ગુજરાતના એક્ઝિટ પોલ પહેલાં છેલ્લા કલાકમાં માર્કેટ ૨૫૦ પૉઇન્ટ ઊંચકાયું

તાતા કમ્યુનિકેશનમાં ફાજલ જમીનના ડીમર્જરનો ઊભરો શમી ગયો : વિડિયોકૉનમાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી : બૅન્કિંગ સેક્ટરમાં એકંદરે સુસ્તીભર્યું વલણ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગુજરાત ઇલેક્શનના એક્ઝિટ પોલ પહેલાં શૅરબજાર ૧૯૩ પૉઇન્ટ વધીને ૩૩,૨૪૭ નજીક તો નિફ્ટી ૫૯ પૉઇન્ટના સુધારામાં ૧૦,૨૫૨ બંધ રહ્યા છે. અમેરિકન ફેડ-રેટ વ્યાપક ધારણા મુજબ ૦.૨૫ ટકા વધ્યો છે. વિશ્લેષકો માને છે કે ૨૦૧૮ દરમ્યાન તબક્કા વાર કમસે કમ ત્રણ વખત ફેડ-રેટમાં આટલો વધારો થવા સંભવ છે. ચાલુ વર્ષે પણ ત્રણ વખત અમેરિકન મધ્યસ્થ બૅન્ક તરફથી વ્યાજદર વધારવામાં આવ્યા છે. એશિયન બજારો ગઈ કાલે સાધારણથી અડધા ટકા જેવી વધ-ઘટમાં મિશ્ર વલણમાં હતાં. એક માત્ર સિંગાપોર માર્કેટ એક ટકો ડાઉન હતું. પાકિસ્તાની શૅરબજાર ૩૮,૮૨૦ નજીકના આગલા બંધ સામે નીચામાં ૩૮,૧૨૭ થઈ રનિંગ ક્વોટમાં ૫૯૬ પૉઇન્ટની ખરાબીમાં ૩૮,૨૨૩ દેખાતું હતું. કોમેક્સ ગોલ્ડ પોણા ટકાના સુધારામાં ટ્રૉય ઔંશ (૩૧.૧૦ ગ્રામ) દીઠ ૧૨૫૮ ડૉલરે તો ચાંદી સવા ટકાથી વધુની આગેકૂચમાં ૧૬૦૯ સેન્ટ ચાલતા હતા. બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૬૨.૫૦ ડૉલરે અથડાયેલું હતું.

સેન્સેક્સ ગઈ કાલે બે વાગ્યા સુધી નેગેટિવ બાયસમાં હતો જેમાં ૩૨,૮૮૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. લગભગ છેલ્લો કલાક લાર્જ કૅપ અને ફ્રન્ટલાઇન શૅરમાં નોંધપાત્ર લેવાલીનો રહેતાં સેન્સેક્સ ઉપરમાં ૩૩,૩૨૧ને વટાવી ગયો હતો. ગઈ કાલે મિડ કૅપ બેન્ચમાર્ક નજીવો પ્લસ હતો. સ્મૉલ કૅપમાં ૦.૩ ટકાની નરમાઈ હતી. સામે સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથીયે વધુ પ્લસમાં બંધ આવ્યા છે. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી છે. વધેલા પ્રત્યેક બે શૅર સામે ત્રણ જાતો BSE ખાતે ડાઉન હતી. NSE ખાતે ૬૪૩ શૅર વધ્યા હતા. સામે ૧૧૦૦ કાઉન્ટર રેડ ઝોનમાં જોવાયાં છે. TCS ન્ને બજારમાં અઢી ટકા જેવા ઘટાડામાં ટૉપ લુઝર બન્યો હતો.

બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૨૦ શૅર નરમ હતા, પરંતુ અગ્રણી બૅન્ક વધીને બંધ રહેવાથી બૅન્કેક્સ તેમ જ બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ સુધર્યા છે. ITC ૧.૯ ટકા, HDFC બૅન્ક પોણા ટકાથી વધુ તેમ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણો ટકો વધીને બંધ રહેતાં બજારને કુલ મળીને ૯૯ પૉઇન્ટનું બળ મળ્યું હતું. સેન્સેક્સમાં ૩૧માંથી ૪ તો નિફ્ટીના ૫૦માંથી ૮ શૅર ઢીલા હતા.

તાતામાં ડીમર્જરનો ઊભરો ટકી ન શક્યો

તાતા કમ્યુનિકેશન્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ૭૭૩ એકર જેટલી ફાજલ જમીનને એક અલગ કંપનીમાં ટ્રાન્સફર કરી, આ કંપનીનું પછીથી લિસ્ટિંગ કરાવવાની યોજનાને મંજૂરી આપી છે. હોમીસ્પીઅર પ્રૉપર્ટીઝ ઇન્ડિયા લિમિટેડ નામથી આ ડીમર્જરના પગલે અસ્તિત્વમાં આવનારી કંપનીનો એક શૅર તાતા કમ્યુનિકેશન્સના શૅરધારકોને પ્રત્યેક એક શૅર સામે મળશે. ગઈ કાલે તાતા કમ્યુનિકેશન્સનો શૅર ખૂલતાની સાથે ઉપરમાં ૭૫૮ રૂપિયા થઈ ઘટતો-ઘટતો છેલ્લે એકાદ ટકાના સુધારામાં ૭૦૨ રૂપિયા બંધ રહ્યો છે. કામકાજ ૧૮ ગણા હતા. વૉટર બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ તગડા કામકાજ સાથે મજબૂતીની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે ૨૭૫ રૂપિયા પ્લસની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૧૯.૬ ટકાની તેજીમાં ૨૭૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. મહિનામાં આ શૅર ૧૨૦ રૂપિયા જેવો વધી ગયો છે. ફોર્સ મોટર્સ સાડાત્રણ ગણા કામકાજમાં સવાચાર ટકા કે ૧૩૩ રૂપિયાની ખરાબીમાં ૨૯૯૩ રૂપિયા બંધ રહેતાં પૂર્વે ૨૯૬૬ રૂપિયાની વર્ષની નીચી સપાટીએ ગયો હતો. ૨૦૧૭ની ૬ એપ્રિલે આ સ્ક્રીપ ૪૮૧૦ રૂપિયાની વિક્રમી સપાટીએ હતી. એ જ પ્રમાણે સિન્ટેક્સના પ્લાસ્ટિક ડિવિઝનના મર્જરથી અસ્તિત્વમાં આવેલી સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ટેક્નૉલૉજી સળંગ ચોથા દિવસની નબળાઈમાં ગઈ કાલે ૭૫ રૂપિયાની નીચે ઑલટાઇમ બૉટમ બનાવી છેલ્લે દોઢ ટકાના ઘટાડે ૭૫ રૂપિયા બંધ હતો. લિસ્ટિંગના દિવસે ૨૦૧૭ની ૮ ઑગસ્ટે શૅર ૧૩૬ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો.

તાતા ગ્રુપની લિસ્ટેડ અન્ય કંપનીઓની વાત કરીએ તો તાતા કેમિકલ્સ, તાતા ઇન્વેસ્ટમેન્ટ, તાતા મોટર્સ, તાતા પાવર, તાતા સ્પોન્જ, તાતા સ્ટીલના શૅર સાધારણથી પોણા ટકાની આસપાસ વધ્યા હતા. ટાયો રૉલ્સનો શૅર ૮.૬ ટકાની તેજીમાં ૬૮.૫ રૂપિયાના મથાળે બંધ રહી ટૉપ ગેઇનર બન્યો હતો. ઘટાડે બંધ રહેનાર શૅરમાં તાતા કૉફી ૧ ટકાની નરમાઈમાં ૧૫૭ રૂપિયા, તાતા ઍલેક્સી, તાતા ગ્લોબલ, તાતા મેટાલિક્સ અને વ્ઘ્લ્નો શૅર ૨.૬ ટકાની પીછેહઠમાં ૨૨૫૮ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો.

ટેક મહિન્દ્ર વર્ષની ટોચે

બજારના મિશ્ર વલણ સામે IT કંપની ટેક મહિન્દ્રનો શૅર કામકાજ દરમ્યાન ૫૧૭ રૂપિયાની વર્ષની ઊંચી સપાટીએ ક્વોટ થઈ અંતે અઢી ટકાની મજબૂતી સાથે ૫૧૪.૨૫ રૂપિયાના ભાવે બંધ થયો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૧.૨૮ લાખ શૅર સામે આજે ૧.૯૬ લાખ શૅરના કામકાજ થયા હતા. પાંચમી ડિસેમ્બરે શૅરનો ભાવ ૪૬૬ રૂપિયા હતો. ત્યાર પછીના સાત ટ્રેડિંગ સેશનમાં આ શૅર ૧૧ ટકા ઊંચકાયો છે. કંપનીએ એન્ટરપ્રાઇસ સેગમેન્ટ ઉપર ફોકસ વધારવાની સ્ટ્રૅટેજી બનાવી છે અને નવા વર્ષે કમ્યુનિકેશન્સ સેગમેન્ટમાં ઊંચો ગ્રોથ રહેવાની ધારણા મૂકી છે. બ્રોકરેજ હાઉસ જેપી મૉર્ગને ટેક મહિન્દ્રમાં ન્યુટ્રલ રેટિંગ સાથે કંપનીને નફાશક્તિ સાથે સ્થિર વૃદ્ધિદર જરૂરી હોવાનું જણાવ્યું હતું. પાછલા પાંચ મહિનામાં ટેક મહિન્દ્રનો શૅર ૩૩ ટકા વધ્યો છે, જ્યારે સમીક્ષાધીન સમયગાળામાં બેન્ચમાર્ક સેન્સેક્સ માત્ર ૩ ટકા જ ઊંચકાયો છે. ૬૦માંથી ૩૬ શૅરની નરમાઈમાં IT ઇન્ડેક્સ ૧૦,૮૫૬ બંધ હતો. લાયકોસ ઇન્ટરનેટ ૬ ટકા, MIC ઇલેક્ટ્રૉનિક્સ પાંચ ટકા, મેજેસ્કો ૪ ટકા, સાસ્કેન ૩.૪ ટકા, ત્રિજ્ઞાન ટેક્નૉલૉજી ૨.૯ ટકા, કેલટોન ટેક સૉલ્યુશન ૨.૮ ટકા, ૬૩ મૂન્સ ૨.૬ ટકા, LIT અઢી ટકા, સિયન્ટ ૧.૭ ટકા, રોલ્ટા, એમ્ફાસિસ, પોલારિસ, TVS ઇલેક્ટ્રૉનિક્સ જેવી કંપનીઓના શૅર દોઢ ટકાની આસપાસ તૂટ્યા હતા.

નાટકો ફાર્મામાં ઉછાળો

નાટકો ફાર્માનો શૅર એકંદરે મક્કમ ગતિએ ૧૦૨૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી અંતે છ ટકાથી વધારેની મજબૂતી સાથે ૧૦૨૧ રૂપિયાની નજીક બંધ રહ્યો હતો. રોજના સરેરાશ ૨૨,૦૦૦ શૅર સામે આજે ૧.૧૧ લાખ શૅરના કામકાજ થયા હતા. કંપની દ્વારા ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ મારફતે શૅરનું વેચાણ કરીને ફન્ડ રાઇઝિંગ કરવામાં આવ્યા બાદ શૅરમાં સુધારાની ચાલ શરૂ થઈ છે. અગાઉના ચાર સેશનમાં આ શૅર ૯ ટકા ઊંચકાયો છે. ૭૦માંથી ૪૩ શૅર બીમાર હોવા છતાં પણ હેલ્થકૅર ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ સુધરીને ૧૩,૯૭૭ બંધ થયો હતો જેમાં નાટકો ફાર્મા ટૉપ ગેઇનર હતો. ત્યાર બાદ વૉકહાર્ટ ૫.૫ ટકા, ફોર્ટિસ ૩.૪ ટકા, મર્ક ૩.૨ ટકા, ઇન્ડોકો ૨.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૩ ટકા, સિપ્લા, ૨.૨ ટકા, ડિવીસ લૅબ ૧.૭ ટકા, પોલિમેડ, અપોલો હૉસ્પિટલ, અજન્તા ફાર્મા ૧.૬ ટકા, મંગલમ, PEL, સિન્જેન, લુપિન, યુનિકેમ, ઇપ્કા લૅબ જેવા શૅર પોણાથી એક ટકાની રેન્જમાં સુધર્યા હતા.

વિડિયોકૉન અને જયપ્રકાશ અસો.માં નરમાઈ

બૅન્કો-લૅન્ડર્સ સમૂહ દ્વારા વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ અને જયપ્રકાશ અસોસિએટ્સ કંપનીને ઇન્સૉલ્વન્સી પ્રોસેસમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવતાં આજે ન્ને કંપનીના શૅરમાં પીછેહઠ જોવા મળી હતી જેમાં વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝનો શૅર પાંચ ટકાની નીચી સર્કિટે ૧૬.૭ રૂપિયાના તળિયે બંધ થયો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૭.૨૨ લાખ શૅર સામે આજે ૮.૬૩ લાખ શૅરના કામકાજ થયા હતા. એવી જ રીતે જયપ્રકાશ અસોસિએટ્સનો શૅર પણ પાછલા બંધથી સાધારણ ઊંચા ગૅપમાં ૧૮.૩ રૂપિયાના મથાળે ખૂલ્યા બાદ સતત ગગડીને ૧૭.૪૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૧.૭ ટકાની મંદીમાં ૧૭.૭ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. અહીં રોજના સરેરાશ કરતાં અડધું શૅર વૉલ્યુમ જોવા મળ્યું હતું. ઉપરોક્ત બન્ને કંપનીઓ ડેટ રિસૉલ્યુશનના ઍડ્વાન્સ સ્ટેજમાં હોવાથી ïબૅન્કોએ તેમને ઇન્સૉલ્વન્સી પ્રોસેસની લિસ્ટમાંથી બહાર રાખી છે. વિડિયોકૉન કંપની એની ૨૧,૫૦૦ કરોડ રૂપિયાની ડેટના રિસૉલ્યુશનની નજીક છે અને કંપની એની કેન્સ્ટાર બ્રૅન્ડ અને કૉર્પોરેટ હેડ ક્વૉર્ટર વેચીને લોનનું રિપેમેન્ટ કરવાની તૈયારી કરી રહી છે તો જયપ્રકાશ અસોસિએટ્સ પણ એની સિમેન્ટ ઍસેટ્સ વેચીને લોનની ચુકવણી કરશે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં સિમેન્ટ અને પાવર પ્લાન્ટ વેચીને ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું ઘટાડ્યું છે. વિડિયોકૉન અને જયપ્રકાશ અસોસિએટ્સને બાદ કરતાં રિઝર્વ બૅન્ક દ્વારા જારી કરાયેલી ૨૮માંથી ૨૬ કંપનીઓને બૅન્કો-લૅન્ડર્સ ગ્રુપે નાદારીની પ્રક્રિયા માટે ઇન્સૉલ્વન્સી અને બૅન્કરપ્સી કોડ હેઠલ NCLTમાં ધકેલવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK