બજાર વધે તો પ્રૉફિટ-બુકિંગ ફાસ્ટ અને ઘટે તો ખરીદી સ્લો

રોકાણકારોમાં અત્યારે કન્ફ્યુઝન વધ્યું છે. ભય અને શંકા સાથે અનિશ્ચિતતા પણ છે. જોકે આ સંજોગોમાં પણ અત્યારે IPOમાં રોકાણ થતું રહેશે. આમાં લોકો વધુ ચાન્સ લેશે. જ્યારે બજારમાં સ્ટૉક ટુ સ્ટૉક ખરીદી કરવામાં સાર છે

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

અત્યારના સમયમાં રોકાણકારોના મોઢે એક વાક્ય ખાસ જોવા મળે છે કે આ લેવલે ખરીદી કરાય? બજાર વધે તો રાજી થતા રોકાણકારો આ ઊંચા બજારને હાઈ વૅલ્યુડ માર્કેટ-કૉસ્ટ્લી માર્કેટ માને છે જેથી ઇચ્છા હોવા છતાં ખરીદી કરતાં ખચકાય છે. ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ ઢીલાં પડી રહ્યાં હોવાના સંકેત આપતા આંકડા બહાર આવી રહ્યા છે. નવાં ટ્રિગર અટકી પડ્યાં છે. ક્રૂડના વધતા ભાવ, વધતી જતી મોંઘવારી, GSTની ચિત્રવિચિત્ર અસરો, ગ્લોબલ લેવલે અનિશ્ચિતતાના માહોલમાં બજાર કભી ખુશી કભી ગમમાં ચાલ્યા કરે છે. હવે બજાર પાસે વધવાની શક્યતા ઘટી રહી હોવાથી લોકો પ્રૉફિટ-બુકિંગ જલદીથી કરી લે છે.

પૉઝિટિવ શરૂઆત


ગયા સોમવારે નૉર્થ કોરિયા-અમેરિકાનો તનાવ ઓછો થતાં અને એની અસર પણ ઘટતાં બજારે પૉઝિટિવ શરૂઆત કરી હતી અને ૨૦૦ પૉઇન્ટ્સ સુધીનો વધારો પણ હાંસલ કર્યો હતો. નિફ્ટીએ ફરી એક વાર ૧૦,૦૦૦નું લેવલ ક્રૉસ કર્યું હતું. મંગળવારે આ પૉઝિટિવ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને સેન્સેક્સ-નિફ્ટી વધુ ઊંચા ગયા, જ્યારે બુધવારે શરૂઆતમાં માર્કેટ વધતું રહ્યું અને બપોર બાદ પ્રૉફિટ-બુકિંગ જોરમાં શરૂ થતાં માર્કેટ સાધારણ ઊંચું બંધ રહ્યું. જોકે નેગેટિવ ન થયું એ મહત્વનું ગણાય. ગુરુવારે પણ બુધવાર જેવું જ થયું. બજાર ૧૫૦ પૉઇન્ટ જેટલું વધીને ફરી પ્રૉફિટ-બુકિંગને પગલે નીચે આવ્યું. જોકે એ ૫૦ પૉઇન્ટ ઉપર જ બંધ રહ્યું. અર્થાત બજાર વધે છે કે તરત નફો બુક થઈ જાય છે એવા સ્પષ્ટ સંકેત મળે છે. શુક્રવારે પણ બજાર વધ-ઘટ સાથે સાધારણ ઊંચું બંધ રહ્યું હતું. આમ એકંદરે બજાર સપ્તાહ દરમ્યાન પૉઝિટિવ રહ્યું હતું.

વિદેશી રોકાણકારો શું કરે છે?

છેલ્લા કેટલાક દિવસથી ફૉરેન ઇન્વેસ્ટરો સતત નેટ વેચવાલ રહ્યા છે એ વાત નોંધવા જેવી છે. આ વર્ગ પણ અત્યારે પ્રૉફિટ-બુકિંગમાં સક્રિય બન્યો છે. GST અને ડીમૉનેટાઇઝેશનની અસર ઓવરઑલ કૉર્પોરેટ સેલ્સ અને અર્નિંગ્સ પર થઈ રહી છે. આમાંથી બહાર નીકળતાં હજી ત્રણથી છ મહિના લાગશે એવો અંદાજ છે. વાસ્તે અત્યારે તો માર્કેટની મૂવમેન્ટ કરતાં સ્ટૉક્સની મૂવમેન્ટ અને એનાં ફન્ડામેન્ટલ્સ પર ધ્યાન આપવું વધુ મહત્વનું છે. લાર્જ કૅપના સ્ટૉક્સનો અભ્યાસ કરી એમાં લૉન્ગ ટર્મ વ્યૂહ લેવામાં મર્યાદિત જોખમ સામે ઊંચા વળતરની આશા રાખી શકાય. જોકે સ્મૉલ અને મિડકૅપમાં જોખમ વધુ મનાય છે, વૉલેટિલિટી પણ વધુ છે. આમ તો ઓવરઑલ માર્કેટમાં વૉલેટિલિટી છે, પરંતુ એને બહુ તોફાની સ્વરૂપ પ્રાપ્ત થયું નથી છતાં સેન્સેક્સે ૩૧-૩૨ની અને નિફ્ટીએ ૧૦,૦૦૦ની ઉપર સ્થાન બનાવી લીધું હોવાનું પ્રતીત થાય છે. જોકે એની સ્પીડ જરૂર ઘટી છે.  

મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઘટાડે ખરીદી

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નાના રોકાણકારોનો સતત વધી રહેલો રસ માર્કેટ માટે બહુ મોટો ટેકો સાબિત થઈ રહ્યો છે. ઑગસ્ટમાં માર્કેટમાં કરેક્શન આવ્યું હોવા છતાં રીટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરતા રહ્યા હતા જેને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડ્સને રેકૉર્ડ ભંડોળ પ્રાપ્ત થયું હતું. અગાઉના સમયમાં માર્કેટ ઘટે ત્યારે રોકાણકારો પોતાના SIP બંધ કરાવતા હતા અથવા નાણાં પાછાં ખેંચી લેતા હતા એના સ્થાને હવે આ રોકાણકારો રોકાણ વધારતા હોવાનું પણ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ બજારમાં ઘટાડે ખરીદવાની તક ઉઠાવે છે. આંકડા કહે છે કે ઑગસ્ટમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સે બજારમાં ૧૭,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે જે જુલાઈમાં ૧૧,૦૦૦ કરોડથી વધુ હતું. સૌથી વધુ રોકાણ SIPના માધ્યમથી આવી રહ્યું છે, જેનો નક્કર લાભ એ છે કે આને લીધે નાણાપ્રવાહ સાતત્યપૂર્ણ રહે છે, ઉપરથી વધતો પણ જાય છે.

આર્થિક ફન્ડામેન્ટલ્સ ઢીલાં

ગયા સપ્તાહમાં જાહેર થયેલા મોંઘવારીના આંકડા ચિંતાજનક ખરા. ઑગસ્ટમાં રીટેલ ફુગાવો વધીને છેલ્લા પાંચ મહિનામાં ઊંચો રહ્યો હતો. એ પછી હોલસેલ મોંઘવારીનો ઊંચો આંકડો પણ જાહેર થયો હતો. એ માટે GSTને પણ જવાબદાર મનાય છે. જોકે જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સાધારણ રિકવરી થઈ હતી એ સાધારણ સારી વાત કહી શકાય. જોકે દેશના GDP (ગ્રોસ ડોમેસ્ટિક  પ્રોડક્ટ્સ) એટલે કે કુલ રાક્ટીય ઉત્પાદનના  આંકડા નીચે આવી રહ્યા છે. વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી એની ધારણા પણ નીચી મુકાઈ રહી છે. ક્રૂડના વધતાજતા ભાવ અને એને પગલે પેટ્રોલના વધતા ભાવ ફરી ચિંતાનો વિષય બની રહ્યા છે. આ બાબતો અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ હજી બહુ તંદુરસ્ત નથી એમ કહે છે. રોકાણકારોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

નાની સાદી વાત

અત્યારના સમયમાં રોકાણકારોની માનસિકતા એ છે કે પ્રૉફિટ બુક કરો, હાઈ વૅલ્યુએશનમાંથી નફો લઈને થોડાં બૅલૅન્સ ફન્ડમાં નાણાં ટ્રાન્સફર કરો યા SIP વધારો અને લાંબા ગાળા માટે જાળવી રાખો. ઇન્ડેક્સ કરતાં વ્યક્તિગત સ્ટૉક્સ પર વધુ ધ્યાન આપો. શૅરબજારમાં સતત વૉલેટિલિટી રહે તો IPOમાં કિસ્મત અજમાવો, પરંતુ એમાં પણ ઊંચો નફો મળે ત્યારે નીકળી જાઓ અથવા ૫૦ ટકા શૅર કાઢી નફો ઘરમાં લઈ લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK