એક્ઝિટ પોલના યુફોરિયાને શૅરબજારનો મૅચ્યૉર્ડ રિસ્પૉન્સ

HCL ઇન્ફોના ૫૦૦ કરોડના રાઇટમાં ૪૪૫ કરોડ રોકીને પ્રમોટર્સે ભરણું સફળ બનાવ્યું : ક્વિપ પ્લેસમેન્ટ માટેની જાહેરાત પાછળ HDFC બૅન્ક નવી ટોચે : અદાણી ગ્રુપના શૅરમાં નોંધપાત્ર ચમકારો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

તમામ એક્ઝિટ પોલમાં બે દાયકા જૂની BJPની સરકારને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળવાના વરતારાની સાથે જ શૅરબજારનો શુક્રવાર સારો જશે એ નક્કી થઈ ગયું હતું. જોકે શૅરબજારે એક્ઝિટ પોલની એકમતીના યુફોરિયાને પચાવીને મૅચ્યોર્ડ રિસ્પૉન્સ આપ્યો છે. આરંભથી અંત સુધી ગ્રીન ઝોન અકબંધ રાખીને સેન્સેક્સ ગઈ કાલે ૨૧૬ પૉઇન્ટ વધીને ૩૩૪૬૩ નજીક તો નિફ્ટી ૮૧ પૉઇન્ટના સુધારામાં ૧૦૩૩૩ બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપરમાં ૩૩૬૨૨ અને નિફ્ટી ૧૦૩૭૩ સુધી ગયા હતા. સેન્સેક્સમાં NTPC ૧૭૭ રૂપિયાના આગલા બંધથી યથાવત હતો. બાકીના ૩૦માંથી ૨૧ શૅર વધ્યા હતા. નિફ્ટીની ૫૦માંથી ૩૩ જાતો અપ હતી. HDFC બૅન્કની તેજી બજારને ૭૬ પૉઇન્ટ ફળી હતી. એક્ઝિટ પોલથી અદાણી ગ્રુપના શૅર પોરસાયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ લગભગ સાડાચાર ટકા, અદાણી ટ્રાન્સમિશન સવાસાત ટકા, અદાણી પાવર ત્રણ ટકા તો અદાણી પોર્ટ્સ પોણાબે ટકા વધીને આવ્યા છે. અન્ય ગુજ્જુ ચલણી શૅરમાં ટૉરન્ટ ફાર્મા બે ટકા, AIA એન્જિનિયરિંગ ચાર ટકા, વેલસ્પન એન્ટરપ્રાઇઝિસ ૬ ટકા, વેલસ્પન કૉર્પોરેશન દોઢ ટકો, સેરા સૅનિટરી ચાર ટકા, એશિયન ગ્રેનિટો પાંચ ટકા, ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ સવા ટકો, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અઢી ટકા, ગણેશ હાઉસિંગ પોણાચાર ટકા, GMDC સવાત્રણ ટકા, GNFC સવાછ ટકા, GFFC સવાપાંચ ટકા, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર સવા ટકો, ગુજરાત આલ્કલીઝ સાડાછ ટકા, અરવિંદ અઢી ટકા, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ અઢી ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ સાડાત્રણ ટકા, દીપ ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકો ઊંચકાયા હતા. બાય ધ વે આનંદીબહેનના પરિવાર સાથે કનેક્શન ધરાવતી અનાર ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દિવસથી કોઈ કામકાજ નથી. આ શૅર છેલ્લે ૧૨ ડિસેમ્બરે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૨.૯૦ના વર્ષના તળિયે બંધ રહ્યો હતો. વૉલ્યુમ માત્ર બે શૅરનું હતું. લગભગ ૧૩ મહિના પૂર્વે ગયા વર્ષના નવેમ્બરની આખરમાં આ કાઉન્ટર ૧૨૮ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયું હતું. ૬ મહિના પૂર્વે ભાવ ૮૮ રૂપિયા પ્લસ હતો. દરમ્યાન ગઈ કાલે ડૉલર સામે રૂપિયો વધીને ૬૪.૧૦ની ત્રણ મહિનાની ટોચે દેખાયો હતો. આમ છતાં IT ઇન્ડેક્સ ૬૦માંથી ૩૨ શૅરના સુધારામાં ૦.૪ ટકા વધ્યો હતો.

HDFC બૅન્કમાં નવી વિક્રમી સપાટી

HDFC બૅન્કમાં પેરન્ટ HDFC સહિત અન્યની તરફેણમાં ક્વિપ રૂટ મારફત પ્રેફરન્શિયલ ધોરણે ઇક્વિટી ઇશ્યુ વિશે વિચારણા કરવા ૨૦મીએ બોર્ડ-મીટિંગ છે. પેરન્ટ કંપની HDFCની મીટિંગ આગલા દિવસે ૧૯મીએ આ માટેનો નિર્ણય લેવાની છે. HDFC બૅન્કમાં એનું હોલ્ડિંગ ૨૫.૭ ટકા છે. કોટક મહિન્દ્ર બૅન્કના ૧૯.૨ ટકા, ICICI બૅન્કના ૧૭.૬ ટકા તથા ઍક્સિસ બૅન્કના ૧૬.૩ ટકાના કૅપિટલ ઍડિક્વસી રેશિયો સામે HDFC બૅન્કનો કૅપિટલ ઍડિક્વસી રેશિયો ૧૫.૧ ટકા છે. આ રેશિયોને ઇમ્પ્રૂવ કરવા બૅન્ક ક્વિપ રૂટ મારફત ભંડોળ ઊભું કરવા જઈ રહી છે. આ ઘટનાક્રમની અસરમાં ગઈ કાલે HDFC બૅન્કનો શૅર ૧૮૮૭ની વિક્રમી સપાટી બતાવી છેલ્લે બે ટકાની મજબૂતીમાં ૧૮૭૩ રૂપિયા બંધ રહ્યો છે. અન્ય પ્રાઇવેટ બૅન્કોમાં યસ બૅન્ક ચાર ટકા, ફેડરલ બૅન્ક ૩.૪ ટકા અને ઍક્સિસ બૅન્ક સવા ટકો પ્લસ હતા. બૅન્કેક્સ તોમ જ બૅન્ક નિફ્ટી લગભગ એક ટકાની આસપાસ વધ્યા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગ ખાતો ૪૦માંથી ૨૪ શૅર ઊંચકાયા હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨૧.૩૫ની ૨૭ માર્ચ ૨૦૦૯ પછીની નીચી સપાટી બતાવી છેલ્લે ૧૭.૮ ટકાના કડાકામાં ૨૧.૨૫ રૂપિયા બંધ હતો. શૅરના ઑલટાઇમ બૉટમ ૧૯ રૂપિયા છે, જે ૧૫  જૂન ૨૦૦૬માં બની હતી. ગઈ કાલે કામકાજ ૪૨ ગણાં નોંધાયાં હતાં. મજાની વાત એ છે કે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં ૧૨ ડિસેમ્બરે શૅરદીઠ ૨૫.૫૫ રૂપિયાના ભાવે ૧૨૨૭ લાખ શૅર ક્વિપ રૂટ મારફત સંસ્થાકીય રોકાણકારોને ફાળવીને ૩૧૩ કરોડ રૂપિયા ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાર પછી શૅર તૂટી ગયો છે.

રેનેસાં જ્વેલરી ૨૦ ટકા અપ

રેનેસાં જ્વેલરી દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૭૪૦ લાખ રૂપિયા સામે ૧૬૯૦ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. ઑલટાઇમ હાઈ ૨૭૬ રૂપિયા પ્લસ છે જે થોડાક દિવસ પૂર્વે ૬ ડિસેમ્બરે બની હતી. જેમ્સ-જ્વેલરી સેગમેન્ટના અન્ય શૅરમાં ગીતાંજલિ જેમ્સ પોણાબે ટકા, PC જ્વેલર્સ ૩ ટકા, તારા જ્વેલ્સ દોઢ ટકા, વૈભવ ગ્લોબલ સવાબે ટકા પ્લસ હતા. TBZ પોણો ટકો પ્લસ હતો. દરમ્યાન જાન્યુઆરીથી વાહનોના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત પાછળ મહિન્દ્ર ૧૪૮૮ રૂપિયાની સવા વર્ષની ટોચે જઈ અંતો સાડાત્રણ ટકાના ઉછાળે ૧૪૮૩ રૂપિયા હતો. મારુતિ સુઝુકી ૯૨૩૭ રૂપિયાની એક વધુ વિક્રમી સપાટી હાંસલ કરીને અડધો ટકો વધી ૯૧૬૪ રૂપિયા, બજાજ ઑટો પોણાબે ટકાની તેજીમાં ૩૨૦૫ રૂપિયા, હિરો મોટોકૉર્પ ૧.૪ ટકાના સુધારામાં ૩૫૦૨ રૂપિયા તથા TVS મોટર્સ ૭૭૦ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ એક ટકાની આગેકૂચમાં ૭૫૯ રૂપિયા બંધ રહ્યો હતો.

બ્રૉડકાસ્ટિંગમાં હવે ડિઝનીનું પ્રભુત્વ

વૉલ્ટ ડિઝની દ્વારા મિડિયા મુગલ રુપર્ટ મર્ડોકની કેટલીક ઍસેટ્સ કે બિઝનેસને બાવન અબજ ડૉલર અર્થાત આશરે ૩.૩૦ લાખ કરોડ રૂપિયામાં હસ્તગત કરવાના પગલાની ભારતીય મિડિયા અને બ્રૉડકાસ્ટિંગ જગતમાં દૂરગામી અસર જોવાશે. આ ડીલના પગલે માસિક ધોરણે ૭૨ કરોડ દર્શક ધરાવતી સ્ટાર ઇન્ડિયા તોમ જ કેબલ TV માર્કેટમાં અગ્રણી ખેલાડી એવી તાતા સ્કાયના ૩૦ ટકા હિસ્સા સાથે ડિઝની ભારત ખાતોની સૌથી મોટી બ્રૉડકાસ્ટિંગ બિઝનેસ કંપની બની જશે. સ્ટાર વ્સ્ના લાઇવ સ્ટ્રિમિંગ એપ્લીકેશન હૉટ સ્ટાર પણ ડિઝનીના હસ્તક થશે. ફેબ્રુઆરી ૨૦૧૫માં એનું લૉન્ચિંગ થયું ત્યારથી અત્યાર સુધીમાં હૉટ સ્ટારનું કુલ ડાઉનલોડિંગ ૨૦ કરોડને વટાવી ગયું છે. ‘સ્ટાર’ની મુખ્ય તાકાત એની સિનિયર મૅનેજમેન્ટ ટીમ ગણાય છે. ડિઝનીના આગમન બાદ આ ટીમ ટકે છે કે કેમ એ જોવું રહ્યું. ટીમમાંથી માણસો અન્યત્ર જાય કે ટીમ તૂટે તો એનો લાભ ઝી, વાયકૉમ-૧૮ અને સોનીને થવાની ગણતરી છે. ગઈ કાલે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરના સુધારામાં ૦.૯ ટકા પ્લસ હતો. ઝી એન્ટર, નેટવર્ક-૧૮, ટીવી-૧૮, ડેન નેટવર્ક, વ્સ્ટુડે, હેથવે કેબલ, ડિશ TV, બાલાજી ટેલિ જેવી જાતો અડધાથી પોણાબે ટકા અપ હતી.

શૅલ્બીનું નીરસ લિસ્ટિંગ

શૅરદીઠ ૨૪૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી અમદાવાદી શૅલ્બી લિમિટેડનું લિસ્ટિંગ સુસ્ત રહ્યું છે. BSE ખાતો ભાવ ડિસ્કાઉન્ટમાં નીચે ૨૩૬ રૂપિયા ખૂલ્યા બાદ બાઉન્સબૅકમાં ઉપરમાં ૨૫૫ રૂપિયા નજીક ગયો હતો. છેલ્લો બંધ ૨૩૯ રૂપિયા આવ્યો છે. વૉલ્યુમ ૧૮ લાખ શૅરનું હતું. NSE ખાતો ભાવ ૧૦૩ લાખ શૅરના કામકાજમાં નીચામાં ૨૩૯ રૂપિયાની અંદર અને ઉપરમાં ૨૫૫ રૂપિયા નજીક જઈ અંતો ૨૪૦ રૂપિયા નજીક હતો. ૫૦૪ કરોડ રૂપિયાનો આ IPO ૨.૮ ગણો ભરાયો હતો. રીટેલ પોર્શન લગભગ ત્રણેક ગણો છલકાયો હતો પણ હાઈ નેટવર્થ પોર્શન ફક્ત ૪૨ ટકા જ ભરાયો હતો. દરમ્યાન ગઈ કાલે BSEનો IPO ઇન્ડેક્સ ૩૨માંથી ૧૮ શૅરના સુધારામાં સાધારણ પ્લસ હતો. અપેક્સ ફ્રોઝન સળંગ ચાર દિવસની પાંચ-પાંચ ટકાની નીચલી સર્કિટ બાદ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે પાંચ ટકા વધીને ૮૪૮ રૂપિયા બંધ હતો. છેલ્લે લગભગ ૨૨,૯૦૦ શૅરના બાયર ઊભા હતા. GTPL પણ સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં ૧૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાપાંચ ટકા વધીને ૧૬૬ રૂપિયા હતો.

HCL ઇન્ફોમાં પ્રમોટર્સ હોલ્ડિંગ વધ્યું

દેવાનો બોજ ઘટાડવા HCL ઇન્ફો સિસ્ટમ્સ દ્વારા શૅરદીઠ ૪૭ રૂપિયાના ભાવે ૨૧ શૅરદીઠ ૧૦ શૅરના ધોરણે રાઇટ ઇશ્યુ કરાયો હતો. ૫૦૦ કરોડનો આ રાઇટ ઇશ્યુ પબ્લિક પોર્શનમાં માત્ર ૧૧ ટકા જ ભરાયો હતો. એના પગલે પ્રમોટર્સ શિવ નાડર ગ્રુપ દ્વારા એક સરાહનીય પ્રયાસ તરીકે અન-સબસ્ક્રાઇબ્ડ પોતો ભરી દઈ રાઇટને સફળ બનાવાયો છે. ૫૦૦ કરોડ રૂપિયાના આ ઇશ્યુમાં પ્રમોટર્સે ૪૪૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાથી હવે કંપનીમાં તોમનો હિસ્સો ૫૦.૪ ટકાથી વધીને ૬૨.૯ ટકા થશે. આ સમાચારના પગલે શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૫૩ રૂપિયા વટાવી છેલ્લે સવાદસ ટકાની તેજીમાં ૫૨ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા તથા બુકવૅલ્યુ ૩૨ રૂપિયાની છે. ૫૦૦ કરોડ રૂપિયાના રાઇટ ઇશ્યુમાંથી ૪૦૦ કરોડ રૂપિયા દેવાની ચુકવણીમાં જશે. રાઇટ ઇશ્યુના કિસ્સામાં પ્રમોટર્સ તોમનું હોલ્ડિંગ પાંચ ટકાથી વધુ ઊંચે લઈ જાય તો ઓપન ઑફરનો નિયમ લાગુ પડતો નથી. અન્યથા કોઈ પણ હિસાબી વર્ષમાં પ્રમોટર્સ તોમનો હિસ્સો પાંચ ટકા કે એથી વધુ વધારે તો સેબીના કાયદા મુજબ ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા ફરજિયાત ઓપન ઑફર કરવાની રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK