નબળા આંતરપ્રવાહ વચ્ચે શૅરબજાર સુસ્ત ચાલમાં નરમ

કોલ ઇન્ડિયામાં ૧૦ ટકા શૅર વેચવાની સરકારની યોજના : ગતિમાં ૧૨૦ના ટાર્ગેટ-પ્રાઇસ સાથે ICICI ડાયરેક્ટ બુલિશ : અદાણી ગ્રીન એનર્જી લિસ્ટિંગ સાથે પાંચ ટકાની ઉપલી સર્કિટે

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ફેડરેટમાં વધારો, યુરો ઝોન ખાતે સ્ટિમ્યુલસનું વાઇન્ડિંગ-અપ, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરના નવા રાઉન્ડનો આરંભ ભારત સહિતનાં છ એશિયન ઇમર્જિંગ બજારોમાં ૨૦૦૮ પછીનો સૌથી મોટો કૅપિટલ આઉટ ફ્લો ઇત્યાદિ ઘટનાક્રમમાં શૅરબજાર ગઈ કાલે દિવસ દરમ્યાન ૨૦૦ પૉઇન્ટ જેવી સાંકડી રેન્જમાં ઉપર-નીચે થતું રહીને સુસ્ત ચાલમાં ૭૪ પૉઇન્ટના ઘટાડે ૩૫,૫૪૮ તો નિફ્ટી ૧૮ પૉઇન્ટ ઘટીને ૧૦,૮૦૦ની અંદર બંધ રહ્યાં છે. સેન્સેકક્માં ૩૧માંથી ૧૧ અને નિફ્ટીમાં ૫૦માંથી ૨૦ શૅર પ્લસ હતા. ચંદા કોચરના મામલે મળનારી નિર્ણાયક બોર્ડમીટિંગ પર નજર રાખતાં ICICI બૅન્ક પોણાચાર-ચાર ટકાની તેજીમાં મજબૂત હતો. બજારને એનાથી ૬૬ પૉઇન્ટનો લાભ થયો છે. વેદાન્તા ત્રણેક ટકાની નબળાઈમાં હિન્દાલ્કોની સાથે NSE નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો હતો.

માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી વધી છે. NSE ખાતે પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૫૫૦ શૅર વધ્યા હતા, જ્યારે સામે ૧૧૭૭ જાતો ડાઉન હતી. પ્રારંભિક સુધારામાં TCS ૧૮૭૧ નજીક તથા ઇન્ફોસિસ ૧૨૯૦ પ્લસની નવી ઑલટાઇમ ટૉપ બનાવી છેલ્લે અનુક્રમે અડધો ટકો ઘટીને ૧૮૩૧ રૂપિયા તથા એક ટકાના ઘટાડે ૧૨૬૬ રૂપિયા બંધ હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ નજીવા સુધારા સાથે સળંગ નવમા દિવસે પૉઝિટિવ ઝોનમાં હતો. ટેલિકૉમ ઇન્ડેક્સના ૧૭માંથી ૧૬ શૅર માઇનસ હતા. એકમાત્ર આઇડિયા પોણાત્રણ ટકા વધ્યો હતો.

ગતિ બુલિશ વ્યુ પાછળ ઊંચકાયો

ટ્રાન્સપોર્ટેશન લૉજિસ્ટિક્સ બિઝનેસમાં પ્રવૃત્ત ગતિ લિમિટેડમાં ICICI ડાયરેક્ટ તરફથી ૧૨૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બાયની ભલામણ આવતાં શૅર ગઈ કાલે બન્ને બજાર ખાતે નવેક લાખના કામકાજમાં ૮૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૯૧ને વટાવી અંતે એક ટકાથી વધુના સુધારામાં ૯૦ રૂપિયા ઉપર બંધ રહ્યો છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૪.૯ ટકા છે ગોલ્ડમૅન સાક્સ સાડાઆઠ ટકા તથા બે કૅપિટલ નવ ટકા પ્લસનું હોલ્ડિંગ ધરાવે છે. ફેસવૅલ્યુ બે રૂપિયા અને બુકવૅલ્યુ ૬૩ રૂપિયાથી અધિક છે. ૧૭ જાન્યુઆરીએ આ શૅર ૧૫૪ પ્લસના શિખરે હતો. તાજેતરમાં ૬ જૂને ૮૫ રૂપિયાનું વર્ષનું બૉટમ બન્યું હતું. કંપનીએ અગાઉના વર્ષના ૨૯૭૭ લાખ રૂપિયા સામે ગયા વર્ષે ૩૪૪૮ લાખનો નેટ પ્રૉફિટ કર્યો છે, પરંતુ વન ટાઇમ પ્રોવિઝન પેટે ૨૩૬૦ લાખની કરાયેલી આઇટમને ગણતરીમાં લઈએ તો નફામાં થયેલો સાધારણ વધારો હકીકતમાં ઘણો મોટો આવશે. ગ્રોસ પ્રૉફિટ અગાઉના વર્ષથી બમણો ૬૪૨૮ લાખ રૂપિયા થયો છે.

પિઅર ગ્રુપમાં ગઈ કાલે બ્લુડાર્ટ પોણાચાર ટકા અપ હતો.

ક્રૂડ ટોચથી દસ ટકા નીચે આવ્યું

અમેરિકા-ચીનની ટ્રેડ-વૉરની સાથે-સાથે ઓપક દેશોમાં ઉત્પાદન સંબંધી અંકુશના મામલે મતભેદના પગલે વિશ્વબજારમાં ક્રૂડમાં ઝડપી નરમાઈ કામે લાગી છે. બ્રેન્ડ ક્રૂડ બૅરલદીઠ ૭૨.૪૫ ડૉલર થઈ રનિંગમાં ૭૩ ડૉલર તો નામમેક્સ ક્રૂડ ૬૩.૬૦ ડૉલરની અંદર ગયા બાદ દોઢેક ટકાના ઘટાડે ૧૦ ટકા ગગડી હાલ બે માસના તળિયે આવી ગયું છે. વિયેનામાં આ સપ્તાહના અંત ભાગમાં ઓપેકની બેઠક છે. એમાં ઉત્પાદન વધારવાની સાઉદી તેમ જ રશિયાની હિલચાલ સામે વેનેઝુએલા તેમ જ ઇરાક હાથ મિલાવવા તૈયાર થયાં છે. જાણકારોના મતે અમેરિકા-ચીનની ટ્રેડ-વૉર ઉગ્ર બને અને ઓપેકમાં ઉત્પાદન વધારવાનો પ્રસ્તાવ અમલી બને તો ક્રૂડના ભાવ બીજા આઠ-દસ ટકા ઝડપથી નીચે આવી શકે છે. ઘરઆંગણે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૦માંથી ૭ શૅરના સુધારામાં સવા ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાંચ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩.૫ ટકા, ભારત પેટ્રોલિયમ અઢી ટકાની તેજીમાં મોખરે હતા. ONGC નહીંવત તથા ઑઇલ ઇન્ડિયા ૧.૭ ટકા ડાઉન હતા. રિલાયન્સ ઉપરમાં ૧૦૧૮ રૂપિયા થઈ અંતે નજીવા સુધારે ૧૦૧૫ રૂપિયા બંધ હતો.

અદાણી ગ્રીન એનર્જી લિસ્ટિંગમાં મજબૂત

અદાણી એન્ટરપ્રાઇસિસના રિન્યુએબલ પાવર બિઝનેસને ડીમર્જ કરીને અદાણી ગ્રીન એનર્જીના હવાલે કરવામાં આવ્યા બાદ આ કંપનીનું ગઈ કાલે શૅરબજારમાં લિસ્ટિંગ થયું છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે BSE ખાતે ૨૯.૪૦ રૂપિયા તથા NSE ખાતે ઉપલી સર્કિટમાં ૩૧.૫૦ રૂપિયા બંધ હતો. અંતે બજાર ખાતે કુલ મળીને ૬૮ લાખ શૅરના સોદા થયા હતા. ડીમર્જરની સ્કીમ હેઠળ અદાણી એન્ટરપ્રાઇસિસના એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા પ્રત્યેક ૧૦૦૦ શૅર સામે રોકાણકારોને અદાણી ગ્રીનનો ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળો એક એવા ૭૬૧ શૅર અપાયા હતા. અદાણી એન્ટરપ્રાઇસિસનો ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૩૫ રૂપિયા વટાવીને અંતે એક ટકો વધીને ૧૩૩ રૂપિયા બંધ હતો. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ સોમવારે ૩૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો ઘટીને ૩૭૧ રૂપિયા, અદાણી પાવર પોણો ટકો ઘટીને ૧૮ રૂપિયા તથા અદાણી ટ્રાન્સમિશન ૧૫૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સરેરાશ કરતાં અડધા કામકાજમાં પોણાબે ટકા વધીને ૧૫૧ રૂપિયા બંધ હતો. બાય ધ વે, અદાણી ગ્રીનની ઇક્વિટી ૧૫૬૪ કરોડ રૂપિયાની છે. શૅર હમણાં ટ્રેડ-ટુ-ટ્રેડમાં રહેવાનો છે.

વેદાન્તામાં વર્ષની નીચી બૉટમ બની

તામિલનાડુ ખાતે કૉપર સ્મેલ્ટર પ્લાન્ટ કાયમી ધોરણે બંધ કરવાના સરકારી આદેશ બાદ હવે ઓડિશા ખાતેના ઍલ્યુમિનિયમ પ્લાન્ટ સામે પણ પર્યાવરણના મુદ્દે આંદોલન ઉગ્ર બનવા માંડ્યું છે. ત્યાં અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો નવો રાઉન્ડ શરૂ થતાં વિશ્વસ્તરે મેટલના ભાવમાં નરમાશ આવતાં મેટલ શૅરમાં માનસ ખરડાયું છે. આની સંયુક્ત અસરમાં વેદાન્તાનો શૅર ગઈ કાલે ૨૨૯ રૂપિયાની અંદર વર્ષના તળિયે જઈ અંતે ૨.૯ ટકા ઘટીને ૨૩૨ રૂપિયા બંધ આવ્યો છે. વેદાન્તા ગ્રુપની અન્ય કંપની સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝનો શૅર ત્રણ ટકા ગગડીને ૨૮૮ રૂપિયા હતો. દરમ્યાન ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ દસમાંથી નવ શૅરની પીછેહઠમાં પોણાબે ટકા પીગળ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્ક સવાબે ટકાની નબળાઈમાં હતો. હિન્દાલ્કો, જિંદલ સ્ટીલ, તાતા સ્ટીલ પોણાથી અઢી ટકા અને નાલ્કો અડધો ટકો ડાઉન હતા. હિન્દુસ્તાન કૉપરમાં સવા ટકાની નરમાઈ હતી. માઇનિંગ સેક્ટરમાં આશાપુરા માઇનકેમ, ઓડિશા મિનરલ્સ અડધાથી બે ટકા બંધ હતા. સેઇલ પ્રારંભિક ઘટાડા બાદ દોઢ ટકો વધીને ૮૭ રૂપિયા નજીક જોવાયો છે.

ICICI બૅન્કનાં ચંદા કોચરની વિદાય નક્કી

વિડિયોકોન લોન પ્રકરણમાં ફસાયેલાં ચંદા કોચર હાલમાં સત્તાવાર રીતે તેમની વાર્ષિક રજા પર છે, પરંતુ તેમને કાયમી રજા પર ઉતારી દેવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે ICICI પ્રુડેન્શિયલ લાઇફના વડા બક્ષીને ચંદા કોચરની જગાએ કામચલાઉ જવાબદારી સોંપવાની તૈયારી થઈ રહી છે. ICICI બૅન્કના ચૅરમૅન એમ. કે. મિશ્રા તરફથી બોર્ડના સભ્યોને ઈ-મેઇલ પાઠવીને ચંદા કોચરને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફરજિયાત લીવ પર ઉતારી દેવા વિશે અભિપ્રાય માગવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જોકે શૅરને સંબંધ છે ત્યાં સુધી ચંદા કોચરની વિદાયની તૈયારીથી ભાવમાં ઝમક દેખાય છે. શૅર ગઈ કાલે ૨૯૪ રૂપિયા નજીક જઈ અંતે ૩.૯ ટકા વધીને ૨૯૩ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ દોઢું હતું. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી ગઈ કાલે બહુમતી શૅરની નરમાઈ છતાં ફ્લૅટમાં બંધ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧માંથી ૮ જાતો પ્લસ હતી. ICICI બૅન્ક ઉપરાંત લક્ષ્મી વિલાસ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, યસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક સુધર્યા હતા. સ્ટાનચાર્ટ, કરૂર વૈશ્ય, યુકો બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, દેના બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, આંધ્ર બૅન્ક દોઢથી ત્રણ ટક ડાઉન હતા.

કોલ ઇન્ડિયામાં સરકાર હોલ્ડિંગ ઘટાડશે

ઍર ઇન્ડિયા માટે લેવાલ શોધવાના તનતોડ પ્રયાસ નિષ્ફળ જતાં સરકાર ડાઇવેસ્ટમેન્ટના ટાર્ગેટ પૂરા કરવા અન્ય પબ્લિક સેક્ટર યુનિટનું વહેલી તકે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા વિચારી રહી છે. એમાં કોલ ઇન્ડિયામાં ૧૦ ટકા ઑફર ફોર સેલ ટૂંકમાં જાહેર થવાની શક્યતા ચર્ચાય છે. હાલ આ કંપનીમાં સરકારનું હોલ્ડિંગ ૭૮.૫૫ ટકા છે. અગાઉ ૨૦૧૫માં ૧૦ ટકા હિસ્સો વેચીને ૨૨,૫૫૦ કરોડ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે આ વખતે આટલી રકમ મળવી મુશ્કેલ જણાય છે, કેમ કે હાલની માર્કેટકૅપ પ્રમાણે માંડ ૧૭,૨૦૦ કરોડ ઊપજે છે. શેર ગઈ કાલે નીચામાં ૨૭૧ રૂપિયા થઈ છેલ્લે ૧.૬ ટકા ઘટી ૨૭૪ રૂપિયા બંધ હતો. કંપનીમાં ન્ત્ઘ્નો હિસ્સો કુલ મળીને ૧૦.૩ ટકા જેવો છે. ડૉમિનો પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સમાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડડેટ ૨૩ જૂન હોવાથી ભાવ ગુરુવારે એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે ૨૮૧૫ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે દોઢ ટકા વધીને ૨૮૦૫ રૂપિયા રહ્યો હતો. ૨૦૧૭ની ૨૩ જૂને શૅર ૯૦૫ રૂપિયાની નીચેની વર્ષની બૉટમે જોવાયો હતો. પેટન્ટના કાનૂની વિવાદમાં અમેરિકન કોર્ટે એક ડ્રગના વેચાણની કામચલાઉ મનાઈ ફરમાવતાં ડૉ. રેડ્ડીઝ લૅબ પ્રારંભિક નરમાઈમાં ૨૨૯૦ થયા બાદ છેલ્લા કલાકના બાઉન્સબૅકમાં સવાબે ટકા ઊંચકાઈને ૨૪૦૬ રૂપિયા ગઈ કાલે બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK