વિક્રમી સપાટીના સિલસિલામાં બજાર ૩૫,૦૦૦ ભણી સરક્યું

પ્રાઇવેટ બૅન્કની હૂંફમાં બૅન્ક નિફ્ટી બેસ્ટ લેવલે : વધેલા શૅરમાં ત્રીસેક ટકા જાતો ઉપલી સર્કિટે બંધ : રિપ્પલ, ઇથર, બિટકૉઇન કૅશ, લાઇટકૉઇન ઇત્યાદિ ક્રિપ્ટો કરન્સીમાં વધતી નબળાઈ

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રીટેલ ઇન્ફ્લેશન ૧૭ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે, પરંતુ જથ્થાબંધ ભાવાંકની રીતે ફુગાવાનો દર ઘટીને ૩.૬ ટકાની અંદર ડિસેમ્બરમાં નોંધાયો હોવાના અહેવાલ પાછળ ફુગાવામાં વધારાનું ટેન્શન કંઈક હળવું થયું છે. કંપનીનાં પરિણામની મોસમનો આરંભ પ્રોત્સાહક રહ્યો છે. બજેટ નજીકમાં છે. ડિસેમ્બરમાં ૪૭૪૭ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરનાર FII અર્થાત વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચાલુ મહિને અત્યાર સુધીના ગાળામાં નેટ બાયર બન્યા છે. જોકે તેમનું ચોખ્ખું રોકાણ બજારમાં ૧૫૦૦ કરોડ રૂપિયાની આસપાસનું જ છે, પરંતુ નેટ સેલરની ભૂમિકા તેમણે બદલી છે. એ એક આશ્વાસન કહી શકાય. વિશ્વબજારમાં બૅરલદીઠ ૭૦ ડૉલરને આંબી ગયેલું ક્રૂડ હાલમાં સાંકડી વધ-ઘટે ૬૯ ડૉલરની આસપાસ થાક ખાઈ રહ્યાં છે અને એ સૌથી નક્કર તેમ જ મહત્વનું કારણ છે. દેશી ફન્ડોની એકધારી લેવાલી થાપણ અને બચતદરમાં ખાસ કસ નથી, રોકાણના અન્ય વિકલ્પમાં આકર્ષણ નથી. સરવાળે લોકોએ શક્ય એટલી હદે બેસ્ટ લેવલ મેળવવા મ્યુચ્યુઅલ ફન્ડો તેમ જ SIP પાછળ ગાંડી દોટ મૂકી છે. આ નાણાં શૅરબજારમાં ઠલવાઈ રહ્યાં છે. કાચના ટુકડા જેવા ધારાવી શૅર અને જન્ક બૉન્ડ સુધ્ધાં આજકાલ ગજબની લાઇમલાઇટમાં ચાલે છે. જે દિવસે રિયલ કરેક્શન મંદીની સાઇકલ આવશે ત્યારે ગામઆખાને ઝેર ખાવાના દહાડા આવવાના છે એ લખી રાખજો.

ઍની વે, ઑલટાઇમ હાઇનો ટ્રેન્ડ પકડી રાખતાં શૅરબજાર ગઈ કાલે આરંભથી અંત સુધી મજબૂતી દાખવી ઉપરમાં ૩૪૯૬૩ વટાવી છેલ્લે ૨૫૧ પૉઇન્ટની આગેકૂચમાં ૩૪૮૪૩ તથા નિફ્ટી ૧૦૭૮૩ નજીક જઈ અંતે ૬૦ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦૭૪૧ પ્લસ તો નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર વધ્યા હતા. HDFC બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. આઇશર મોટર્સ ૭૩૭ રૂપિયા કે અઢી ટકાની ખરાબીમાં ૨૭૯૧૧૨ રૂપિયાના બંધમાં નિફ્ટી-૫૦માં તો ONGC બે ટકા જેવા ઘટાડે ૧૯૬ રૂપિયાના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. મિડકૅપ ઇન્ડેક્સ નજીવા ઘટાડે બંધ હતો. સ્મૉલકૅપ તેમ જ બ્રૉડર માર્કેટ સેન્સેક્સના મુકાબલે ઓછા વધ્યા છે. બજારના ૧૯ સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી ડઝન જેટલા ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ હતા. ચાઇનીઝ સત્તાવાળા મૅન્યુફૅક્ચરિંગ એકમો સામે કડક બનતાં ઘરઆંગણે ક્લોર-આલ્કલી તેમ જ સોડા ઍશ બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓ લાભમાં રહેવાની શક્યતા છે. પોલારિસમાં સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટે ૨૩૨ રૂપિયાની ફ્લોર પ્રાઇસ સામે હવે ૩૭૦ રૂપિયાની ઇન્ડિકેટિવ પ્રાઇસ પ્રમોટર્સે જાહેર કરી છે. એની અસરમાં ભાવ ગઈ કાલે છ ગણા કામકાજમાં ૪૨૨ રૂપિયાના નવા શિખરે જઈ અંતે સવાછ ટકા વધીને ૪૧૪ રૂપિયા બંધ હતો. મારિકોમાંથી ડીમર્જ થયેલી કાયા લિમિટેડ બાર ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૦૬ ઊછળીને ૧૨૩૬ રૂપિયાની વિક્રમી સપાટીએ ગઈ હતી. ગુજરાત આલ્કલીઝ પાંચ ગણા કામકાજમાં ૯૩૨ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બાદ નવેક ટકાના જમ્પમાં ૯૧૬ રૂપિયા ઉપર બંધ આવી છે.

HDFC ગ્રુપના શૅર ડિમાન્ડમાં

મૂડી ભંડોળ ઊભું કરવાની મહkવાકાંક્ષી યોજનાની અસરમાં HDFC ગ્રુપના શૅર ગઈ કાલે નોંધપાત્ર ફૅન્સીમાં જોવાયા છે. HDFC સાડાસાત ગણા કામકાજમાં ૧૮૮૬ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે સવાછ ટકા નજીકની તેજીમાં ૧૮૭૦ રૂપિયા આસપાસ બંધ હતો. HDFC બૅન્ક ૧૯૦૧ રૂપિયા નજીક જઈને દોઢ ટકો વધી ૧૮૯૩ રૂપિયા રહ્યો છે. વૉલ્યુમ લગભગ અઢી ગણું હતું. HDFC-ટ્વિન્સની આ તેજીથી સેન્સેક્સને કુલ મળીને ૨૩૩ પૉઇન્ટનો લાભ થયો હતો. HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યૉરન્સ ૪૮૭ રૂપિયા પ્લસની ઑલટાઇમ હાઈ બતાવી બમણા કામકાજમાં સવાચાર ટકા પ્લસના જમ્પમાં ૪૭૫ રૂપિયા આવ્યો છે. કામકાજનાં બે વીક પૂર્વે ૨૭ ડિસેમ્બરે શૅરનો ભાવ ૩૭૪ રૂપિયાનો હતો. HDFCની ૫૮ ટકા માલિકીની સબસિડિયરી ગૃહ ફાઇનૅન્સ પણ સાડાપાંચ ગણા વૉલ્યુમમાં ૫૩૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ગઈ કાલે પાંચ ટકાથી વધુના ઉછાળામાં ૫૩૨ રૂપિયા નજીક બંધ હતો.

બૅન્ક નિફટીમાં નવું બેસ્ટ લેવલ દેખાયું

સોમવારે બૅન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૬,૦૯૨ નજીક નવું ઊંચું શિખર સર કરીને છેલ્લે ૩૨૦ પૉઇન્ટ કે સવા ટકાની તેજીમાં ૨૬,૦૬૯ બંધ રહ્યો છે. એના ૧૨માંથી છ શૅર વધ્યા હતા. તો બૅન્કેક્સ ૧૦માંથી છ શૅરની મજબૂતીમાં ઉપરમાં ૨૯,૪૮૯ થઈ અંતે સવા ટકો કે ૩૬૫ પૉઇન્ટ ઊંચકાઈને ૨૯,૪૬૨ થયો છે. HDFC બૅન્ક ઉપરાંત ICICI બૅન્ક પોણાચાર ટકાના ઉછાળે ૩૨૯ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક દોઢેક ટકાની નજીકની આગેકૂચમાં ૧૦૩૩ રૂપિયા, ઍક્સિસ બૅન્ક પોણા ટકાથી વધુના સુધારામાં ૫૬૧ રૂપિયા તથા સ્ટેટ બૅન્ક નામકે વાસ્તે વધીને ૩૦૨ રૂપિયા બંધ હતા. આ પાંચ શૅરની મજબૂતી બજારને કુલ મળીને ૧૬૩ પૉઇન્ટ ફળી છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૦માંથી છ શૅરના સુધારામાં સવા ટકાથી વધુ ઊંચકાયો હતો, જ્યારે PSU બૅન્ક નિફ્ટી નહીંવત ૦.૨ ટકાથીય ઓછો પ્લસમાં હતો. એના બારમાંથી આઠ શૅર ડાઉન હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગ ખાતે ૪૦માંથી ૧૬ શૅર નરમ હતા. કૅપિટલ ફર્સ્ટ સાથે મર્જરની જાહેરાતમાં ઉભરાયેલો IDFC બૅન્ક ૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ હેવી પ્રૉફિટ-બુકિંગમાં તગડા કામકાજ વચ્ચે ૬૪ રૂપિયાની અંદર જઈ છેલ્લે પાંચ ટકા ખરડાઈ ૬૪ રૂપિયા પ્લસ બંધ આવ્યો છે. કૅપિટલ ફસ્ર્ટે સામે પક્ષે મજબૂતી જાળવી રાખતાં ૯૦૨ રૂપિયાની નવી ઊંચી સપાટી બતાવી સાત ગણા કામકાજમાં દોઢેક ટકો વધીને ૮૪૭ રૂપિયા થયો છે. કર્ણાટક બૅન્ક સાડાત્રણ ગણા કામકાજમાં દોઢેક ટકો વધીને ૮૪૭ રૂપિયા થયો છે. કર્ણાટક બૅન્ક સાડાત્રણ ટકાના ઘટાડે ૧૬૧ રૂપિયાની નીચે હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક, ફેડરલ બૅન્ક અને JK બૅન્ક દોઢથી બે ટકા ડાઉન હતા.

મારુતિ ૧૦૪ રૂપિયા ડાઉન

ઑટો ઇન્ડેક્સ ૨૦ ડિસેમ્બરે ૨૭,૦૩૧ની વિક્રમી સપાટી બાદ પ્રત્યાઘાતી ઘટાડાની ચાલમાં છે. ગઈ કાલે આ બેન્ચમાર્ક ૨૩૫ પૉઇન્ટની નરમાઈમાં એક ટકાની નજીકના ઘટાડે ૨૬,૨૫૦ બંધ આવ્યો છે. એના ૧૨માંથી ૧૦ શૅર માઇનસમાં હતા. મારુતિ સુઝુકી ૯૩૪૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ પ્રમાણમાં પાંખા કામકજમાં ૧૦૪ રૂપિયા કે એક ટકાથી વધુની નબળાઈમાં ૯૩૫૬ રૂપિયા બંધ હતો. તાતા મોટર્સ એક ટકો, અશોક લેલૅન્ડ બે ટકા, આઇશર મોટર્સ પોણાબે ટકા, હિરો મોટોકૉર્પ દોઢ ટકો, મહિન્દ્ર એક ટકાની નજીક ઢીલા હતા. ટૂ-થ્રી વ્હીલર સેગમેન્ટની ૧૧માંથી આઠ જાતો ડાઉન હતી. સ્કૂટર્સ ઇન્ડિયા તેજીની ચાલ બરકરાર રાખતાં વધુ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૬ રૂપિયાના નવા શિખરે ગયો છે. મૅજેસ્ટિક ઑટો એક ટકાની આગેકૂચમાં ૨૦૭ રૂપિયા હતો. TVS મોટર્સમાં દોઢ ટકાની નરમાઈ હતી. ઍસ્ર્કોટ્સ, SML-ઇસુઝુ, VS ટેઇલર્સ ઇત્યાદિ પોણાથી દોઢ ટકાની રૅન્જમાં ડાઉન હતા. ઑટો શૅરની પાછળ રબર પ્રોડક્ટ્સ તેમ જ ટાયર અને ઑટો પાર્ટ્સ સેગમેન્ટમાં પણ એકંદર વલણ ઢીલું હતું.

૩૨૦ જાતોમાં નવી ઐતિહાસિક ટોચ

ગઈ કાલે BSE ખાતે ભાવની રીતે પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૧૫૨૫ શૅર વધીને બંધ રહ્યા છે. એમાંથી લગભગ ત્રીસેક ટકા જેટલા ચોક્કસ કહીએ તો ૪૪૩ કાઉન્ટર તેજીની સર્કિટમાં બંધ હતાં. ૧૭૨ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. ભાવની રીતે ૩૨૦ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં છે. આ યાદીમાં એજીસ લૉજિસ્ટિક, ABC એરિંગ્સ, આંધ્ર શુગર, ઍપ્કોટેક્સ, અસિત સી મહેતા ફાઇ. સર્વિસિસ, ભારત રસાયણ, બટરફ્યાલ, કૅપિટલ ફર્સ્ટ, ડાબર ઇન્ડિયા, ડેલ્ટા કૉર્પ, ડેન નેટવર્ક, ધુનસેરીટી, DIL, ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ, એક્સેલ, ફ્યુચર સપ્લાય ચેઇન, ગણેશ હાઉસિંગ, GE પાવર, ગતિ, ગોવા કાર્બન, ગોદાવરી પાવર, ગ્રાઇન્ડવેલ નોર્ટન, ગુજરાત આલ્કલીઝ, GSFC, HEG, IDFC, IDFC, ઇન્ફોસિસ, જિન્દલ સ્ટીલ, JSW સ્ટીલ, કાયા લિમિટેડ, લા આયેલા, લાર્સન, વાસ ફર્ટિ, મેટ્રોમોની ડૉટકોમ, મર્ક, એમ્ફાસિસ, નેટવર્ક-૧૮, PC જ્વેલર્સ, પોલારિસ, રિલાયન્સ નિપ્પોન, તાતા સ્ટીલ, તાતા ગ્લોબલ, થોમસ કુક, ટેક મહિન્દ્ર, TBZ, TV ટુડેઝ બ્રૉડકાસ્ટ, V-માર્ટ, વિસાકા ઇન્ડ., વેલસ્પન ઇન્ડ., ઝી એન્ટરટેઇનમેન્ટ, વિન્ટાક ઇત્યાદિ સામેલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK