વીકલી ધોરણે છ વર્ષની સૌથી લાંબી તેજી, શૅરબજારમાં આખલાદોડ જારી

સેન્ડોઝના સથવારે બાયોકોન બેસ્ટ લેવલે : પરિણામ પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટકો વધ્યો : રોકડામાં નીચા મથાળેથી બાઉન્સબૅક

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર હમણાંથી રોજેરોજ નવા ઊંચા શિખર સર કરવાના મૂડમાં છે. સેન્સેક્સ ૩પ,પ૪ર થઈ છેલ્લે પોણા ટકાથી ઓછા સુધારામાં રપ૧ પૉઇન્ટ વધીને ૩પ,પ૧૧ તો નિફ્ટી ૧૦,૯૦૭ નજીક જઈને લગભગ ૬૦ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૮૯પ આસપાસ બંધ રહ્યા છે. ડેઇલીની સાથે-સાથે વીકલી ધોરણે પણ બન્ને આંકમાં નવી સર્વોચ્ચ સપાટી બની છે. આ વખતે સપ્તાહિક ધોરણે સેન્સેક્સ ર.૭ ટકા અને નિફ્ટી બે ટકા ઊંચકાયા છે. વીકલી ધોરણે માર્કેટ સતત ૭ સપ્તાહથી પૉઝિટિવ ઝોનમાં ચાલી રહ્યું છે. આટલી લાંબી તેજી બજારમાં ફેબ્રુઆરી ર૦૧ર પછી પ્રથમ વાર જોવા મળી છે. માર્કેટ-બ્રેડ્થ ગઈ કાલે જોકે થોડીક નેગેટિવ હતી, પરંતુ NSE ખાતે ૯૦૭ શૅર વધ્યા હતા. ૮૮૦ શૅર સામે નરમ હતા. સેન્સેક્સમાંની ૩૧માંથી ૮ અને નિફ્ટીમાં પ૦માંથી નવ જાતો ડાઉન હતી. HDFCની પ૮ ટકા માલિકીની સબસિડિયરી ગૃહ ફાઇનૅન્સ સાડાછ ગણા કામકાજમાં ર૦ ટકાની ઉપલી સર્કિટે ૭૧૩ રૂપિયાની વિક્રમી ટોચે જઈ અંતે સવાસોળ ટકાની તેજીમાં ૬૯૧ રૂપિયા બંધ હતો. કંપનીનાં પરિણામ શનિવારે જાહેર થવાનાં છે ડોમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ર૩૦ ટકાના ઉછાળે ૬૬ કરોડ રૂપિયા આવતાં શૅર ર૧૧પ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી દોઢસો રૂપિયા કે પોણાઆઠ ટકાના જમ્પમાં ર૦૯૧ રૂપિયા બંધ હતો. ગઈ કાલે સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં નીચા મથાળે આકર્ષણ જાગતાં પસંદગીયુક્ત જાતોમાં બાઉન્સïબૅક જોવા મળ્યું છે.

HDFC બૅન્કનો પ્રોત્સાહક દેખાવ

HDFC બૅન્ક દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૦ ટકાના વધારામાં ૪૬૪૩ કરોડ રૂપિયા જેવા ચોખ્ખા નફા સાથે NPAમાં નહીંવત વૃદ્ધિ દર્શાવાતાં શૅર ૧૯૫૮ રૂપિયાની ઑલટાઇમ હાઈથી સાધારણ પીછેહઠમાં એક ટકો વધી ૧૯૫૧ રૂપિયા બંધ આવ્યો છે. દરમ્યાન બૅન્ક તરફથી માર્ચ ૨૦૧૭ના અંતે ગ્રોસ NPA ૫૮૮૫ કરોડ રૂપિયા જાહેર કરાઈ હતી, પરંતુ રિઝર્વ બૅન્કનાં ધારાધોરણ કે ગણતરી પ્રમાણે એ ૭૯૩૭ કરોડ રૂપિયા હોવાની જાણ કરાઈ છે. મતલબ કે બૅન્કે ગ્રોસ NPA ૨૦૫૧ કરોડ રૂપિયા જેટલી ઓછી બતાવી છે. IT અગ્રણી વિપ્રો પરિણામ પૂર્વે ગïઈ કાલે ઉપરમાં ૩૩૦ રૂપિયા થઈ છેલ્લે નજીવો વધીને ૩૨૮ રૂપિયા હતો. માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં પરિણામો બજાર બંધ થયાં પછી આવવાનાં હતાં. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૩૨ રૂપિયા અને નીચામાં ૯૨૨ રૂપિયા થઈ અંતે ૧.૧ ટકા વધીને ૯૨૯ રૂપિયા હતો. HCL ટેક્નૉલૉજીઝ દ્વારા ૨૧૪૫ કરોડ રૂપિયાની માર્કેટની એકંદર અપેક્ષાને અનુરૂપ ૨૧૯૪ કરોડ રૂપિયાનો ચોખ્ખો ત્રિમાસિક નફો કર્યો છે. ભાવ ૯૬૫ રૂપિયાની નવી ટૉપ બનાવી અંતે સાધારણ વધીને ૯૫૮ રૂપિયા હતો. અન્ય IT કંપની સીએન્ટ દ્વારા ત્રિમાસિક નેટ પ્રૉફિટ સાતેક ટકાના ઘટાડે ૮૮ કરોડ રૂપિયા જેવો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ૬૭૫ રૂપિયાની નવી મલ્ટિયર ટૉપ બનાવી છેલ્લે ૧૨.૫ ટકાની તેજીમાં ૬૫૩ રૂપિયા હતો.

ઍલેમ્બિકમાં બાયબૅક માટે ૨૩મીએ બોર્ડ-મીટિંગ

ઍલેમ્બિક લિમિટેડ દ્વારા ૨૩ જાન્યુઆરીએ મળનારી બોર્ડ-મીટિંગમાં ત્રિમાસિક પરિણામ ઉપરાંત બાયબૅક વિશે વિચારણા કરવાની જાહેરાત થતાં ભાવ ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૬૪.૫૦ રૂપિયા થઈ છેલ્લે ૭.૪ ટકાની મજબૂતીમાં ૬૩.૩ રૂપિયા રહ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૩૪ રૂપિયા પ્લસ છે. ગ્રુપ કંપની ઍલેમ્બિક ફાર્માનો ભાવ સરેરાશ કરતાં ૪૦ ટકાના કામકાજમાં ઉપરમાં ૫૫૪ રૂપિયા બતાવી અંતે ૧.૧ ટકા વધી ૫૪૫ રૂપિયા હતો. અતુલ લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૭૦ કરોડ રૂપિયા સામે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૬૬ કરોડ રૂપિયા ચોખ્ખો નફો કરાયો છે. ભાવ ૨૯૮૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૮૫૦ રૂપિયા થઈ અંતે દોઢેક ટકા ઘટીને ૨૮૯૩ રૂપિયા હતો. FMCG જાયન્ટ અને માર્કેટ હેવીવેઇટ્સ ITC તરફથી ૨૬૧૦ કરોડ રૂપિયાની સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૩૧૭૭ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો આવતાં ભાવ ઉપરમાં ૨૭૭ રૂપિયા વટાવી છેલ્લે નજીવો વધીને ૨૭૪ રૂપિયા બંધ હતો. ટૉરન્ટ ફાર્માએ અમેરિકા ખાતે બાયોફાર્મા ઇન્કૉર્પોરેશનને ટેકઓવર કર્યાના અહેવાલ પાછળ શૅર પ્રારંભિક સુધારામાં ૧૪૪૨ રૂપિયા થયો હતો. ભાવ નીચામાં ૧૩૯૦ રૂપિયા થઈ અંતે નજીવા ઘટાડે ૧૪૧૯ રૂપિયા બંધ રહ્યો છે.  

બાયોકોનમાં સેન્ડોઝના સાથથી જોર આવ્યું

ઇમ્યુનૉલૉજી અને ઓન્કોલૉજી સેગમેન્ટમાં મલ્ટિપલ બાયો સિમિલર્સના ડેવલપમેન્ટ તેમ જ ઉત્પાદન માટે બાયોકોન દ્વારા સેન્ડોઝ સાથે વિશ્વસ્તરીય ભાગીદારીના કરાર થયાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૫૭૫ રૂપિયા પ્લસની નવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૫.૬ ટકાના જમ્પમાં ૫૭૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. ગ્રુપ કંપની સિન્જેન ઇન્ટરનૅશનલ ૬૧૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૬ ટકાના સુધારામાં ૬૧૩ રૂપિયા હતો. કામકાજ સરેરાશ કરતાં માંડ અડધાં હતાં. હેલ્થકૅર ઇન્ડેક્સ પ્રારંભિક આગેકૂચ પછી સાધારણ સુધારામાં બંધ આવ્યો છે. એની ૬૯માંથી ૨૩ જાતો નરમ હતી. હેવીવેઇટ સનફાર્મા પ્રમાણમાં પાંખા વૉલ્યુમમાં નીચામાં ૫૬૮ રૂપિયા થઈ પોણો ટકો ઘટીને ૫૭૨ રૂપિયા હતો. જ્યુબિલન્ટ ફાર્મા, આરતી ડ્રગ્સ, મોરપેન લૅબ, નેક્ટર લાઇફ, ઓર્ચિડ કેમિકલ્સ, વૉકહાર્ટ, હાઇકલ, સુવેન લાઇફ ઇત્યાદિ દોઢથી સાડાત્રણ ટકા ડાઉન હતા. કૅડિલા હેલ્થકૅર ૪૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવા ટકા વધીને ૪૪૧ રૂપિયા હતો. 

બૅન્ક નિફ્ટી નવી ટોચ સાથે ૨૭,૦૦૦ ભણી

ગઈ કાલે બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં ૨૬,૯૫૮ની લાઇફટાઇમ હાઈ બતાવી અંતે ૩૭૨ પૉઇન્ટ કે દોઢ ટકાની નજીક વધીને ૨૬,૯૦૯ બંધ રહ્યો છે. ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી સવાબે ટકા પ્લસ હતો. તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી સવા ટકાથી વધુ ઊંચકાયો હતો. બૅન્કેક્સ દસેદસ શૅરના સુધારામાં દોઢ ટકો અપ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૩૦ શૅર વધ્યા હતા. યુકો બૅન્ક ૩૧ રૂપિયાના આગલા લેવલે યથાવત હતો. કૅનેરા બૅન્ક પોણાચાર ટકાથી વધુની તેજીમાં ૩૬૨ રૂપિયા બંધ આપી અત્રે મોખરે હતા. તો ધનલક્ષ્મી બૅન્ક સવા ટકો ડાઉન હતો. PNB, DCB બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, યસ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક ઇત્યાદિ સવાબેથી સાડાત્રણ ટકા ઢીલા હતા. ICICI બૅન્ક રોજના સરેરાશ સવાસાત લાખ શૅરની સામે ૧૭૪ લાખ શૅરના જંગી વૉલ્યુમમાં ૩૫૫ રૂપિયાનું મલ્ટિયર શિખર બનાવી છેલ્લે બે ટકા વધીને ૩૫૩ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ૪૯ પૉઇન્ટનો ફાયદો થયો હતો. HDFC બૅન્ક એક ટકો વધીને ૧૯૫૧ રૂપિયાની વિક્રમી સપાટીએ, સ્ટેટ બૅન્ક બે ટકા વધીને ૩૦૯ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૪ ટકા વધીને ૧૦૬૦ રૂપિયા, યસ બૅન્ક ૨.૪ ટકા વધીને ૩૪૮ રૂપિયા તથા ઍક્સિસ બૅન્ક એક ટકાના સુધારામાં ૫૯૦ રૂપિયા બંધ હતા. છ બૅન્ક-શૅરની મજબૂતીથી બજાર ૧૫૭ પૉઇન્ટ લાભમાં રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK