સાંકડી વધ-ઘટના ચુસ્ત શૅરબજારમાં સાઇડ કાઉન્ટર સારાંએવાં ઝળક્યાં

પાવર-ડીલ પાર પડતાં રિલાયન્સ ઇન્ફ્રા અને અદાણી ટ્રાન્સપોર્ટના શૅર ડિમાન્ડમાં : ઇમ્પોર્ટ અલર્ટ હટવાની આશા પાછળ વૉકહાર્ટ ઊંચકાયો : વકરાંગી સિવાયના એક્સ-બોનસ થયેલા ત્રણ શૅર નરમ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા બંધથી પચાસેક પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલી પ્રારંભે ૩૩,૮૬૦ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી શૅરબજાર અતિ સાંકડી રેન્જમાં ઉપર-નીચે અથડાઈ છેલ્લા અડધા કલાકના હળવા પ્રૉફિટ-બુકિંગમાં ૩૩,૭૦૮ની અંદર આવી ગયું હતું. સેન્સેક્સ છેલ્લે ૨૧ પૉઇન્ટની પરચૂરણ નબળાઈમાં ૩૩,૭૫૬ તો નિફ્ટી ચારેક પૉઇન્ટના નામપૂરતા ઘટાડામાં ૧૦,૪૪૦ બંધ રહ્યા છે. સેન્સેક્સમાંના ૩૧માંથી ૧૧ અને નિફ્ટીના ૫૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. લાર્સન બે ટકા જેવી મજબૂતીમાં ૧૨૫૪ રૂપિયાનો બંધ આપી બન્ને મેઇન ઇન્ડેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. તો મહિન્દ્ર પોણાચાર ટકાની આસપાસના ઘટાડે ટૉપ લુઝર રહ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી નેગેટિવ બાયસમાં ફ્લૅટ હતા, પરંતુ મિડ કૅપ પોણો ટકો, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તેમ જ BSE-૫૦૦ સાધારણ સુધારા સાથે નવી વિક્રમી સપાટીએ બંધ રહેવાના પરિણામે માર્કેટ-બ્રેડથ સારી એવી હકારાત્મક જોવાઈ છે. બજારનું માર્કેટકૅપ ૧૫૦ લાખ કરોડ રૂપિયાની સાવ નજીક સરકયું છે એ પણ એક વિક્રમ છે. NSE ખાતે ૯૪ શૅર વધ્યા હતા સામે ઘટેલા શૅરની સંખ્યા ૫૪૧ હતી. BSE ખાતે વિનાઇલ ઇન્ડિયા, IFCI, મણપ્પુરમ ફાઇનૅન્સ, GMR ઇન્ફ્રા, ઍલેમ્બિક, મોરપેન લૅબ, અદાણી ટ્રાન્સમિશન, રિલાયન્સ ઇન્ફ્રા, અનંત રાજ, વૉકહાર્ટ, કૅનફિન હોમ્સ, યુનિટેક, JV અસોસિયેટ, સિએટ, DB રિયલ્ટી, અંસલ હાઉસિંગ, ઇન્ડ- સ્વીફ્ટ લૅબ, LG બાલક્રિષ્ન, ટીમલીઝ, KNR કન્સ્ટ્રક્શન્સ, બૉમ્બે સાઇકલ, નાહર સ્પિનિંગ, સારેગામા, ટેસ્ટી બાઇટ, જિન્દલ સો, HCC સહિત સંખ્યાબંધ જાતો ચારથી ૨૦ ટકા વધીને બંધ રહી છે.   

વૉકહાર્ટ ૧૪ મહિનાની ટોચે, ૧૨ ટકાનો ઉછાળો

વૉકહાર્ટ દ્વારા મહારાષ્ટ્રના વાલુજ ખાતેના પ્લાન્ટ માટે USFDAને ૨૦૧૮ના આરંભે ઇન્સ્પેક્શન માટે ઑફર કરવાની યોજના પાછળ શૅરનો ભાવ ગઈ કાલે ચારેક ગણા કામકાજમાં ૮૯૯ રૂપિયાની ૧૪ મહિનાની ઊંચી સપાટી બતાવી છેલ્લે બારેક ટકાની તેજીમાં ૮૯૪ રૂપિયા બંધ રહ્યો છે. વૉકહાર્ટ કુલ ૧૨ પ્લાન્ટ ધરાવે છે જેમાંથી ૯ પ્લાન્ટ ભારતમાં છે. ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસિસ સંબંધી નિયત ધોરણોનું પાલન કરવામાં નિફળતાના કારણે USFDA તરફથી મહારાષ્ટ્રના વાલુજ તેમ જ ચિકલથાણે ખાતેના ડ્રગ્સ ફૉર્મ્યુલેશન પ્લાન્ટ છેક ૨૦૧૩થી ઇમ્પોર્ટ વૉર્નિંગ હેઠળ છે. ગુજરાતના અંકલેશ્વર ખાતેનો બલ્ક ડ્રગ ઉત્પાદક પ્લાન્ટ પણ ઇમ્પોર્ટ અલર્ટ હેઠળ છે. એને લીધે કંપની અમેરિકન બજારમાં આ ત્રણ પ્લાન્ટમાં બનતી દવાઓ વેચી શકતી નથી. અર્લી ઇન્સ્પેક્શન માટે કંપનીની તૈયારીના અહેવાલથી આ ઇમ્પોર્ટ અલર્ટ બહુ નજીકના સમયમાં રદ થવાની આશા કામે લાગતાં શૅર ગઈ કાલે ઊછYયો છે. દરમ્યાન કૅડિલા હેલ્થકૅરની હાયપર ટેન્શન માટેની ડ્રગને USFDAની મંજૂરી મળતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૪૩૪ રૂપિયા વટાવી છેલ્લે દોઢ ટકાના સુધારામાં ૪૨૬ રૂપિયા બંધ હતો. અન્ય ફાર્મા કાઉન્ટર્સમાં ઍલેમ્બિક લિમિટેડ ચાર ગણા કામકાજમાં ૧૭.૭ ટકાનો જમ્પ મારીને ૫૫ રૂપિયા, ઇન્ડ-સ્વીફટ લૅબ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૧ રૂપિયા, મોરપેન લૅબ ૧૨ ટકાની તેજીમાં ૩૪ રૂપિયા બંધ હતા. ડિવીઝ લૅબ, ઇપ્કા લૅબ, અજંટા ફાર્મા, જ્યુબિલન્ટ, સ્પાર્ક, બાયોકોન, સ્ટ્રાઇડ સાશૂન, સનોફી, બ્લીસ GVS, લોરસ લૅબ, મંગલમ ડ્રગ્સ જેવી જાતો દોઢથી ચારેક ટકા ઊંચકાઈ હતી.

અનિલ અને અદાણી વચ્ચે પાવર-ડીલ થઈ

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા સ્ટ્રક્ચર્સના મુંબઈ ખાતેના વીજઉત્પાદન અને વિતરણ બિઝનેસને સંપૂર્ણપણે અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશનને વેચવાના કરાર પર સહીસિક્કા થયા છે. આશરે ૧૩,૨૫૦ કરોડ રૂપિયાનો આ સોદો પાર પડતાં બન્ને કંપનીઓના શૅર ગઈ કાલે ડિમાન્ડમાં હતા. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાંચેક ગણા કામકાજમાં ઉપરમાં ૫૧૪ રૂપિયા વટાવી છેલ્લે સવાનવ ટકાના ઉછાળે ૫૦૯ રૂપિયા તથા આદાણી ટ્રાન્સમિશન ચાર ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૨૫ રૂપિયા બંધ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણો ટકો તો અદાણી પાવર બે ટકા પ્લસ હતા. અનિલ ગ્રુપ ખાતે રિલાયન્સ કૅપિટલ છ ટકા, રિલાયન્સ નિપ્પૉન ૩.૮ ટકા, રિલાયન્સ પાવર ૧.૮ ટકા અïપ હતા.

૨G સ્કૅમના કલંકમાંથી મુક્ત થયેલા શૅર તેજીમાં

મનમોહન સિંહની UPA સરકાર પર જેને લઈ વ્યાપક ભ્રક્ટાચારની બૂમરાણ મચી હતી અને NDA, ખાસ કરીને BJPની નજીક મનાતા ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ વિનોદરાય તરફથી પોણાબે લાખ કરોડ રૂપિયાના કૌભાંડ તરીકેનું લેબલ જેના પર લગાડાયું હતું એ ૨G સ્કૅમમાં CBI કોર્ટ તરફથી તમામ ૧૭ હાઈ પ્રોફાઇલ આરોપીઓને દોષમુક્ત જાહેર કરાયા છે. એના પગલે અનિલ અંબાણીની R.કૉમનો શૅર ગઈ કાલે જબ્બર વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૯.૬૦ રૂપિયા થઈ છેલ્લે ચાર ટકાની આગેકૂચમાં ૧૮ રૂપિયા બંધ રહ્યો છે. શાહિદ બાલવાની DB રિયલ્ટી ૧૦ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૪ રૂપિયા નજીક, સંજય ચંદ્રાની યુનિટેકનો ભાવ ૨૦ ટકાની તેજીની સર્કિટ બાદ બાર ટકાના ઉછાળે આઠ રૂપિયા નજીક, મારન બ્રધર્સની સનટીવી નેટવર્ક ૯૯૬ રૂપિયાના નવા શિખરે જઈ ત્રણ ગણા કામકાજમાં સાડાચાર ટકા વધીને ૯૮૨ રૂપિયા, GTL લિમિટેડ સાત ગણા કામકાજમાં ૧૬ રૂપિયા નજીક જઈ છેલ્લે પાંચ ટકાના જમ્પમાં ૧૫ રૂપિયા બંધ રહ્યો છે.

એક્સ-બોનસમાં ચારમાંથી ત્રણ શૅર ડાઉન

ગઈ કાલે ચાર કંપનીઓના શૅર એક્સ-બોનસ થયા હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર લગભગ બમણા કામકાજમાં ૭૮૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી નીચામાં ૭૩૯ રૂપિયા થયા બાદ અંતે પોણાચાર ટકાની નબળાઈમાં ૭૪૨ રૂપિયા બંધ હતો. વકરાંગી લિમિટેડ ૪૦૫ રૂપિયાની વિક્રમી સપાટીએ જઈ ચાર ટકાની મજબૂતીમાં ૩૯૬ રૂપિયા રહ્યો હતો. બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ ૧૨૫૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ત્રણ ટકાની નબળાઈમાં ૧૨૧૪ રૂપિયા હતો. તો કૅસ્ટ્રૉલ ઇન્ડિયા ગઈ કાલે ઉપરમાં ૨૦૮ રૂપિયા નજીક ગયા પછી સવાત્રણ ટકાના ઘટાડે ૨૦૩ રૂપિયા બંધ આવ્યો છે. આ ચારેય કંપનીઓ દ્વારા શૅરદીઠ એકનું ઉદાર બોનસ આપ્યું છે. દરમ્યાન પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં શૅરના બાયબૅક માટે ૨૬ ડિસેમ્બરે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં શૅર ગઈ કાલે સવારે ૯૩૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ ચાર ટકાની આગેકૂચમાં ૯૨૬ રૂપિયા હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૭૦ રૂપિયા છે. વૉલ્યુમ લગભગ બમણું થયું હતું. બાયબૅક પ્રાઇસ ૧૦૫૦ રૂપિયા પ્લસ જાહેર થવાની હવા છે. શૅરનો ભાવ વર્ષ પૂર્વે ૨૬ ડિસેમ્બરે નીચામાં ૫૬૯ રૂપિયાની અંદર હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK