મૂડીઝ દ્વારા ભારતના રેટિંગમાં થયેલા સુધારામાં બજારનો ઉછાળો છેવટે સુધારો બનીને રહી ગયો

ફ્રન્ટલાઇન IT શૅરમાં અમેરિકન વીઝાનો આંચકો : ફાઇવપૈસા કૅપિટલમાં અનુચિત ભાવફરક સાથે મંદીની સર્કિટ જારી : HDFC સ્ટાન્ડર્ડનું સારું લિસ્ટિંગ, ગ્રુપનું માર્કેટકૅપ ૮.૨૮ લાખ કરોડ : બિટકૉઇન પાંચ દિવસમાં ૫૫૦૦ ડૉલરથી વધીને ૮૦૦૦ ડૉલરની પાર

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતના સૉવરિન રેટિંગને BAA૩માંથી અપગ્રેડ કરીને BAA૨ કરવામાં આવ્યું છે. આ સાથે લગભગ ૧૪ વર્ષથી જન્ક ગ્રેડમાં રહેલા ભારતની શાખ હવે આંતરરાïષ્ટ્રીય બજારમાં થોડી ઊજળી બનશે. સ્ટાન્ડર્ડ-યુઝર્સ, ફિચ ઇત્યાદિ જેવી રેટિંગ એજન્સીઓ પણ મૂડીઝના પગલાનું અનુસરણ કરતાં ભારતના ક્રેડિટ રેટિંગને બહુ ટૂંકમાં અપગ્રેડ કરે એવી આશા છે. આ મોટા સમાચારના પગલે  શૅરબજાર ગઈ કાલે ૨૮૦ પૉઇન્ટ જેવા ગૅપમાં ઉપર ખૂલી આગલા બંધથી આશરે ૪૧૪ પૉઇન્ટ ઊછળી ઇન્ટ્રા-ડેમાં ૩૩,૫૨૧ નજીક ગયું હતું. જોકે આ ઉછાળો ટકી શક્યો નથી. માર્કેટ છેવટે ૨૩૬ પૉઇન્ટ વધીને ૩૩,૩૪૩ આસપાસ બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૦,૩૪૩ બતાવી અંતે ૬૮ પૉઇન્ટ વધીને ૧૦,૨૮૩ થયો છે. સેન્સેક્સ-નિફ્ટીના મુકાબલે મિડ કૅપ-સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર-માર્કેટના બેન્કમાર્કનો સુધારો મોટો રહેતાં માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ જોવા મળી છે. IT તેમ જ ટેક્નૉલૉજી ઇન્ડેક્સને બાદ ગણતાં બજારના તમામ બેન્કમાર્ક વધીને બંધ આવ્યા છે. સામાન્ય સંજોગોમાં આટલા સારા સમાચાર પછી માર્કેટ કમસે કમ ૫૦૦-૭૦૦ પૉઇન્ટ વધીને બંધ આવ્યું હોત, પરંતુ ગઈ કાલે મોટા ભાગનો ઉછાળો શમી ગયો છે. મતલબ કે ઉપરમાં કે ઉછાળે વેચવાલીનું પ્રેશર વધવા લાગ્યું છે. દરમ્યાન બિટકૉઇનનો ભાવ ૮ નવેમ્બરે ૭૮૦૦ ડૉલર પ્લસની વિક્રમી સપાટીથી ગગડી ૧૨ નવેમ્બરે નીચામાં ૫૫૦૦ ડૉલર થઇ ગયો હતો એ પાંચ દિવસના સુધારામાં ગઈ કાલે ૮૦૦૮ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગ ક્વૉટામાં ૭૮૩૫ ડૉલર ચાલતો હતો. ભારતીય કરન્સીમાં બિટકૉઇન આ ગાળામાં ૪.૧૦ લાખ રૂપિયાથી ૫.૩૧ લાખ રૂપિયા બતાવી હાલમાં ૫.૧૪ લાખ રૂપિયા બોલાય છે.

HDFC સ્ટાન્ડર્ડનું પ્રોત્સાહક લિસ્ટિંગ

શૅરદીઠ ૨૯૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યૉરન્સનું લિસ્ટિંગ પ્રોત્સાહક રહ્યું છે. શૅર BSE ખાતે ૨૧૪ લાખ શૅરના કામકાજમાં ૩૧૧ રૂપિયા ખૂલી નીચામાં ૩૦૭ રૂપિયા અને ઉપરમાં ૩૬૯ રૂપિયા થઈ છેલ્લે ૩૪૩ રૂપિયા બંધ આવ્યો છે. NSEમાં ભાવ ૩૧૦ રૂપિયા ખૂલી ઉપરમાં ૩૬૯ રૂપિયા અને નીચામાં ૩૬૯ રૂપિયા બતાવી ૩૪૪ રૂપિયા હતો. કામકાજ ૧૬,૮૮૧ લાખ શૅરના થયા હતા.  HDFC ગ્રુપના આ શૅરના લિસ્ટિંગ સાથે HDFC બૅન્ક તથા ગૃહ ફાઇનૅન્સ સહિતની ચારેય કંપનીઓનું કુલ માર્કેટકૅપ ૮.૨૯ લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે.

ઇન્શ્યૉરન્સ સેગમેન્ટના અન્ય શૅરની વાત કરીએ તો ICICI લોમ્બાર્ડ ગઈ કાલે ઉપરમાં ૬૯૦ રૂપિયા થઈ છેલ્લે ૧.૪ ટકા વધી ૬૮૭ રૂપિયા, ICICI પ્રુ. લાઇફ ૩ ટકા વધીને ૩૯૨ રૂપિયા, SBI લાઇફ સવા ટકાના સુધારામાં ૬૫૮ રૂપિયા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૬૭૭ રૂપિયાની અંદર ઐતિહાસિક બૉટમ બતાવી સવા ટકાની નરમાઈમાં ૬૭૫ રૂપિયા, જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન એક ટકો ઘટીને ૭૯૪ રૂપિયા તથા રિલાયન્સ નિપ્પૉન બે ટકા વધી ૨૭૭ રૂપિયા બંધ હતા.

ફાઇવપૈસામાં ભાવફરક યથાવત

IIFSના ડીમર્જરમાંથી અસ્તિત્વમાં આવેલી ઑનલાઇન બ્રોકિંગ બિઝનેસ કંપની ફાઇવપૈસા કૅપિટલના શૅરનું ગુરુવારે લિસ્ટિંગ થયું હતું જેમાં શૅર પાંચ ટકાની નીચલી સર્કિટમાં BSE ખાતે ૬૧૭ રૂપિયા અને NSEમાં ૩૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. સેબીની પ્રાઇસ ડિસ્કવરી સિસ્ટમ્સના ધજાગરા ઉડાડતો આ ભાવફરક કોઈ રીતે વાજબી નથી. પ્રમોટર્સ અને બજારના ખેલાડીઓ સિસ્ટમની છટકબારીનો ફાયદો ઉઠાવી છડેચોક સેબી અને શૅરબજારના સત્તાવાળાની આબરૂ લઈ રહ્યા છે, પણ આ લોકોના પેટનું પાણી હજી હાલતું નથી. ઍની વે, અવાસ્તવિક અને અનુચિત ભાવફરકની સ્થિતિ સાથે ગઈ કાલે આ શૅર વધુ એક નીચલી સર્કિટે બંધ રહ્યો છે. NSE ખાતે શૅર ખૂલતાની સાથે જ પાંચ ટકા ગગડી ૩૬૧ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૨૩૦૫ શૅરનું હતું. છેલ્લે ૧.૩૧ લાખ શૅરના વેચું ઊભા હતા. તો BSE ખાતે ભાવ માત્ર ૧૧૮ શૅરના કામકાજમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં પટકાઈને ૫૮૭ રૂપિયા નજીક બંધ જોવાયો છે. છેલ્લે આશરે ૮૦૦૦ શૅરના સેલર્સ લાઇનમાં દેખાતા હતા. કંપનીમાં ફન્ડામેન્ટલ્સ જેવું કાંઈ નથી. ડીમર્જરના ઍડ્જસ્ટમેન્ટના લીધે ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૬૬ રૂપિયા પ્લસની છે, પણ આગામી સમયમાં આ ઘસાતી જવાની છે.

IT શૅરમાં વીઝા-પૉલિસીનો આંચકો

અમેરિકન કૉન્ગ્રેસ કમિટી દ્વારા H૧B વીઝાહોલ્ડર્સ માટે લઘુતમ વેતન ૬૦,૦૦૦ ડૉલરથી વધારીને ૯૦,૦૦૦ ડૉલર કરવાની સાથે સંખ્યાબંધ નિયંત્રણ લાદતા કાયદાને સ્વીકૃતિ અપાઈ છે. એની સીધી અસરમાં ગઈ કાલે મોટા ભાગના IT શૅર ઢીલા હતા. IT ઇન્ડેક્સ દોઢ ટકા ડાઉન હતો. હેવીવેઇટ્સ ઇન્ફોસિસ પોણાબે ટકા ગગડીને ૯૭૧ રૂપિયા, TCS સવા ટકાથી વધુની નરમાઈમાં ૨૭૧૦ રૂપિયા તથા વિપ્રો એક ટકાના ઘટાડે ૨૯૫ રૂપિયા નજીક બંધ આવતાં બજારને કુલ મળીને ૬૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. ક્વિક હીલ, ૬૩ મૂન્સ, ટેક મહિન્દ્ર, નિટ લિમિટેડ, હેક્સાવેર, HCL ટેક્નૉલૉજીઝ, સિએન્ટ, માસ્ટેક, KPIT જેવી જાતો એકથી પોણાત્રણ ટકા નરમ હતી. પોલારિસ સામા પ્રવાહમાં ૩૬૩ રૂપિયાના નવા શિખરે જઈ બન્ને ખાતે સાડાસાત ટકાના જમ્પમાં ૩૫૭ રૂપિયા નજીક હતો. ઝેન્ટેક, તાન્લા સૉલ્યુશન્સ, ટેક સૉલ્યુશન્સ, સિગ્નેટી, સોનાટા સૉફ્ટવેર જેવાં કાઉન્ટર્સ દોઢથી સાડાત્રણ ટકા અપ હતા. IT હેવીવેઇટ્સના બોજમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એક ટકાથી વધુ ઘટ્યો હતો. નિફટી IT ઇન્ડેક્સ માઇન્ડટ્રીના એક ટકાના સુધારાને બાદ કરતાં બાકીના ૯ શૅરની નરમાઈમાં દોઢ ટકો ડાઉન હતો.

બૅન્કિંગ શૅરમાં વ્યાપક સુધારો  

મૂડીઝ દ્વારા ભારતના સૉવરિન રેટિંગને લગભગ ૧૪ વર્ષ બાદ અપગ્રેડ કરવામાં આવતાં ગઈ કાલે બૅન્કિંગ શૅર હરખાયા હતા. બૅન્કેક્સ ૧૦માંથી ૯ શૅરના સુધારામાં ૧.૨ ટકા તો બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના વધારામાં એક ટકા અપ હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની આગેકૂચમાં ૧.૨ ટકા તો PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની મજબૂતીમાં ૦.૮ ટકા અપ હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી ૮ સ્ક્રીપ્સ નરમ હતી જેમાં યુનિયન બૅન્ક IOB તથા OBC દોઢથી સવાબે ટકા જેવી નરમાઈ સાથે મોખરે હતી. લક્ષ્મી વિલાસ બૅન્ક ૪.૫ ટકા વધીને ૧૬૯ રૂપિયા બંધ હતો. ધનલક્ષ્મી બૅન્ક, IDFC બૅન્ક, દેના બૅન્ક, યસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કરુર વૈશ્ય બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, યુકો બૅન્ક, DCB બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, ઇત્યાદિ સવાથી સવાત્રણેક ટકા સુધી ઊંચકાયા હતા. ICICI બૅન્ક દોઢેક ટકા, HDFC બૅન્ક એક ટકો, સ્ટેટ બૅન્ક પોણો ટકો અને કોટક મહિન્દ્ર બૅન્ક અડધા ટકા જેવા વધીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૮૩ પૉઇન્ટનો લાભ થયો હતો. ઍક્સિસ બૅન્ક નામ કે વાસ્તેï, પરચૂરણ ઘટાડે ૫૪૨ રૂપિયા બંધ હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK