શૅરબજારમાં દિવાળી પહેલાં દિવાળી, પરંતુ દિવાળી પછી દિવાળી રહેશે?

અલબત્ત, એમાં ગ્લોબલ માર્કેટ્સના સુધારાની પણ અસર હતી. જોકે હવે આ સુધારાનો દોર લાંબો ચાલે એવા સંકેત છે, કારણ કે આ દિવસોમાં આર્થિક સુધારાનો દોર પણ શરૂ થઈ ગયો છે અને ચાલશે. સમઝો તો ઇશારા કાફી

BSE

શૅરબજાતની સાદીવાત - જયેશ ચિતલિયા

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સંબંધી સરકારે રાહતો જાહેર કર્યા બાદ અને હજી રાહતો આવી શકે એવા સંકેત આપ્યા બાદ શૅરબજારનો મૂડ કંઈક અંશે બદલાયો હતો જેને પગલે ગયા સોમવારે બજાર પૉઝિટિવ ખૂલીને ઉપર જઈ પછીથી સામાન્ય વૃદ્ધિ સાથે બંધ રહ્યું હતું. મંગળવારે પણ બજારે સુધારો ચાલુ રાખીને નિફ્ટીને વધુ એક વાર ૧૦,૦૦૦ની સહજ ઉપર મૂક્યો હતો અને સેન્સેક્સને ૩૨,૦૦૦ની નજીક. બુધવારે માર્કેટ શરૂઆતમાં પૉઝિટિવ અને ૧૨૫ પૉઇન્ટ ઊંચું ગયા બાદ છેલ્લા કલાકોમાં પ્રૉફિટ-બુકિંગ થતાં માઇનસ બંધ રહ્યું હતું જેમાં નિફ્ટી ફરી ૧૦,૦૦૦ની નીચે આવી ગયો હતો. જોકે ગુરુવારે બજારે નવો વળાંક લઈને ૩૫૦ પૉઇન્ટનો સેન્સેક્સે ઉછાળો મારી ૩૨,૦૦૦ની સપાટી ફરી એક વાર પાર કરી હતી, જ્યારે નિફ્ટી ૧૦,૦૦૦ની ઉપર ટકી રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ ૨૫૦ પૉઇન્ટ વધીને ૩૨,૪૩૨ અને નિફ્ટી ૭૧ પૉઇન્ટ ઊછળીને ૧૦,૧૬૭ થઈ ગયો હતો જેને લીધે બજારમાં દિવાળી પહેલાં જ દિવાળીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે દિવાળી બાદ પણ આ તેજીનો દોર ચાલશે કે નહીં એ સવાલ છે જેના જવાબમાં મળી રહેલા સંકેતો પૉઝિટિવ છે. સરકાર જે રીતે આર્થિક સુધારા માટે ગંભીર બની છે અને અમુક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને જે પગલાં લેવાતાં રહેશે એમાં બજારને બૂસ્ટ મળવાની આશા ચોક્કસ રાખી શકાય.

એનર્જી-સેક્ટરને એનર્જી

ગયા સોમવારે વડા પ્રધાને ગ્લોબલ અને ભારતની ટોચની ઑઇલ-ગૅસ કંપનીઓ સાથે બેઠક કરીને આ સેક્ટરમાં રોકાણ આકર્ષવા વિગતે ચર્ચા કરી હતી. આમાં બે હેતુ હતા, એક રોકાણ આકર્ષવાનો અને બીજો આયાતનર્ભિરતા ઘટાડવાનો. આ મીટિંગના પરિણામરૂપે સાઉદીની ટોચની ઑઇલ કંપનીએ ભારતમાં સંયુક્ત સાહસરૂપે અહીં જંગી રોકાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જ્યારે રશિયાની નામાંકિત કંપનીએ પણ રોકાણ વધારવાના સંકેત આપ્યા હતા. ઇન શૉર્ટ, ભારતમાં ઑઇલ-ગૅસ સેક્ટરમાં આગામી સમયમાં જબરદસ્ત રોકાણની આશા નિશ્ચિત બની છે. બાય ધ વે, મહત્વની વાત એ છે કે અર્થતંત્ર ધીમું પડ્યું અને વિકાસ મંદ પડ્યો હોવાની ચર્ચાના વાતાવરણમાં સરકાર સક્રિય બની હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. દિવાળી બાદ GSTમાં રાહતનો વધુ એક ડોઝ આવશે એમ જણાય છે અને દિવાળી પહેલાં અન્ય પગલાં મારફત પણ સરકાર લોકોને રાજી કરવાનાં પગલાં ભરે તો નવાઈ નહીં. ઇન શૉર્ટ, મોદીએ (સરકારે વિરોધ અને વિરોધીઓના) જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. આ વાત માર્કેટ માટે પણ મહત્વની સાબિત થશે.

સરકારનું સુધારા પર ફોકસ

બુધવારે વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિની પ્રથમ બેઠક મળી હતી જેમાં આર્થિક સમસ્યા કે મુદ્દાઓ પર યુદ્ધના ધોરણે કામ હાથ ધરવાનું નક્કી થયું હતું જેને ધ્યાનમાં રાખી સમિતિએ દસ અલગ-અલગ ક્ષેત્ર તારવ્યાં હતાં. આ ક્ષેત્રોમાં રોજગારસર્જનથી લઈને આર્થિક વિકાસ, કૃષિ, સામાજિક, નાણાનીતિ, જાહેર ખર્ચ, ઇન્ફૉર્મલ સેક્ટર અને વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. અહીં મહત્વની વાત એ છે કે આ સમિતિની ભલામણો સીધી વડા પ્રધાનને જશે. આ સમિતિ નવેમ્બરમાં પણ બેઠક કરશે, અર્થાત્ આ કાર્ય હવે સરકાર વધુ ગંભીરતાથી હાથ ધરશે એ નક્કી છે. અલબત્ત, સમિતિએ વિકાસ ધીમો પડ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે અને હવે સરકાર લાંબા ગાળાની નીતિઓ સાથે ટૂંક સમયમાં આર્થિક સહિત દરેક ક્ષેત્રે પગલાં લેવાનો અભિગમ અપનાવશે. અર્થતંત્ર અને માર્કેટ માટે આ અણસાર કે સંકેત સમઝો તો ઇશારા કાફી જેવા છે.

ઇન્વેસ્ટરોને નવી ઑફર

દિવાળી આસપાસ સરકાર એના ભારત-૨૨ નામના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) મારફત બજારમાંથી ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે એવું જાણવા મળે છે જેમાં જાહેર સાહસો ઉપરાંત ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ પણ સામેલ છે. આ સાથે ભારતની નંબર વન જનરલ ઇન્શ્યૉરન્સ કંપની (GIC)નો IPO પણ છલકાઈ ગયો છે. IPOને મળી રહેલા ભવ્ય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સરકાર ભારત-૨૨ માર્ગે રીટેલ રોકાણકારોને સારા શૅરોનો બન્ચ ઑફર કરવા આવશે. આ સાથે વધુમાં વધુ ઇશ્યુઝ સારા પ્રતિસાદ મેળવીને લિસ્ટેડ થઈ રહ્યા છે જેના પરિણામે બજારનો ઉત્સાહ વધે છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નાં પરિણામ સારાં આવ્યાં છે, જ્યારે અન્ય કંપનીઓનાં પરિણામ પણ સુધારાતરફી આવવાની આશા વધી છે. કૉર્પોરેટ પરિણામ બજારને વેગ આપવાની ભૂમિકા ભજવશે. સરકાર ખર્ચ વધારી રહી છે, રોકાણ-પ્લાન કરી રહી છે, GSTમાં સમય વર્તીને સુધારા કરી રહી છે. હવે પછી રોજગારસર્જન પર પણ જોર અપાશે. આ માહોલમાં સેન્ટિમેન્ટ સુધરે એ સહજ છે.

લાંબા ગાળાનો પૉઝિટિવ મેસેજ

ગયા સપ્તાહમાં વર્લ્ડ બૅન્ક અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ કહ્યું છે કે ‘ભારતનો વિકાસદર અંદાજ ઘટાડાયો છે, પરંતુ એકથી બે વર્ષની અંદર જ ભારતના વિકાસની ગતિ વેગ પકડશે એવું પણ કહ્યું છે. રિઝર્વ બૅન્કે એની તાજેતરની પૉલિસી સમયે તેમ જ રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રંગરાજને પણ વિકાસદર નીચે રહેવાની ધારણા વ્યક્ત કરી છે. એ માટેના કારણમાં મુખ્યત્વે ડીમૉનેટાઇઝેશન અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને જવાબદાર ઠરાવાય છે, પરંતુ આ બે કારણ સ્વાભાવિક છે. આ જ બે કારણસર વિકાસ પછીથી વધશે. આ સાથે અહીં એ પણ નોંધવું જોઈએ કે સીધા વેરાની આવક વધી છે. નવા ઇશ્યુઓ છલકાઈ રહ્યા છે. લાંબા ગાળાના રોકાણકારો એનો પૉઝિટિવ મેસેજ સમજીને આગળ વધી શકે છે.

સેન્ટિમેન્ટ સુધારાની દિશામાં

રીટેલ ફુગાવો નીચો જળવાઈ રહ્યો છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદને વૃદ્ધિ નોંધાવી છે. નિકાસકારોને અપાઈ રહેલી રાહતો અને સરકાર તરફથી નવા રોકાણનાં જાહેર થઈ રહેલાં પગલાં ૨૦૧૮માં વિકાસની ગતિને વધારવામાં સહભાગી થશે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ પાસે જમા થઈ રહેલું રોકાણ પણ બજારને ટેકો આપતું રહેશે. વિદેશી રોકાણકારોને આકર્ષવા સરકાર એની નીતિઓમાં વધુ ઉદારતા અને વ્યવહારુપણું લાવી રહી છે જેની અસર પણ પૉઝિટિવ થવાની આશા રહે છે. આમ તો મોટા ભાગે ઑક્ટોબર મહિનો શૅરબજાર માટે ખરાબ જતો હોય છે, પરંતુ આ વખતે આ પરંપરા તૂટે તો નવાઈ નહીં. આર્થિક ફન્ડામેન્ટલ્સ ભલે હજી બહુ સુધરી ગયાં નથી અને હજી નબળાઈ દર્શાવે છે છતાં બજારમાં વધતી પ્રવાહિતા અને સુધરતા સેન્ટિમેન્ટથી વધ-ઘટ સાથે પણ તેજીનો દોર ચાલુ રહેવાની શક્યતા વધુ છે.

ટેલિકૉમ-સેક્ટરનાં મર્જર ડીલ્સ

વીતેલા સપ્તાહમાં તાતા ટેલિ સર્વિસિસ અને ભારતી ઍરટેલ વચ્ચે અને વોડાફોન તથા આઇડિયા સેલ્યુલર વચ્ચે થયેલા મર્જરનાં ડીલ્સ પણ મહત્વનાં રહ્યાં હતાં જેમાં કંપનીના શૅરમાં ઉછાળો આવ્યો હતો તેમ જ આ બે ઘટનાએ ટેલિકૉમ-સેક્ટરમાં થઈ રહેલા ધરખમ પરિવર્તનની સાક્ષી પૂરી હતી.  

નાની સાદી વાત

રોકાણકારો સિલેક્ટિવ બનીને લાંબા ગાળાનો વ્યૂહ લઈ ચાલે એમાં શાણપણ અને વચ્ચે સારા ભાવે નફો બુક કરતા રહે તો પણ ડહાપણ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK