ડૉલરની રીતે ૮૦નું ક્રૂડ અને ૬૭નો રૂપિયો થવાના વરતારામાં બજાર નરમ

ફોર્ટિસ માટે મુરતિયામાં ચાઇનીઝ ફોસુનનો ઉમેરો થયો : PSU બૅન્ક-શૅરની પીછેહઠ યથાવત, પ્રાઇવેટ બૅન્કો પણ ડાઉન : હોટેલ-શૅરમાં તેજીની આગેકૂચ, શુગર-શૅર કડવા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર ત્રણેક વર્ષની સૌથી લાંબી એવી સળંગ નવ દિવસની આગેકૂચ બાદ ગઈ કાલે ૬૩ પૉઇન્ટ ઘટીને ૩૪,૩૩૨ની નજીક તો નિફ્ટી ૨૨ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૫૨૬ બંધ રહ્યો છે. નવ દિવસમાં ચાર ટકા પ્લસની મજબૂતી સામે ગઈ કાલનો ઘટાડો સાવ સાહજિક અને મામૂલી છે. ઇન્ટ્રા-ડેમાં બજારમાં વધ-ઘટની રેન્જ સવાત્રણસો પૉઇન્ટ જેવી રહી છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૧ તો નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર વધ્યા હતા. ITC તેમ જ વિપ્રો અંતે મેઇન બેન્ચમાર્ક ખાતે અઢી-ત્રણ ટકાની તેજીમાં ટૉપ ગેઇનર હતા. ઍક્સિસ બૅન્ક પોણાત્રણ ટકા ધોવાયો હતો. માર્કેટ-બ્રેડ્થ પ્રમાણમાં વધુ બગડી છે. NSE ખાતે ૫૭૬ શૅર વધ્યા હતા, સામે ૧૦૧૩ કાઉન્ટર નરમ હતાં. બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી ૦.૯ ટકાની આસપાસ માઇનસ આવ્યા છે. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી અગિયાર શૅરના ઘટાડે એક ટકાથી વધુ ઢીલો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૯ શૅર પ્લસ હતા. યુકો બૅન્ક તથા AU બૅન્ક સવા ટકાના સુધારામાં મોખરે હતા. બૅન્ક ઑફ બરોડા સર્વાધિક ચાર ટકા લથડ્યો હતો. વર્ષ સુધીમાં ક્રૂડ ૮૦ ડૉલર થવાની સાથે હવે ડૉલર સામે રૂપિયો ૬૭ બોલાશે એવી આશંકા શરૂ થઈ ગઈ છે. આ અમંગળ આગાહી સાચી ઠરે તો શૅરબજારમાં દિવાળી ટાંકણે હૈયા હોળી જામવાની છે.

ફોર્ટિસમાં હવે ચાઇનીઝ ફોસુનનેય રસ


ફોર્ટિસ હેલ્થકૅરને હસ્તગત કરવાની રેસમાં હવે ચાઇનાની ફોસુન ઇન્ટરનૅશનલ પણ સામેલ થઈ છે. આ અગાઉ મનિપાલ હૉસ્પિટલ્સ, મલેશિયન IHH હેલ્થકૅર તથા ડાબરના બર્મન અને હીરો ગ્રુપના મુંજાલ સત્તાવાર રીતે મેદાનમાં ઊતરી ચૂક્યા છે. એને લીધે કંપનીનું વૅલ્યુએશન શૅરદીઠ ત્રીસેક રૂપિયા વધીને હવે ૧૬૦ રૂપિયા જેવું થઈ ગયું છે. કંપનીની બોર્ડ-મીટિંગ ૧૯મીએ ટેકઓવર માટે મળેલી વિવિધ બિડ વિશે વિચારણા કરવા મળશે. ફોર્ટિસ હેલ્થકૅરનો શૅર ગઈ કાલે સરેરાશ કરતાં ૪૦ ટકા કામકાજમાં ઉપરમાં ૧૪૮ રૂપિયા થઈ અંતે નહીંવત્ વધી ૧૪૪ રૂપિયા બંધ હતો. ગ્રુપ કંપની ફોર્ટિસ મલબાર હૉસ્પિટલનો ભાવ પણ પાંખા કામકાજમાં ૬૧ રૂપિયા આસપાસ ફ્લૅટ હતો, જ્યારે રેલિગેર એન્ટરપ્રાઇઝિસ ૬૦ રૂપિયા નજીક જઈને અંતે પોણા ટકાના સુધારામાં ૫૮ રૂપિયા હતો. દરમ્યાન હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે પ્રારંભિક સુધારા બાદ ઘસાતો જઈને અડધો ટકો નરમ રહ્યો છે. એના ૬૭માંથી ૪૭ શૅર ડાઉન હતા. ઓરોબિંદો ફાર્મા, લુપિન, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, કૅડિલા હેલ્થકૅર, ડૉ. રેડ્ડીઝ લૅબ, સન ફાર્મા, બાયોકૉન, ઇપ્કા લૅબ, ન્યુલૅન્ડ લૅબ, વૉકહાર્ટ, ઍલેમ્બિક, શિલ્પા મેડિકૅર, હેસ્ટર બાયો, સ્માર્ક ઇત્યાદિï જાણીતાં કાઉન્ટર પોણા ટકાથી લઈને અઢી ટકા સુધી નરમ હતાં. વિમતા લૅબ પાંચ ટકા વધી ૨૦૦ રૂપિયા નજીક બંધ હતો.

FMCG ઇન્ડેક્સ બેસ્ટ લેવલે બંધ

સારા મૉન્સૂનના કારણે ગ્રામીણ માગણીનો સથવારો મળવાના આશાવાદમાં FMCG શૅર મજબૂતીમાં છે. ગઈ કાલે આ ઇન્ડેક્સ ૮૧માંથી બાવન જાતો ઘટવા છતાં ૧૧,૦૮૫ નજીક નવું શિખર બનાવી છેલ્લે દોઢ ટકા વધીને ૧૧,૦૧૬ રહ્યો છે. બૉમ્બે બર્મા, ગોદરેજ  કન્ઝ્યુમર પ્રોડક્ટસ, ડાબર, ITC, હેટસન ઍગ્રો, પરાગ મિલ્ક, પ્રભાત ડેરી, તાતા ગ્લોબલ બિવરેજિસ, KRBL, તાતા કૉફી, બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલીવર ઇત્યાદિ જેવી હેવીવેઇટ્સ અને ચલણી સ્ક્રીપ્સ સાધારણથી લઈને સાત ટકા સુધી પ્લસ હતી. ગોદરેજ કન્ઝ્યુમર, હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે જેવી જાતોમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટી બની હતી, સામે ક્વૉલિટી, મારિકો, વેન્કિઝ ઇન્ડિયા, ADF ફૂડ્સ, કોહિનૂર, જયશ્રી ટી, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, દાવત, ઝાયડ્સ વેલનેસ, ફ્યુચર કન્ઝ્યુમર ઇત્યાદિ નબળા હતા.

સારા ચોમાસાની આગાહી છતાં કન્ઝ્યુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં સવા ટકો ઢીલો હતો. PC જ્વેલર્સ, ટાઇટન, સિમ્ફની, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, વ્હર્લપુલ અડધા ટકાથી લઈ પોણાચાર ટકા કટ થયા હતા. શુગર શૅરમાં અલ્પજીવી ઊભરા પછી નરમાઈ આગળ ધપી રહી છે. ઉદ્યોગના ૩૪માંથી ગઈ કાલે માત્ર ૯ શૅર વધ્યા છે જેમાં ગાયત્રી શુગર ૧૦ ટકાની ઉપલી સર્કિટ સાથે મોખરે હતો. રાવલગાંવ એકાદ ટકો અપ હતો. સામે પક્ષે ૨૫ જાતો દોઢ ટકાથી લઈને સવાસાત ટકા સુધી કડવી બની હતી. બલરામપુર ચીની, ધામપુર શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગમાં નવાં નીચાં બૉટમ બન્યાં છે. શુગર શૅરમાં હાલમાં માનસ સુધરવાની શક્યતા નથી. સરકારી પગલાંની કે રાહતની જાહેરાત પાછળ પ્રસંગોપાત ઉછાળા આવતા રહેશે પણ એ ટકી શકવાના નથી.

હોટેલ-શૅરોમાં બીજા દિવસે પણ કરન્ટ

લાંબા સમય સુધી સુસ્ત અને પ્રેશરમાં રહેલા હોટેલ-શૅર હવે સ્પ્રિંન્ગની માફક ઊછળવા માંડ્યા છે. ગઈ કાલે ઉદ્યોગના ૪૦માંથી ૨૪ શૅર ઊંચકાયા હતા. તાજ GVK, એશિયન હોટેલ-વેસ્ટ, બેસ્ટ ઈસ્ટર્ન હોટલ, EIH અસોસિએટ્સ, ફૂડ્સ ઍન્ડ ઇન્સ, લેમન ટ્રી, રૉયલ ઑર્ચિડ જેવી આઇટમ નવા ઐતિહાસિક શિખરે પહોંચી હતી. ઇન્ડિયન હોટેલ્સ, બેસ્ટ ઈસ્ટર્ન, સયાજી હોટેલ્સ, ફિનિકસ ટાઉન, બ્યુકોસ્ટ, ગ્રેવિસ હોટેલ્સ, એશિયન હોટેલ-ઈસ્ટ, એશિયન હોટેલ-વેસ્ટ, બનારસ હોટેલ, CHL લિમિટેડ, EIH અસોસિએશન જેવી જાતો પોણાચારથી છ ટકાની આસપાસ તો તાજ GVK, અડવાણી હોટેલ, રૉયલ ઑર્ચિડ સાત ટકાથી લઈ અગિયાર ટકા પ્લસમાં બંધ હતા. કામત હોટેલ, EIH લિમિટેડ, હોટેલ લીલા, વિક્ટરી હોટેલ, રાસ રિસૉટ્ર્સજ ઇત્યાદિ દોઢ ટકાથી માંડીને પોણાચાર ટકા નરમ હતા. હોટેલ ઉદ્યોગના શૅરમાં આવેલો કરન્ટ સમજાતો નથી. કેટલો લાંબો ચાલશે એ એક સવાલ છે.

જાગરણ પ્રકાશન બાયબૅક કરશે


જાગરણ પ્રકાશનનો ભાવ બ્લૉક ડીલના પગલે જંગી વૉલ્યુમમાં મંગળવારે ૧૫૬ રૂપિયાની અંદર વર્ષના તળિયે જઈ છેલ્લે છ ટકા જેવો લથડી ૧૫૬ રૂપિયા પર બંધ રહ્યા બાદ ગઈ કાલે બાઉન્સબૅકમાં ઉપરમાં ૧૬૪ રૂપિયા થઈ અંતે ૧.૭ ટકા વધીને ૧૫૯ રૂપિયા બંધ આવ્યો છે. કંપની દ્વારા શૅરના બાયબૅક માટે ૨૭ એપ્રિલે બોર્ડ-મીટિંગની જાહેરાત આ માટે કારણભૂત છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૭૭ રૂપિયા નજીક છે. ઇન્ડસ્ટ્રીના ૧૮ જેવા P/E સામે હાલમાં આ શૅર ૧૫ની આસપાસનો P/E બતાવે છે. વૉલ્યુમ ગઈ કાલે અઢી ગણું હતું. દરમ્યાન ગઈ કાલે સુદર્શન કેમિકલ્સ પાંચ ગણા કામકાજમાં ૬૩૩ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી છેલ્લે સવાબાર ટકાના ઉછાળામાં ૫૯૮ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. વકરાંગી સવાયા વૉલ્યુમમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૬ રૂપિયા નજીક બંધ રહેતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૧૧૪ રૂપિયાની નીચે જતાં નવી ઐતિહાસિક બૉટમ બની હતી. હક્યુર્લસ હોઇસ્ટ રોજના ૧૮૦૦ શૅર સામે ૧.૭૯ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૪૦ રૂપિયા બંધ હતો. બૉમ્બે બર્મા સવાસો રૂપિયા તો બેલ્ડર હાઉસિંગ પોણાબસો રૂપિયાના ઉછાળે પોણાદસ ટકા તેજીમાં બંધ આવ્યા છે. રસોઈ લિમિટેડ ૫૧૮ શૅરના વૉલ્યુમમાં ઉપરમાં ૨૩૩૮ રૂપિયાના જમ્પમાં ત્યાં જ બંધ રહ્યો છે. MRF લિમિટેડ ૫૫૮ શૅરના કામકાજમાં ૮૦,૧૦૦ રૂપિયાની નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવી નીચામાં ૭૮,૯૦૦ રૂપિયા થઈ છેલ્લે એકાદ ટકો કે ૭૫૯ રૂપિયાના ઘટાડે ૭૯,૦૩૬ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK