્સ નિપ્પોન એક ટકાના સુધારામાં ૨૮૩ રૂપિયા, રિલાયન્સ નેવલ નવગણા વૉલ્યુમમાં ૪૫ રૂપિયા વટાવ્યા બાદ નવ ટકાના જમ્પમાં ૪૩ રૂપિયા તો રિલાયન્સ પાવર ત્રણ ટકાની મજબૂતીમાં ૪૧.૫૫ રૂપિયા બંધ હતા.

બિટકૉઇન ૧૨,૫૦૦ ડૉલરની અંદર ઊતરી ગયો


તાજેતરમાં ૧૭ ડિસેમ્બરે સાંજે બિટકૉઇનમાં ૧૯૮૭૦ ડૉલરની ઑલટાઇમ હાઈ બની ત્યારે ૨૦નું લેવલ હાથવેંતમાં દેખાતું હતું, પરંતુ ભાવ ત્યાંથી ગગડતો-ગગડતો ગઈ કાલે ૧૨૩૮૦ ડૉલરની અંદર જોવા મળ્યો છે. મતલબ કે ૩૭.૭ ટકાનો કડાકો થયો. ભારતીય ચલણમાં બિટકૉઇનનો રેટ ૧૬ ડિસેમ્બરે રાત્રે ૧૪.૬૮ લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. એ આ ઘટાડાની ચાલમાં ગઈ કાલે નીચામાં ૬.૮૩ લાખ રૂપિયાની અંદર ગયા બાદ રનિંગ ક્વોટમાં ૮.૯૮ લાખ રૂપિયા દેખાતો હતો. ગઈ કાલે બિટકૉઇન હાજરમાં ૧૫૫૬૧ ડૉલર તથા ભારતીય કરન્સી પ્રમાણે ૧૧.૨૪ લાખ રૂપિયાએ ખૂલ્યો હતો. ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ગઈ કાલે રનિંગમાં ૫૨૮ અબજ ડૉલર હતું, જે ઉપરમાં તાજેતરમાં ૬૪૦ અબજ ડૉલરને વટાવી ગયું હતું. બિટકૉઇન એમાં ૨૩૫ અબજ ડૉલરના આંક સાથે મોખરે છે. ૬૮ અબજ ડૉલરનું માર્કેટકૅપ ધરાવતો ઇથર તાજેતરમાં ૧૯ ડિસેમ્બરે ૮૭૦ ડૉલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી ઘટાડાના ટ્રેન્ડમાં ગઈ કાલે ૫૮૬ ડૉલર થઈ રનિંગમાં ૧૯ ટકાની ખરાબીમાં ૬૭૫ ડૉલરે હતો. તમામ ક્રિપ્ટોકરન્સીની નબળાઈ વચ્ચે રિપ્પલ મજબૂત જોવા મળ્યો છે. ગઈ કાલે એ ૧.૨૪ ડૉલરનું બેસ્ટ લેવલ હાંસલ કરીને રનિંગમાં દસેક ટકાની આગેકૂચમાં ૧.૦૯ ડૉલર દેખાતો હતો. મહિના પૂર્વે ભાવ માંડ ૨૩ સેન્ટ હતો. ભારતીય કરન્સીમાં મહિના પૂર્વે ૧૬ રૂપિયાની આસપાસ ચાલતો રિપ્પલ ગઈ કાલે ૮૬ રૂપિયા નજીકની વિક્રમી સપાટી સર કરીને ૭૧ રૂપિયા આજુબાજુ ક્વોટ થતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK