સાંકડી વધ-ઘટે અથડાતું રહી શૅરબજાર નવા ટૉપ લેવલે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવા બેસ્ટ લેવલ સાથે આઠ લાખ કરોડ રૂપિયાના માર્કેટકૅપ નજીક : સિમેન્ટ તેમ જ સિરૅમિક્સ શૅરમાં આકર્ષણ જોવાયું : સરકારી તપાસની ચર્ચામાં જેટ ઍરવેઝ ત્રણ ટકા ડાઉન

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજારમાં નવા વિક્રમી શિખરનો શિરસ્તો આગળ વધી રહ્યો છે. ગઈ કાલે માંડ ૧૯૦ પૉઇન્ટની વધ-ઘટની રૅન્જમાં અથડાઈ સેન્સેક્સ ઉપરમાં ૩૮,૪૦૩ નજીક જઈ અંતે સાત પૉઇન્ટ વધીને ૩૮,૨૮૬ તો નિફ્ટી ૧૧,૫૮૧ વટાવી છેલ્લે ૧૯ પૉઇન્ટના સુધારામાં ૧૧,૫૭૧ નજીક બંધ આવ્યાં છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૨ તો નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા. UPL પાંચ ટકાની તેજીમાં નિફ્ટી ખાતે અને કોલ ઇન્ડિયા અઢી ટકા વધી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતા. તાતા સ્ટીલ બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૫૧ના બેસ્ટ લેવલ પછી એક ટકો વધી ૧૨૪૬ની નવી વિક્રમી સપાટીએ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૭.૯૦ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચી ગયું છે. ફન્ડ ડાયવર્ઝન અને મની શિફોનિંગના મુદ્દે જેટ ઍરવેઝ સરકારી તપાસના રડારમાં હોવાના અહેવાલ પાછળ ભાવ ત્રણેક ટકા ગગડીને ૨૯૨ રૂપિયા રહ્યો છે. ઍક્સિસ બૅન્ક ૬૩૯ નજીક નવી ઊંચી સપાટીએ જઈ બે ટકા વધીને ૬૩૬ રૂપિયા બંધ હતો. જોકે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી મામૂલી માઇનસમાં બંધ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧માંથી માત્ર ૧૩ જાતો જ વધેલી હતી. કર્ણાટક બૅન્ક સાડાત્રણ ટકા પ્લસની તેજીમાં અહીં મોખરે હતો. ડૉલર સામે રૂપિયાની નબળાઈના લીધે પેપર તેમ જ પેપર પ્રોડક્ટ્સ શૅરમાં ભળતી તેજી કામે લાગી છે તો કેરળની કુદરતી આફતના પગલે ટાયર તેમ જ રબર પ્રોડક્ટ્સ કંપનીઓના શૅર વત્તે-ઓછે અંશે ગમગીન બન્યા છે. ગઈ કાલે બજારના ૧૯માંથી દસ સેક્ટોરલ ઇન્ડાઇસિસ પ્લસ હતા. ONGC સુધારાની આગેકૂચમાં પોણો ટકો વધ્યો હતો. સરકારી રિફાઇનરી કંપનીઓના શૅર પોણાથી પોણાબે ટકા નરમ હતા. લાર્સન આગલા દિવસની વધુપડતી ધમાલ પછી ગઈ કાલે શાંત હતો.

સિમેન્ટ અને સિરૅમિક્સ શૅરમાં આકર્ષણ

કજરિયા સિરૅમિક્સ ગઈ કાલે ૧૬ ગણા કામકાજમાં ઉપરમાં ૪૬૪ થઈ ૧૦.૫ ટકાની તેજીમાં ૪૫૮ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ગયા સપ્તાહે ૧૬ ઑગસ્ટે ૪૦૫ રૂપિયાની વર્ષની નીચી સપાટીએ ગયો હતો. પિઅર ગ્રુપમાં ઓરિયન્ટ બેલ ઉપરમાં ૨૩૮ વટાવી ૧૫ ટકાના ઉછાળામાં ૨૨૯ રૂપિયા, મુરુડેશ્વર સિરૅમિક્સ ૧૧ ટકાની મજબૂતીમાં ૩૩ રૂપિયા, નિટકો લિમિટેડ ૭.૩ ટકાના જમ્પમાં ૭૨ રૂપિયા બંધ હતા. સોમાણી સિરૅમિક્સ, સેરા સૅનિટરી, એશિયન ગ્રેનિટો, માધવ માર્બલ અને ઓરિયેન્ટલ ટ્રાઇમેક્સ જેવાં કાઉન્ટર સાધારણથી લઈને દોઢેક ટકા જેવા અપ હતા. ગઈ કાલે સિમેન્ટ તેમ જ સિમેન્ટ્સ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં ૫ણ મજબૂતી હતી. અત્રે ૪૨માંથી ૩૨ જાતો વધી હતી. અંબુજા સિમેન્ટ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ, ACC, પ્રિઝમ જોનરસ, મંગલમ સિમેન્ટ, JK સિમેન્ટ, ગ્રાસીમ, આંધ્ર સિમેન્ટ, NCL ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા સિમેન્ટમાં પોણાબે ટકાથી લઈ સવાચાર ટકા સુધીની તેજી હતી. અલ્ટ્રાટેક પોણો ટકો, સેન્ચુરી ટેક્સટાઇલ્સ અડધો ટકો, સૌરાષ્ટ્ર સિમેન્ટ એક ટકો અપ હતા.

વાડીલાલમાં ક્યોલિયાની રોકડી નડી

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ આગલા દિવસે જોરદાર વૉલ્યુમમાં ૨૦ ટકાના કડાકામાં ૫૮૯ રૂપિયાની નીચેના દોઢ વર્ષના તળિયે ગયા બાદ ગઈ કાલે પણ ૧૭ ગણા કામકાજમાં ૫૧૬ની નવી મલ્ટિયર બૉટમ બતાવી છેલ્લે બે ટકાની ખરાબીમાં ૫૭૭ રૂપિયા બંધ રહ્યો છે. આઇસક્રીમ બિઝનેસમાં અગ્રણી આ કંપનીમાં જૂન ક્વૉર્ટરના અંતે ૭.૨ ટકા હોલ્ડિંગ ધરાવતા મોટા ગજાના ઇન્વેસ્ટર આશિષ ક્યોલિયા દ્વારા ૪.૧૦ લાખ શૅરથી વધુનું વેચાણ કરીને હોલ્ડિંગ ઘટાડીને ૨.૧૭ ટકાએ લઈ જવાયાના અહેવાલ શૅરમાં ખરાબીનું કારણ બન્યા છે. તાતા સ્ટીલનો પાર્ટલી પેઇડ-અપ શૅર સળંગ બીજા દિવસે બમણા વૉલ્યુમમાં લથડીને ૧૪૧ થયા બાદ ૮.૪ ટકાની ખુવારીમાં ૧૪૨ રૂપિયા બંધ હતો. તાતા સ્ટીલ પણ ૫૮૦ થઈ ૨.૯ ટકા ગગડી ૫૮૨ રૂપિયા જોવાયો છે. ટૉરન્ટ ફાર્મા આગલા દિવસે ઇન્ટ્રા-ડેમાં ૧૭૯૦ નજીક બેસ્ટ લેવલ હાંસલ કર્યા બાદ ગઈ કાલે નીચામાં ૧૭૩૨ બતાવી સહેજ વધી ૧૭૪૮ રૂપિયા હતો. પાવર કંપની CESC લિમિટેડ ૧૫ ગણા કામકાજમાં સાત ટકા ઊછળીને ૧૦૦૬ રૂપિયા હતો.

ટેક મહિન્દ્ર બુલિશ વ્યુ પાછળ મજબૂત

ટેક મહિન્દ્રમાં બૅન્ક ઑફ અમેરિકા-મેરિલ લિન્ચ તરફથી નવી ૮૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે સવાયા કામકાજમાં સળંગ ત્રીજા દિવસે વધી ૭૧૬ વટાવી છેલ્લે ૩ ટકાની આગેકૂચમાં ૭૦૭ રૂપિયા બંધ હતો. IT સેગમેન્ટના અન્ય શૅરમાં નીટ લિમિટેડ ૧૦ ગણા વૉલ્યુમમાં ૧૦૧ નજીક જઈ ૬.૫ ટકાના ઉછાળામાં ૯૮ રૂપિયા તથા નીટ ટેક્નૉલૉજીઝ ૧૩૭૮ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ચાર ટકા વધીને ૧૩૭૧ રૂપિયા બંધ હતા. વર્ષ પૂર્વે નીટ ટેક્નૉલૉજીઝનો ભાવ ૪૭૯ રૂપિયા હતો. લાર્સન ઇન્ડોટેક ૧૯૧૧ના નવા બેસ્ટ લેવલ બાદ એક ટકો વધીને ૧૮૯૬ તો લાર્સન ટેક્નૉલૉજી નહીંવત ઘટી ૧૫૮૨ રૂપિયા હતા. તાતા ઍલેક્સી દોઢ ટકો વધીને ૧૪૪૧ રૂપિયા અને TCS નહીંવત્ સુધારામાં ૨૦૧૩ રૂપિયા હતા. ઇન્ફોસિસ આગલા દિવસની ખરાબી બાદ નામ કે વાસ્તે ઘટી ૧૩૮૪ રૂપિયા રહ્યો હતો. IT ઇન્ડેક્સ સોમવારના સવા ટકાના ઘટાડા પછી ગઈ કાલે ૫૮માંથી ૨૭ શૅરના સુધારામાં ૦.૪ ટકાની આસપાસ પ્લસ હતો.

નિફ્ટી ફાર્મામાં ૧.૭ ટકાની તંદુરસ્તી

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ગઈ કાલે દસેદસ શૅરના સુધારમાં ઉપરમાં ૯૯૯૩ નજીક જઈ અંતે દોઢ ટકાની તંદુરસ્તીમાં ૯૯૫૦ બંધ આપી બેસ્ટ ગેઇનર બન્યો છે. ડેટ રિસ્ટ્રક્ચરિંગની યોજના પાછળ ગ્લેનમાર્ક ફાર્મા પોણાપાંચ ટકાના ઉછાળે ટૉપ ગેઇનર અહીં જોવાયો હતો. BSE ખાતે હેલ્થકૅર બેન્ચમાર્ક ૬૭માંથી ૩૭ શૅરના સુધારામાં એક ટકાથી વધુ પ્લસ હતો. ફ્રન્ટલાઇન ફાર્મા શૅરમાં સન ફાર્મા પોણાબે ટકા નજીકની મજબૂતીમાં ૬૩૫ તથા ઇન્ટ્રા-ડેમાં ૬૩૯ રૂપિયા નજીકની વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. લુપીન, કૅડિલા હેલ્થકૅર, અજન્ટા ફાર્મા, પિરાપલ એન્ટરપ્રાઇઝિસ, ઇપ્કા લૅબ, RPG લાઇફ, શિલ્પા મેડીકૅર, કૅપ્લીન પૉઇન્ટ લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, સિપ્લા જેવી જાતો એકથી પાંચ ટકા ઊંચકાઈ હતી. સામે પક્ષે HEG, હેસ્ટર બાયો, JB કેમિકલ્સ, ઍરિસ, વિવિમેડ લૅબ, નોવાર્ટિસ, FDC દોઢથી પોણાચાર ટકા ડાઉન હતા. BSEનો હેલ્થકૅર ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૫,૩૫૭ના વર્ષના ઊંચા શિખરે ગયો હતો. બંધ ૧૫૩૦૨ રહ્યો છે. અઢી મહિના પૂર્વે આ આંક ૧૨,૬૦૬ની વર્ષની નીચી સપાટીએ દેખાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK