શૅરબજાર પ્રારંભિક સુધારો જાળવી શકવામાં નિષ્ફળ

બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીના સાધારણ વધારા સામે PSU બૅન્ક નિફ્ટી માઇનસમાં બંધ : આર.કૉમ અને ભારતી ઍરટેલની આગેવાનીમાં ટેલિકૉમ ઇન્ડેક્સ સવાબે ટકાથી વધુ અપ : મોટર્સ સામે હિસાબી ગેરરીતિના આક્ષેપમાં બિનાની ઇન્ડસ્ટ્રીઝ ઉપલા મથાળેથી આઠ ટકા તૂટ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

બુધવારની મોડી રાત્રે અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વની બે દિવસની પૉલિસી મીટિંગનું આઉટકમ જાહેર થવાનું છે. ફેડ ૨૦૧૯માં કમસે કમ ત્રણ તબક્કે કુલ મળીને પોણો ટકો વ્યાજદર વધારશે એ મુદ્દો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે. પરંતુ કેટલાક માને છે કે ચાર વખતનો વધારો પણ આવી શકે છે. આના પગલે ગઈ કાલે વિશ્વબજારો સાધારણ નેગેટિવ બાયસ સાથે ગઈ કાલે સાવચેતીના મૂડમાં જણાયાં છે. ભારતીય શૅરબજાર વિપરીત ચાલમાં આગલા બંધથી ૯૬ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલી ક્રમશ: મજબૂતી દાખવી એકાદ કલાકમાં ૩૩,૩૫૫ની ઇન્ટ્રા-ડે હાઈ ઉપર પહોંચ્યુ હતું. જોકે ૩૫૭ પૉઇન્ટની આ મજબૂતી ટકી શકી નહોતી. સુધારો ધીમે-ધીમે ઘસાતો જતાં ૩૩,૦૭૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સેન્સેક્સ ૧૩૯ પૉઇન્ટ વધીને ૩૩,૧૩૬ તો નિફ્ટી ૩૧ પૉઇન્ટ વધી ૧૦,૧૫૫ બંધ રહ્યા છે. માર્કેટ બ્રેડ્થમાં BSE ખાતે રસાકસી હતી. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી ૦.૩-૦.૪ ટકા જેવા સાધારણ પ્લસ હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી સાત શૅરની પીછેહઠમાં નહીંવત નરમ રહ્યા છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૧૯ શૅર વધ્યા હતા. કૉર્પોરેશન બૅન્ક સાડાચાર ટકા, IDBI બૅન્ક ત્રણ ટકા અને પંજાબ સિંધ બૅન્ક પોણાત્રણ ટકાની મસ્તી સાથે મોખરે હતા. ધનલક્ષ્મી બૅન્ક સર્વાધિક સાડાચાર ટકા તૂટ્યો હતો. બિનાની સિમેન્ટમાં મોટર્સ દ્વારા ૨૪૦૦ કરોડ રૂપિયાની ઘાલમેલ થઈ હોવાના અહેવાલ પાછળ ૧૦૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૪ રૂપિયા થઈ છેલ્લે ત્રણેક ટકા ઘટી ૯૫ રૂપિયાનો ભાવ બિનાની ઇન્ડસ્ટ્રીઝમાં બંધ આવ્યો છે.

શુગર શૅરમાં પસંદગીયુક્ત આકર્ષણ


સરકાર દ્વારા ખાંડમાં નિકાસ ઉપરની ૨૦ ટકાની ડ્યુટી રદ કરવામાં આવી છે. જોકે આમ છતાં વિશ્વબજારમાં હાલના ભાવોએ ભારત ખાતેથી ખાંડની નિકાસ પોસાણક્ષમ નથી. હવે નિકાસ માટે સબસિડી આપવાની માગણી શરૂ થઈ છે. વહેલામોડા આ માગણી સરકાર સ્વીકારશે એમ લાગે છે. આના પગલે શુગર-શૅરમાં સુધારાનું વલણ બુધવારે આગળ વધ્યું હતું. જોકે ઉદ્યોગની અમુક પસંદગીયુક્ત જાતો વિશેષ ઝળકી હતી. બલરામપુર ચીની આઠ ટકા, એસબીઇસી શુગર ૪.૫ ટકા, કેસીપી શુગર ૫.૩ ટકા, અવધ શુગર બે ટકા, ગાયત્રી શુગર અઢી ટકા, ડીસીએમ ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા, મવાણા શુગર ૧.૯ ટકા અને દાલમિયા શુગર સવા ટકા મીઠા થયા હતા. સામે દસેક કાઉન્ટર પોણાબેથી લઈને પાંચ ટકા સુધી ડાઉન હતા. ઉદ્યોગના કુલ ૩૫ શૅરમાંથી ૧૭ શૅર વધીને બંધ આવ્યા છે. ખાંડ-શૅરથી વિપરીત ચાલ ટી-કૉફી સેગમેન્ટમાં હતી. અત્રે ૨૧માંથી માત્ર છ શૅર પ્લસ હતા. એડિબલ ઑઇલ સેક્ટર ખાતે પણ નેગેટિવ બાયસમાં ૮ શૅર વધ્યા હતા. ૧૧ જાતો નરમ હતી.

મારુતિ સુઝુકીમાં સુધારાની હૅટ-ટ્રિક


મારુતિ સુઝુકી સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં ઉપરમાં ૮૯૪૨ રૂપિયા થઈ ગઈ કાલે છેલ્લે પોણો ટકા પ્લસની મજબૂતીમાં ૮૮૭૫ રૂપિયા બંધ રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ નીચામાં ૮૬૬૦ રૂપિયા થયો હતો. તાતા મોટર્સ દ્વારા એક એપ્રિલથી વાહનોના ભાવ વધારવાની જાહેરાત થઈ છે. પ્રારંભિક સુધારામાં ભાવ ૩૪૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ મેળવી પ્રૉફિટબુકિંગમાં છેલ્લે દોઢેક ટકાની નરમાઈમાં ૩૩૫ રૂપિયાની અંદર આવ્યો છે. તાતા મોટર્સનો ડીવીઆર નજીવી પીછેહઠમાં ૧૮૯ રૂપિયા પ્લસ બંધ હતો. ઑટો ઇન્ડેક્સ ૧૪માંથી આઠ શૅરની અડધાથી સવાબે ટકાની નબળાઈમાં નહીવત ઘટીને બંધ રહ્યો છે. અશોક લેલૅન્ડ દોઢેક ટકા તો મહિન્દ્ર એકાદ ટકાની નજીક અપ હતા. ટૂ-થ્રી વ્હીલર સેગમેન્ટમાં પાંચ શૅર પ્લસ તો છ જાતો કટ થઈ હતી. બજાજ ઑટો, આઇશર, હીરો મોટો કૉર્પ, ટીવીએસ મોટર્સ, કાઇનેટિક જેવી જાતો અડધાથી બે ટકા ઢીલી હતી. ડાઇવેસ્ટમેન્ટની યોજના પાછળ સ્કૂટર્સ ઇન્ડિયા સળંગ બીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૮ રૂપિયા વટાવી છેલ્લે અઢી ટકા વધીને ૫૭ રૂપિયા બંધ હતો. ટાયર સેગમેન્ટમાં એકંદર વલણ નબળું હતું.

ભારતી ઍરટેલમાં ગોલ્ડમૅન બુલિશ

ગ્લોબલ બ્રોકરેજ હાઉસ ગોલ્ડમૅન સાક્સ ભારતી ઍરટેલમાં ૪૦૦ રૂપિયાના આગલા બંધની આસપાસનો ભાવ શૅરબજાર સારું રહે તો ૩૫ ટકા જેવો વધવાની અને બજાર બગડે તો નવેક ટકા સુધીનો ઘટાડો થવાની ધારણા સાથે બુલિશ વ્યુ જાળવી રખાયો છે. આના પગલે ભાવ ગઈ કાલે ઉપરમાં ૪૨૦ રૂપિયા થઈ છેલ્લે લગભગ સાડાચાર ટકા ઊછળીને ૪૧૮ રૂપિયા નજીક બંધ રહ્યો છે. વૉલ્યુમ જોકે સરેરાશ કરતાં અડધા હતા. આર.કૉમમાં ઍસેટ્સ સેલની તરફેણમાં સ્ટેટ બૅન્કે ઝંપલાવતાં શૅર પોણાબે ગણા કામકાજમાં ૨૬ રૂપિયા નજીક જઈને પોણાનવ ટકાથી વધુના જમ્પમાં ૨૫ રૂપિયા ઉપર બંધ હતો. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અને આઇડિયા પોણા બે-બે ટકાની આસપાસ પ્લસ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ત્રણ શૅરની નરમાઈમાં ગઈ કાલે ૨.૪ ટકા જેવો ઊંચકાયો છે. તાતા ટેલિ સર્વિસિસ ૩.૭ ટકા અને ભારતી ઇન્ફ્રાટેલ દોઢ ટકા ડાઉન હતા. ITI ત્રણ ટકાની તેજીમાં ૧૧૭ રૂપિયા નજીક રહ્યો છે.

વેદાન્તા ૪૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે


અનિલ અગરવાલ ગ્રુપની ફ્લૅગશિપ કંપની વેદાન્તા નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યુ મારફત ૪૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા ધારે છે. કંપનીની ૨૩ માર્ચે મળનારી બોર્ડમીટિંગ આનો આખરી નિર્ણય લેશે. શૅર ગઈ કાલે અડધા ટકાની નરમાઈમાં ૨૮૬ રૂપિયા નજીક બંધ રહ્યો છે. દરમ્યાન મેટલ ઇન્ડેક્સ સળંગ છઠ્ઠા દિવસની કમજોરીમાં નીચામાં ૧૩,૩૫૧ થઈ અંતે અડધો ટકો ઘટીને ૧૩,૪૧૬ બંધ આવ્યો છે. તાતા સ્ટીલ દ્વારા નાદારીની કોર્ટમાં લઈ જવાયેલી ઇલેક્ટ્રોથર્મને હસ્તગત કરવાનો કાનૂની જંગ પેચીદો બનતા ભાવ પોણાબે ટકા ઘટીને ૫૮૨ રૂપિયા બંધ હતો. હિન્દાલ્કો અને નાલ્કો દોઢ ટકાથી વધુ તો જિન્દલ સ્ટીલ સવા ટકાથી વધુ ઢીલા હતા. વધેલી ચાર જાતોમાં NMDC બે ટકા ઊંચકાઈને ૧૨૧ રૂપિયા હતો. માઇનિંગ સેગમેન્ટમાં સાંડૂર મૅન્ગેનીઝ સવાબે ટકા પ્લસ રહી મોખરે હતો. ગુજરાત સરકારની GMDCમાં આગલા દિવસના ઇન્ટ્રા-ડેમાં બેતરફી તોફાન બાદ ગઈ કાલે દોઢેક ટકો ઘટીને ૧૨૬ રૂપિયા બંધ આવ્યો છે.

ટીવી ટુડેમાં તેજીના કામકાજે ઉછાળો

ટીવીટુડે નેટવર્ક રોજના સરેરાશ બાવન હજાર શૅર સામે ગઈ કાલે સાડાત્રણ લાખ શૅરના વૉલ્યુમમાં પોણાસોળ ટકાની તેજીમાં ૫૪૪ રૂપિયા બંધ આવતાં પૂર્વે ઉપરમાં ૫૫૫ રૂપિયા થયો હતો. અહીં બે દિવસ પૂર્વે ભાવ નીચામાં ૪૫૩ રૂપિયાનો જોવાયો હતો. મીડિયા સેગમેન્ટની અન્ય જાતોમાં ડેન નેટવર્ક NSE ખાતે ત્રણ ટકા, હૅથવે કેબલ્સ અઢી ટકા, જાગરણ પ્રકાશન બે ટકા, ઇરોઝ મીડિયા પોણા બે ટકા અને ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ સવા ટકાની નજીક વધેલા હતા. સામે સન ટીવી, પીવીઆર, ડીબી કૉર્પ, એચટી મીડિયા, ઝી એન્ટર જેવી જાતો એકથી સવાબે ટકા નરમ હતી. વૉલ્યુમ સાથે નોંધપાત્ર ઘટેલા અન્ય કાઉન્ટરમાં ગ્લોબલ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૫૪ રૂપિયા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ સાડાપાંચ ટકા તૂટીને ૨૯ રૂપિયા, બીપીએલ સવાછ ટકાના કડાકામાં ૭૭ રૂપિયા તથા હેલ્થકૅર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ પોણાત્રણ ટકાની ખરાબીમાં ૨૯૬ રૂપિયા બંધ હતા. વિડિયોકૉન ગ્રુપનો ધૂત ઇન્ડસ્ટ્રિયલ ફાઇનૅન્સ સાડાસાત ણા ટકા કામકાજમાં ૧૫ ટકા લથડીને ૫૩ રૂપિયા બંધ હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકાના ઘટાડે ૧૪ રૂપિયાની અંદર જોવાયો છે.

નિફ્ટી વિશ્વસ્તરે વર્સ્ટ પર્ફોર્મર

જાન્યુઆરીની આખર પછી વિશ્વસ્તરે જે સેલ-ઑફ શરૂ થયું છે એમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ દેખાવ ભારતીય શૅરબજારનો જોવાયો છે. નિફ્ટી એની ૨૯ જાન્યુઆરીની ઑલટાઇમ હાઈથી ૯.૪ ટકા ડૂલ થયો છે. જ્યારે કે આ જ ગાળામાં જપાનીઝ નિકેઈ ૯.૧ ટકા, જર્મન ડેક્સ ૭.૯ ટકા, લંડન ફુત્સી ૭.૬ ટકા, ચાઇનીઝ માર્કેટ ૬.૯ ટકા, અમેરિકન ડાઉ ૫.૬ ટકા, ફ્રાન્સનું શૅરબજાર પાંચ ટકા, સાઉથ કોરિયન માર્કેટ ૪.૭ ટકા, હૉન્ગકૉન્ગ ૪.૪ ટકા એમની ટોચથી નીચે ઊતરી ચૂક્યા છે. પાકિસ્તાની શૅરબજાર આ ગાળામાં ૪૪,૪૫૭થી વધીને ૪૪,૮૪૦ થયું છે. બ્રાઝિલનો બોવેસ્પા પણ નહીંવત સુધર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK