નબળા આંતરપ્રવાહ સાથે શૅરબજારમાં ઘટાડો ચાલુ

બોનસની રેકૉર્ડ-ડેટના કરન્ટમાં TCS ઑલટાઇમ હાઈ : હિન્દુસ્તાન યુનિલીવર સાડાતેર વર્ષ પછી ITCથી આગળ

BSe

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

કર્ણાટકમાં જોરદાર થપ્પડ પછી BJP અને નરેન્દ્ર મોદી માટે ૨૦૧૯માં વિજયનો મામલો થોડોક કપરો બની ગયો છે. આ દેશમાં જુડિશ્યરી છે અને એ સાંગોપાંગ રાજકીય રંગે હજી સુધી રંગાઈ નથી એ બદલ ઈશ્વરનો પાડ માનવો રહ્યો. અન્યથા લુચ્ચા, લફંગા અને નાલાયક પૉલિટિશ્યન્સની નપાવટ જમાતે વિસ્ટન ચર્ચિલની અમંગળ ભવિષ્યવાણી ક્યારનીય અને બહુ જ ખરાબ રીતે સાચી ઠેરવી દીધી હોત. ઍની વે, ૮૦ ડૉલરનું ક્રૂડ અને ૬૮ રૂપિયાના ડૉલરનો નવો સમય શરૂ થઈ ચૂક્યો છે અને આ આંકડો આગળ જતાં વધુ બિહામણો બનશે એમાં કોઈ શંકા નથી. એપ્રિલ મહિનામાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયા પ્લસની રોકડી કર્યા બાદ FII ચાલુ મહિને પણ અત્યાર સુધીમાં લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસના બૉન્ડ તથા ઇક્વિટીમાં નેટ સેલિંગ કરી ચૂકી છે. મહિનાના અંત સુધીમાં આ ફીગર ૧૮-૨૦ હજાર કરોડ રૂપિયા પહોંચવાની આશંકા છે. બજારનો અંડર કરન્ટ કમજોર છે જે વધુ કમજોર બની શકે છે, પરંતુ ૨૦૧૯ના ઇલેક્શન પૂર્વે માર્કેટ નવી ઑલટાઇમ હાઈ બતાવશે એમ અમને લાગે છે. જોકે એ તેજી લેવાની નહીં; પણ માલ આપવાની, રોકડી કરવાની માનજો. દરમ્યાન શૅરબજાર ગઈ કાલે આગલા બંધથી સાધારણ ઉપર ખૂલી સવાસો પૉઇન્ટ ઊંચકાઈ ૩૪,૯૭૪ થયું હતું. અલબત્ત, આ સુધારો ક્ષણિક હતો. બજાર ત્યાંથી ઘટતું રહી નીચામાં ૩૪,૫૯૩ થઈ અંતે ૨૩૨ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૩૪,૬૧૬ બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦,૬૨૧થી ગગડી ૧૦,૫૦૫ થઈ અંતે ૮૦ પૉઇન્ટ ઘટીને ૧૦,૫૧૬ રહ્યો છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર-માર્કેટ એક ટકાથી લઈ સવાબે ટકા સુધી વ્યાપ સાથે ડાઉન રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં બુરાઈ જોવા મળી છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૨૫ તો નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર રેડ ઝોનમાં બંધ હતા હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭માંથી ૫૫ શૅરની નબળાઈમાં અઢી ટકા તૂટ્યો છે. સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, સ્પાર્ક, કૅડિલા હેલ્થકૅર, વૉકહાર્ટ, બાયોકૉન, શિલ્પા મેડીકૅર, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, ડિવીઝ લૅબ, નાટકો ફાર્મા જેવી જાતો પોણાબેથી છ ટકા સુધી બીમાર હતી. પ્રોવિઝનલ ફીગરમાં NSE ખાતે ૩૬૭ શૅર વધ્યા હતા સામે પક્ષે ૧૩૮૪ કાઉન્ટર ઢીલાં થયાં હતાં.

કોસ્ટલ કૉર્પોરેશનમાં કોઈ કામકાજ ન થયું


કોસ્ટલ કૉર્પોરેશનમાં એક શૅરદીઠ ત્રણ બોનસ માટેની રેકૉર્ડ-ડેટ ૨૪ મે હોવાથી ભાવ ૨૩ મેએ એક્સ-બોનસ થવાનો છે. શૅર શુક્રવારે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૧ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બંધ રહ્યા બાદ ગઈ કાલે વગર કામકાજે ત્યાં જ બંધ જોવાયો છે. અગાઉ કોસ્ટલ ટ્રાવેલર્સના નામે ઓળખાતી આંધ્ર પ્રદેશસ્થિત આ ટ્રેડિંગ કંપનીના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ હાલમાં ૨૦૨ રૂપિયા આસપાસ છે. ભાવ વર્ષ પૂર્વે ૩૮ રૂપિયાની અંદર હતો. કંપનીમાં પ્રમોટર્સ-હોલ્ડિંગ ૩૨.૭ ટકા છે. કંપનીએ જુલાઈ ૨૦૧૫માં શૅરદીઠ એક મેઇડન બોનસ આપ્યું હતું. દરમ્યાન TCS દ્વારા એક રૂપિયાના શૅરદીઠ ૨૯ રૂપિયાનું આખરી ડિવિડન્ડ તથા એક શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ-ડેટ બે જૂન જાહેર થઈ છે. શૅર ગઈ કાલે ૩૫૯૧ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી અંતે દોઢ ટકા વધીને ૩૫૫૪ રૂપિયા બંધ આવતાં કંપનીનું માર્કેટકૅપ હવે ૬.૮૦ લાખ કરોડ રૂપિયાના નવા શિખરે પહોંચી ગયું છે. આગલા દિવસે ખરાબ પરિણામ પાછળ ૨૩ ટકા તૂટેલા સ્ટ્રાઇડ્સ સાસૂન ગઈ કાલે પણ તગડા કામકાજ વચ્ચે ૩૩૭ રૂપિયાની નવી ઐતિહાસિક નીચી સપાટીએ જઈ છેલ્લે બાર ટકાની ખરાબીમાં ૩૪૦ રૂપિયા બંધ આવ્યો છે. બે દિવસ પૂર્વે આ શૅર ઉપરમાં ૫૨૨ રૂપિયા આસપાસ હતો. આ શૅરમાં મેકવાયર, આઈ-સેક, જેફરીઝ ઇત્યાદિ જેવા બ્રોકરેજ હાઉસ તરફથી અગાઉની ટાર્ગેટ પ્રાઇસ ૪૩થી ૫૭ ટકા કટ કરીને સેલનું રેટિંગ અપાયું છે.

ઇન્ડોસ્ટાર કૅપિટલનું મોળું લિસ્ટિંગ


નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની ઇન્ડોસ્ટાર કૅપિટલનો શૅર ૫૭૨ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે લિસ્ટિંગમાં BSE ખાતે ૬૦૦ રૂપિયા ખૂલી ઉપરમાં ૬૦૬ રૂપિયા અને નીચામાં ૫૭૮ રૂપિયા થઈ અંતે ૫૮૫ રૂપિયા બંધ રહ્યો છે. NSE ખાતે ભાવ ઉપરમાં ૬૦૭ રૂપિયા અને નીચામાં ૫૭૯ રૂપિયા થઈ અંતે ૫૮૬ રૂપિયા હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૯૩ લાખ શૅરના કામકાજ નોંધાયા હતા. ૧૮૪૪ કરોડ રૂપિયાના આ IPOમાં ઑફર ફૉર સેલ ર્પોશન ૧૧૪૪ કરોડ રૂપિયા હતું. ઇશ્યુ ૬.૮ ગણો ભરાયો હતો. દરમ્યાન છેલ્લા કેટલાક સમયમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOમાં ૫૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો લેમન ટ્રી ગઈ કાલે નીચામાં ૬૨ રૂપિયા થઈ છેલ્લે એક ટકા ઘટીને ૬૩ રૂપિયા બંધ હતો. ૫૨૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો આઇ-સેફ નીચામાં ૩૬૩ રૂપિયા થઈ ત્રણ ટકા ગગડી ૩૭૦ રૂપિયા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧૨૧૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે દોઢ ટકા ઘટી ૧૦૧૭ રૂપિયા, બંધન બૅન્ક ૩૭૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે અઢી ટકા ઘટી ૪૬૬ રૂપિયા બંધ હતો. ૪૨૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ભારત ડાયનેમિક્સ સાધારણ ઘટીને ૩૬૯ રૂપિયા રહ્યો છે. દરમ્યાન સૌમાયા લાઇફસ્ટાઇલ શૅરદીઠ ૧૮ રૂપિયાના ભાવે ૩૪૦ લાખ રૂપિયાના SME IPO સાથે રશ્મીએ મૂડીબજારમાં આવે છે. ઇન્ડસ્ટ્રીના ૩૫ની સામે ઇશ્યુ ૧૯નો P/E સૂચવે છે.

હિન્દુસ્તાન યુનિલીવર ITCથી આગળ

મલ્ટિ-નૅશનલ FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલીવરનો શૅર તેજીની ચાલમાં ગઈ કાલે ૧૬૧૯ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ ગયા બાદ અંતે દોઢ ટકો ઘટીને ૧૫૭૯ રૂપિયા બંધ આવ્યો છે. આ સાથે કંપનીનું માર્કેટકૅપ ૩,૪૧,૭૫૭ કરોડ રૂપિયા થઈ ગયું છે. સામે ITC ૨૮૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નહીંવત ઘટી ૨૮૨ રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૩,૪૪,૨૮૩ કરોડ નોંધાયું છે. માર્કેટકૅપની રીતે હિન્દુસ્તાન લીવર સપ્ટેમ્બર ૨૦૦૪ પછી પ્રથમ વાર ITC કરતાં ઇન્ટ્રા-ડેમાં આગળ નીકળી ગઈ છે. હિન્દુસ્તાન યુનિલીવરના એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૫૫ રૂપિયા પ્લસ છે. આ શૅર સપ્તાહમાં લગભગ છ ટકા, બે સપ્તાહમાં પોણાદસ ટકા, મહિનામાં દસેક ટકા, ત્રણ મહિનામાં ૧૯.૫ ટકા, છ મહિનામાં ૨૫ ટકા, નવ મહિનામાં ૩૩ ટકા, એક વર્ષમાં ૬૧ ટકા, બે વર્ષમાં ૯૩ ટકા અને ત્રણ વર્ષમાં ૮૭ ટકા વધ્યો છે. સામે ITC એક રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૪૭.૫૦ રૂપિયા જેવી બુકવૅલ્યુ ધરાવે છે. આ કાઉન્ટર છેલ્લા એક સપ્તાહમાં અડધો ટકો અને બે સપ્તાહમાં પોણો ટકા ડાઉન થયું છે, જ્યારે મહિનામાં આ શેરમાં અઢી ટકા, ત્રણ માસમાં સાત ટકા, છ માસમાં નવ ટકા, નવ માસમાં નહીંવત તો વાર્ષિક ધોરણે માંડ દોઢ ટકાનું રીટર્ન છૂટે છે, જ્યારે બે વર્ષમાં શૅર ૨૯ ટકા તો ત્રણ વર્ષમાં સાડીસતાવીસ ટકા જ વધ્યો છે. FMCG સેગમેન્ટમાં ત્વ્ઘ્ની લીડરશિપના દિવસ પૂરા થયા લાગે છે. બાય ધ વે, હિન્દુસ્તાન યુનિલીવરમાં છેલ્લે બોનસ સપ્ટેમ્બર ૧૯૯૧માં આવ્યું હતું.

સેન્ચુરી ટેક્સટાઇલ્સ તૂટ્યો, અલ્ટ્રાટેક સુસ્ત

BK બિરલા ગ્રુપની સેન્ચુરી ટેક્સટાઇલ્સ એનો સિમેન્ટ બિઝનેસ ડીમર્જ કરીને કુમાર મંગલમ્ બિરલા ગ્રુપની અલ્ટ્રાટેકને હવાલે કરશે. બદલામાં શૅરધારકોને પ્રત્યેક આઠ શૅરદીઠ અલ્ટ્રાટેકનો એક શૅર મળશે. સેન્ચુરી ટેક્સટાઇલનું ૩૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પણ અલ્ટ્રાટેકને ટ્રાન્સફર થશે. આ ડીલના પગલે અલ્ટ્રાટેકની સિમેન્ટ ઉત્પાદનક્ષમતા ૯૩૦ લાખ ટનથી વધીને ૧૦૫૯ લાખ ટનની થઈ જશે. અલ્ટ્રાટેક દ્વારા આ અગાઉ જય પ્રકાશ અસોસિએટ્સના સિમેન્ટ બિઝનેસને ખરીદવાની ડીલ ટનદીઠ ૧૨૦ ડૉલરના ભાવે થઈ હતી. સેન્ચુરીના કિસ્સામાં આ કોસ્ટ ટનદીઠ ૧૦૬ ડૉલર જેવી બેસે છે. શૅર સ્વૉપ રેશિયો સેન્ચુરી ટેક્સટાઇલ્સની ફેવરમાં નથી. આજ કારણસર એનો ભાવ ૧૦૬૬ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે નીચામાં ૯૩૫ રૂપિયાની ૧૪ મહિનાની નીચી સપાટીએ ગયો હતો. અંતે શૅર ૫.૯ ટકાની ખરાબીમાં ૧૦૦૪ બંધ રહ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૧૩ ગણું BSE ખાતે હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ ૩૮૫૯ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૪૦૨૧ રૂપિયા વટાવી પ્રૉફિટ-બુકિંગમાં ૩૮૧૧ રૂપિયા થયો હતો. છેલ્લે સહેજ ઘટી ભાવ ૩૮૫૧ રૂપિયા બંધ રહ્યો છે. સેન્ચુરી ટેક્સટાઇલ્સની કુલ આવકમાં સિમેન્ટ બિઝનેસનો ફાળો સવાત્રેપન ટકાનો છે. દાલમિયા સિમેન્ટ દોઢ ટકા અપ હતો. વિસાકા સવાછ ટકા ગગડી ટૉપ લૂઝર હતો

PSU બૅન્ક-શૅર સિલેક્ટિવ તેજીમાં

ગઈ કાલે બૅન્કેક્સ ૦.૩૨ ટકા અને બૅન્ક નિફ્ટી અડધો ટકો તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી પોણો ટકો ડાઉન હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરના સુધારામાં ૨.૭ ટકા વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૦ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, PNB, બૅન્ક ઑફ બરોડા, સિન્ડિકેટ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બૅન્ક જેવી જાતો સવાબેથી સવાપાંચ ટકા અપ હતી. જેનાં પરિણામ મંગળવારે છે એ સ્ટેટ બૅન્ક અઢી ટકા વધીને ૨૪૫ રૂપિયા બંધ રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK