મેટલ અને ફાર્મામાં નોંધપાત્ર નબળાઈ વચ્ચે શૅરબજારમાં ઘટાડાની હૅટ-ટ્રિક અટકી

IOC સહિત સાતેક ડઝન શૅરમાં નવાં નીચાં બૉટમ : ગીતાંજલિ છેવટે ઑલટાઇમ તળિયે બંધ : ઇરોઝમાં રિલાયન્સની એન્ટ્રીને વધામણાં

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

F&Oમાં ફેબ્રુઆરી વલણની પતાવટની પૂર્વસંધ્યાએ શૅરબજાર પૉઝિટિવ ઓપનિંગ બાદ ૨૦૮ પૉઇન્ટ વધીને ૩૩,૯૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ધીમા ઘસારાના પગલે નીચામાં ૩૩,૭૦૨ થઈ છેલ્લે ૧૪૧ પૉઇન્ટ વધી ૩૩,૮૪૫ તો નિફ્ટી ઉપરમાં ૧૦,૪૨૬ અને નીચામાં ૧૦,૩૪૯ થઈ અંતે ૩૭ પૉઇન્ટ વધી ૧૦,૩૯૭ રહ્યો છે. ગઈ કાલે મેટલ અને ફાર્મા શૅરમાં સવિશેષ નબળાઈ હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા તથા નિફ્ટી ફાર્મા બેન્ચમાર્ક બે ટકા ડાઉન હતા. USFDA દ્વારા હાલોલ પ્લાન્ટના ઇન્સ્પેક્શનમાં કંઈક પ્રતિકૂળતા હોવાની હવા પાછળ સનફાર્મા સવાછ ટકા જેવી ખરાબીમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે મોખરે હતો. નાસ્કૉમ દ્વારા સારા ગ્રોથ-રેટના વરતારા વચ્ચે ડૉલર સામે રૂપિયામાં ચાલુ રહેલી નરમાઈ IT શૅરને ફળી રહી છે. ગઈ કાલે IT ઇન્ડેક્સ ૫૮માંથી ૩૫ શૅરના સુધારામાં વધુ ૨.૨ ટકા પ્લસ હતો. વ્ઘ્લ્ ૩.૩  ટકા, ઇન્ફી સવા ટકા વધીને બંધ રહેતાં સેન્સેક્સને ૭૮ પૉઇન્ટ મળ્યા હતા. લાર્સન ટેક્નૉલૉજીઝ, એમ્ફાસિસ, માઇન્ડ ટ્રી, લાર્સન, ઇન્ફોટેક, નીટ લિમિટેડ, હેક્સાવેર, ટેકમહિન્દ્ર, માસ્ટેક જેવી જાતો લગભગ ત્રણથી સાડાછ ટકા ઊંચકાઈ હતી. તાતા સ્ટીલ, હિન્દાલ્કો, સેઇલ, વેદાન્ત, જિન્દલ સ્ટીલ, JSW સ્ટીલ જેવા ફ્રન્ટલાઇન શૅરમાં દોઢથી સાડાત્રણ ટકા સુધીની ખરાબીમાં ગ્લ્ચ્નો મેટલ ઇન્ડેક્સ સવા ટકાથી વધુ પીગળ્યો હતો.

બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી સાધારણ વધીને બંધ હતા. મિડ કૅપ તેમ જ સ્મૉલ કૅપ અને બ્રૉડર-માર્કેટનો BSE-૫૦૦ સેન્સેક્સના મુકાબલે વધુ નરમ રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી વધી છે. NSEમાં કુલ ૧૫૭૭ શૅરમાં ટ્રેડિંગ થયા હતા એમાં વધેલા શૅરની સંખ્યા ૫૭૮ હતી. ડેરિવેટિવ્સની પૂર્વસંધ્યાએ બજારમાં નરમાઈની હૅટ-ટ્રિક અટકી છે. ONGC ૨૭ ફેબ્રુઆરીની બોર્ડ-મીટિંગમાં ઇન્ટરિમ જાહેર કરનાર છે. શૅર ગઈ કાલે પોણાબે ટકા નજીક વધીને ૧૯૦ રૂપિયા બંધ હતો.

રુચિ સોયા તગડા વૉલ્યુમે ઊછળ્યો


એેડિબલ ઑઇલ બિઝનેસમાં પ્રવૃત્ત રુચિ સોયા ગઈ કાલે BSE ખાતે અઢી ગણા કામકાજમાં સાડીસત્તર રૂપિયા વટાવી છેલ્લે પોણાઆઠ ટકાના ઉછાળે ૧૭.૪૦ રૂપિયા બંધ હતો. NSE ખાતે ભાવ ૪૪.૬૧ લાખ શૅરના વૉલ્યુમમાં સાડાસાત ટકા વધ્યો હતો. કુલ વૉલ્યુમમાં ડિલિવરીનો હિસ્સો ૬૧ ટકાને વટાવી ગયો છે. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૫ રૂપિયાની નજીકની છે. એડિબલ ઑઇલ સેગમેન્ટમાં ગઈ કાલે આઠ શૅર વધ્યા હતા. ૧૦ જાતો નરમ હતી. ગોકુલ ઍગ્રો, JVL ઍગ્રો, પુનાદાલ, ગોકુલ, મધુર ઇન્ડસ્ટ્રીઝ જેવાં કાઉન્ટર દોઢથી પાંચ ટકા ડાઉન હતા. રસોઈ લિમિટેડ ૩૮,૦૦૦ રૂપિયાની ટોચે જઈ અંતે ૨૯ શૅરના કામકાજમાં ૫૪૬ રૂપિયા કે દોઢ ટકો વધી ૩૭,૫૦૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ ૨૦૦ રૂપિયા અને બુકવૅલ્યુ ૩૯,૩૭૮ રૂપિયાની છે.

ગીતાંજલિ છેવટે ઑલટાઇમ તળિયે


૧૧,૪૦૦ કરોડ રૂપિયાના PNB સ્કૅમમાં નીરવ મોદી પછી કોઈ બીજું ગળાબૂડ પાણીમાં ફસાયું હોય તો તે છે મેહુલ ચોકસી અને તેનું ગીતાંજલિ ગ્રુપ. આ પાર્ટીએ બૅન્કોનું ખરેખર કેટલામાં કરી નાખ્યું એનો ફાઇનલ ફીગર આવતા વાર લાગશે, પરંતુ ગામની ઉધારી અને બૅન્કોની લોન મળીને આંકડો કમસે કમ ૧૮,૦૦૦ કરોડ રૂપિયા જવાની હવા છે. ગીતાંજલિ જેમ્સ સળંગ છઠ્ઠા દિવસની ખુવારીમાં ગઈ કાલે માંડ ૬૮૦૦ શૅરના કામકાજમાં ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૨૭.૪૫ રૂપિયા થયો છે જે એનું ઑલટાઇમ બૉટમ છે. મે ૨૦૧૩ના આરંભે શૅરમાં ૬૨૨ રૂપિયાનું બેસ્ટ લેવલ બન્યું હતું. જોકે ત્યાર પછી ત્રણ જ મહિનાના કડાકામાં ભાવ ૫૯ રૂપિયાની અંદર ચાલી ગયો હતો. થંગમયિલ અઢી ટકાના ઘટાડે ૪૯૩ રૂપિયા, તારા જ્વેલર્સ સવાબાર રૂપિયા જેવા ઑલટાઇમ તળિયે જઈ અંતે સવાપાંચ ટકાની ખુવારીમાં ૧૨.૫૫ રૂપિયા, ઝોડિયાક JRD-MKG ૫.૪ ટકા તૂટીને ૪૬ રૂપિયાની અંદર, ભ્ઘ્ જ્વેલર્સ સવાચાર ટકાના ઘટાડે ૩૪૬ રૂપિયા બંધ હતા.

ઇરોઝમાં રિલાયન્સ ૧૦૦૦ કરોડ રોકશે


ઇરોઝ ઇન્ટરનૅશનલ મીડિયાની નૅસ્ડેક ખાતે લિસ્ટેડ સબસિડિયરી ઇરોઝ ઇન્ટરનૅશનલ પ્લકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી શૅરદીઠ ૧૫ અમેરિકન ડૉલરના ભાવે પાંચ ટકા હિસ્સો ખરીદવાનું નક્કી થયું છે. આ પાંચ ટકા હોલ્ડિંગ રિલાયન્સને લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયામાં પડશે. આ અહેવાલ પાછળ ઘરઆંગણે ઇરોઝ ઇન્ટરનૅશનલ મીડિયાનો ભાવ ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ૨૧૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૦૭ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટકો જેવા સુધારામાં ૯૨૮ રૂપિયા બંધ આવ્યો છે. ઇરોઝ ઇન્ટરનૅશનલના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૧૨ રૂપિયા જેવી છે. મિડ જુલાઈ ૨૦૧૫માં ભાવ ૬૩૦ રૂપિયાના સર્વોચ્ચ શિખરે હતો. ૨૮ માર્ચ ૨૦૧૭માં વર્ષની ટોચ ૩૦૮ રૂપિયા તથા ઑગસ્ટ ૨૦૧૭માં ૧૭૧ રૂપિયાની વર્ષની બૉટમ બની હતી. રિલાયન્સ દ્વારા આ અગાઉ મીડિયા કન્ટેન્ટ પ્રોવાઇડર બાલાજી ટેલિમાં પણ ૪૧૩ કરોડ રૂપિયામાં પ્રેફરન્શિયલ રૂટ મારફત ૨૫ ટકા જેવું હોલ્ડિંગ હસ્તગત કરાયું હતું. બાલાજી ટેલિ અતિસાંકડી રેન્જમાં અથડાઈ છેલ્લે નજીવા ઘટાડે ૧૪૦ રૂપિયા બંધ હતો.

સ્નેઇડરમાં મલ્ટિપલ બ્લૉક ડીલની તેજી

હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત સિંગાપોરસ્થિત સ્નેઇડર ઇલેક્ટિÿકની મૂડી ભાગીદારીવાળી સ્નેઇડર ઇલેક્ટિÿક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજના ૪૩,૦૦૦ હજાર શૅર સામે ગઈ કાલે મલ્ટિપલ બ્લૉક ડીલમાં ૨૯ લાખ શૅરના તગડા કામકાજમાં ૧૧૫ રૂપિયા નજીક જઈ અંતે ૮.૮ ટકાની તેજીમાં ૧૧૧ બંધ રહ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ માઇનસ ચાર રૂપિયા જેવી છે. ૪૭૪૨ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકાનું છે. રાહેજા તેમ જ ઑબેરૉય પ્રમોટર્સ તરીકે જેમાં ૭૫ ટકા હિસ્સો ધરાવે છે એ EIH અસોસિએટ્સ રોજના સરેરાશ માંડ ૩૦૦ શૅર સામે ગઈ કાલે ૧૯,૦૦૦ શૅરના કામકાજમાં ૫૧૬ રૂપિટાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે ૨૦ ટકાના ઉછાળે ત્યાં જ બંધ હતો. લાર્સન ટેક્નૉલૉઝિસ ચાલુ મહિનાની ૧૨ તારીખે ૧૫૪૭ રૂપિયાની વિક્રમી સપાટી બાદ ધીમા પ્રૉફિટ-બુકિંગમાં ૧૨૬૧ રૂપિયા થયા બાદ ગઈ કાલે વૅલ્યુબાઇંગમાં ઉપરમાં ૧૩૮૦ રૂપિયા થઈ છેલ્લે ૭.૮ ટકાના જમ્પમાં ૧૩૬૬ રૂપિયા હતો. TTK હેલ્થકૅર બૅક-ટુ-બૅક નબળાઈમાં ગળ કાલે ૧૨૭૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવાપાંચ ટકાની નબળાઈમાં ૧૨૮૫ રૂપિયા હતો. ૧૬ ફેબ્રુઆરીના દિવસે ભાવ અત્રે ૧૪૫૮ રૂપિયા નજીકના શિખરે ગયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK