IT ને હેલ્થકૅર સિવાય બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં

ઇન્ફોસિસ અને IT ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ : કૅડિલા હેલ્થકૅરનો નફો ત્રેવડાયો, પણ શૅર છ ટકા તૂટ્યો : ટર્કિશ શૅરબજાર ૫૪૭૦ પૉઇન્ટ લથડ્યું, લીરાના લીરા ઊડ્યા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટર્કીની આર્થિક અને નાણાકીય કટોકટી વકરતાં ત્યાંનું શૅરબજાર આગલા બંધથી ૫૪૭૦ પૉઇન્ટ લથડીને રનિંગ ક્વોટમાં ગઈ કાલે ૧,૧૧,૯૦૬ના લેવલે દેખાયું છે. ડૉલર સામે એનું ચલણ લીરા ઐતિહાસિક તળિયે પહોંચી ગયું છે. ટર્કિશ ડેટનો પ્રશ્ન બિહામણો બન્યો છે અને એના છાંટા ઊડતાં ગઈ કાલે તમામ વિશ્વબજારો સાધારણથી લઈને ચાર ટકા સુધી ગગડ્યાં છે. ઇમર્જિંગ દેશોની કરન્સી ડૉલર સામે ડૂલ થવા લાગી છે. આપણો રૂપિયો પણ ગઈ કાલે આ લખાય છે ત્યારે જોરદાર ખાબકી ૬૯.૮૬ના લેવલે પહોંચી ગયો છે. જોકે  એક રસપ્રદ બાબત એ છે કે ટર્કિશ ક્રાઇસિસ ત્રાટકવા છતાં વિશ્વબજારમાં સોનું વધવાના બદલે પોણો ટકો નીચે ઊતરી ગયું છે.

વિશ્વબજારોના તાલે ગઈ કાલે ભારતીય શૅરબજાર આરંભથી અંત સુધી નબળા વલણમાં નીચામાં ૩૭,૫૫૯ થઈ ૨૨૪ પૉઇન્ટના ઘટાડે ૩૭,૬૪૫ નજીક તો નિફ્ટી ૧૧,૩૪૦ થયા બાદ ૭૪ પૉઇન્ટની નબળાઈમાં ૧૧,૩૫૬ નજીક બંધ રહ્યાં છે. ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ મસમોટા કડાકામાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. સેન્સેક્સમાં વેદાન્ત વર્સ્ટ હતો. માર્કેટ-બ્રેડ્થ સારી એવી ખરડાઈ છે. BSE ખાતે IT અને હેલ્થકૅરને બાદ કરતાં તમામ બેન્ચમાર્ક રેડ ઝોનમાં હતા. બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી અને PSU બૅન્ક નિફ્ટીમાં મોટા પાયે માનસ ખરડાયું હતું. ફાઇનૅન્સ સેક્ટરમાં વ્યાપક નબળાઈ જોવા મળી હતી.

IT ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ

બજારની એકંદર નરમાઈ વચ્ચે IT ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪,૮૮૩ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકો વધીને ૧૪,૮૬૫ બંધ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો ૬૯.૫૦ નજીકની લાઇફટાઇમ બૉટમ પર આવી ગયાની હૂંફ IT સેક્ટરને મળી લાગે છે. ઇન્ડેક્સના ૫૯માંથી ૩૧ શૅર પ્લસ હતા. હેવીવેઇટ્સમાં TCS ઉપરમાં ૨૦૦૨ થઈ અંતે સાધારણ વધી ૨૦૦૦ રૂપિયા બંધ હતો. ટેક મહિન્દ્ર સવાબે ટકાની આસપાસ, ઇન્ફોસિસ ૧૪૧૧ની વિક્રમી સપાટી બતાવી ૧.૮ ટકા વધીને ૧૪૧૦ રૂપિયા તથા વિપ્રો દોઢ ટકો વધીને બંધ હતા. HCL ટેક્નૉલૉજીઝ પોણાબે ટકાના સુધારામાં ૯૮૪ હતો. સારા પરિણામ બાદના ઉછાળા પછી ૬૩ મૂન્સ પ્રત્યાઘાતી ઘટાડામાં ૩.૩ ટકા નરમ હતો. સેકન્ડ લાઇન IT શૅરમાં ટ્રાયજેન, ઇન્ટલેક્ટ ડિઝાઇન, સોનાટા સૉફ્ટવેર, માઇન્ડ ટ્રી, માસ્ટેક, હેક્સાવેર, ઇન્ફિનીટ, સિએન્ટ, તાતા ઍલેક્સી, લાર્સન ટેક્નૉલૉજીઝ સવાથી સાડાચાર ટકા અપ હતા. ૮K માઇલ્સ પાંચ ટકાના કડાકામાં ૩૩૬ રૂપિયા થયો હતો.

ચલણી ફાર્મા-શૅર મજબૂત વલમાં

IT બાદ નોંધપાત્ર સુધારામાં ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો ઊંચકાયો હતો. એની ૬૭માંથી ૨૬ જાતો વધી હતી. અપોલો હૉસ્પિટલ્સ દ્વારા જૂન ક્વૉર્ટરમાં અગાઉના લગભગ ૨૯ કરોડ સામે આ વખતે ૫૦ કરોડ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો આવ્યાની અસરમાં ભાવ દસેક ગણા કામકાજમાં ૧૦૮૬ વટાવી અંતે ૧૨.૫ ટકાની તેજીમાં ૧૦૬૪ રૂપિયા બંધ આવ્યો છે. ફાઇઝર ઉપરમાં ૨૮૪૫ થઈ ૪.૨ ટકા વધીને ૨૮૩૧ રૂપિયા હતો. લિન્કન ફાર્મા, ઇન્ડોકો રેમેડિઝ, ડૉ. લાલ પેથલૅબ્સ, વિમતા લૅબ, હેસ્ટર બાયો, શિલ્પા મેડીકૅર, ફોર્ટિસ, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, JB કેમિકલ્સ, FDC, ઓરોબિંદો ફાર્મા જેવી જાતો દોઢેક ટકાથી લઈ છ ટકા ઊંચકાઈ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, સનફાર્મા પોણાબે ટકા, લુપિન નહીંવત, બાયોકૉન દોઢ ટકો, સિપ્લા એક ટકો અપ હતા. કૅડિલા હેલ્થકૅર ઉપરમાં ૩૮૨ વટાવી ૬.૫ ટકા ખરડાઈ ૩૫૨ રૂપિયા બંધ હતો. મર્ક અને અલ્કેમમાં ત્રણ ટકાની આજુબાજુની નબળાઈ હતી.

બૅન્કિંગ અને ફાઇનૅન્સ ઘટાડામાં મોખરે

શુક્રવારે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી લાઇફટાઇમ હાઈ ઇન્ટ્રા-ડેમાં થયા હતા. ગઈ કાલનો દિવસ બૅન્કિંગ તેમ જ ફાઈનૅન્સ શેરમાં ગણનાપાત્ર નરમાઈનો હતો. બૅન્કેક્સ ૧૦માંથી ૮ શૅરના ઘટાડે સવા ટકા તથા બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરની નરમાઈમાં ૧.૨ ટકા ડાઉન હતા. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરની ખરાબીમાં સર્વાધિક સવાત્રણ ટકા ખરડાયો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી છ શૅર પ્લસમાં બંધ આવ્યા છે. કૉર્પોરેશન બૅન્ક ૨.૯ ટકાના સુધારામાં મોખરે હતો. IDFC બૅન્ક, લક્ષ્મીવિલાસ બૅન્ક, સ્ટાન્ચાર્ટ બૅન્ક અડધાથી પોણાત્રણ ટકા વધ્યા હતા. સામે પક્ષે આંધþ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, થ્ધ્ બૅન્ક, વિજયા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કેનેરા બૅન્ક, બંધન બૅન્ક, દેના બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, યસ બૅન્ક, IDBI બૅન્ક, DCB, PNB, કર્ણાટક બૅન્ક સહિત દોઢેક ડઝન શૅર બે ટકાથી લઈ ૪.૮ ટકા તૂટ્યા હતા. સ્ટેટ બૅન્ક ૩.૨ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૭ ટકા, યસ બૅન્ક ત્રણ ટકા, HDFC બૅન્ક એક ટકાથી વધુ, ICICI બૅન્ક ૦.૯ ટકા ઘટતાં સેન્સેક્સને ગઈ કાલે ૧૪૭ પૉઇન્ટની હાનિ થઈ હતી.

રૂપિયો લથડતાં ઑઇલ-શૅર લપસ્યા

ડૉલર સામે રૂપિયાની નબળાઈના કારણે ક્રૂડની આયાતપડતર વધવાની સાથે પરોક્ષ સબસિડીનું ભારણ આવી પડવાની દહેશત પાછળ ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી નવ શૅરની નબળાઈમાં બે ટકા લપસ્યો હતો. ધારણા કરતાં સારાં પરિણામો આવવાં છતાં ઇન્ડિયન ઑઇલ ત્રણ ગણા કામકાજમાં ૩.૫ ટકા તૂટીને ૧૬૦ રૂપિયા બંધ હતો. ભારત પેટ્રોલિયમ ૫.૫ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૪.૫ ટકા, ONGC ૧.૬ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૩ ટકા, મૅન્ગલોર રિફાઇનરી અઢી ટકા નરમ હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૧૧૮૩ થઈ અંતે દોઢ ટકા ઘટીને ૧૧૮૭ રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટકૅપ ગઈ કાલે ૭.૫૨ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. એવિયેશન સેગમેન્ટમાં સ્પાઇસજેટ સરેરાશ કરતાં માંડ અડધા કામકાજમાં દોઢ ટકા, ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન પોણાબે ટકા ડાઉન હતા. જેટ ઍરવેઝ પ્રારંભિક નરમાઈમાં ૨૬૭ બતાવી ઉપરમાં ૨૯૦ વટાવી અંતે ૩.૭ ટકા વધીને ૨૮૬ રૂપિયા હતો. ટૂ-થ્રી વ્હીલર્સ ઉદ્યોગના ૧૦માંથી ૮ શૅર ઢીલા હતા. કાઇનેટિક એન્જિનિયરિંગ ૪.૮ ટકા તૂટ્યો હતો, જ્યારે ઑટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૩ શૅરની નબળાઈમાં પોણો ટકો કટ થયો છે. તાતા મોટર્સ ૨૪૩ની લગભગ પોણાછ વર્ષની નીચી સપાટી બનાવી દોઢા વૉલ્યુમમાં પોણા ટકાના ઘટાડે ૨૪૮ રૂપિયા જોવાયો છે.

વકરાંગી પરિણામ પાછળ પછડાયો

વકરાંગી લિમિટેડ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૨૩ ટકાની નજીકના ઘટાડામાં ૧૦૧૧ કરોડની આવક પર ૯૨ ટકાના ધોવાણમાં ૧૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવતાં શૅર પોણાબે ગણા કામકાજમાં ૨૦ ટકાની નીચલી સર્કિટે ૫૦ રૂપિયા થઈ અંતે ત્યાં જ બંધ હતો. તાતા સ્ટીલનાં પરિણામો બજાર બંધ થળ્યાં પછી આવવાનાં હતાં. શૅર ગઈ કાલે સવાયા વૉલ્યુમમાં ઉપરમાં ૫૮૧ અને નીચામાં ૫૬૬ થઈ અંતે એક ટકો ઘટી ૫૬૯ રૂપિયા રહ્યો હતો. સ્ટાર પેપર મિલે ૧૬૨૦ લાખની સામે ૯૬૪ લાખ રૂપિયાનો ત્રિમાસિક નફો બતાવતાં ભાવ ૨૧૩ રૂપિયાથી સીધો ૨૦ ટકા તૂટી ૧૭૧ રૂપિયા થઈ ગયો છે. ધરમશી મોરારજીએ ૭૦ લાખની સામે ૧૩૬૮ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ મેળવતાં ભાવ ૧૦ ગણા કામકાજમાં ૧૫૮ના નવા શિખરે જઈ અંતે ૧૧.૭ ટકાના ઉછાળામાં ૧૪૯ રૂપિયા પર રહ્યો હતો. કૅડિલા હેલ્થકૅરનો જૂન ક્વૉર્ટરનો નેટ પ્રૉફિટ ૧૩૮ કરોડની સામે ૪૬૦ કરોડ રૂપિયા આવવા છતાં શૅર પોણાત્રણ ગણા કામકાજમાં સાડાછ ટકા તૂટીને ૩૫૨ રૂપિયા બંધ રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK