૨૦૧૯ની ચૂંટણીની અને ગ્લોબલ ચિંતામાં બજાર પાસે કૉન્ફિડન્સ નથી અને રોકાણકારો પાસે ક્લૅરિટી નથી

 ૨૦૧૯ માથા પર આવીને બેસી ગયું હોય એવું વર્તન બજાર અત્યારથી કરી રહ્યું છે. બજારમાં કૉન્ફિડન્સ નથી અને રોકાણકારોમાં ક્લૅરિટી નથી. માત્ર સ્ટૉક-સ્પેસિફિક કામકાજ થાય છે


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

ગયા સોમવારે બજારે શરૂઆત તો પૉઝિટિવ કરીને અઢીસો પૉઇન્ટનો ઉછાળો પણ માર્યો હતો, પરંતુ બંધ થતાં પહેલાંના અડધા કલાકમાં જ નફો બુક થવાને પગલે આખરમાં બજાર માત્ર સાધારણ ૪૦ પૉઇન્ટ જેટલું ઊંચું બંધ રહ્યું હતું. મંગળવારે પણ બજારે પ્રારંભ પૉઝિટિવ કર્યો હતો. જોïકે બજાર બંધ થયું ત્યારે પણ ૨૦૦ પૉઇન્ટ વધીને રહ્યું હતું. બુધવારે ફરી બજારે સકારાત્મક શરૂઆત કરી અને આખરમાં પ્રૉફિટ-બુકિંગના પરિણામે માત્ર ૪૬ પૉઇન્ટ ઊંચું બંધ રહ્યું હતું. ગુરુવારે બજાર પર અમેરિકન ફેડરલ રિઝર્વે વધુ એક વાર વ્યાજદરમાં કરેલા વધારાની અસર હતી જેમાં વળી ફેડરલ રિઝર્વે આ વર્ષમાં વધુ બે વાર વ્યાજદર વધારવાના નિર્દેશ આપ્યા હતા. શરૂઆતમાં બજાર નેગેટિવ ખૂલી ૨૦૦ïથી વધુ પૉઇન્ટ નીચે ગબડ્યું હતું જે પછીથી સાધારણ રિકવર થઈને અંતમાં ૧૪૦ પૉઇન્ટ નીચે બંધ રહ્યું હતું. શુક્રવારે બજારે માઇનસ-પ્લસ થયા કરી આખરે સાધારણ પૉઇન્ટ વધીને બંધ આપી સપ્તાહનો અંત પૉઝિટિવ રાખ્યો હતો. જોકે આ વધારામાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના શૅરની બાયબૅકની જાહેરાત અને ઇન્ફોસિસની બિઝનેસ જાહેરાતે મોટી ભૂમિકા ભજવી હતી. બાકી ભારતીય શૅરબજાર સહિત એશિયાનાં બજારો પર અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજવધારાની અસર છવાયેલી હતી.

વ્યાજદરની અસર

સપ્તાહ દરમ્યાન અમેરિકાની ફેડરલ રિઝર્વે વધુ એક વાર ૨૫ બેસિસ પૉઇન્ટનો વ્યાજવધારો કર્યો હતો. ભારતીય રિઝર્વ બૅન્કે પણ તાજેતરમાં જ વ્યાજદરમાં પા ટકાનો વધારો જાહેર કર્યો છે. નોંધનીય એ છે કે ભારતીય રિઝર્વ બૅન્કે ચાર વર્ષ બાદ પહેલી વાર વધારો કર્યો, જ્યારે ફેડરલ રિઝર્વે ૨૦૧૮માં બે વધારા કયોર્‍ છે અને એ આ વર્ષે વધુ બે વાર વ્યાજદરમાં વધારો કરશે એવો સંકેત પણ આપ્યો છે. અલબત્ત, એની અસર ભારતીય બજારમાં રોકાણ કરતા વિદેશી રોકાણકારોના પ્રવાહ પર થઈ છે અને હજી થઈ શકે છે.

વિદેશી રોકાણકારો-ભારતીય ફન્ડ્સ

વિદેશી રોકાણકારો તો છેલ્લા અમુક સમયથી બજારમાં મહદંંશે નેટ વેચવાલ રહ્યા જ છે, પરંતુ મે મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાંથી પણ પૈસાનો મોટો ઉપાડ થયો છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સના એક અભ્યાસ મુજબ મે મહિનામાં આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ઉપાડ થયો છે. જોકે એમાં આશ્વાસન લેવા જેવી વાત એ છે કે આ ઉપાડ લિક્વિડ ફન્ડ અને ઇન્કમ ફન્ડમાંથી થયો છે જે શૉર્ટ ટર્મ માટેનું પાર્કિંગ હોય છે. જોકે એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સે દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અલબત્ત, ઇક્વિટી, બૅલૅન્સ અને ખાસ કરીને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત રોકાણ પ્રવાહ મહદંશે ચાલુ રહ્યો છે જે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વેચાણ સામે ટેકો બની રહે છે.

રોકાણકારોના સલવાયેલા પૈસા


અત્યારે બજારમાં રોકાણકારોની એક ચિંતા ઍડિશનલ સર્વેલન્સ મેઝર્સ હેઠળ મુકાયેલી સંખ્યાબંધ કંપનીઓ છે. આ મેઝર્સ ટ્રેડ-ટુ-ટ્રેડ જેવા હોવાથી એમાં ડિલિવરી આધારિત જ કામકાજ થઈ શકે છે. પરિણામે વૉલ્યુમ ઘટી જાય છે. રોકાણકારોએ ભાવ ઘટી જાય તો પણ બહાર નીકળી જવા નીચા ભાવે વેચાણ કરવાની નોબત આવે છે. આ કંપનીઓ સામે નિયમન સંસ્થા સેબીને શંકા હોવાથી એ વધારાના સર્વેલન્સ હેઠળ મુકાઈ છે જેને લીધે એ શૅરો પર એકસો ટકા માર્જિન ભરીને અને પાંચ ટકાના પ્રાઇસ-બૅન્ડમાં ટ્રેડિંગ કરવા જેવા અંકુશો આવી જતાં એની પ્રવાહિતા ઘટી જાય છે. પરિણામે નાના-મોટા રોકાણકારોના ૧૫ અબજથી વધુ રૂપિયા આવા શૅરોમાં અટવાઈ ગયા હોવાના અહેવાલ છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને વિદેશી રોકાણકારો પણ આવા રોકાણમાંથી બાકાત નથી. ગયા વખતે પણ આપણે આ વાતનો ઇશારો કર્યો હતો. હવેના સમયમાં એને યાદ રાખવું વધુ જરૂરી છે. અન્યથા લૉસ બુક કરવાની નોબત પણ આવી શકે છે.

બજારની ચિંતાના વિષયો

બજારની નજર G-૭ રાષ્ટ્રોની બેઠકના પરિણામ પર છે. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનાં નિવેદનો, તેમની નૉર્થ કોરિયાના પ્રેસિડન્ટ સાથેની મીટિંગ અને ટ્રેડ-વૉરની વધતી સંભાવના બજારની ચાલને બગાડી શકે છે. ક્રૂડના ભાવ વધતા અટક્યા છે છતાં બજાર માટે એ ચિંતાનું કારણ ગણાય. ડૉલર સામે રૂપિયાની સ્થિતિ પણ ધ્યાન રાખવાની બાબત છે. યુરોપિયન માર્કેટની ઘટનાના સંકેતો બજાર માટે એક પરિબળ છે. ભારતના પોતાના સંજોગો પણ ધૂંધળા ગણાય. હજી અનેક મોરચે પડકારો છે. મોંઘવારી અને બેરોજગારીથી લઈને અનેક સામાજિક સમસ્યાઓ અને બૅન્કોની લોનો સહિતની આર્થિક સમસ્યા માથા પર લટકતી તલવાર સમાન છે. આ દરેકની બજાર પર સમયાંતરે શૉર્ટ ટર્મ અસર થઈ શકે છે. ઇન શૉર્ટ, બજારની આ દશામાં નક્કર ચાલ ચાલવા માટે કોઈ કિક નથી પરંતુ કન્ફ્યુઝન ઘણાં છે.

IPOને તક બનાવી શકાય

અત્યારે બજારમાં કંઈ ન સૂઝે તો પૈસા લિક્વિડ ફન્ડમાં રાખી મૂકીને ટૂંક સમયમાં આવી રહેલા કેટલાક ત્ભ્બ્ માટે સાચવી રાખવા. આગામી ત્રણેક મહિનામાં ઘણા પબ્લિક ઇશ્યુ આવી રહ્યા છે જેને રોકાણની તક બનાવી શકાય. જોકે આ દરેક ઇશ્યુને ચકાસીને રોકાણ કરજો. અર્થાત્ એ કંપનીનું ગ્રુપ, મૅનેજમેન્ટ, ટ્રૅક-રેકૉર્ડ, ઑફર-પ્રાઇસ, સેક્ટર, એમાં સ્પર્ધા, કંપનીની ક્ષમતા વગેરે બાબતો જાણીને આગળ વધવું સલાહભર્યું રહેશે. સરકાર તરફથી ભારત ETF-૨૨ના બીજા ભાગની ઑફર પણ ૧૯ જૂને ખૂલી રહી છે જે નફો કરતાં જાહેર સાહસોમાં રોકાણની તક ઑફર કરે છે. આને લાંબા ગાળાનું રોકાણનું સાધન ગણી શકાય.

નાની સાદી વાત

નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં ૧૩૦૦થી વધુ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ સેબીમાં નોંધાયા છે જે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોના રસ અને વિશ્વાસની પ્રતીતિ કરાવે છે.

નાની ખાસ વાત

૨૦૧૭માં સ્મૉલ અને મિડ કૅપ શૅરોએ રોકાણકારોને રાજી કરી દેતું વળતર આપ્યું હતું જેની સામે આ વર્ેન મૂલ્યધોવાણ શરૂ થયું છે અને આ જૂનમાં તો આશરે ૨૫૦ જેટલા સ્મૉલ કૅપ શૅરો એક વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયા છે.

ઇકૉનૉમી રિવાઇવલના સંકેતો

અર્થતંત્ર વેગ પકડી રહ્યું હોવાના કેટલાક પુરાવા કે સંકેત આપતી કેટલીક હાઇલાઇટ્સ જોવા-જાણવા જેવી છે.

મોટા ભાગની ઑટો-કંપનીઓના વેચાણમાં વૃદ્ધિ થઈ રહી છે.

મનોરંજનથી લઈને ફૂડ-બિઝનેસમાં ધૂમ ખર્ચ થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં.

ગ્રામ્ય સ્તરે પણ ખર્ચમાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે.

આ વર્ષે વિદેશી પ્રવાસીઓનું આગમન એક કરોડ પર પહોંચ્યું છે જેમાંથી ૨૭ અબજ ડૉલરની આવક થઈ છે જે એક રેકૉર્ડ છે.

દિલ્હી ઍરપોર્ટ વિશ્વનાં સૌથી બિઝી ૨૦ ઍરપોર્ટની યાદીમાં આવી ગયું છે.

ઍર-ટ્રાવેલમાં વધારો ચાલુ રહ્યો છે.

ટ્રૅક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ થઈ રહી છે.

સિમેન્ટના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે.

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના કલેક્શનની સાથે રિટર્નની સંખ્યા વધી રહી છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સનો રોકાણપ્રવાહ ચાલુ રહ્યો છે.

ઊંચા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો અંદાજ યથાવત્ છે.

ભારતીય ઇકૉનૉમી ફાસ્ટેસ્ટ ઇકૉનૉમીમાં સ્થાન પામી છે.

ચોમાસું સારું-અનુકૂળ રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK