આંતરપ્રવાહમાં નબળાઈ વચ્ચે બજાર પાંચમા દિવસે સુધારામાં

ઝન્ડુ રિયલ્ટી ત્રણ દિવસમાં પ૯૬ રૂપિયા વધીને ર૩ મહિનાની ટોચે : રસોઈ લિમિટેડમાં ૧૭૭પ રૂપિયાનો ઉછાળો, રુચિ સોયા પાંચમા દિવસે પણ સુધારામાં : ટી શૅરમાં તોજીની લિજ્જત વધી, શુગર શૅર માયૂસીમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઇન્ટ્રા-ડેમાં નોંધપાત્ર રીતો મોટા અને છેવટે બેબી-સ્ટેપ્સ બની જતાં સુધારાની આગેકૂચમાં શૅરબજાર ગઈ કાલે ૮૩ પૉઇન્ટ વધીને ૩૩,પ૬૧ તથા નિફ્ટી ૧પ પૉઇન્ટ વધીને ૧૦,૩૪ર બંધ રહ્યા છે. સળંગ પાંચમા દિવસે પણ બજારે સુધારો જાળવ્યો એની નોંધ લેવી રહી. હવેના બે દિવસ કાં તો પ્રમાણમાં મોટા જમ્પના અગર તો જર્કના બની રહેવાની શક્યતા દેખાય છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપરમાં ૩૩,૬પ૪ અને નીચામાં ૩૩,૪૬પ થયો હતો. નિફ્ટીમાં વધ-ઘટની રેન્જ ૬૦ પૉઇન્ટની પણ ન હતી. માર્કેટ-બ્રેડ્થ થોડીક કમજોર બની છે. NSE ખાતો ૧૮૧૭ શૅરમાં સોદા પડ્યા હતા જેમાંથી ૮૦૪ જાતો વધી હતી. સેન્સેક્સના ૩૧માંથી ૧૬ તો નિફ્ટીના પ૦માંથી ર૩ શૅર પ્લસ હતા. બૅન્કેક્સ નામ કે વાસ્તે નરમ તો બૅન્ક નિફ્ટી નજીવો ગરમ બંધ હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઘસાતા જતા PSU બૅન્ક શૅર પ્રત્યાઘાતી સુધારાની ચાલમાં વધીને બંધ રહેતાં PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં સવા ટકો અપ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦માંથી રપ સ્ક્રિપ્સ વધી હતી. હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૪૬ શૅરની પીછેહઠમાં અડધો ટકો ડાઉન હતો. RPG લાઇફ સાયન્સ સામા પ્રવાહે નવ ટકા જેવો ઊછળીને ૪૩૦ રૂપિયા હતો. ફોર્ટિસ હેલ્થકૅર ઊંચા ને ખોટા બિલના વિવાદમાં સવાત્રણ ટકા જેવો તૂટ્યો હતો.

ફુટવેર સેગમેન્ટમાં પસંદગીયુક્ત ફૅન્સી

નિકાસ અને રોજગારી સર્જનને વેગ આપવાના હેતુથી સરકાર લેધર તથા ફુટવેર ઉદ્યોગ માટે ર૬૦૦ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પૅકેજ ટૂંકમાં જાહેર કરશે એવા અહેવાલ પાછળ ગઈ કાલે ફુટવેર શૅરમાં સારી એવી પ્રારંભિક ફૅન્સી જોવાઈ હતી. જોકે છેલ્લે સુધારો સિલેક્ટિવ જાતો પૂરતો ïસીમિત રહ્યો હતો. બાટા ઇન્ડિયા ઇન્ટ્રા-ડેમાં ૭૯૪ રૂપિયા થયા બાદ પ્રૉફિટ-બુકિંગમાં સવાબે ટકા ઘટીને ૭૪૯ રૂપિયા, મિર્ઝા ઇન્ટરનૅશનલ ૧૭૪  રૂપિયા વટાવ્યા પછી સવા ટકાની નરમાઈમાં ૧૬૩ રૂપિયા તો રિલેક્સો ફુટવેર ૬૩ર રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અંતો ૭.૭ ટકાના ઉછાળે ૬૧પ રૂપિયા બંધ હતો. સુપરહાઉસ, શ્રી લેધર્સ અને ખાદીમ ઇન્ડિયા એકથી ત્રણ ટકાની રેન્જમાં અપ હતા. ભારતીય ઇન્ટરનૅશનલ સાધારણ તો લિબર્ટી શૂઝ પોણા ટકાની આસપાસ સુધર્યા હતા. શુગરમાં મબલખ ઉત્પાદનનો ભાર શૅરના ભાવોમાં દેખાવા લાગ્યો છે. ઉદ્યોગના ૩૪ શૅરમાંથી બુધવારે માત્ર આઠ શૅર પ્લસ હતા. રાવલગાંવ સાડાચારેક ટકાની તોજીમાં અત્રે મોખરે હતો. સામે પિકાડેલી ઍમ્પી, SBIC, ધામપુર, મવાણા, બલરામપુર, ઉગર શુગર, ઉત્તમ શુગર, દાલમિયા શુગર સહિત ડઝન કાઉન્ટર બેથી સાવચાર ટકા ડાઉન હતાં.

ટીમલીઝ સર્વિસિસ વિક્રમી સપાટીએ

મેનપાવર સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસિસનો શૅર ગઈ કાલે ૧૪ ગણા કામકાજમાં સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં ર૧૮પ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી અંતે ૧૦ ટકા કે ૧૯૬ રૂપિયાની તોજીમાં ર૦૮૯ રૂપિયા બંધ રહ્યો છે. વિદેશી ફન્ડ ટી રોવ પ્રાઇસ ઇન્ટરનૅશનલ દ્વારા NSE ખાતો શૅરદીઠ સરેરાશ ૧૮૮પ રૂપિયાના ભાવે ૮.૩૬ લાખ શૅર લેવાયાના અહેવાલ તોજી માટે કરણ બન્યા છે. તો ગ્લેનમાર્ક ફાર્મામાં કોન્ટ્રાસેપ્ટિવ ડ્રગને USFDAની મંજૂરી મળતાં ભાવ ઉપરમાં પ૯૯ રૂપિયા વટાવ્યા બાદ હળવા પ્રૉફિટ-બુકિંગમાં છેલ્લે નહીંવત ઘટીને પ૯૧ રૂપિયા રહ્યો હતો. ગોએન્કા ગ્રુપની CESC લિમિટેડ રિસ્ટ્રક્ચરિંગના ભાવરૂપ સમગ્ર બિઝનેસનું ચાર વર્ટિકલ્સમાં ડીમર્જર કરવાની યોજનામાં આગળ ધપી રહી છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ દ્વારા મર્જર અમલી બને એ પૂર્વે શૅરમાં ૧૩૬૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ અપાયું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૦પર રૂપિયા થઈ છેલ્લે ૧.૭ ટકા વધીને ૧૦૩૪ રૂપિયા બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૮૯૩ રૂપિયા જેવી ઊંચી છે. પ્રમોટર્સ હોલ્ડિંગ પ૦ ટકા નજીક છે. FIIના ૧૬.૪ ટકા સહિતનું સસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ ૩૮.૬ ટકા છે. નાના રોકાણકારો પાસે લગભગ સાડાચાર ટકા માલ છે.

રુચિ સોયા સળંગ પાંચમા દિવસે અપ

સરકાર દ્વારા આયાતી ખાદ્યતોલ પરની ડ્યુટીમાં જબ્બર વધારો કરાયાની અસરમાં ઘરઆંગણે એડીબલ ઑઇલ શૅર ડિમાન્ડમાં આવી ગયા છે. એન કે ઇન્ડસ્ટ્રીઝ કે જેના માલિકો NSEL કાંડમાં ૯૦૦ કરોડ રૂપિયાથી ય વધુના પેમેન્ટમાં ડિફૉલ્ટ થઈ ચૂક્યા છે અને કંપનીના ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ માઇનસ કે નેગેટિવ ૮૦૦ રૂપિયા થઈ ગઈ છે. એનો શૅર ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ર૦ ટકા વધી ગઈ કાલે પ૬ રૂપિયાને વટાવી ગયો છે. દરમ્યાન બે રૂપિયાની ફેસવૅલ્યુ સામે રપ રૂપિયા નજીકની બુકવૅલ્યુ ધરાવતી રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ સળંગ પાંચમા દિવસની આગેકૂચમાં ગઈ કાલે સાડાપાંચ ટકા જેવી મજબૂતીમાં ર૬.૪પ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતો કુલ મળીને ૧૧૦ લાખ શૅરનું વૉલ્યુમ થયું હતું. જાણકારો અહીં ર૭ રૂપિયા ઉપર બે દિવસ બંધ આવે તો ૩૩.૭પ રૂપિયાનું ટૉપ ભેદાશે એવી વાત લાવ્યા છે. એડિબલ ઑઇલ સેગમેન્ટની રસોઈ લિમિટેડ ગઈ કાલે માત્ર ચાર શૅરના કામકાજમાં ૧૭૭પ રૂપિયા ઊછળી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૭,ર૭પ રૂપિયા બંધ હતો. ગોકુલ રેફોઇલ્સ અને ગોકુલ ઍગ્રો દોઢથી સવાબે ટકા નરમ હતા.

મારુતિ અને બજાજ નવી સર્વોચ્ચ સપાટીએ

ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૧૪માંથી ૭ શૅરના સુધારામાં સાધારણ વધીને બંધ આવ્યો છે, પરંતુ મારુતિ સુઝુકી ૮પ૩૧ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટી બનાવી છેલ્લે એક ટકો વધીને ૮પ૧૪ રૂપિયા તથા બજાજ ઑટો સવાયા કામકાજમાં ૩૩૪૪ રૂપિયાનું શિખર બનાવી અંતો અડધો ટકો વધીને ૩૩૦૮ રૂપિયા બંધ રહ્યા હતા. તાતા મોટર્સ સળંગ ચોથા દિવસની આગેકૂચમાં એકાદ ટકાની મજબૂતીમાં ૪ર૮ રૂપિયા હતો. એનો DVR ર૪૩ રૂપિયાની આસપાસ ફ્લેટ હતો. હીરો મોટોકૉર્પ, આઇશર, અશોક લેલૅન્ડ અડધાથી એક ટકો નરમ હતાં. TVS મોટર્સ દોઢ ટકો અપ હતો.  ઉત્પાદનમાં ઘટાડાના અહેવાલ પાછળ ટી શૅરમાં  સુધારો વધુ લહેજતદાર બન્યો છે. વૉરન ટી ગઈ કાલે ર૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૪ રૂપિયા બંધ આવ્યો છે. બંગાલ ઍન્ડ આસામ, તરાઈ ટી, ધુનસેરી ટી, ટાયરૂન ટી, રસેલ ઇન્ડસ્ટ્રીઝ, કોન્કો ટી, જયશ્રી ટી જેવી જાતો અઢીથી અગિયાર ટકા ઊંચકાઈ હતી.

ઝન્ડુ રિયલ્ટી ર૩ મહિનાના શિખરે

ઝન્ડુ રિયલ્ટી રોજના સરેરાશ માંડ રપ૦૦ શૅર સામે ગઈ કાલે ૪પ,૦૦૦ શૅરના કામકાજમાં ર૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩ર૬ રૂપિયાનો જમ્પ મારીને ૧૯પ૬ રૂપિયા નજીક બંધ રહ્યો છે જે લગભગ ર૩ મહિનાની ટોચ છે. ત્રણ દિવસ પહેલાં ભાવ ૧૩૬૦ રૂપિયા બંધ હતો. ૧૦૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ર૩ર૯ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતું આ કાઉન્ટર જુલાઈ-ર૦૦૮માં ર૪ ૬૪૩ રૂપિયાના સર્વોચ્ચ શિખરે ગયું હતું. કંપનીની આઠ કરોડ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ ઇમામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ૩પ.પ ટકા હૉલ્ડિંગ ધરાવે છે. ર૩,૪૯૯ જેટલા નાના રોકાણકારો પાસે ૪પ.૬ ટકા માલ છે. ૧૯૮૬થી ર૦૦૬ સુધીમાં સાત વખત બોનસ  આપનારી આ કંપનીનું લાસ્ટ બોનસ ત્રણ શૅરદીઠ એકના ધોરણે નવેમ્બર ર૦૦૬માં આવ્યુ હતું. ઇમામી ઇન્ફ્રાનો શૅર ગઈ કાલે નવ ગણા કામકાજમાં ર૪૭ રૂપિયાની ઐતિહાસિક ઊંચી સપાટી બતાવી છેલ્લે સાડાનવ ટકા વધીને ર૪૬ રૂપિયા બંધ હતો.  શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ પાંચ ગણા કામકાજમાં ૧૬૧ રૂપિયાની નવી ટૉપ હાંસલ કરીને ૧૬ ટકાના ઉછાળે ૧પ૮ રૂપિયા બંધ હતો.

BSE ખાતો આજથી ર૮ શૅર ટ્રેડ-ટુ-ટ્રેડમાં જશે

BSEના સત્તાવાળા દ્વારા આજથી અમલી બને એ રીતો ર૮ શૅરને ટ્રેડ-ટુ-ટ્રેડ હેઠળ મૂકવાની જાહેરાત કરાઈ છે. આ શૅર ટ્રેડ-ટુ-ટ્રેડમાં જતાં એના ખરીદ-વેચાણ પર ૧૦૦ ટકા વાર માર્જિન, ઇન્ટ્રા-ડેમાં ઓળિયાં સરખાં કરવાની મનાઈ અને રોજિંદી વધ-ઘટમાં મહત્તમ પાંચ ટકાની સર્કિટ જેવા અંકુશ લાગશે. ટ્રેડ-ટુ-ટ્રેડમાં જનારા શૅરની યાદીમાં નીચેનાં નામ સામેલ છે. અલ કેમિસ્ટ, એસિયન હોટેલ્સ (વેસ્ટ), બુરનપુર સિમેન્ટ, ઇકોનો ટ્રેડ, ગ્લોબસ સ્પિરિટ્સ, ગુજરાત ટેરેસ, IMP પાવર, જિન્દલ કૅપિટલ, કાવિત ઇન્ડસ્ટ્રીઝ, કાઇનેટિક એન્જિનિયરિંગ, KMC સ્પે. હૉસ્પિટલ્સ, લૅન્ડમાર્ક પ્રૉપર્ટી, લોઇડ સ્ટીલ, મૉર્ગન વેન્ચર્સ, નીતિન કાસ્ટિંગ, ન્યાસી કૉર્પોરેશન, ઑક્ટો ઇન્ટરનૅશનલ, તિભા ઇન્ડસ્ટ્રીઝ, રિયલ સ્ટ્રીપ્સ, સચેતા મેટલ્સ, સન ગોલ્ડ કૅપિટલ, સુરાણા સોલર, ટિપ્સ ઇન્ડ., ટ્રાન્સગ્લોબ ફૂડ્સ, ઉસદે ઈન્ટરનૅશનલ, ઝેનિથ કમ્પ્યુટર્સ મુખ્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK