અમેરિકન ફેડની બેઠકની પૂર્વસંધ્યાએ દેશ અને દુનિયાનાં શૅરબજારોમાં સાવચેતી

બજારમાં આઠ દિવસના સળંગ સુધારાનો વિરામ માર્કેટ કૅપ નવા શિખરે

Image result for BSE Midday

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે વૈશ્વિક શૅરબજારો ગઈ કાલે સાવચેતીના મૂડમાં સુસ્ત જોવાયાં છે. ફેડ-રેટમાં વધારો ડિસેમ્બરમાં જવાની વ્યાપક ધારણા છે. ઘરઆંગણે બજાર આગલા બંધથી ૧૦૦ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ તરત માઇનસ ઝોનમાં આવી ગયું હતું અને ત્યાર પછી આખો દિવસ માંડ ૧૦૦ પૉઇન્ટની રેન્જમાં અથડાઈને છેવટે ૨૧ પૉઇન્ટ ઘટી ૩૨,૪૦૨ બંધ રહ્યું છે. આ સાથે સેન્સેક્સમાં સળંગ આઠ દિવસના સુધારાને બ્રેક લાગી છે. સમયની રીતે બે વર્ષની લાંબી તેજીએ વિરામ લીધો છે. નિફ્ટી મંગળવારે ૧૦,૧૭૯ નજીક નવી વિક્રમી સપાટી દર્શાવી અંતે સાડાપાંચ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૧૦,૧૪૭ રહ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૬ તો નિફ્ટીના ૫૧માંથી ૨૮ કાઉન્ટર રેડ ઝોનમાં હતાં. માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી હતી. જોકે માર્કેટ કૅપ ગઈ કાલે ૧૩૬.૮૮ લાખ કરોડ રૂપિયાની નજીક નવી સર્વોચ્ચ સપાટીએ જોવાયું છે. મૉર્ગન સ્ટૅનલી દ્વારા બુલિશ-વ્યુ આવતાં ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના શૅર ફૅન્સીમાં હતા. ઇન્દ્રપ્રસ્થ ગૅસ, ગુજરાત ગૅસ, ગેઇલ, મહાનગર જૅસ, પેટ્રોનેટ એલએનજી, જીએસપીએલ ઇત્યાદિ વિશેષ ઝળક્યા હતા. બૅન્ક નિફ્ટી પાંચેક પૉઇન્ટના નજીવા ઘટાડામાં હતો, પણ પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૩૩ પૉઇન્ટ પ્લસ હતો. મતલબ કે પીએસયુ બૅન્ક શૅરમાં માનસ હજી કમજોર છે. બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. આંધ્ર બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, જેકે બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, ફેડરલ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક દોઢથી સવાત્રણ ટકા ઊંચકાયા હતા. અનિલ અંબાણી ગ્રુપની આરકૉમમાં સળંગ પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે. સોમવારે જેનું લિસ્ટિંગ થયું હતું એ ભારત રોડ નેટવર્ક ગઈ કાલે ૧૯૧ રૂપિયાના તળિયે જઈ અંતે છ ટકાની ખરાબીમાં ૧૯૫ રૂપિયા બંધ આવ્યો છે, જ્યારે ડિક્સન ટેક્નૉ પણ સાધારણ ઘટાડામાં ૨૮૮૨ રૂપિયા બંધ રહ્યો છે. એનએસઈ ખાતે બંધ ૨૮૯૨ રૂપિયા હતો.

તાતા ગ્રુપના શૅરમાં વૉલ્યુમ સાથે ઝમક

ગઈ કાલે તાતા ગ્રુપના શૅર એકંદર લાઇમલાઇટમાં હતા. તાતા કૅમિકલ્સ રોજના સરેરાશ ૮૪,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૧૦૬ લાખ શૅરના કામકાજમાં ૬૬૭ રૂપિયા નજીક નવી મલ્ટિયર ટૉપ બનાવી છેલ્લે ૨.૪ ટકા વધીને ૬૫૮ રૂપિયા હતો. તાતા ગ્લોબલ આશરે ૭૦ ગણા વૉલ્યુમમાં ૨૨૦ રૂપિયા પ્લસના નવા શિખરે જઈ અંતે દોઢ ટકાની આગેકૂચમાં ૨૧૬ રૂપિયા, તાતા મોટર્સ ૭૫ ગણા કામકાજમાં ઉપરમાં ૪૨૮ રૂપિયા વટાવી છેલ્લે ૪.૬ ટકાના ઉછાળે ૪૨૪ રૂપિયા, ટ્રેન્ટ લિમિટેડ ૩૨૫ રૂપિયાની મલ્ટિયર ઊંચી સપાટી નોંધાવી આઠ ગણા વૉલ્યુમમાં ૭.૨ ટકાના ઉછાળામાં ૩૧૧ રૂપિયા, તાતા મોટર્સનો ડીવીઆર અઢી ગણા કામકાજમાં સાડાત્રણ ટકા વધીને ૨૪૧ રૂપિયા, ટીન પ્લેટ ત્રણ ગણા કામકાજમાં ૨૮૫ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૧૪.૪ ટકાના જમ્પમાં ૨૭૬ રૂપિયા, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૯૫૪ રૂપિયાની વર્ષની ટોચે જઇ ેએકાદ ટકો વધીને ૯૩૬ રૂપિયા, તાતા પાવર પોણો ટકો વધીને ૮૪ રૂપિયા, તાતા સ્પોન્જ ૯૬૪ રૂપિયાની મલ્ટિયર ઊંચી સપાટી મેળવી અડધો ટકો ઘટી ૯૩૩ રૂપિયા, ટાયો સેલ્સ અર્થાત અગાઉની તાતા મોડોગાવા ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૦ રૂપિયાની વર્ષની ટોચે બંધ હતા. તાતા ટેલી સર્વિસિસ ત્રણ ટકા, રાલીસ ઇન્ડિયા પોણાબે ટકા તથા નેલ્કો ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૫ રૂપિયાની ટોચે રહ્યા હતા. તાતા સ્ટીલ અડધા ટકાની નજીક અપ હતો. ટીસીએસ નામ કે વાસ્તે ૭૫ પૈસા ઘટેલો હતો.

ટાઇડ વૉટરમાં બે દિવસમાં ૧૯૧૩નો જમ્પ

ટાઇડ વૉટર ઑઇલ આગલા દિવસના ફોર ફિગરના ઉછાળા બાદ ગઈ કાલે ૭૫૧૩ રૂપિયાની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને છેલ્લે ૯ ટકા કે ૫૯૧ રૂપિયાની આગેકૂચમાં ૭૧૩૭ રૂપિયા બંધ હતો. બે દિવસ પૂર્વે ભાવ ૫૬૦૦ રૂપિયા હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. ગઈ કાલે લગભગ છ ગણું વૉલ્યુમ હતું. કંપનીમાં સહપ્રમોટર્સ તરીકે ૨૭.૭ ટકા હિસ્સો ધરાવતી મુંબઈ સ્થિત સ્ટાન્ડર્ડ ગ્રીસ ઍન્ડ સ્પેશ્યલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સોમવારે બલ્ક ડીલમાં ૫૭૮૩૭ શૅર ૫૭૪૮થી ૬૦૬૭ રૂપિયા સુધીના ભાવે ખરીદાયાના અહેવાલ પાછળ તેજી બળૂકી બની છે. અન્ય પ્રમોટર સરકારી કંપની ઍન્ડ્ર્ યુલે પાસે ૨૬.૨ ટકા માલ છે અને મૅનેજમેન્ટ પણ એના હસ્તક છે. એનો શૅર પણ આગલા દિવસના ૧૦ ટકાના ઉછાળા બાદ ગઈ કાલે સાડાઆઠ ગણા કામકાજમાં ૭.૭ ટકા વધીને ૩૫ રૂપિયા બંધ હતો. ટાઇડ વૉટર લુબ્રિકન્ટ્સ માર્કેટમાં પાંચ ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. આગલા દિવસે બજારના તમામ ઇન્ડાઇસિસ પ્લસ હતા. એકમાત્ર ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતો. ગઈ કાલે એ ૧.૨ ટકા વધ્યો છે. ગેઇલ સર્વાધિક પાંચ ટકાના ઉછાળે ૪૨૧ રૂપિયા હતો. હિન્દુસ્તાન પેટ્રો, ભારત પેટ્રો, પેટ્રોનેટ  એલએનજી, ઑઇલ ઇન્ડિયા એકથી અઢી ટકા જેવા વધ્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અડધા ટકાની નરમાઈમાં ૮૪૧ રૂપિયા બંધ હતો. ઇન્દ્રસ્થ ગૅસમાં સાડાત્રણ ટકાની મજબૂતી હતી.

ઑટો શૅર નરમ, ઇન્ડેક્સ નવી ટોચે

ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૨૫,૦૫૪ નજીક ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે અડધો ટકો વધીને ૨૪,૯૩૯ બંધ આવ્યો છે જે મુખ્યત્વે તાતા મોટર્સના ૪.૫ ટકાના ઉછાળાને આભારી છે. અન્યથા ઑટો બેન્ચમાર્ક ખાતેના ૧૪માંથી ૧૦ શૅર ડાઉન હતા. ફોર્ડ મોટર્સ સાથે ફેર લગ્નના અહેવાલમાં મહિન્દ્ર પ્રારંભિક સુધારામાં ૧૩૦૭ રૂપિયા થયા બાદ ટકી શક્યો ન હતો. છેલ્લા ભાવ ૧૫ પૈસા વધી ૧૨૯૫ ફિગર રહ્યો છે. મારુતિ સુઝુકી નવ રૂપિયા ઘટીને ૮૧૪૫ ફિગર હતો. આઇશર મોટર્સ ૧.૧ ટકા, ટીવીએસ મોટર્સ પોણો ટકો, બજાજ ઑટો અડધો ટકો, અતુલ ઑટો બે ટકા, એસએમએલ ઇસુઝુ ૦.૭ ટકા ડાઉન હતો. ઑટો ટાયર્સ તથા રબર પ્રોડક્ટ સેગમેન્ટમાં પાંચ શૅર વધ્યા હતા સામે સાત કાઉન્ટર માઇનસમાં હતાં. એમઆરએફ, જેકે ટાયર્સ, બાલક્રિષ્ન ઇન્ડ., એપોલો ટાયર, સિએટ, પિક્સ ટ્રાન્સમીશન, ગોવિંદ રબર, ગુડયર ઇત્યાદિ અડધાથી પોણાત્રણ ટકા ઘટ્યા હતા. મોદી રબરમાં ત્રણ ટકાની તેજી હતી. ઑટો પાર્ટ્સ સેક્ટરમાં ઑટોલાઇન ઇન્ડ., શિવમ ઑટો, સેટકો, સિમોન્ડ માર્શલ, ઑટોમોટિવ સ્ટેમ્પિંગ, કલ્યાણી ફોર્જ, ભારત ગીઅર, સુબ્રોસ, ભારત સીટ્સ, વેબકો ઇન્ડિયા, ટાઇટન વાલ્વ જેવી જાતો પોણાત્રણ ટકાથી લઈને ૨૦ ટકા ઊંચકાઈ હતી. મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૧૧૬ રૂપિયા કે ચાર ટકાની મસ્તીમાં ૨૯૯૮ રૂપિયા બંધ હતો.

૧૭૫ જાતો ઐતિહાસિક શિખરે

ગઈ કાલે બીએસઈ ખાતે ભાવની રીતે ૧૭૫ શૅરમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખર બન્યાં હતાં જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : ઑટોમોટિવ કૉર્પોરેશન ઑફ ગોવા, એકે કૅપિટલ, એસ્ટરપોલી, ઑટોલાઇટ ઇન્ડિયા, અવંતિ ફીડ્સ, બજાજ ઑટો, બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ, બાટા ઇન્ડિયા, ભારત અર્થમૂવર્સ, ભારત ફોર્જ, બૉમ્બે ડાઇંગ, સેરા સેનેટરી, ચંબલ ફર્ટિ., દીવાન હાઉસિંગ, ઈઆઇડી મૅરી, એન્ડ્યોરન્સ ટેક્નૉ, ફિનોલેક્સ ઇન્ડ., ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, ગોવા કાર્બન, ગ્રેફાઇટ ઇન્ડિયા, ગૃહ ફાઇનૅન્સ, જીએસપીએલ, ગુજરાત ગૅસ, હેટસન, એચડીએફસી બૅન્ક, એચઈજી, હિન્દુસ્તાન યુનિલીવર, હિન્દ રેક્ટિફાયર, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, ઇન્ડિયા નિપ્પોન, જય કૉર્પ, જિન્દલ વર્લ્ડ વાઇડ, જ્યોતી લૅબ, કોટક મહિન્દ્ર બૅન્ક, મહિન્દ્ર લાઇફ, મર્ક ઇલેક્ટ્રૉનિક્સ, નેલ્કો, નોસિલ, પેટ્રોનેટ, એલએનજી, ફિલિપ્સ કાર્બન, પીડીલાઇટ, પિલાની ઇન્વેસ્ટમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા, સલસાર ટેક્નૉ, સફારી ઇન્ડસ્ટ્રીઝ, શીલા ફોમ, સનટેક રિયલ્ટી, સુંદરમ્ ક્લેટોન, સૂર્યા રોશની, તાતા કૅમિકલ્સ, તાતા ગ્લોબલ, તાતા ઇન્વેસ્ટમેન્ટ, તાતા સ્પોન્જ, ટોયો રોલ્સ, ટીન પ્લેટ, ટાઇડ વૉટર, ટાઇટન, તિરુમલાઈ કેમિકલ્સ, ટ્રેન્ટ, ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ, ટીવીએસ મોટર, વૈભવ ગ્લોબલ, વ્હર્લપૂલ વગેરે વગેરે...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK