સેન્સેક્સ નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૪૨૭ પૉઇન્ટ નીચે ઊતરી ગયો

સરકારી મૂડીસહાયનો ઊભરો બૅન્ક શૅરમાં ખાસ ન ટક્યો : તાતા મોટર્સમાં સપ્ટેમ્બર-૨૦૧૨ પછીની નવી નીચી સપાટી બની : નબળાં પરિણામ પાછળ HT મીડિયા નવ વર્ષના તળિયે

BSe

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગઈ કાલે બજાર બે-બાજુની ચાલમાં ૧૪૬ પૉઇન્ટ ઘટીને ૩૬,૩૭૩ તથા નિફ્ટી ૨૮ પૉઇન્ટ નજીકની પીછેહઠમાં ૧૦,૯૮૦ બંધ રહ્યા છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૦૨ પૉઇન્ટ ઉપર ખૂલ્યા બાદ ૩૬,૭૪૮ નજીક નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. પ્રથમ સેશનમાં તેજીવાળાની પકડ ૧૨ વાગ્યા પછી એકાએક ગાયબ થઈ ગઈ હતી. માર્કેટ ત્યાર પછી એકધારું માઇનસ ઝોનમાં રહી ૩૬,૩૨૧ નજીકની દિવસની નીચી સપાટીએ ગયું હતું. નિફ્ટી ઉપરમાં ૧૧,૦૬૦ તથા નીચામાં ૧૦,૯૫૬ દેખાયો હતો. કહે છે કે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની હિલચાલ બજારની નોંધપાત્ર નરમાઈનું કારણ બની છે. જોકે આ વાતમાં દમ લાગતો નથી. એક નહીં, દસ અવિશ્વાસના પ્રસ્તાવ આવે તો પણ મોદી સરકાર હેમખેમ રહેવાની તાકાત હાલમાં ધરાવે છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૨૩, બન્ને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર નરમ હતા. તાતા સ્ટીલ સવાપાંચ ટકાની ખુવારીમાં ટૉપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીના ૦.૩ ટકા જેવા સાધારણ ઘટાડા સામે મિડ કૅપ અને સ્મૉલ કૅપ એકથી દોઢ ટકા ડાઉન થતાં માર્કેટ-બ્રેડ્થ સારી એવી નકારાત્મક બની છે. સરકારી ઑઇલ શૅરના સથવારે એનર્જી‍ તેમ જ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સુધર્યા હતા. બાકીના તમામ બૅન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ આવ્યા છે. ભારતી ઍરટેલ ૩૩૧ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી વધુ દોઢ ટકા કટ થતાં ૩૩૭ની અંદર જોવાયો છે. બંધન બૅન્કનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૪૭ ટકા વધીને આવતાં શૅર પોણાસાત ટકાના જમ્પમાં નવા બેસ્ટ લેવલે ગયો છે. સરકારની ૨૮૧૬ કરોડ રૂપિયાની નવી મૂડીસહાય તેમ જ ૭૭૦૦ કરોડ રૂપિયાની રિકવરીના દાવા છતાં PNB ગઈ કાલે પોણાપાંચ ટકા લથડીને ૭૨ રૂપિયાની મલ્ટિયર બૉટમની નજીક પહોંચી ગયો છે. IDBI બૅન્ક પણ LICની એન્ટ્રી અને વહેલી તકે ઓપન ઑફર આવવાની વાતો વચ્ચે અઢી ટકાથી વધુ નીચે હતો. દરમ્યાન બિટકૉઇન ત્રીસ મિનિટમાં ૧૦ ટકાના જમ્પમાં ૭૫૦૦ ડૉલર થયા બાદ એની આસપાસ ટકેલો હતો. અમેરિકન અર્થશાસ્ત્રી રોબિનીને અહીં પ્રાઇસ મૅનિપ્યુલેશનની ગંધ આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતીય ચલણમાં બિટકૉઇન ૫૮,૦૦૦ રૂપિયા ઊંચકાઈ ૫.૧૫ લાખ રૂપિયા બોલાયા બાદ ૫.૦૭ લાખ રૂપિયા દેખાતો હતો. એક મહિનામાં ભાવ નીચામાં ૩.૯૭ લાખ રૂપિયા થયેલો છે.

અશોક લેલૅન્ડમાં અણધાર્યો કડાકો

અશોક લેલૅન્ડ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૨૩૩ ટકાના વૃદ્ધિદરમાં ૩૭૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સાથે બહેતરીન પરિણામ રજૂ થતાં ભાવમાં ૭-૮ ટકાના ઉછાળાની સાર્વત્રિક ધારણા રખાતી હતી, પરંતુ શૅર ૧૨૭ના આગલા બંધ સામે ગઈ કાલે ખૂલતાની સાથે ૧૩૦ બતાવી એકધારો ગગડવા માંડ્યો હતો. ભાવ નીચામાં ઑગસ્ટ ૨૦૧૭ પછીની ૧૦૯ રૂપિયાની બૉટમ બનાવી છેલ્લે ચૌદેક ટકાના કડાકામાં ૧૧૧ રૂપિયા નજીક બંધ રહ્યો છે. વૉલ્યુમ બન્ને બજાર ખાતે કુલ મળીને લાખ શૅરના હતા. અણધાર્યા આટલા મોટા કડાકાને લઈ સૌ કોઈ અચંબિત છે. મેકવાયર તરફથી આ શૅરમાં ૧૧૩ના ટાર્ગેટ સાથે બેરિશ-વ્યુ જારી થયો હતો, પરંતુ એની સામે મૉર્ગન સ્ટેનલીએ ૧૭૮ના ટાર્ગેટ સાથે બાયની ભલામણ કરી હતી. કોઈક કહે છે GDP ગ્રોથ ઘટવાની આશંકા કામ કરી ગઈ છે. વેપારી વાહન ઉત્પાદક અન્ય શૅરમાં તાતા મોટર્સ પણ ગઈ કાલે ૨૪૮ની અંદર સપ્ટેમ્બર ૨૦૧૨ પછીની નવી નીચી સપાટી બનાવી છેલ્લે ૨.૩ ટકાની નબળાઈમાં ૨૫૧ રૂપિયા રહ્યો હતો. મહિન્દ્ર ૯૨૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૯૦૦ થઈ છેલ્લે પોણાબે ટકા ઘટીને ૯૦૫ રૂપિયા હતો. ભારત અર્થમૂવર, એસ્ર્કોટ, HMT, ગુજરાત અપોલો, SML-ઇસુઝુ જેવા અન્ય કમર્શિયલ વેહિકલ્સ સેગમેન્ટના શૅર અડધાથી પોણાચાર ટકા ડાઉન હતા. મારુતિમાં એક ટકાની નરમાઈ હતી. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૧૬માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૧.૪ ટકા ઢીલો હતો. નિફ્ટી ઑટોમાં ય દોઢેક ટકાની ખરાબી હતી.

બૅન્ક નિફ્ટી ઉપલા મથાળેથી ૩૪૩ પૉઇન્ટ ડાઉન

સરકાર તરફથી PNB, આંધ્ર બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, IOB તથા અલાહાબાદ બૅન્કને ૧૧,૩૩૬ કરોડ રૂપિયાની મૂડીસહાય આપવાની જાહેરાત પાછળ ગઈ કાલે બૅન્કિંગ શૅર પ્રારંભે આકર્ષણમાં હતા. બૅન્ક નિફ્ટી ઉપરમાં ૨૭,૧૮૭ને વટાવી ગયો હતો, પરંતુ ત્યાર પછી એકંદર બજારની કમજોરીને અનુસરતાં ૨૬,૮૩૪ની બૉટમ બની હતી. છેલ્લે બૅન્ક નિફ્ટી ૧૨૭ પૉઇન્ટ ઘટીને ૨૬,૮૮૧ બંધ રહ્યો છે. બૅન્કેક્સ ૩૦,૧૧૧ની ઇન્ટ્રા-ડે હાઈથી ૨૯,૬૬૨ પર આવી અંતે ૦.૭ ટકાના ઘટાડે ૨૯,૭૨૧ જોવાયો છે. ગઈ કાલે PNB ૪.૮ ટકા, અલાહાબાદ બૅન્ક ૨.૭ ટકા, આંધ્ર બૅન્ક ૧.૬ ટકા ડાઉન હતા. IOB ત્રણ ટકા અને કૉર્પોરેશન બૅન્ક અઢી ટકા વધ્યા હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧ શૅરમાંથી ૧૦ શૅર વધ્યા હતા. બંધન બૅન્ક ત્રણ ગણા કામકાજમાં ૬૦૭ પ્લસની નવી વિક્રમી સપાટીએ જઈ છેલ્લે પોણાસાત ટકાના ઉછાળે ૬૦૦ રૂપિયા બંધ હતો. સેબી તરફથી મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસમાં ઝંપલાવવાની છૂટ અપાયા બાદ યસ બૅન્ક ગઈ કાલે ૩૮૮ નજીક બેસ્ટ લેવલ બતાવી એક ટકા નજીકની મજબૂતીમાં ૩૮૪ રૂપિયા રહ્યો છે. યુનિયન બૅન્ક સાડાપાંચ ટકાથી વધુની ખુવારીમાં વસ્ર્ટ બૅન્ક શૅર બન્યો છે. કરુર વૈશ્ય, દેના બૅન્ક, OBC, બૅન્ક ઑફ ઇન્ડિયા, ફેડરલ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, IDBI બૅન્ક ઑફ બરોડા સહિત ૨૦ જેટલા બૅન્ક શૅર સવા ટકાથી લઈને પોણાપાંચ ટકા ધોવાયા છે.

મેટલ ઇન્ડેક્સ વર્ષના તળિયે

ટ્રેડ-વૉર અને ચાઇનીઝ સ્લૉડાઉન પાછળ મેટલ શૅરમાં માનસ ખરડાયું છે. ગ્લ્ચ્ ખાતે મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે દસેદસ શૅરની ખરાબીમાં ૩૮૨ પૉઇન્ટ કે ત્રણ ટકાથી વધુના ધોવાણમાં ૧૧,૮૫૭ બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં તો ૧૧,૮૧૮ની વર્ષની બૉટમ બની હતી. છ મહિના પૂર્વે, ૧૫ જાન્યુઆરીએ આ બૅન્ચમાર્કમાં ૧૬,૧૨૧ નજીકની મલ્ટિયર ટૉપ જોવાઈ હતી. ગઈ કાલે તાતા સ્ટીલ સવાપાંચ ટકાના ધબડકામાં ૫૦૫ નજીક બંધ રહેતાં પૂર્વે ઇન્ટ્રા-ડેમાં ૫૦૧ રૂપિયાની વર્ષની નીચી સપાટીએ ગયો હતો. જિન્દલ સ્ટીલ ૧૮૫ની નીચે ગયા પછી સવાછ ટકાથી વધુની ખુવારીમાં ૧૮૬ રૂપિયા, હિન્દાલ્કો સાડાત્રણ ટકાની નબળાઈમાં ૨૧૨ રૂપિયા, JSW સ્ટીલ પણ સાડાત્રણ ટકા ઘટીને ૨૯૭ રૂપિયા નજીક, વેદાન્ત ૨૦૨ની વર્ષની નવી બૉટમ દેખાડી પોણાત્રણ ટકા ઘટીને ૨૦૪ રૂપિયા બંધ હતા. માઇનિંગ સેક્ટરના આઠ શૅરમાંથી ઓરિસ્સા મિનરલ્સ, NMDC, MOIL, સાંડૂર મેંગેનીઝ વગેરે જેવા છ શૅર પોણાપાંચ ટકા સુધી ખરડાયા હતા. ફ્લ્ચ્ ખાતે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૩૧૧૭ની અંદર વર્ષની નવી નીચી સપાટી બનાવી ૧૫માંથી ૧૪ શૅરની ખરાબીમાં ૧૦૧ પૉઇન્ટ કે ત્રણ ટકાથી વધુ તરડાઈને ૩૧૨૧ બંધ આવ્યો છે. અત્રે વર્ષની ટૉપ જાન્યુઆરીમાં ૪૨૫૬ની બની હતી. એક માત્ર હિન્દુસ્તાન ઝિન્ક નજીવા સુધારામાં ૨૭૦ રૂપિયા બંધ હતો.

રિલાયન્સનું દેવું પાંચ વર્ષમાં ત્રેવડાયું

માર્કેટ-લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના કન્ઝ્યુમર બિઝનેસને વધુ વેગ આપવા ચાલુ વર્ષે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ત્રણ સાધનો મારફત ઊભા કરવા માગે છે એવા અહેવાલ છે. બાય ધ વે, છેલ્લાં પાંચ વર્ષમાં કંપનીનું કુલ દેવું ત્રેવડાઈને આશરે સવાબે લાખ કરોડ રૂપિયાએ ગયા વર્ષાન્તે પહોંચી ગયું છે. આમાંથી ૫૦ ટકા કરતાં વધુ દેવું ૨૦૨૨ સુધીમાં પરત ચુકવણી પાત્ર બનવાનું છે. જીઓ મેગા ફાઇબર, રિલાયન્સ કમ્યુનિકેશન, રીટેલ બિઝનેસના વિસ્તરણ જેવા કારણસર દેવાનો બોજ ચાલુ વર્ષે કમસે કમ બીજો ૫૦-૬૦ હજાર કરોડ વધશે એમ મનાય છે. ગઈ કાલે શૅર ૧૧૦૪ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૦૭૯ થઈ અંતે પરચૂરણ ઘટાડે ૧૦૯૦ બંધ હતો. બીજી તરફ ONGC ત્રણ ગણા કામકાજમાં ૧૬૪ વટાવી છેલ્લે પોણાત્રણ ટકા નજીકના સુધારામાં ૧૬૦ રૂપિયા બંધ હતો. ભારત મેટ્રો, હિન્દુસ્તાન મેટ્રો, IOC, ઑઇલ ઇન્ડિયા ઇત્યાદિ સવાથી સવાબે ટકાની નજીક અપ રહેતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે એક ટકાથી વધુ સુધર્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭માંથી ૧૪ શૅર પ્લસમાં રહેતાં અડધા ટકાથી વધુ કમજોરીમાં બંધ હતો. FMCG ઇન્ડેક્સ ૮૦માંથી ૫૪ શૅરની પીછેહઠમાં એક ટકા જેવો ઘટ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK