સેન્સેક્સ ૩૪૬ પૉઇન્ટ બાઉન્સબૅક થઈને ફરી ૩૩,૦૦૦ની સપાટીની પાર

બજારનું માર્કેટકૅપ ૧.૪૬ લાખ કરોડ વધીને ૧૪૩.૧૯ લાખ કરોડ રૂપિયા થયું : બજારના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ : ફાઇવ પૈસાનું નિરાશાજનક લિસ્ટિંગ, ભાવતફાવતથી રોકાણકારો મૂંઝવણમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

બૅન્કિંગ, IT સેક્ટર સહિતના મોટા ભાગના બ્લુચિપ સ્ટૉકની તેજીની હૂંફે ભારતીય શૅરબજારમાં ઘટાડાની હૅટ-ટ્રિકને બ્રેક લાગી હતી જેમાં સેન્સેક્સ ૩૪૬ પૉઇન્ટ બાઉન્સબૅક થઈ ફરી ૩૩,૦૦૦ની સપાટી કુદાવીને ૩૩,૧૦૭ના મથાળે બંધ થયો હતો. તો નિફ્ટી ૯૭ પૉઇન્ટની છલાંગમાં ૧૦,૨૧૫ બંધ રહ્યો હતો. કામકાજ દરમ્યાન બન્ને બેન્ચમાર્ક અનુક્રમે ૩૩,૧૬૫ અને ૧૦,૨૩૨ની ઊંચી સપાટીએ ક્વૉટ થયા હતા. નિફ્ટીના ૫૦માંથી ૩૭ અને સેન્સેક્સના ૩૧માંથી ૨૬ શૅર વધ્યા હતા જેમાં ઇન્ફોસિસ ૩.૮ ટકા, SBI અઢી ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો, NTPC ૧.૬ ટકા, વ્ઘ્લ્ દોઢ ટકા, તાતા સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લૅબ, તાતા મોટર્સ સવા ટકો, ICICI બૅન્ક, ONGC, HUL, ITC, લુપિન, લાર્સન, HDFC, સનફાર્મા, પાવર ગ્રિડ, મારુતિ, ભારતી ઍરટેલ, વિપ્રો, કોટક બૅન્કના શૅર અડધાથી એક ટકા જેટલા વધ્યા હતા જેમાં ઇન્ફી, રિલાયન્સ, SBI, ICICI બૅન્ક અને TCSના સુધારાથી સેન્સેક્સને ૨૨૪ પૉઇન્ટો ફાયદો મળ્યો હતો, જ્યારે જે ત્રણ શૅર નેગેટિવ ઝોનમાં બંધ હતા એમાં હીરો મોટોકૉર્પ અડધો ટકો, કોલ ઇન્ડિયા સવા ટકો અને અદાણી પોર્ટ્સ અઢી ટકા ખરડાયો હતો. સેન્સેક્સમાં રિકવરીથી બજારની માર્કેટકૅપ ૧.૪૬ લાખ કરોડ વધીને ૧૪૩.૧૯ લાખ કરોડ રૂપિયા થઈ હતી. આ રિકવરીમાં BSE ખાતે તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા જેમાં IT ઇન્ડેક્સ સૌથી વધુ ૨.૨ ટકા ઊછળ્યો હતો.

ફાઇવ પૈસા કૅપિટલ લિસ્ટિંગમાં બન્ને બજારો વચ્ચે ભારે વિરોધાભાસ

IIFL હોલ્ડિંગ્સના ઑનલાઇન બ્રોકિંગ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી ફાઇવ પૈસા કૅપિટલનું ગઈ કાલે થયેલું લિસ્ટિંગ બન્ને બજારો વચ્ચેના ભારે ભાવફરકને લઈ ચર્ચાનો વિષય બન્યું છે. કૅનેડિયન બિલ્યોનર પ્રેમવત્સના ફેરફેક્સ ગ્રુપનું ૩૫.૫ ટકા અને નિર્મલ જૈન દ્વારા પ્રમોટેડ IIFLનું ૨૯ ટકા હોલ્ડિંગ ધરાવતી આ કંપનીનો શૅર NSE ખાતે ૪૦૦ રૂપિયા ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૮૦ રૂપિયા રહ્યો હતો. વૉલ્યુમ ૨૫,૭૩૬ શૅરનું હતું. છેલ્લે ૯૨૦૭ શૅરના સેલર્સ ઊભા હતા. બીજી તરફ BSE ખાતે શૅર ૬૫૦ રૂપિયા ખૂલીને પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૧૭ રૂપિયા પ્લસ બંધ હતો. વૉલ્યુમ માત્ર ૨૪૭ શૅરનું હતું. છેલ્લે ૨૫૦ શૅરના સેલર્સ લાઇનમાં ઊભા હતા. શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. ઇક્વિટી ૧૨૭૦ લાખ રૂપિયાની અને શૅરદીઠ બુકવૅલ્યુ ૬૦ રૂપિયાની છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૩૩૨ લાખ રૂપિયાની આવક પર ૫૫ લાખ રૂપિયા જેવી ચોખ્ખી ખોટ કરી છે. ઑનલાઇન બ્રોકિંગ સેગમેન્ટની લિસ્ટેડ થનારી આ પ્રથમ કંપની ઇક્વિટી માર્કેટમાં રોજનું લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. ઑક્ટોબર ૨૦૧૬માં થયેલા ડીમર્જરની સ્કીમ IIFL હોલ્ડિંગ્સના બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા પ્રત્યેક ૨૫ શૅરદીઠ રોકાણકારોને ફાઇવ પૈસા કૅપિટલનો એક શૅર અપાયો હતો. વર્ષ ૨૦૧૬-’૧૭માં કંપનીએ ૭૬૦ લાખ રૂપિયાની આવક પર ૧૦૪૦ લાખ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી. ફાઇવ પૈસાના લિસ્ટિંગમાં બન્ને શૅરબજારો ખાતે ભાવમાં જે આસમાન-જમીનનો ફરક જોવા મળ્યો છે એના લીધે કંપનીનું માર્કેટકૅપ BSE ખાતે બંધભાવ પ્રમાણે ૭૮૬ કરોડ રૂપિયાથીય વધુનું આવે છે, જ્યારે NSE ખાતે આ આંકડો માત્ર ૪૮૪ કરોડ રૂપિયાનો છે.

કંપનીમાં ફન્ડામેન્ટલ્સ જેવું કશું નથી. ચોપડે મોટી ખોટ છે. લિસ્ટિંગ માટેની પૂર્વ નિર્ધારિત પ્રાઇસ આમ છતાં BSE ખાતે ૬૫૦ રૂપિયા અને NSE ખાતે ૬૧૫ રૂપિયા પ્લસ જેવી રખાઈ હતી. આવું કેવી રીતે થયું એની સેબી દ્વારા તપાસ થવી જોઈએ. લોભિયા પ્રમોટરોથી રોકાણકારોને બચાવનારું આ દેશમાં કોઈક તો છે એ પુરવાર કરવું જોઈએ.  બન્ને બજારમાં આ શૅરના ભાવ વચ્ચેનો અસાધારણ ફરક એ સેબીના પ્રાઇસ ડિસ્કવરી મેકૅનિઝમની મોટી ખામી કહી શકાય. જાણકારો કહે છે આ શૅરની ફેરવૅલ્યુ ૫૦-૬૦ રૂપિયાથી વધુ હોઈ ન શકે.

ઇન્ફોસિસ ત્રણ મહિનાની ટોચે


બજારના બાઉન્સબૅક સાથે IT જાયન્ટ ઇન્ફોસિસનો શૅર ઇન્ટ્રા-ડે ચારેક ટકાના જમ્પમાં ૯૯૫ રૂપિયાનું લેવલ કુદાવીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જે ૧૭ ઑગસ્ટ પછીનું હાઇએસ્ટ લેવલ છે. છેલ્લા કામકાજના અંતે ૩.૯ ટકાના સુધારામાં ૯૮૮ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૨.૫૬ લાખ શૅર સામે આજે ૬.૪૬ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. આ સાથે ચાલુ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ઇન્ફોસિસ શૅર ૬.૫ ટકા વધ્યો છે, જ્યારે સમીક્ષાધીન સમયગાળામાં સેન્સેક્સમાં અડધા ટકાથી વધારે કરેક્શન જોવા મળ્યું છે. IT ઇન્ડેક્સ આરંભથી અંત તેજીની ચાલમાં ૧૦,૯૧૮ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચી અંતે ૨.૨ ટકાની મજબૂતીમાં ૧૦,૮૮૨ના મથાળે બંધ રહ્યો હતો. એના ૬૦માંથી ૪૯ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા જેમાં ડિલિન્ક ઇન્ડિયા ૧૦.૪ ટકા, FSL ૧૦.૩ ટકા, સોનાટા સૉફ્ટવેર ૬.૯ ટકા, KPIT ૫.૨ ટકા, TVS ઇલેક્ટિÿક પાંચ ટકા, ન્યુક્લિયસ ૪.૭ ટકા, ઝેનટેક-સાસ્કેન ૪.૫ ટકા, સિગ્નિટી સવાચાર ટકા, માઇન્ડટ્રી ૩.૬ ટકા, પોલારિસ ૨.૭ ટકા, ક્વિકહિલ અઢી ટકા, સિયન્ટ ૨.૩ ટકા, HGS, ૮કે માઇલ્સ, રામકો સિસ્ટમ બે ટકા જેટલા વધ્યા હતા. ટેક ઇન્ડેક્સ પણ ૧.૯ ટકાના સુધારામાં ૬૦૧૯ના સ્તરે બંધ થયો હતો.

સુઝલોન એનર્જી વર્ષના નવા તળિયે


નિરાશાજનક પરિણામના વસવસામાં મંદીની ચાલ યથાવત રહેતાં સુઝલોન એનર્જીનો શૅર કામકાજ દરમ્યાન ૬ ટકા ઘટીને ૧૨.૮ રૂપિયાના વર્ષની નીચી સપાટીએ ગયો હતો. જોકે બજાર બંધ થતાં પૂર્વે નીચા મથાળેથી સાધારણ રિકવરીમાં આ શૅર લગભગ સાડાતેર રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. નબળા પરિણામના નેગેટિવ સેન્ટિમેન્ટ પાછળ આ કંપનીનો શૅર અગાઉ ત્રણ દિવસમાં ૧૨ ટકા જેટલો તૂટ્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ વેરા પૂર્વે ૩૭૪ કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે, જ્યારે અગાઉના સમાન ક્વૉર્ટરમાં કંપનીએ વેરા પૂર્વે ૨૫૧ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ ૭૧ ટકા ઘટીને ૭૧ કરોડ રૂપિયા અને ટોટલ ઇન્કમ વર્ષ અગાઉની ૨૭૬૧ કરોડ રૂપિયાથી ઘટીને ૧૨૧૪ કરોડ રૂપિયા થઈ છે. ૨૭માંથી ૧૬ શૅરના સુધારામાં એનર્જી ઇન્ડેક્સ સવા ટકા વધીને ૪૧૧૧ બંધ થયો હતો. એક્સપ્લોરેશનનો શૅર સવા ટકો, પનામા પેટ્રોકેમ ૩.૯ ટકા, આલ્ફા જીઓ ૨.૭ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સવાબે ટકા, GMDC દોઢ ટકા અને અબાન ઑફશૉરનો શૅર ૧.૨ ટકા વધ્યો હતો. માર્કેટના બાઉન્સબૅકના કરન્ટમાં પાવર ઇન્ડેક્સ ૧.૩ ટકા વધીને ૨૨૫૫ બંધ થયો હતો. એના ૧૩માંથી ૧૩ શૅર પ્લસ હતા જેમાં રિલાયન્સ ઇન્ફ્રા. ૬.૭ ટકા, ટૉરન્ટ પાવર ૪.૭ ટકા, રિલાયન્સ પાવર ૪.૧ ટકા, GMR ઇન્ફ્રા ૩.૩ ટકા, તાતા પાવર સવાત્રણ ટકા, અદાણી પાવર ૩.૧ ટકા, થર્મેક્સ અઢી ટકા, PTC બે ટકા, NTPC ૧.૬ ટકા, થ્લ્ષ્ એનર્જી સવા ટકો, CG પાવર, ABB ૧ ટકો, પાવર ગ્રિડનો શૅર અડધા ટકાની આસપાસ વધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK