સેન્સેક્સ-નિફ્ટી અને માર્કેટ-કૅપમાં નવી વિક્રમી સપાટીના દીવા પ્રગટ્યા

રિલાયન્સમાં વિક્રમી સપાટી બાદ હળવું પ્રૉફિટ-બુકિંગ : આર્કોટેક સળંગ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ઑલટાઇમ તળિયે: ભારતી ઍરટેલ દાયકાની ટોચે, તાતા ટેલિ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટે : મર્જરનો સ્વૉપ રેશિયો ભારત ફાઇનૅન્શિયલને ફળ્યો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દીપોત્સવીના તહેવાર સાથે તાલ મિલાવતા શૅરબજારમાં ગઈ કાલે નવા સર્વોચ્ચ શિખરના દીવા પ્રગટ્યા છે. સેન્સેક્સ ૩૨,૬૮૭ વટાવીને ૨૦૧ પૉઇન્ટની આગેકૂચમાં ૩૨,૬૩૪ નજીક તો નિફ્ટી ૧૦,૨૪૩ ભણી સરકી છેલ્લે ૬૩ પૉઇન્ટ ઊંચકાઈને ૧૦,૨૩૧ નજીક બંધ રહ્યા છે. બન્ને મુખ્ય બેન્ચમાર્કની નવી વિક્રમી સપાટીના પગલે BSEનું માર્કેટ કૅપ પણ ૬૮,૦૦૦ કરોડ રૂપિયા વધીને ગઈ કાલે ૧૩૯ લાખ કરોડ રૂપિયાની આસપાસ બેસ્ટ લેવલે પહોંચ્યું છે. આરંભથી અંત સુધી મક્કમ રહેલા બજારમાં સ્મોલ કૅપ, મિડ કૅપ અને રોકડું પ્રમાણમાં ઓછું વધતાં માર્કેટ-બ્રેડ્થ થોડીક નેગેટિવ જોવા મળી છે. જોકે પાવર તથા ફાઇનૅન્સના નહીંવત્ ઘટાડાને અપવાદ ગણતાં બજારના તમામ ઇન્ડાઇસિસ પૉઝિટિવ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ સવાચાર ટકા, મેટલ ઇન્ડેક્સ બે ટકા, હેલ્થકૅર-ઑટો અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સવા ટકો પ્લસ હતા. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૯ શૅર તો નિફ્ટી ખાતે ૫૦માંથી ૧૬ શૅર માઇનસ હતા. ભારતી ઍરટેલ સળંગ બીજા દિવસે બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો હતો. બજાજ ફાઇનૅન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૫૮૨ કરોડ રૂપિયાની ધારણા સામે ૫૫૭ કરોડ રૂપિયા આવતાં ભાવ ૩.૪ ટકા તૂટીને ૧૮૮૯ રૂપિયાની અંદર ઊતરી ગયો છે. આર્કોટેક શૅર વિભાજનને ઍડ્જસ્ટ કરતાં ૧૪ ફેબ્રુઆરીએ ૧૬૨ રૂપિયાના સર્વોચ્ચ શિખરથી ગગડતો રહી સળંગ બીજા દિવસે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ગઈ કાલે ૬૬ રૂપિયાના તળિયે દેખાયો છે.

પેલેડિયમ ૧૬ વર્ષની ટોચે ગયું

ડીઝલના બદલે પેટ્રોલથી ચાલતી તેમ જ હાઇબ્રિડ કારની વધતી લોકપ્રિયતા સૌથી વધુ પેલેડિયમને ફળી છે. આ ધાતુનો ભાવ સળંગ આઠમા દિવસની આગેકૂચમાં ગઈ કાલે ઉપરમાં ટ્રૉય ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૦૦૯ ડૉલરની મલ્ટિયર ટોચે પહોંચ્યું હતું. રનિંગ ક્વોટમાં સવા ટકાની તેજીમાં ૧૦૦૪ ડૉલર પ્લસ ચાલતો હતો. પેલેડિયમમાં ૨૦૦૧ પછી પ્રથમ વાર ચાર આંકડાનો ભાવ જોવા મળ્યો છે. આ સાથે ચાલુ કૅલેન્ડર વર્ષના આરંભે પેલેડિયમ ૬૮૧ ડૉલર હતું. એ સંદર્ભમાં અત્યાર સુધીમાં એ ૪૮ ટકા ઊંચકાઈ ચૂક્યું છે, જ્યારે આ ગાળામાં સોનું ૧૧૪૭ ડૉલરથી વધીને ૧૩૫૭ ડૉલરની ટોચે જઈ હાલમાં ૧૩૦૪ ડૉલર આસપાસ ચાલે છે. મતલબ કે સોનું ૨૦૧૭ દરમ્યાન ટોચની રીતે ૧૮.૩ ટકા તો આજના ભાવની રીતે ૧૩.૭ ટકા વળતરદાયી નીવડ્યું છે. સાદી ભાષામાં કહીએ તો ચાલુ વર્ષે સોનાના મુકાબલે પેલેડિયમમાં ત્રણ ગણું રિટર્ન મળ્યું છે.

કીમતી ધાતુઓના મામલે સૌથી રસપ્રદ બાબત એ છે કે એક સમયે સૌથી મોંઘું ગણાતું પ્લૅટિનમ આ વર્ષે ત્રીજા ક્રમે હડસેલાયું છે. છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો પ્લૅટિનમ ૧૬૧૮ ડૉલરથી ઘટીને ગયા વર્ષે ૮૨૯ ડૉલરની મલ્ટિયર બૉટમ બતાવી હાલમાં ૯૪૪ ડૉલર આસપાસ ચાલે છે. સોનું છેલ્લાં પાંચ વર્ષમાં ૧૭૨૧ ડૉલરથી નવેમ્બર ૨૦૧૫માં ૧૦૫૭ ડૉલરની બૉટમ બતાવી અત્યારે ૧૩૦૫ ડૉલરની આજુબાજુ છે, જ્યારે પેલેડિયમ પાંચ વર્ષમાં ૫૯૮ ડૉલરથી વધીને ગઈ કાલે ૧૦૦૯ ડૉલરની વિક્રમી સપાટી બતાવી ૧૦૦૪ ડૉલરે આવી ગયું છે. પ્લૅટિનમ જે વર્ષો સુધી શ્રીમંતોનું સોનું કહેવાતું હતું એ આજે લોઅર મિડલ ક્લાસવાળાના ગોલ્ડની કૅટેગરીમાં પહોંચી ગયું છે. દરમ્યાન વિશ્વબજારમાં આર્થિક ગતિવિધિનું બેરોમીટર ગણાતું કૉપર ૨૦૧૪ બાદ પ્રથમ વાર મેટ્રિક ટનદીઠ ૭૦૦૦ ડૉલર દેખાયું છે.

રિલાયન્સ નવી વિક્રમી સપાટી બાદ નરમ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોત્સાહક પરિણામ સાથે રિલાયન્સ જીઓ કામકાજના ત્રણ મહિનામાં ઑપરેટિંગ પ્રૉફિટ કરતી થઈ ગઈ હોવાનું સુખદ આશ્ચર્ય જાહેર થતાં શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં ૮૯૨ રૂપિયા નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી પ્રૉફિટ-બુકિંગમાં સરી પડતાં ૮૬૧ રૂપિયા થયો હતો. ભાવ છેલ્લે સાધારણ ઘટીને ૮૭૫ રૂપિયા રહ્યો છે. વિદેશી બ્રોકરેજ ફર્મ CLSA તરફથી પરિણામ બાદ ૧૦૮૦ રૂપિયાના ટાગેર્ટ સાથે એડલવાઇસ દ્વારા ૧૧૦૪ રૂપિયાના ટાગેર્ટ સાથે, મોતીલાલ ઓસવાલ તરફથી ૧૦૦૫ રૂપિયાના ટાગેર્ટ સાથે તો IDBI કૅપિટલે ૧૦૦૪ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ આપ્યું છે. ગ્રુપ-કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપરમાં ૫૨૩ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણો ટકો ઘટીને ૫૧૦ રૂપિયા, નેટવર્ક-૧૮ બાવન રૂપિયા જેવો થઈ ૫૦ રૂપિયાના લેવલે ફ્લૅટ હતો. ટીવી-૧૮ સાધારણ ઘટીને ૪૦ રૂપિયા હતો. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, રિલાયન્સ નેવલ અડધાથી ત્રણ ટકા ડાઉન હતી.

ભારત ફાઇનૅન્શિયલ અપ

ઇન્ડસઇન્ડ બૅન્કમાં ભારત ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝનના મર્જરની વિધિવત્ સ્કીમ જાહેર થઈ ચૂકી છે જે અનુસાર ભારત ફાઇનૅન્શિયલના શૅરધારકોને પ્રત્યેક ૧૦૦૦ શૅરદીઠ ઇન્ડસઇન્ડ બૅન્કના ૬૩૯ શૅર બદલામાં મળશે. મર્જરનો રેશિયો ભાવની રીતે ભારત ફાઇનૅન્શિયલની તરફેણમાં હોવાની ગણતરી પાછળ શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૧૦૪૬ રૂપિયાની વર્ષની નવી ટૉપ બનાવી છેલ્લે દોઢ ટકા વધીને ૧૦૧૯ રૂપિયા હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બૅન્ક બમણા કામકાજમાં નીચામાં ૧૭૦૦ રૂપિયા થઈ અંતે બે ટકાની નરમાઈમાં ૧૭૧૭ રૂપિયા બંધ આવ્યો છે. માઇક્રો ફાઇનૅન્સ સેગમેન્ટના અન્ય શૅરમાં ઇક્વિટાસ હોલ્ડિંગ ઉપરમાં ૧૫૫ રૂપિયા વટાવી છેલ્લે સાધારણ વધીને ૧૫૨ રૂપિયા, ઉજ્જીવન ફાઇનૅન્શિયલ બમણા વૉલ્યુમમાં ૩૫૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા વધીને ૩૪૫ રૂપિયા તથા AU સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ઉપરમાં ૬૧૩ રૂપિયા નજીક જઈ ૩.૭ ટકાના ઉછાળે ૬૦૭ રૂપિયા બંધ હતા.

ભારતી ઍરટેલ પોણાદસ વર્ષના શિખરે

તાતા ટેલિનો કન્ઝ્યુમર ટેલિકૉમ સર્વિસિસ બિઝનેસ નાખી દેવાના ભાવે હસ્તગત કરવામાં મળેલી સફળતાના પગલે ભારતી ટેલિકૉમમાં ઝડપી તેજી કામે લાગી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૫૭ રૂપિયા થયો હતોï જે જાન્યુઆરી ૨૦૦૮ પછીની ઊંચી સપાટી છે. ભાવ છેલ્લે પાંચ ટકાની આગેકૂચમાં ૪૫૩ રૂપિયા બંધ હતો. શૅરમાં ઑલટાઇમ હાઈ ૫૫૫ રૂપિયા નજીકની છે જે મિડ ઑક્ટોબર ૨૦૦૭માં બની હતી. ગ્રુપ-કંપની ભારતી ઇન્ફ્રાટેલ પણ સોમવારે ઉપરમાં ૪૭૪ રૂપિયાની ૨૬ મહિનાની ઊંચી સપાટી બતાવી પોણાચાર ટકાની તેજીમાં ૪૬૭ રૂપિયા હતો. ૨૦૧૫ની ૪ ઑગસ્ટે ભાવ ૪૮૧ રૂપિયા નજીક વિક્રમી સપાટીએ ગયો હતો. આઇડિયા સેલ્યુલર બે ગણા કામકાજમાં સુધારાની હૅટ-ટ્રિક મારીને ઉપરમાં ૮૪ રૂપિયા નજીક જઈ છેલ્લે સવાપાંચ ટકા વધી ૮૩ રૂપિયા બંધ હતો. MTNL અને આરકૉમ નહીંવત્ ઘટાડે બંધ હતા. તાતા ટેલિ સળંગ બીજા દિવસે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫.૩૪ રૂપિયા બંધ હતો. છેલ્લે BSE ખાતે લગભગ ૫૭ લાખ તો NSE ખાતે ૨૭૫ લાખ શૅરના બાયર ઊભા હતા. તાતા કમ્યુનિકેશન ૪.૨ ટકા વધીને ૭૧૮ રૂપિયા હતો.

ગોદરેજ ઍગ્રોવેટ ૨૯ ટકા પ્રીમિયમે લિસ્ટેડ


ગોદરેજ ઍગ્રોવેટનો શૅર ૪૬૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સામે ગઈ કાલે લિસ્ટિંગમાં ૬૨૧ રૂપિયા ખૂલી ૬૩૦ રૂપિયા નજીકની ઊંચી સપાટી બાદ નીચામાં ૫૬૩ રૂપિયા થયો હતો. ભાવ છેલ્લે ૫૯૫ રૂપિયા બંધ રહ્યો છે. BSE ખાતે ૩૬.૭૭ લાખ શૅરનાં કામકાજ હતાં. NSE ખાતે ભાવ ૬૧૫ રૂપિયા ખૂલીને ઉપરમાં ૬૩૦ રૂપિયા અને નીચામાં ૫૬૩ રૂપિયા બતાવી અંતે ૨૪૦ લાખ શૅરના વૉલ્યુમમાં ૫૯૬ રૂપિયા નજીક બંધ આવ્યો છે. કંપનીએ IPO મારફત આશરે ૧૧૫૭ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા જેમાંથી ૮૬૫ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ સ્વરૂપના હતા. ઇશ્યુ ૯૫ ગણો ભરાયો હતો જેમાં રીટેલ પોર્શન ૭.૭ ગણો તથા હાઈ નેટવર્થ પોર્શન ૨૩૬ ગણો સામેલ છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૫૫ રૂપિયા આસપાસ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ૯૩૮ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો પ્રતાપ સ્નૅક્સ ગઈ કાલે ૧૨૭૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટીને ૧૨૦૬ રૂપિયા બંધ હતો. ૭૦૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો SBI લાઇફ ૬૬૯ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી પોણાત્રણ ટકા ઘટીને ૬૭૦ રૂપિયા, ૬૬૧ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો ICICI લોમ્બાર્ડ ૬૭૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ નજીવો વધી ૬૯૭ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK