શરૂઆતની ૬૦ મિનિટ દરમ્યાન બજારમાં પ્રત્યેક મિનિટે ૩૨ પૉઇન્ટની વધ-ઘટ

બૅન્ક નિફ્ટી દિવસ દરમ્યાન ૨૨૦૦ પૉઇન્ટ ઉપર-નીચે થયો : અદાણી ગ્રુપના શૅર ખુવારી પછી જબરા બાઉન્સબૅક થયા : અદાણી એન્ટરપ્રાઇઝિસ નવા શિખરે : વાયદામાં બિટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની પાર, હાજરમાં ઑલટાઇમ હાઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગુજરાતનાં ચૂંટણીપરિણામનો ગઈ કાલનો દિવસ શૅરબજાર માટે એક અર્થમાં ઐતિહાસિક પુરવાર થયો છે. સેન્સેક્સ ૩૩,૪૬૩ના આગલા બંધ સામે પ્રી-ઓપનિંગ સેશનની શરૂઆત વખતે ૩૩,૬૩૭ હતું. બજાર ખૂલ્યું ૩૩,૩૬૪ અને ત્યાંથી નોઝ ડાઇવ મારી૩૨,૫૯૫ થયું પછી શાર્પ બાઉન્સબૅકમાં ૩૩,૬૭૩ દેખાયું હતું. શરૂઆતના એક કલાકની આ વાત છે જેમાં પ્રત્યેક મિનિટે માર્કેટ ૩૨ પૉઇન્ટ નીચે-ઉપર થયું હતું. ૧૦ વાગ્યા પછીનો સમય ચૂંટણીપરિણામના ટ્રેન્ડમાં BJPની એકંદર સરસાઈ જળવાઈ રહેવાની સાથે બજાર માટે કન્સોલિડેશનનો હતો. સેન્સેક્સ ઉપરમાં ૩૩,૮૦૨ નજીક ગયો હતો. છેલ્લે આંક ૧૩૯ પૉઇન્ટ જેવા નજીવા સુધારામાં ૩૩,૬૦૧ બંધ રહ્યો છે. નિફ્ટી ૧૦,૩૩૩ના આગલા બંધ સામે ૧૦,૦૭૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૦,૪૪૩ થઈ અંતે માંડ ૫૭ પૉઇન્ટ વધીને ૧૦,૩૯૦ રહ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૧ તો નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર પ્લસ હતા. રોકડું અર્થાત મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ  BSE-૫૦૦ સેન્સેક્સના મુકાબલે પ્રમાણમાં વધુ મજબૂત રહેવાના લીધે માર્કેટ-બ્રેડ્થ સારી એવી પૉઝિટિવ જોવાઈ છે. NSE ખાતે કુલ ૨૦૦૪ શૅરના સોદા પડ્યા હતા એમાંથી લગભગ ૧૫ ટકા અર્થાત સવાત્રણસો કાઉન્ટર યથાવત રહ્યાં એ સૂચક કહી શકાય. BSEમાં આ પ્રમાણ માંડ પાંચ ટકા ય ન હતું.

ડૉલરની સામે રૂપિયામાં પણ શૅરબજાર જેવી ચડ-ઊતર હતી. ૬૮ પૈસાના કડાકામાં ૬૪.૭૨ના તળિયે જઈ રૂપિયો બાઉન્સબૅકમાં છેલ્લે ૧૬ પૈસા આસપાસના ઘટાડે ડૉલર સામે ૬૪.૨૦ દેખાતો હતો. એનર્જી તથા રિયલ્ટીની નહીંવત કમજોરીને બાદ કરતાં ગઈ કાલે બજારના તમામ બેન્ચમાર્ક વધીને બંધ રહ્યા છે. પોણાબે ટકાથી વધુના ઉછાળે મેટલ ઇન્ડેક્સ એમાં મોખરે હતો.

૧૩૧ શૅરમાં નવાં ઊંચાં શિખર બન્યાં

ગઈ કાલે કાતિલ અફરાતફરી વચ્ચે શૅરબજારમાં ભાવની રીતે ૧૩૧ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : અદાણી એન્ટરપ્રાઇઝિસ, AIA એન્જિનિયરિંગ, ઍસ્ટ્રલ પોલિ, બજાજ હેલ્થકૅર, બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, બૉમ્બે ડાઇંગ, સેન્ચુરી, ગેઇલ, GHCL, ગ્રેફાઇટ ઇન્ડિયા, ગ્રીન પ્લાય, GSK કન્ઝ્યુમર, HDFC બૅન્ક, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલીવર, લુમેક્સ ટેક્નો, મહિન્દ્ર, મિલ્ક ફૂડ્સ, MM ફોર્જ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, પરાગ મિલ્ક, પૌષાક લિમિટેડ, પ્રભાત ડેરી, રિલેક્સો ફુટવેર, SRF, સ્ટરલાઇટ કમ્પોનન્ટ્સ, ટાઇટન, સિમ્ફની, સન ટીવી, સુંદરમ ફાસ્ટનર્સ, TIL, TVS મોટર્સ, ઉકાલ ફ્યુઅલ, વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ, વેબકો ઇન્ડિયા, વૉટર બેઝ, UFO, બૉમ્બે રેયોન, ફોર્બ્સ ઍન્ડ કંપની, ગોપાલા પોલિ પ્લાસ્ટ, ગોદાવરી પાવર વગેરે વગેરે...

બીજી તરફ લગભગ ૮૦ શૅરના ભાવ ઐતિહાસિક તળિયે પહોંચ્યા હતા જેમાં એમ્ફોર્જ, DB કૉર્પ, દેના બૅન્ક, ઇલેક્ટ્રો થર્મલ, એમ્પી શુગર, ગ્લેનમાર્ક ફાર્મા, IDFC બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, LML, માર્ક સન્સ, મોરારજી ટેક્સટાઇલ્સ, ન્યુલૅન્ડ લૅબ, પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન, PTC ઇન્ડિયા ફાઇનૅન્સ, રાણા શુગર્સ, શૅલ્બી, શારદા કૉર્પ, PNB ગિલ્ટ, સિન્ટેક્સ પ્લાસ્ટ, યુનાઇટેડ બૅન્ક, SML, ઇસુઝુ ઇત્યાદિ સામેલ છે.

અદાણીના શૅરમાં ભારે ઊથલપાથલ

અદાણી ગ્રુપના શૅરોમાં ગઈ કાલે ભારે ઊથલપાથલ જોવા મળી છે. આ માટે ગુજરાતનાં ચૂંટણીપરિણામ મુખ્ય કારણભૂત હતાં. વધુમાં ઑસ્ટ્રેલિયન કોલ માઇનિંગ પ્રોજેક્ટ માટે ક્વિન્સલૅન્ડ સ્ટેટ દ્વારા પ્રોજેક્ટ માટે ૯૦ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલરની લોન રદ થવાના સંજોગો, માઇનિંગ સર્વિસિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી જારી થયેલી તમામ કૉન્ટ્રૅક્ટ રદ કરવાની અદાણી ગ્રુપની જાહેરાત પણ આંશિક ભાગ ભજવી ગઈ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શૅર ૧પપ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે નીચામાં ૧૩ર રૂપિયા થઈ ચૂંટણીમાં BJPનો ટ્રેન્ડ સાનૂકુળ બનતાં ૧૬૬ રૂપિયાની મલ્ટિયર ટૉપ બનાવી છેલ્લે ત્રણ ટકા ઉછાળે ૧૬૦ રૂપિયા હતો. અદાણી પોર્ટ્સ ૪૦ર રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૩૭૪ રૂપિયા અને ઉપરમાં ૪૧૪ રૂપિયા વટાવી અંતે એક ટકાની અંદર વધીને ૪૦૪ રૂપિયા, અદાણી પાવર ૩પ રૂપિયા પ્લસના આગલા બંધ સામે લથડીને ૩ર રૂપિયા થયા બાદ ઉછાળામાં ૩૭ રૂપિયા નજીક જઈ એક ટકો વધીને ૩૫ રૂપિયા તથા અદાણી ટ્રાન્સમિશન ર૦૪ રૂપિયાના અગાઉના બંધ સામે નીચામાં ૧૮૪ રૂપિયા તથા ઉપરમાં ર૧૪ રૂપિયા વટાવી છેલ્લે ૪૦ પૉઇન્ટ વધીને ૨૦૩ રૂપિયા બંધ હતા. તમામ શૅરમાં વૉલ્યુમ જોરદાર હતું. અન્ય ગુજ્જુ કંપનીમાં સેરા સેનિટરી ૩૬૪૦ રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૩પ૧પ રૂપિયા થઈ બાઉન્સબૅકમાં ૩૭પ૦ રૂપિયા બતાવી અંતે બે ટકા નજીક વધી ૩૭૦૦ રૂપિયા હતો. આનંદીબહેનના પરિવાર સાથે કનેક્શન ધરાવતી અનાર ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લે ૧ર ડિસેમ્બરે માત્ર બે શૅરના સોદામાં પાંચ ટકાની નીચલી સર્કિટે ર૩ રૂપિયા નજીકનો વર્ષનો નીચો ભાવ બન્યો હતો. ત્યાર પછી એમાં કોઈ કામકાજ નથી. ગયા વર્ષના નવેમ્બરમાં આ કાઉન્ટર ૧ર૮ રૂપિયાના શિખરે ગયું હતું.

બૅન્ક નિફ્ટીમાં રર૦૦ પૉઇન્ટની વધ-ઘટ

ચૂંટણીપરિણામ દરમ્યાન બદલાતા ટ્રેન્ડની સાથે બજારની ઊથલપાથલ દરમ્યાન બૅન્ક નિફ્ટીમાં જોરદાર બેતરફી તોફાન જોવાયું છે. બૅન્ક નિફ્ટી રપ,૬૭૧ના આગલા બંધ સામે ગઈ કાલે ૧૦પ૪ પૉઇન્ટના કડાકામાં ર૪,૬૧૭ બોલાયો હતો. BJPની હાલત સુધરતાં આ આંક ત્યાંથી ૧૧૪૩ પૉઇન્ટ ઊંચકાઈ ઉપરમાં રપ,૭૬૦ નજીક ગયા બાદ છેવટે ૧૫૪ પૉઇન્ટ કે અડધો ટકો વધીને ૨૫,૫૯૪ બંધ રહ્યો છે. બૅન્કેક્સ ર૮,૭૪૦ના આગલા ક્લૉઝિંગ સામે ગઈ કાલે નીચામાં ર૭,૮૦પ અને ઉપરમાં ર૯,૧ર૦ થઈ છેલ્લે ૧૮૩ પૉઇન્ટ કે અડધો ટકો વધીને ૨૮,૯૨૩ રહ્યો છે. બૅન્ક નિફ્ટીના અડધા ટકા સુધારા સામે PSU બૅન્ક નિફ્ટી તમામ બાર શૅરની મજબૂતીમાં ૨.૪ ટકા ઊંચકાયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગ ખાતેના ૪૦માંથી ૨૯ શૅર પ્લસ હતા. ICICI બૅન્ક પોણાબે ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, HDFC બૅન્ક સાધારણ વધીને બંધ આવ્યો છે. ગઈ કાલે સેન્સેક્સને કુલ મળીને ૬૮ પૉઇન્ટનો લાભ થયો હતો. સેન્સેક્સમાં ગઈ કાલથી મળેલો પ્રવેશ યસ બૅન્કને ફળ્યો નથી. ગઈ કાલે ભાવ પ્રમાણમાં પાંખા કામકાજમાં સવા ટકો ઘટીને ૩૧૨ રૂપિયા બંધ રહ્યો છે.

મારુતિ પ્રારંભિક ધોવાણ પચાવી નવી ઊંચી ટોચે

અગ્રણી કેટલીક કૉર્પોરેટ કંપનીઓ માટે ગુજરાતમાં BJPની સરકારનું કેટલું મહkવ છે એ તેમના શૅરના ભાવની વધ-ઘટથી ખ્યાલ આવે છે. આર્ટો જાયન્ટ મારુતિ સુઝુકીનો શïૅર ૯૧૬૪ રૂપિયાના આગલા બંધ સામે ટ્રેન્ડમાં BJP કમજોર દેખાતાં ગઈ કાલે નીચામાં ૯૦૦૦ રૂપિયા થઈ ગયો હતો અને જેવો ટ્રેન્ડ બદલાયો કે તરત બાઉન્સબૅક થઈ ૯૩૪૫ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. ભાવ છેલ્લે દોઢ ટકો વધીને ૯૩૦૮ રૂપિયા બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આ ગાળામાં ૯૨૦ રૂપિયાના આગલા બંધ સામે ૮૬૨ રૂપિયાની અંદર ગયા બાદ ઉછાળામાં ૯૩૧ રૂપિયા વટાવીને છેલ્લે સાધારણ સુધારામાં ૯૧૯ રૂપિયા રહ્યો હતો. તાતા મોટર્સ ૪૦૫ રૂપિયા પ્લસના શુક્રવારના ક્લૉઝિંગ સામે ગઈ કાલે ૩૯૦ રૂપિયાની અંદર ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી બાઉન્સબૅકમાં ૪૧૦ રૂપિયા નજીક જઈ અંતે સાધારણ સુધારામાં ૪૦૫ રૂપિયા હતો. અદાણી ગ્રુપમાં થયેલા બેતરફી તોફાનની વાત અત્રે અલગથી કરી છે. તાતા કેમિકલ્સ ૭૨૦ રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૬૬૮ રૂપિયા થયા બાદ ઉપરમાં ૭૨૫ રૂપિયા બનાવી છેલ્લે નહીંવત વધીને ૭૧૭ રૂપિયા રહ્યો છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧૪૮૩ રૂપિયા નજીકના અગાઉના બંધ સામે નીચામાં ૧૪૫૫ રૂપિયા અને ઉપરમાં ૧૫૩૯ રૂપિયાની નવી ઊંચી સપાટી મેળવી અંતે પોણાત્રણ ટકાની તેજીમાં ૧૫૨૩ રૂપિયા બંધ આવ્યો છે.

CME ખાતે વાયદામાં બિટકૉઇન ૨૦,૦૦૦ની પાર


શિકાગોસ્થિત અગ્રણી એક્સચેન્જ CME ગ્રુપ દ્વારા બિટકૉઇનમાં ફ્યુચર ટ્રેડિંગના શ્રીગણેશ સારા રહ્યા છે. જાન્યુઆરી વાયદામાં બિટકૉઇન ૧૯,૫૦૦ ડૉલરના રેફરન્સ-રેટ સામે ઉપરમાં ૨૦,૬૫૦ ડૉલર અને નીચામાં ૧૮,૩૪૫ ડૉલર બતાવી છેલ્લે ૧૪૫ ડૉલરના ઘટાડે ૧૯,૩૫૫ ડૉલર બંધ રહ્યો છે. ફેબ્રુઆરી, માર્ચ અને જૂન વાયદામાં બિટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરે હતો. હાજરમાં બિટકૉઇન ૧૯,૬૩૧ના ઓપનિંગ સામે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ઉપરમાં ૧૯,૮૭૮ ડૉલરની નવી વિક્રમી સપાટી સર કરી નીચામાં ૧૮,૦૪૧ ડૉલર થયા બાદ રનિંગ ક્વોટમાં સાડાચાર ટકાના ઘટાડે ૧૮,૭૩૧ ડૉલર મુકાતો હતો. આ દરમ્યાન ભારતીય કરન્સીમાં બિટકૉઇન ઉપરમાં ૧૪.૪૫ લાખ રૂપિયા અને નીચામાં ૧૨.૫૩ લાખ રૂપિયા થઈ રનિંગમાં ૧૪ લાખ રૂપિયા ચાલતો હતો. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ગઈ કાલે ૫૮૬ અબજ ડૉલરને વટાવી ગયું છે જેમાં બિટકૉઇનનો હિસ્સો ૩૧૭ અબજ ડૉલરનો છે. ૬૯ અબજ ડૉલરના માર્કેટકૅપ સાથે ઇથર બીજા ક્રમે અને ૩૧ અબજ ડૉલરના આંકડા સાથે બિટકૉઇન કૅશ ત્રીજા ક્રમે છે. રિપ્પલનું માર્કેટકૅપ ૨૯ અબજ ડૉલર તો લાઇટકૉઇનનું ૧૭ અબજ ડૉલર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK