ફ્રન્ટલાઇન જાતોની પીછેહઠમાં બજાર નરમ, પણ રોકડામાં ઝમકનો માહોલ

ખાતર શૅરમાં સબસિડી સ્કીમ લંબાવાતાં મોટા ઉછાળા : ૬૩ મૂન્સ તગડા વૉલ્યુમ સાથે ૧૮ ટકા ઊંચકાયો : MMTC બોનસ માટે બોર્ડ-મીટિંગમાં ૨૦ ટકાની તેજીમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં રહીને શૅરબજાર ગુરુવારે છેવટે ૧૫૦ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૩૩૬૮૫ તો નિફ્ટી ૫૧ પૉઇન્ટના ઘટાડે ૧૦૩૬૦ બંધ રહ્યાં છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૨૦ તો નિફ્ટીમાંનાં ૫૦માંથી ૩૮ કાઉન્ટર રેડ ઝોનમાં બંધ આવ્યાં છે. આગલા દિવસની ત્રણ ટકા પ્લસની નરમાઈ IOCમાં એક્સ-બોનસ થયાના પગલે  રિપીટ થઈ છે. બે ટકા પ્લસના સુધારામાં ૧૧૬૧ રૂપિયા આસપાસ બંધ આપીને એશિયન પેઇન્ટ્સ બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર હતો. સેન્સેક્સ-નિફ્ટી તેમ જ લાર્જ કૅપમાં અડધા ટકા જેવી નબળાઈ સામે મિડકૅપ અડધો ટકો તો સ્મૉલકેપ ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ રહેતાં માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર રીતે હકારાત્મક હતી. ફ્લ્ચ્ ખાતે તો ૫૫૯ શૅરના ઘટાડા સામે ૯૮૨ જાતો વધીને આવી છે. ગુરુવારે જૂજ અપવાદ સિવાયના તમામ ઇન્ડાઇસિસ ઢીલા હતા. બૅન્ક નિફ્ટી સાધારણ તો બૅન્કેક્સ અડધો ટકો ડાઉન હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના ૦.૩ ટકા જેવા ઘટાડા સામે PSU બૅન્ક નિફ્ટી પોણો ટકો કટ થયો છે. જોકે બૅન્કિંગ સેગમેન્ટમાં સાઇડ કાઉન્ટર્સ સુધારામાં હતાં. સેન્ટ્રલ બૅન્ક આઠ ગણા જેવા કામકાજમાં સાડાપંદર ટકાથી વધુના ઉછાળે ૮૭ રૂપિયા બંધ રહ્યો છે. IDBI બૅન્ક પોણાસાત ટકા, આંધ્ર બૅન્ક સવાચાર ટકા અને દેના આંધ્ર પોણાચાર ટકા પ્લસ હતા. ૬૦ રૂપિયાના બજારભાવ સામે ૫૦ ટકા પ્રીમિયમે  ૬૦૦ કરોડ રૂપિયામાં કંપનીમાં ૬ ટકા જેવું હોલ્ડિંગ વધારવાની પ્રમોટર્સની કવાયત પાછળ સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ગઈ કાલે દોઢા કામકાજમાં અઢી ટકા વધીને ૬૨ રૂપિયા નજીક જોવા મળ્યો છે. ફ્યુચર ગ્રુપના શૅરમાં ફૅન્સી આગળ વધી રહી છે. હેવીવેઇટ રિલાયન્સ પોણાબે ટકાની ખરાબીમાં ૯૧૨ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ૫૪ પૉઇન્ટ જેવી હાનિ થઈ હતી. રિલાયન્સ વૉલ્યુમ સાથે નબળો રહ્યો એ સૂચક કહી શકાય. કેન્દ્ર સરકારનું ઘણું મોટું ૮૫ ટકા પ્લસનું હોલ્ડિંગ ધરાવતી MMTC અને ITDC ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. ક્વિક હિલ ટેક્નૉલૉજીઝ ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૩૧૦ રૂપિયા થઈ છેલ્લે સવાદસ ટકાના જમ્પમાં ૩૦૬ રૂપિયા રહ્યો છે. એશિયામાં સાંકડી વધ-ઘટે મિશ્ર વલણ હતું. યુરોપ રનિંગ ક્વોટમાં સાધારણ પૉઝિટિવ બાયસમાં જણાતું હતું.

ખાતર શૅરમાં સબસિડીનો કરન્ટ જોવા મળ્યો

સરકાર દ્વારા ખાતર સબસિડીની ખેડૂતો કે લાભાર્થીને સીધી ચુકવણી માટેની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમના અમલને લીલીઝંડી આપવાની સાથે-સાથે યુરિયા ખાતર પરની સબસિડીની મુદત લંબાવાઈ છે. હવે આ સબસિડી માર્ચ ૨૦૨૦ સુધી ચાલુ રહેશે. આના કારણે ગુરુવાર ખાતર શૅરને ફળ્યો હતો. ઉદ્યોગના ૨૦માંથી ૧૫ શૅર વધીને બંધ રહ્યા છે. નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ પાંચ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં સાડાઅઢાર રૂપિયાની નજીક બંધ હતો. BSE ખાતે છેલ્લે સવા લાખ શૅરના બાયર લાઇનમાં દેખાતા હતા. કેન્દ્ર સરકારની ૭૪.૭ ટકા માલિકીવાળી નૅશનલ ફર્ટિલાઇઝર્સ બમણા કામકાજમાં સવાપાંચ ટકાના ઉછાળે ૫૯, તો ૯૦ ટકા સરકારી કંપની ફેક્ટ (ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોર) પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૪ રૂપિયા નજીક બંધ હતા. ખૈતાન કેમિકલ્સ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૬ રૂપિયા, કોરોમંડલ ઇન્ટરનૅશનલ પાંચેક ટકાના ઉછાળે ૫૨૫ રૂપિયા તો સરકારની ૫૯.૫ ટકા મૂડી ભાગીદારીવાળી મદ્રાસ ફર્ટિલાઇઝર્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૫.૫૦ નજીક બંધ આવ્યા છે. ઝુઆરી ઍગ્રો ૪.૩ ટકા, રાષ્ટીÿય કેમિકલ્સ ચાર ટકા, સ્પીક અઢી ટકા, ચંબલ ફર્ટિલાઇઝર્સ બે ટકા અપ હતા.

ઇન્ડિયન હોટેલ્સમાં ૪૦૩ ગણું વૉલ્યુમ


તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ રોજના સરેરાશ બે લાખ કરતાં ઓછા કામકાજ સામે ગઈ કાલે ૭૯૩ લાખ શૅરના જંગી વૉલ્યુમમાં ઇન્ટ્રા-ડેમાં ૧૩૭ થઈ છેલ્લે બે ટકા વધીને ૧૩૩ રૂપિયા બંધ આવ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની નવરચનાના ભાગરૂપ કંપનીમાં ૨૯.૮ ટકા હોલ્ડિંગ ધરાવતી તાતા સન્સ દ્વારા સર દોરાબજી તાતા ટ્રસ્ટ, લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ તેમ જ સર રતન તાતા ટ્રસ્ટ જેવી ત્રણ પ્રમોટર્સ એન્ટિટીઝ પાસેથી ૬.૬ ટકાનું હોલ્ડિંગ હસ્તગત કરાયાના પગલે વૉલ્યુમ અને ભાવમાં કરન્ટ આવ્યો છે. તાતા સન્સે ૧૩૬ રૂપિયાની વેઇટેડ ઍવરેજ પ્રાઇસ કરતાં મહત્તમ ૨૫ ટકા પ્રીમિયમના ભાવે આ ઍક્વિઝિશન કર્યું હોવાનું મનાય છે. અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીજ અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૧૧ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૨ વટાવી છેલ્લે ૧૮ ટકાના જમ્પમાં ૧૦૦ રૂપિયા હતો. ફ્યુચર ગ્રુપ ખાતે ફ્યુચર માર્કેટ નેટવર્ક્સ બાર ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૮ રૂપિયા, ફ્યુચર લાઇફ સ્ટાઇલ પોણાચાર ટકા વધીને ૪૦૩ તથા ફ્યુચર રીટેલ ૧૫ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૬૩ વટાવીને અંતે ૯ ટકા વધીને ૫૫૮ રૂપિયા બંધ હતા. ફ્યુચર સપ્લાય ચેઇન સાડાચાર ટકાની તેજીમાં ૭૦૯ રૂપિયા હતો. MCX ૬ ગણા વૉલ્યુમમાં ઉપરમાં૮૩૩ બતાવી છેલ્લે સાડાઆઠ ટકાની મજબૂતીમાં ૮૨૫ રૂપિયા જોવા મળ્યો છે. 

IOC એક્સ બોનસમાં નરમ


PSU ઑઇલ જાયન્ટ IOC (ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન)માં શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ-ડેટ ૧૭ માર્ચ હોવાથી ભાવ ગઈ કાલે એક્સ-બોનસ થયો છે. બોનસ ઍડ્જસ્ટમેન્ટ પ્રમાણે નિયત ૧૯૭ પ્લસના આગલા બંધ સામે શૅર ગઈ કાલે ૧૯૦ ખૂલી નીચામાં ૧૮૮ અને ઉપરમાં ૧૯૩ થઈ છેલ્લે ૨.૮ ટકાના ઘટાડે ૧૯૨ રૂપિયા બંધ આવ્યો છે. આગલા દિવસે પણ આ કાઉન્ટર ત્રણ ટકાથી વધુના ઘટાડામાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. ગઈ કાલે વૉલ્યુમ લગભગ સવાત્રણ ગણું હતું. IOC દ્વારા છેલ્લા દોઢેક વર્ષમાં આ બીજું બોનસ છે. દરમ્યાન ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નરમાઈમાં એક ટકો ડાઉન હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮ ટકા ઘટીને ૯૧૨ રૂપિયા હતો. ઑઇલ ઇન્ડિયા, ગેઇલ, ઇન્દ્રસ્થ ગૅસ તથા હિન્દુસ્તાન પેટ્રો પોણાથી સવા ટકા ઢીલા હતા. ગુજરાત સરકારની GSPL છેલ્લા પાંચમાંથી ચાર દિવસની નરમાઈમાં ગઈ કાલે ૧૮૯ રૂપિયા થઈ છેલ્લે એક ટકો ઘટીને ૧૯૦ હતો. મહાનગર ગૅસ દોઢ ટકો વધી ૧૦૩૨ રૂપિયા બંધ રહ્યો છે.

MMTC બોનસ જાહેરાત ૨૦ ટકા અપ

કેન્દ્ર સરકારની ૮૯.૯૩ ટકા માલિકીની MMTCમાં ૧૯ માર્ચે બોનસ માટે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં શૅર ગુરુવારે નવ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૨ રૂપિયા વટાવી છેલ્લે ત્યાં જ બંધ હતો. એક રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૨ રૂપિયા આસપાસ છે. કંપનીએ છેલ્લે જૂન ૨૦૧૦માં શૅરદીઠ એક મેઇડન બોનસ આપ્યું હતું અને ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન કર્યું હતું. ૨૦૧૭ની ૭ નવેમ્બરે ૧૦૨ની ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયેલો આ શૅર ઘટતો રહીને તાજેતરમાં ૯ માર્ચે ૪૫.૫૦ રૂપિયાની નવેમ્બર ૨૦૧૬ પછીની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ શૅરમાં ૨૦૧૦ની ૧૮ જાન્યુઆરીએ રૂ.૧૮૭૩ની વિક્રમી સપાટી બની હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૧૬માં શૅર ૩૦ રૂપિયા આસપાસ ઑલટાઇમ તળિયે દેખાયો હતો. દરમ્યાન સરકારની માલિકીની અન્ય કંપની STC જે તાજેતરમાં બૅન્કલોન ચૂકવવામાં ડિફૉલ્ટ જાહેર કરાઈ છે. એનો શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૯ રૂપિયા નજીક બંધ હતો. ૮ માર્ચે તાજેતરમાં ભાવ ૧૩૮ રૂપિયા ના વર્ષના તળિયે ગયો હતો. ચારેક મહિના પૂર્વે ૭ નવેમ્બરે શૅરમાં ૨૯૯ રૂપિયાની વર્ષની ટોચ દેખાઈ હતી. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ માઇનસ ૫૦૨ રૂપિયાની છે. ૧૦ રૂપિયાના શૅરની ૩૭ રૂપિયા નજીકની બુકવૅલ્યુવાળી સરકારી ૮૭ ટકા માલિકીની ITDC ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૫૦ રૂપિયા બંધ આપતાં પૂર્વે ઇન્ટ્રા-ડેમાં ૩૭૧ રૂપિયાના વર્ષના તળિયે ગયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK