છેલ્લી ઘડીના સેલિંગમાં શૅરબજારે ૩૩નું લેવલ ગુમાવ્યું

R.કૉમ ૭૯૬માંથી ૧૨ રૂપિયાના ઑલટાઇમ તળિયે, અનિલ ગ્રુપના શૅરમાં ખરડાતું માનસ : ટેસ્ટી બાઇટ બમણા નફાના જોરમાં ૧૦૮૪ના ઉછાળે ઑલટાઇમ હાઈ : અદાણી પાવર ખોટમાંથી નફામાં છતાં શૅરમાં નરમાઈ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

GSTની હૂંફની અસર ઝડપથી ઓસરી જતાં શૅરબજારમાં નવેસરનો ઠૂંઠવાટો શરૂ થયો છે. સેન્સેક્સ આગલા બંધથી પોણાસો પૉઇન્ટ જેવું ઉપર ખૂલીને ૩૩૪૧૭ના લેવલે ગયું અને તરત જ સુધારો થિજાવાનું શરૂ થઈ ગયું. માર્કેટ ક્રમશ: એકધારું ઘસાતું ગયું. છેલ્લા અડધા કલાકમાં વેચવાલીમાં ભારે શૅર આવતાં શૅરઆંક નીચામાં ૩૨૯૯૯ દેખાયો હતો. છેલ્લે ૨૮૧ પૉઇન્ટના ઘટાડે માર્કેટ ૩૩૦૩૩ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦૩૩૪ની ઇન્ટ્રા-ડે ટોચથી નીચામાં ૧૦૨૧૬ બતાવી અંતે ૯૭ પૉઇન્ટની ખરાબીમાં ૧૦૨૨૫ની અંદર બંધ આવ્યો છે.

સેન્સેક્સના ૩૧માંથી ૬ તો નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર પ્લસ હતા. બે ટકા જેવી મજબૂતીમાં ૨૭૭૪ રૂપિયાની વર્ષની નવી ટોચ બતાવીને TCS ૨૭૫૯ રૂપિયાના બંધમાં અંતે બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો તો અદાણી મોટર્સ સાડાચારેક ટકાના ધોવાણમાં અહીં ટૉપ લૂઝર હતો. ITના નજીવા સુધારાને બાદ ગણતાં BSE તથા NSEના તમામ ઇન્ડાઇસિસ માઇનસ ઝોનમાં હતા. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં વધેલા પ્રત્યેક બે શૅર સામે ત્રણ શૅર ડાઉન હતા. NSEમાં ૧૯૨૫ શૅરના સોદા પડ્યા હતા એમાંથી વધેલા શૅરની સંખ્યા ૬૪૩ હતી. બૅન્કેક્સ આમ તો અડધો ટકો ડાઉન હતો, પરંતુ સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૨૫ શૅર રેડ ઝોનમાં હતા.

દરમ્યાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કાતિલ ઊથલપાથલ કામે લાગી છે. ઑગસ્ટમાં બિટકૉઇનમાંથી અલગ પડેલો બિટકૉઇન કૅશ ૧૦ નવેમ્બરે ૬૫૧ ડૉલર ખૂલ્યા બાદ ૧૨ નવેમ્બરે ૨૪૭૭ ડૉલરની વિક્રમી સપાટી બતાવી ૧૩૮૮ ડૉલર બંધ રહ્યો હતો. ગઈ કાલે રનિંગ ક્વોટમાં ભાવ ૧૧૩૫ ડૉલર ચાલતો હતો. બિટકૉઇનનો ભાવ છેલ્લા ૭૨ કલાક દરમ્યાન ૭૩૧૨ ડૉલરથી ગગડીને ૫૫૧૯ ડૉલર થયા બાદ હાલમાં ૬૫૬૪ ચાલી રહ્યો છે. ભારતીય રૂપિયાની રીતે કહીએ તો આ ત્રણેક દિવસમાં બિટકૉઇનનો રેટ ૫.૧૦ લાખથી તૂટીને ૪.૦૫ લાખ રૂપિયા થયા બાદ ૪.૯૦ લાખ રૂપિયા બતાવી હાલમાં રનિંગમાં ૪.૭૨ લાખ રૂપિયા બોલાય છે. આ બધાનો સાર એટલો જ છે કે બિટકૉઇન સહિતની વર્ચ્યુઅલ કે ક્રિપ્ટોકરન્સીમાંનું રોકાણ આકડે મધ નહીં પણ ગળચટ્ટાં વખ જેવું છે. કાતિલ વધ-ઘટ અહીં નિયમ છે. અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રનિંગ ક્વોટ પ્રમાણે ડેશ ગઈ કાલે ૨૨ ટકાના જમ્પમાં ૪૨૨ ડૉલર, લાઇટકૉઇન ૬ ટકા વધીને ૬૨.૫ ડૉલર, ઇથર પાંચ ટકા વધીને ૩૧૮ ડૉલર દેખાતા હતા.  

અદાણી પાવર ખોટમાંથી નફામાં

અદાણી પાવર દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ સામે આ વખતે કન્સોલિડેટેડ ધોરણે ૨૯૩ કરોડ રૂપિયા આસપાસનો નેટ પ્રૉફિટ હાંસલ થયો છે. જોકે આની પાછળ ૯૪ કરોડવાળી અન્ય આવક વધીને ૨૫૬ કરોડ રૂપિયા થયાની અસર ઘણી મોટી હોવાનો ખ્યાલ આવતાં શૅર ગઈ કાલે અઢી ટકાની નરમાઈમાં ૩૪ રૂપિયાની નીચે બંધ આવ્યો છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ બે ટકાની નબળાઈમાં ૧૫૩ રૂપિયા નજીક, અદાણી પોર્ટ્સ ચાર ટકા તૂટીને ૪૧૪ રૂપિયા તો અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૧૫ રૂપિયા નજીક બંધ હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નરમાઈના ટ્રેન્ડમાં તાજેતરની લોઅર બૉટમની ચાલ જાળવી રાખતાં નીચામાં ૮૭૩ થઈ છેલ્લે એકાદ ટકાની નબળાઈમાં ૮૭૫ રૂપિયા બંધ હતો. લઘુબંધુ અનિલ ગ્રુપ ખાતે રિલાયન્સ કૅપિટલ સાડાચાર ટકા, રિલાયન્સ હોમ ત્રણ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા એક ટકો, રિલાયન્સ નેવલ ચાર ટકા, રિલાયન્સ પાવર બે ટકા અને R.કૉમ સાડાતેર ટકા ધોવાયા હતા.

ન્યુ ઇન્ડિયાનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું

શૅરદીઠ ૮૦૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળા ન્યુ ઇન્ડિન્યા અશ્યૉરન્સનું લિસ્ટિંગ નબળું રહ્યું છે. ભાવ BSE ખાતે ૭૪૯ રૂપિયા નજીક ખૂલી નીચામાં ૭૧૮ની અંદર જઈ છેલ્લે ૭૨૫ રૂપિયા બંધ આવ્યો છે. કામકાજ ૪.૩૦ લાખ શૅરના હતા, NSE ખાતે શૅર ૭૫૦ રૂપિયા ખૂલી નીચામાં ૭૧૭ થઈ બન્નો ૨૫.૪૦ લાખ શૅરના વૉલ્યુમમાં ૭૨૭ રૂપિયા બંધ જોવા મળ્યો છે. ૯૬૦૦ કરોડ રૂપિયાનો આ IPO આશરે સવા ગણો ભરાયો હતો. રીટેલ પોર્શન માત્ર ૧૧ ટકા અને હાઈ નેટવર્થ પોર્શન ૧૨ ટકા ભરાયાં હતાં. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOની વાત કરીએ તો ૪૨૯ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો મહિન્દ્ર લૉજિસ્ટિક્સ અડઘો ટકો ઘટીને ગઈ કાલે ૪૨૬ રૂપિયા, ૨૫૨ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો રિલાયન્સ નિપ્પોન અડધા ટકાના સુધારામાં ૨૮૬ રૂપિયા, ૯૧૨ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળા જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન એક ટકાના ઘટાડે ૮૧૧રૂપિયા, ૧૬૫૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ દોઢ ટકો, ગગન ૧૫૭૨ રૂપિયા તથા ૪૬૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો ગોદરેજ ઍગ્રોવીટ બે ટકા જેવા ઘટાડે ૫૩૮ રૂપિયા બંધ હતો.

હૅટસન ઍગ્રો વિક્રમી શિખરે

ર્હટસન ઍગ્રો પ્રોડક્ટ્સમાં DSP બ્લૅક રોક મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા બલ્ક ડીલમાં ૭૩૫ રૂપિયાના ભાવે ૧૮.૯ લાખ શૅર લેવાયાના અહેવાલ પાછળ ભાવ ગઈ કાલે ૨૦ ટકાની  ઉપલી સર્કિટમાં ૧૫૦ ઊછળીને ૯૦૧ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ હતો. રોજના સરેરાશ માંડ ૩૬૦૦ શૅર સામે ગઈ કાલે પોણાસાત લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. વર્ષ પૂર્વે ભાવ ૩૩૫ રૂપિયા હતો. એક રૂપિયાના શૅરની બુક-વૅલ્યુ ૨૩ રૂપિયા નજીક છે. ઇન્ડસ્ટ્રીના ૬૪ની સામે આ શૅર હાલમાં ૯૪ પ્લસના P/E ઊપર ચાલી રહ્યો છે. ગયા વર્ષના મેમાં કંપનીએ પાંચ શૅરદીઠ બેના ધોરણે બોનસ જાહેર કર્યું હતું. પિઅર ગ્રુપમાં ટેસ્ટી બાઇટ ઇટેબલ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બમણાથીય વધુ એવો ૮૪૨ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૧૧ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકા કે ૧૦૮૪ના જમ્પમાં ૬૫૦૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૨૪ રૂપિયા અને P/E ૮૦.૬ છે. મેવ્ડન બોનસની રાહ જોવાય છે. હેરિટેજ ફૂડ્સ દોઢેક ટકા, ઍમેક્સ ફ્રોઝન સવાચાર ટકા, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો અપ હતા. પ્રભાત ડેરી પોણો ટકો, પરાગ મિલ્ક બે ટકા, વરુણ બેવરેજિસ અઢી ટકા, કોહિનૂર ફૂડ્સ બે ટકા અને નેસ્લેમાં એક ટકાની નરમાઈ હતી.

આઇડિયા નરમ, R.કૉમ લથડ્યો

આઇડિયા સેલ્યુલરે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૯૦ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સામે ૧૧૦૭ કરોડ રૂપિયા જેવી જંગી ચોખ્ખી ખોટ કરતાં શૅર ઇન્ટ્રા-ડેમાં ૧૦૦ રૂપિયાની ટોચથી ગગડીને ૯૧ થયા બાદ છેલ્લે ચાર ટકા ઘટીને ૯૩ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે. અમેરિકન ટાવર કંપનીને ૪૦૦૦ કરોડ રૂપિયામાં ટાવર-બિઝનેસ વેચવાના સમાચાર શૅરમાં નીચલા મથાળે આંશિક સપોર્ટનું કારણ બન્યાં હતાં, તો અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે ૬૧ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સામે ૨૭૦૦ કરોડ રૂપિયાની નેટ લૉસ દર્શાવતાં ભાવ બમણા કામકાજમાં  ૧૨.૧૦ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે જઈ બન્ને સાડાતેર ટકાના કડાકામાં ૧૨.૧૫ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીમાં અનિલ અંબાણી ગ્રુપનું હોલ્ડિંગ ૫૩ ટકા છે એમાંથી ૬૧ ટકા માલ ગીરવી છે. LIC પાસે ૬ ટકા હિસ્સો છે. જાન્યુઆરી ૨૦૦૮માં આ કંપનીનું માર્કેટકૅપ ૨.૦૯ લાખ કરોડ રૂપિયા હતું જે હાલમાં ફક્ત ૩૦૨૪ કરોડ રૂપિયા રહ્યું છે. ભારતી ઍરટેલ ગઈ કાલે પોણો ટકો ઘટીને ૪૯૮ રૂપિયા, તાતા કમ્યુનિકેશન્સ એક ટકાની નરમાઈમાં ૬૯૪ તથા તાતા ટેલિ સળંગ પાંચમા દિવસની નીચલી સર્કિટમાં પાંચ ટકા ગગડીને  આઠ રૂપિયાની આસપાસ બંધ હતા.          

ઍબોટ પરિણામ પાછળ નવી ટોચે


મલ્ટિનૅશનલ ઍબોટ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮૩ ટકાના વૃદ્ધિદરથી ૧૩૭ કરોડ રૂપિયા કરતાં વધુનો ચોખ્ખો નફો હાંસલ થતાં શૅર રોજના સરેરાશ માંડ પ૦૦ શૅર સામે ગઈ કાલે રપ,૦૦૦ શૅરના કામકાજમાં ૪પ૦૧ રૂપિયાના આગલા બંધ સામે ર૦ ટકાની ઉપલી સર્કિટે પ૪૦૧ રૂપિયાની જાન્યુઆરી ૧૬ પછીના શિખરે જઈ છેલ્લે ૧૩ ટકા કે પ૯૭ રૂપિયાના ઉછળે પ૦૯૯ રૂપિયા બંધ હતા. ર૯ મેના રોજ ચાલુ વર્ષે ભાવ ૩૯૯૬ રૂપિયાના વર્ષના તળિયે હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૬પ૩ રૂપિયા જેવી છે. ઑગસ્ટ ૧૯૯૮માં છેલ્લું બોનસ આવ્યું હતું જે શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. ગઈ કાલે ફાર્મા શૅરો એકંદર નરમાઈમાં હતા. નિફ્ટી ફાર્મા ૧૦માંથી ૯ શૅરની પીછહેઠમાં એકાદ ટકા ડાઉન હતો. એકમાત્ર સન ફાર્મા એક ટકો વધીને પ૩૪ રૂપિયા બંધ હતો. અરબિંદો ફાર્માની નબળાઈ આગળ ધપતાં ભાવ ૪.૩ ટકા વધુ ખરડાઈને ૭૦૮ રૂપિયા હતો. કૅડિલા હેલ્થકૅર ૪.૩ ટકા ઢીલો હતો. BSE ખાતે હેલ્થકૅર બેન્ચમાર્ક ૭૦માંથી ૪૮ શૅરના ઘટાડે પોણો ટકો નરમ હતો. માર્કસન્સમાં ૧પ ટકાનો કડાકો બોલાયો હતો. ઇપ્કા લૅબ, યુનિકેમ, કેટલિન પૉઇન્ટ, બાયોકૉન, શિલ્પા મેડી, ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયા, જ્યુબિલન્ટ ફાર્મા, સ્ટ્રાઇડ સાશૂન, ઑપ્ટો સર્કિટ અઢીથી સાત ટકા ખરાબીમાં હતા. સમગ્ર ફારમા સેગમેન્ટમાં ૧૩૭ શૅરમાંથી ૪૭ કાઉન્ટર સુધર્યાં હતા. વૉકહાર્ટ સાડાત્રણ ટકાથી વધુ ઊંચકાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK