વર્ષના મોટા કડાકામાં નિફ્ટીએ ૧૦,૦૦૦નું લેવલ ગુમાવ્યું

માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૨.૬૮ લાખ કરોડ રૂપિયાનો ફટકો : ડૉલર સામે રૂપિયો ઝડપી ઘટાડાની ચાલમાં સાડાપાંચ મહિનાના તળિયે : સ્મૉલકેપ, મિડકૅપ, મેટલ, બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, પાવર શૅરોમાં વ્યાપક ઘટાડો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી અને ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીની વાતો માંડતાં-માંડતાં છાતી ફુલાવીને ફરવાના સરકારના દિવસો પૂરા થયા લાગે છે. નોટબંધી પછી GST પણ અર્થતંત્ર અને ખાસ કરીને ઇન્ફૉર્મલ સેક્ટર માટે ઘાતક પુરવાર થશે એમ લાગે છે. આર્થિક વિકાસદર ક્વૉર્ટર-ટુ-ક્વૉર્ટર ધોરણે ઘસાતો-ઘસાતો ત્રણ વર્ષના તળિયે આવી ગયો છે. ઔદ્યોગિક વિકાસ વસમી સ્થિતિમાં છે. નિકાસક્ષેત્રે વિમાસણ છે. મોટી-મોટી યોજનાઓની અવિરત જાહેરાત અને એ માટે જબ્બર ઝાકઝમાળથી ભરેલા કાર્યક્રમ કે ઇવેન્ટ્સ માત્રથી અર્થતંત્ર બળૂકું બની જતું નથી. આ સત્ય મોદી સરકાર જેટલું વહેલું સમજે એ એના અને દેશના હિતમાં રહેશે. અમે અહીંથી અવારનવાર કહેતા રહ્યા છીએ કે શૅરબજારે વાસ્તવિકતા સાથે નાતો તોડી નાખ્યો છે. ફન્ડામેન્ટલ્સ યા નક્કર આર્થિક પરિસ્થિતિને અવગણીને વચ્યુર્અતલ વર્લ્ડ કે આભાસી વિકાસની વાતો પર બજાર ચાલી રહ્યું છે, બલકે દોડી રહ્યું છે. આ સ્થિતિ સારી નથી. મીનિંગફુલ કરેક્શન જેટલું વહેલું આવે એટલું સારું. અન્યથા પછીથી જે થશે એ બહુ ખરાબ હશે. અર્થતંત્રને ઉગારવા સરકાર ૪૦-૫૦ હજાર કરોડ રૂપિયાનો સ્ટિમ્યુલસ ડોઝ આપવાનું વિચારી રહી હોવાના અહેવાલ છે. જોકે સરકાર પાસે પૈસા નથી એટલે ફિસ્કલ ડેફિસિટના અંદાજ આડા-અવળા કરીને જ સ્ટિમ્યુલસ ડોઝની જોગવાઈ કરવી પડશે. શૅરબજાર અને વિદેશી રોકાણકારો માટે આ એક વધુ નેગેટિવ ફૅક્ટર થયું. બાય ધ વે, ચાલુ મહિને અત્યાર સુધીમાં FII દ્વારા શૅરબજારમાં ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નેટ વેચવાલી થઈ ચૂકી છે. આગામી સમય સારો તો નથી જ એમ ધીમે-ધીમે ભાન થઈ રહ્યું હોય એમ શૅરબજાર ગઈ કાલે નીચામાં ૩૧૮૮૬ થઈને છેલ્લે ૪૪૭ પૉઇન્ટ લથડીને ૩૧૯૨૨ બંધ રહ્યું છે. નિફ્ટી ૯૯૫૩ની અંદર ગયા બાદ ૧૫૭ પૉઇન્ટની ખરાબીમાં ૯૯૬૪ આવ્યો છે. આરંભથી અંત સુધી રેડ ઝોનમાં રહેલા બજારના તમામ બેન્ચમાર્ક ગઈ કાલે માઇનસમાં હતા. રોકડામાં લગભગ ઑલરાઉન્ડ વેચવાલી ઊપડતાં માર્કેટ-બ્રેડ્થ અત્યંત નબળી જોવા મળી છે. એક શૅર વધ્યો તો સામે ચાર જાત ઘટી હતી. A ગ્રુપના ૩૪૦માંથી ફક્ત ૨૦ અને B ગ્રુપના ૧૧૪૩માંથી ૧૨૨ શૅર જ ગઈ કાલે પ્લસમાં હતા. ગઈ કાલના કડાકામાં માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૨.૬૮ લાખ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. BSE ખાતે સેન્સેક્સ નેક્સ્ટ-૫૦ ગઈ કાલે ૧૦૨૩ પૉઇન્ટ તૂટ્યો છે; તો સ્મૉલકૅપ, બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સ, મેટલ જેવા ઇન્ડાઇસિસ ૫૦૦-૬૦૦ પૉઇન્ટ ખાબક્યા હતા. બજારમાં ગઈ કાલની ખરાબી ૨૦૧૭ના કૅલેન્ડર વર્ષની સૌથી મોટી છે અને યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે.

NDTVમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ

સરકાર સામે બાથ ભીડવાને કારણે વિવિધ વિવાદમાં સપડાયેલી ન્યુ દિલ્હી ટેલિવિઝન (NDTV)નો શૅર ગઈ કાલે ૩૧૦૦૦ શૅરના કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતો. છેલ્લે ૨.૮૬ લાખ શૅરના બાયર લાઇનમાં હતા. NSE ખાતે પણ ૩૬૦૦૦ શૅરના વૉલ્યુમમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૩ રૂપિયા નજીક બંધ હતો. ૬ લાખ શૅરના બાયર ઊભા હતા. સ્પાઇસ જેટના કો-ફાઉન્ડર અજય સિંહ કંપનીમાં કન્ટ્રોલિંગ હિસ્સો લેવાની તૈયારીમાં છે એવા અખબારી અહેવાલ તેજીનું કારણ હતા. જોકે કંપની તરફથી આ અહેવાલ તથ્યવિહોણા ગણાવાયા હોવા છતાં શૅરમાં સર્કિટ ખૂલી નહોતી. સ્પાઇસ જેટ ગઈ કાલે ૧.૬ ટકા ઘટીને ૧૪૩ રૂપિયા બંધ હતો. ગઈ કાલે મીડિયા-એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટના મોટા ભાગનાં કાઉન્ટર માયૂસ હતાં. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૫માંથી ૧૨ શૅરના ઘટાડે ૨.૩ ટકા ડાઉન હતો. ડેન નેટવર્ક, BAG ફિલ્મ્સ, સિનેલાઇન, ડિશ ટીવી, DQ એન્ટરટેઇન, હિન્દુસ્તાન મીડિયા, HT મીડિયા, મુક્તા આર્ટ્સ, ઍરટેલ કમ્યુનિકેશન, પ્રાઇમ ફોકસ, પ્રીતીશ નંદી, સબ ઇવેન્ટ, PVR, સારેગામા ઇન્ડિયા, શ્રી અધિકારી બ્રધર્સ, ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ, TV-૧૮ બ્રૉડકાસ્ટ, ઝી એન્ટરપ્રાઇઝિસ, ઝી મીડિયા જેવી જાતો બેથી દસ ટકા સુધી ઢીલી હતી.

રિલાયન્સ હોમનું નીરસ લિસ્ટિંગ

રિલાયન્સ કૅપિટલના હાઉસિંગ ફાઇનૅન્સ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી રિલાયન્સ હોમ ફાઇનૅન્સનું લિસ્ટિંગ નિસ્તેજ રહ્યું છે. શૅર ગઈ કાલે BSE ખાતે ૧૦૪ ખૂલી ઉપરમાં ૧૦૯ વટાવી છેલ્લે ૧૦૯ રૂપિયા બંધ આવ્યો છે. NSEમાં ભાવ ૧૦૨ ખૂલી ઉપરમાં ૧૦૭ બતાવી અંતે ૧૦૭ રૂપિયા રહ્યો છે. લિસ્ટિંગની પૂવર્સં ધ્યાએ વિશ્લેષકોની ધારણા ૧૧૦થી ૧૩૭ રૂપિયા સુધીની હતી. ICICI સિક્યૉરિટીનો અંદાજ ૧૧૫થી ૧૨૦ રૂપિયા, ઍક્સિસ કૅપિટલનું અનુમાન ૧૨૪ તથા એડલવાઇસવાળાને ૧૩૭ રૂપિયાનો લિસ્ટિંગ ભાવ દેખાતો હતો. જોકે એ તમામ ખોટા પડ્યા છે. બન્ને બજાર ખાતે ગઈ કાલે આશરે બાવીસ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીમાં મોટર રિલાયન્સ કૅપિટલનું હોલ્ડિંગ બાવન ટકા જેવું છે. એનો ભાવ ગઈ કાલે અઢી ગણા વૉલ્યુમમાં ૬૫૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે ૭.૮ ટકા તૂટીને ૬૬૧ રૂપિયા હતો. અનિલ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ બમણા કામકાજમાં પાંચ ટકા ગગડીને ૨૦ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા ૩.૫ ટકાના ઘટાડે ૪૭૧ રૂપિયા, રિલાયન્સ નેવલ ચાર ટકા ઘટીને ૫૪ રૂપિયા તથા રિલાયન્સ પાવર ૫.૬ ટકાની ખરાબીમાં ૪૨ રૂપિયા બંધ હતો. મુકેશ ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮ ટકાની નબળાઈમાં ૮૧૭ રૂપિયા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા ૬.૭ ટકા ખરડાઈને ૫૦૧ રૂપિયા હતા.

આધુનિક ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦ ટકાની મંદી

સેબી દ્વારા શંકાસ્પદ શેલ કંપનીની યાદીમાં સામેલ આધુનિક ઇન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે માત્ર ૯૧૨ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ભાવ ૮૩ રૂપિયાના વર્ષના તળિયે ગયો હતો. છેલ્લે ૧.૧૮ લાખ શૅરના વેચુ ઊભા હતા. આ કાઉન્ટરમાં છેલ્લે ૭ ઑગસ્ટે કામકાજ થયું હતું. ભાવ ૧૦૪ રૂપિયા બંધ હતો, જ્યારે ૧૦ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ ૨૦૧ રૂપિયાનું બેસ્ટ લેવલ દેખાયું હતું. ૯૮૫ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો IPO મૅટ્રિમની ડૉટકૉમ આગલા દિવસે બિલોપારમાં લિસ્ટિંગ થયા બાદ ગઈ કાલે વધુ ખરાબીમાં ૮૦૨ રૂપિયાના તળિયે જઈ છેલ્લે ૯.૪ ટકાની ખરાબીમાં ૮૧૬ રૂપિયા બંધ હતો, તો તાજેતરમાં લિસ્ટેડ થયેલો ડિક્શન ટેક્નૉલૉજીઝ નીચામાં ૨૬૫૧ બતાવી અંતે ૩.૮ ટકાના ઘટાડે ૨૬૬૦ રૂપિયા અને ભારત રોડ નેટવક્ર્સલ નીચામાં ૧૮૦ રૂપિયાથી બાઉન્સબૅકમાં ૧૯૫ થઈ છેલ્લે ત્રણ ટકા વધીને ૧૮૮ રૂપિયા બંધ હતા. ૭૦૦૦ કરોડ રૂપિયાનો ડિફેન્સ ઑર્ડર મળ્યાના પગલે સરકારી કંપની ITI સળંગ બીજા દિવસની તેજીમાં ૧૪૬ની નવી વિક્રમી સપાટી દેખાડી ૧૪.૫ ટકાના ઉછાળે ૧૪૦ રૂપિયા હતો. કામકાજ આઠ ગણાં હતાં. જ્યારે ઇન્ડિયન ટૂરિઝમ ૫૪૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવીને ૧૦ ટકાના ધબડકામાં ૫૫૩ રૂપિયા હતો. ઑર્ચિડ ફાર્મા ગુરુવારની ૨૦ ટકાની તેજીની સર્કિટ બાદ ગઈ કાલે ઉપરમાં ૨૫ વટાવી છેલ્લે ૧૧.૪ ટકાના જમ્પમાં ૨૪ રૂપિયા હતો.

બૅન્ક શૅરોમાં વ્યાપક બગાડ, મેટલ મૂડલેસ

ગઈ કાલે બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી માત્ર બે શૅર સુધર્યા હતા, જેમાં દેના બૅન્ક એક ટકાથી વધુ તો યુકો બૅન્ક પોણા ટકાથી વધુ અપ હતા. સામા પક્ષે ૨૮ શૅર તો દોઢ ટકાથી લઈને ૬ ટકા સુધી ખરડાયા હતા. બૅન્કેક્સ દસેદસ શૅરની નબળાઈમાં ૫૨૭ પૉઇન્ટ કે ૧.૯ ટકા તો બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની નરમાઈમાં ૪૩૦ પૉઇન્ટ કે પોણાબે ટકા માઇનસ હતા. PSU બૅન્ક નિફ્ટી તો પોણાત્રણ ટકા લથડ્યો હતો. એના ૧૧માંથી ૧૧ શૅર માઇનસ હતા, જ્યારે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દસેદસ શૅરના ઘટાડામાં ૧.૮ ટકા ડાઉન હતો. ICICI બૅન્ક ૨.૮ ટકા, HDFC બૅન્ક ૦.૮ ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા અને કોટક મહિન્દ્ર બૅન્ક એકાદ ટકાની નજીક ઘટીને બંધ રહેતા સેન્સેક્સને કુલ મળીને ૧૩૮ પૉઇન્ટની હાનિ થઈ હતી. ફેડરલ બૅન્ક, યસ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, ઓરિયેન્ટલ કૉમર્સ બૅન્ક, યુનિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, કર્ણાટક બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, આંધ્ર બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા જેવાં ૧૫ કાઉન્ટર લગભગ ચારથી છ ટકા ધોવાઈ ગયાં હતાં. ચાઇનાના D રેટિંગના પગલે વિશ્વબજારમાં ધાતુના ભાવ ગગડવાની સીધી અસર થતાં ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૪ ટકા કે ૫૫૪ પૉઇન્ટ પીગળ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ તમામ ૧૫ શૅરની ખરાબીમાં ૪ ટકા ડૂલ થયો હતો. અગ્રણી અને ચલણી તમામ મેટલ શૅર પોણાત્રણથી આઠેક ટકા તૂટ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK