નવી ઑલટાઇમ હાઈ બાદ પ્રૉફિટ-બુકિંગમાં બજારની ૪ દિવસની આગેકૂચને બ્રેક

મારુતિ સુઝુકી ૧૦,૦૦૦ની ઝલક મારીને પાછો પડ્યો : મહિન્દ્ર, વકરાંગી, બાલક્રિષ્ન અને કૅસ્ટ્રૉલ આજે એક્સ-બોનસ થશે : ઝી લર્નમાં પ્રમોટર્સના ગિરવી પડેલા શૅર બજારમાં વેચાયા હોવાની હવા

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ગઈ કાલે મારુતિ સુઝુકી અને માર્કેટ બન્નેની હાલત એકસરખી જોવા મળી છે. નવા માઇલસ્ટોન હાંસલ કરી બન્ને ત્યાંથી પાછાં પડ્યાં છે. આગલા બંધથી ૯૨ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલી સેન્સેક્સ ગઈ કાલે ૩૩,૯૫૬ની સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ છેલ્લા અડધા કલાકની વેચવાલીમાં ૩૩,૭૫૫ની અંદર જઈ છેલ્લે ૫૯ પૉઇન્ટના ઘટાડે ૩૩,૭૭૭ બંધ રહ્યો છે. નિફ્ટી ખૂલતાની સાથે જ ૧૦,૪૯૪ની વિક્રમી સપાટીએ દેખાયા બાદ ૧૦,૪૩૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૧૯ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૪૪૪ રહ્યો છે. મિડ કૅપ તથા સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર માર્કેટનો BSE-૫૦૦ નવા બેસ્ટ લેવલ સાથે પૉઝિટિવ ઝોનમાં બંધ આવતાં માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ રહી છે. NSE ખાતે ૧૮૧૮ શૅરના સોદા પડ્યા હતાï એમાં ઘટેલા શૅરની સંખ્યા ૬૮૩ હતી. ગઈ કાલે અનિલ ગ્રુપની R.કૉમમાં આંખનાં ભવાં ખેંચાઈ જાય એવો ઉછાળો જોવા મળ્યો છે. કંપની સામે નાદારીની કોર્ટમાં ફાઇલ થયેલી પિટિશનની સુનાવણી મુંબઈ બેન્ચ દ્વારા મોકૂફ રાખીને જાન્યુઆરીના આરંભે લઈ જવાનું કારણ તેજી માટે જવાબદાર હોવાની દલીલ હજમ થાય એવી નથી. ગઈ કાલે સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૩ તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર પ્લસ હતા. બૅન્ક નિફ્ટી અડધો ટકો ડાઉન હતો, પણ PSU બૅન્ક નિફ્ટી સવા ટકાની નજીક ખરડાયો હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૧૩ શૅર વધી શક્યા હતા. કïરુર વૈશ્ય બૅન્ક પોણાપાંચ ટકાની તેજીમાં મોખરે હતો. તો PNB સાડાચાર ગણા વૉલ્યુમમાં સાડાચારેક ટકાના ધોવાણમાં ખરાબીમાં અગ્રેસર હતો. HDFC તેમ જ HDFC બૅન્ક જંગી ફન્ડ ઊભું કરવાની યોજના પાછળ એકાદ ટકો ઘટીને બંધ રહેતાં બજારને ૬૩ પૉઇન્ટની હાનિ થઈ હતી.

મારુતિ ૧૦,૦૦૦ થઈને પાછો પડ્યો

મારુતિ સુઝુકી ડ્રીમ-રનમાં પખવાડિયામાં ૧૫૦૦ રૂપિયા ઊછળી ગઈ કાલે ૧૦,૦૦૦ રૂપિયાનું સીમાચિહ્ન હાંસલ કરી પ્રૉફિટ-બુકિંગમાં ૯૭૧૧ રૂપિયા થઈ છેલ્લે અડધો ટકો ઘટી ૯૭૩૭ રૂપિયા બંધ આવ્યો છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૧૨૨૮ રૂપિયા છે. મેઇડન બોનસ બાકી છે. સપ્ટેમ્બર ૧૯૯૩માં એક શૅરદીઠ બેના ધોરણે ભાવોભાવ રાઇટ કર્યો હતો. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં માર્કેટ કૅપ ત્રણ લાખ કરોડ રૂપિયાને આંબી ગયા બાદ છેલ્લે એ ૨,૯૪,૧૫૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ સાથે મારુતિ સુઝુકી હવે દેશની ટોચની પાંચમા ક્રમની વૅલ્યુએબલ કંપની બની ગઈ છે. પ્રાઇસ અર્નિંગ રેશિયો તેમ જ બુકવૅલ્યુ ઇત્યાદિની દૃષ્ટિએ મારુતિ સુઝુકી સમગ્ર વિશ્વમાં હાલમાં સૌથી મોંઘો શૅર ગણાય છે છતાં મૉર્ગન સ્ટૅન્લી જેવાને એમાં હજી સારી એવી તેજી દેખાઈ રહી છે. મૉગેર્ન દ્વારા તાજેતરમાં મારુતિ સુઝુકીમાં ભાવ જ્યારે ૯૦૪૦ રૂપિયા બંધ હતો ત્યારે ૬૦ ટકા ઊંચી એવી ૧૪,૪૦૦ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયો હતો. આ શૅરમાં ગમે ત્યારે બોનસ અને શૅર-વિભાજન જાહેર થવાની ધારણા રખાય છે.

મહિન્દ્ર સહિત ૪ શૅર આજે એક્સ-બોનસ થશે


મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, વકરાંગી, કૅસ્ટ્રૉલ ઇન્ડિયા તેમ જ બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૅરદીઠ એકના બોનસ માટેની રેકૉર્ડ-ડેટ ૨૩ ડિસેમ્બર હોવાથી આ ચારેય શૅર આજે એક્સ-બોનસ થવાના છે. મહિન્દ્ર ગઈ કાલે ૧૫૭૧ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સવા ટકો ઘટીને ૧૫૩૫ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીનું આ પાંચમું બોનસ છે જે બાર વર્ષ બાદ આવ્યું છે. વકરાંગી લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૭૭૪ રૂપિયા થઈ છેલ્લે અડધો ટકો ઘટી ૭૫૭ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયા છે. કંપનીએ બીજી વખત બોનસ આપ્યું છે. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૨માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળો બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૫૪૭ રૂપિયા વટાવી અંતે સાધારણ ઘટાડે ૨૪૯૦ રૂપિયા બંધ હતો. મહિન્દ્રની જેમ અત્યાર સુધીનું પાંચમું બોનસ અહીં પણ બાર વર્ષે આવ્યું છે. કૅસ્ટ્રૉલ ઇન્ડિયાનો ભાવ બુધવારે ઉપરમાં ૪૨૪ રૂપિયા વટાવી છેલ્લે પોણા ટકાના ઘટાડે ૪૧૯ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. ૧૯૯૦થી અત્યાર સુધીમાંનું આ ૧૧મું બોનસ છે. છેલ્લે જુલાઈ-૨૦૧૨માં શૅરદીઠ એક બોનસ આવ્યું હતું.

ઝી લર્ન ૬૦૦ ગણા વૉલ્યુમમાં છ ટકા અપ

એજ્યુકેશનલ સેગમેન્ટમાં પ્રવૃત્ત ઝી લર્ન લિમિટેડ પખવાડિક ધોરણે રોજના સરેરાશ ૪૫,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૨૭૨ લાખ શૅરના જંગી કામકાજમાં ૫૧ રૂપિયાની નજીક જઈ છેલ્લે છ ટકા વધીને ૪૬ રૂપિયા પ્લસ બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુ સામે નવેક રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતી આ કંપનીની ૩૨૨૬ લાખ રૂપિયાની ઇક્વિટીમાં ૬૬ ટકા હિસ્સો પ્રમોટર્સનો છે એમાંથી ૭૮.૪ ટકા માલ ગિરવે પડેલો છે. ગઈ કાલે અનેકવિધ બ્લૉકડીલ સાથે ચિક્કાર વૉલ્યુમમાં આ ગિરવી પડેલા શૅરમાંથી કોઈકે ઑફ લોડિંગ કર્યું હોવાની હવા ચાલી રહી છે. એક અન્ય કાઉન્ટર શાંતિ ગિયર્સ રોજના સરેરાશ માંડ ૫૮૦૦ શૅર સામે ગઈ કાલે ૪.૬૭ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૬ રૂપિયાના શિખરે જઈ અંતે ૧૯ ટકાની તેજીમાં ૧૭૫ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. રામકો સિમેન્ટ ૨૧ ગણા વૉલ્યુમમાં ૮૪૦ રૂપિયા નજીક બેસ્ટ લેવલ બતાવી અંતે ૧૩ ટકાની તેજીમાં ૮૦૭ રૂપિયા બંધ હતો. ગુજ્જુ કંપની હેસ્ટરબાયો દસ ગણા વૉલ્યુમમાં ૧૮૧૯ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી છેલ્લે ૧૦.૬ ટકા કે ૧૬૧ રૂપિયાના ઉછાળે ૧૬૭૭ રૂપિયા હતો. આ શૅરમાં સપ્તાહનું બૉટમ ૧૨૮૦ રૂપિયાનું હતું.  ઇલેક્ટ્રૉથર્મ અને એલીકોન એન્જિનિયરિંગ અનુક્રમે ૨૦ ટકા તથા ૧૬.૮ ટકા ઊછYયા હતા.

તાતા સ્ટીલમાં રાઇટ ઇશ્યુનો ભાર જોવાયો

તાતા સ્ટીલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા ભાવિ વિકાસ માટેના ભંડોળની જરૂરિયાતને અનુલક્ષી રાઇટ ઇશ્યુ દ્વારા મહત્તમ ૧૨,૮૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું વિચારાયું છે. આ સમાચારના પગલે શૅર ગઈ કાલે ૭૧૮ રૂપિયા ખૂલી ઇક્વિટી ડિલ્યુઝન ફૅક્ટરના લીધે ઘટીને નીચામાં ૬૯૩ રૂપિયાની અંદર ચાલી ગયો હતો. ભાવ અંતે એકાદ ટકાની નરમાઈમાં ૭૦૨ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૩૮૨ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતી તાતા સ્ટીલના ઇતિહાસમાંનો આ ત્રીજો રાઇટ છે. કંપની દ્વારા છેલ્લે એપ્રિલ ૨૦૦૭માં પાંચ શૅરદીઠ એકના ધોરણે શૅરદીઠ ૩૦૦ રૂપિયાના ભાવે રાઇટ કરાયો હતો. તો પ્રથમ રાઇટ ઇશ્યુ માર્ચ ૧૯૯૨માં પાંચ શૅરદીઠ બેના પ્રમાણમાં ૧૦૦ રૂપિયાના શૅરદીઠ ૧૭૦ રૂપિયાના ભાવે આવ્યો હતો. જાન્યુઆરી ૧૯૯૬માં ૧૦૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરનું ૧૦ રૂપિયામાં વિભાજન કરાયું હતું. દરમ્યાન ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ તાતા સ્ટીલ સિવાય બાકીના નવ શૅરના સુધારામાં પોણો ટકો વધીને બંધ રહ્યો હતો. નાલ્કો, જિન્દલ સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દાલ્કો, સેઇલ જેવાં કાઉન્ટર પોણાબેથી પોણાચાર ટકા ઊંચકાયાં હતાં. 

R.કૉમમાં હજમ ન થાય એવો જમ્પ


નાદારીનાં જોખમોને ટાળવા ઝઝૂમી રહેલી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ તરફથી ચાઇના ડેવલપમેન્ટ બૅન્ક દ્વારા ફાઇલ કરાયેલી બે નાદારીની પિટિશનની સુનાવણી હાથ ધરવા મુંબઈ બેન્ચને આદેશ અપાઈ ચૂક્યો છે. કંપનીએ વિદેશમાં ડૉલર બૉન્ડ ઇશ્યુ કર્યા હતા. એના પેમેન્ટમાં ડિફૉલ્ટ થતાં બૉન્ડહોલ્ડર્સ તરફથી ઍડ્વાઇઝર્સ રોકવામાં આવ્યા છે. આ બધા અને અનેક બીજા પ્રfનો વચ્ચે R.કૉમનો શૅર ૧૨.૭૭ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧૮.૫૧ રૂપિયા થઈ છેલ્લે સવાપાંત્રીસ ટકાના ઉછાળે ૧૭.૨૧ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૩૦ કરોડ શૅરથી વધુનું અસામાન્ય વૉલ્યુમ નોંધાયું હતું. અનિલ ગ્રુપના અન્ય શૅર પણ ગઈ કાલે નોંધપાત્ર તેજીમાં હતા. રિલાયન્સ કૅપિટલ ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૪૬૬ રૂપિયા વટાવી અંતે સાત ટકાના જમ્પમાં ૪૫૫ રૂપિયા નજીક બંધ હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અઢી ગણા કામકાજમાં ૪૭૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાપાંચ ટકા વધીને ૪૬૬ રૂપિયા, રિલાયન્સ નેવલ પોણાઅગિયાર ટકા જેવી તેજીમાં ૩૯ રૂપિયા પ્લસ, રિલાયન્સ પાવર સાતેક ટકાની મજબૂતીમાં ૩૯.૫૫ રૂપિયા તો રિલાયન્સ નિપ્પૉન એક ટકો વધી ૨૭૩ રૂપિયા બંધ હતા. રિલાયન્સ હોમ પોણાબે ટકા નરમ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK