કૉર્પોરેટ પરિણામના ભરેલા નારિયેળ વચ્ચે શૅરબજારે મારી ટ્રિપલ સેન્ચુરી

TCS પરિણામ પહેલાં દોઢા વૉલ્યુમમાં બે ટકા જેવો વધ્યો : રિઝલ્ટ્સની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ઑલટાઇમ હાઈ : અદાણી ટ્રાન્સમિશન સળંગ ૧૨ દિવસની આગેકૂચમાં નવા ઊંચા શિખરે

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

કૉર્પોરેટ પરિણામની મોસમ પુરજોશમાં શરૂ થવામાં છે. બહુમતી અભિપ્રાય એ છે કે બહુ આશા રાખવા જેવી નથી, પરંતુ આપણી પ્રજા ચમત્કારપ્રેમી છે. કેટલાકને લાગે છે કે કંપની-પરિણામો ધારણા જેટલાં ખરાબ નહીં આવે. નવરચિત આર્થિક સલાહકાર સમિતિના નિવેદન પછી અર્થતંત્ર કમજોર પડ્યું હોવા વિશે તોમ જ રોજગારીના મોરચે માહોલ ચિંતાજનક હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. IMF, વર્લ્ડ બૅન્ક, ADB અને ખુદ રિઝર્વ બૅન્ક તરફથી ચાલુ વર્ષના આર્થિક વિકાસદરનો અંદાજ ડાઉનગ્રેડ થઈ ચૂક્યો છે. બૅન્કોની સ્ટ્રેસ્ડ ઍસેટ્સ અર્થાત જોખમી ધિરાણનું પ્રમાણ ૧૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચવાના વરતારા છે. નવા મૂડીરોકાણની વાતો અને જાહેરાતો તો ઘણીબધી થાય છે, પણ નક્કર કંઈ ખાસ દેખાતું નથી.

આમ ને આમ ચાલ્યું તો આર્થિક કટોકટી દૂર નથી. બસ ક્રૂડ ૧૦૦ નહીં, ૮૦ ડૉલર થવા દો અને ડૉલર સામે રૂપિયો ૭૦ પ્લસ જવા દો, પછી જુઓ મજા, વીરા.                                  

શૅરબજાર એની આગવી મસ્તીમાં કે પછી બુઝાતા દીવાની વધતી ચમકમાં ગઈ કાલે ક્રમશ: મજબૂત વલણ દાખવીને ૩૪૮ પૉઇન્ટના ઉછાળે ૩૨,૧૮૨ તો નિફ્ટી ૧૧૧ પૉઇન્ટના જમ્પમાં ૧૦,૦૯૬ બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૨,૨૦૯ તથા નિફ્ટી ૧૦,૧૦૪ પ્લસના શિખરે ગયા હતા. નિફ્ટીના ૫૦માંથી ૪૦ તો સેન્સેક્સના ૩૧માંથી ૨૫ શૅર સુધર્યા છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિણામની પૂર્વસંધ્યાએ દોઢા કામકાજમાં ૮૭૬ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી છેલ્લે પોણાચાર ટકાથી વધુની તોજીમાં ૮૭૨ રૂપિયા બંધ આવતાં બજારને સર્વાધિક ૧૧૨ પૉઇન્ટનો લાભ થયો હતો. માર્કેટ- બ્રેડ્થ ઘટેલા પ્રત્યેક શૅર સામે લગભગ બે શૅરના સુધારા જેવી સ્થિતિમાં ખાસ્સી હકારાત્મક જોવા મળી છે. અદાણી ટ્રાન્સમિશન સળંગ ૧૨મા દિવસની આગેકૂચમાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૧૩ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બંધ હતો. ૧૨ દિવસ પહેલાં આ શૅર ૧૨૭ રૂપિયા બંધ હતો.

બિટકૉઇન નવી વિક્રમી સપાટીએ

જેપી મૉર્ગનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેમી ડીમોન, ઇકૉનૉમિસ્ટ કેનેથ રોગોફ, સ્વિસ બૅન્ક UBSના ચીફ સહિત અનેકવિધ નામાંકિત હસ્તીઓ દ્વારા બિટકૉઇનને ‘બબલ’ કે પછી ‘ફ્રૉડ’ તરીકે નવાજવામાં આવ્યો છે. ચાઇના તથા સાઉથ કોરિયા અને અમેરિકન ‘સેક’ સહિત ઘણા દેશોની રેગ્યુલેટરી ઑથોરિટી ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતા સામે આકરી બની રહી છે. બીજી તરફ IMFના વડા ક્રિસ્ટીન લાગાર્ડ કહે છે કે બિટકૉઇન ફ્યુચર કરન્સી છે. એની અવગણના કર્યે નહીં પાલવે. આ સમગ્ર વિવાદ વચ્ચે ક્રિપ્ટો કે વચ્યુર્અટલ કરન્સી માર્કેટમાં કિંગ ગણાતા બિટકૉઇનનો ભાવ ગઈ કાલે પોણાઆઠ ટકા કે ૪૦૦ ડૉલર પ્લસના ઉછાળે ચાલુ કામકાજમાં ૫૨૩૮ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. ગયા મહિને ૧૫ સપ્ટેમ્બરે બિટકૉઇન ૨૯૮૫ ડૉલરના તળિયે બંધ રહ્યો હતો. રનિંગ ક્વોટમાં બિટકૉઇન ગઈ કાલે ૭.૬ ટકાની તોજીમાં ૫૨૦૦ ડૉલરની આસપાસ દેખાતો હતો. વર્ષ પૂર્વે ભાવ ૬૩૫ ડૉલર હતો, જે વધતો રહીને સપ્ટેમ્બર ૨૦૧૭માં ૫૦૧૪ બંધ આવ્યો હતો. ભારતીય ચલણમાં ૧૫ સપ્ટેમ્બરે બિટકૉઇનનો ભાવ ગગડીને ૨.૧૪ લાખ રૂપિયા થઈ ગયો હતો. એ વધતો રહીને ગઈ કાલે ૩.૩૬ લાખ રૂપિયાને વટાવી ગયો છે.

ઘરઆંગણે બિટકૉઇનમાં ઇન્ટ્રા-ડેની રીતો ઑલટાઇમ હાઈ લગભગ ૩.૬૪ લાખ રૂપિયા તથા ક્લોઝિંગ રેટ પ્રમાણે વિક્રમી સપાટી ૩.૪૫ લાખ રૂપિયાની છે જે બીજી સપ્ટેમ્બરે બની હતી. ત્રણ મહિના પૂર્વે ઘરઆંગણે બિટકૉઇનનો ભાવ દોઢેક લાખ રૂપિયાની આસપાસ હતો. એ સાથે ગઈ કાલે ક્રિપ્ટો કરન્સી કૅટેગરીનું કુલ માર્કેટકૅપ ગઈ કાલે રનિંગ ક્વોટમાં ૧૬૨ અબજ ડૉલરે પહોંચ્યું છે જેમાં ૮૬.૩૫ અબજ ડૉલરના આંક સાથે બિટકૉઇન મોખરે છે. અન્ય ચલણી ક્રિપ્ટો કરન્સી ઈથર ગઈ કાલે બે ટકા વધીને ૩૦૭ ડૉલર રહેતાં એનું માર્કેટકૅપ ૨૯.૧૯ અબજ ડૉલર થયું છે. રિપ્પલ એક ટકાના ઘટાડે ૨૫.૯૮ સેન્ટ, બિટકૉઇન કૅશ અઢી ટકા વધીને ૩૨૩ ડૉલર, લાઇટ કૉઇન સવાચાર ટકાની મજબૂતીમાં ૫૨.૭ ડૉલર તથા ડેશ સાધારણ સુધારામાં ૨૯૩ ડૉલર આસપાસ ક્વોટ થતા હતા. બિટ કનેક્ટ સવાનવ ટકા ઊછળીને ૧૮૧ ડૉલર થયો હતો. તો વેરી જેનું પૂરું નામ વેરીટાસ્યમ છે એ ૬૬ ડૉલરના આગલા બંધથી ઇન્ટ્રા-ડેમાં ૧૪૧ ડૉલરને વટાવી છેલ્લે રનિંગ ક્વોટમાં ૨૦ ટકાની તોજીમાં ૮૦ ડૉલરની નજીક ચાલતો હતો. 

‘વૉલ સ્ટ્રીટ’ના મોટા ગજાના ટ્રેડરમાંથી હવે બિલ્યનેર ઇન્વેસ્ટર્સ બની ગયેલા માઇક નોવોગ્રેટ્સ કહે છે કે આગામી નજીકના ગાળામાં ૨૦૧૮ના આરંભે બિટકૉઇનનો ભાવ ૧૦,૦૦૦ ડૉલર થઈ જાય તો જરાય નવાઈ નહીં. જોકે તોમણે એમ પણ જણાવ્યું છે કે બિટકૉઇન, બેશક બબલ છે અને ભવિષ્યના ઇતિહાસકારો એને ઑલટાઇમ ગ્રેટ મેનિયા તરીકે ગણાવશે. માઇકને લાગે છે કે હાલમાં સમગ્ર ક્રિપ્ટો કરન્સીનું માર્કેટકૅપ જે ૧૬૨ અબજ ડૉલર આસપાસ છે એ વધીને પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ ડૉલર થઈ જશે.

પરિણામ પૂર્વે રિલાયન્સ નવી ઊંચાઈએ


હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર સપ્ટેમ્બર ક્વૉર્ટરના પરિણામની પૂર્વસંધ્યાએ આરંભથી અંત સુધી તેજીની ચાલમાં ૮૭૬.૨ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી સેશનના અંતો ૩.૮ ટકાની મજબૂતીમાં ૮૭૨ રૂપિયા પ્લસ રહ્યો હતો. છેલ્લે ૨૦ સપ્ટેમ્બરે આ સ્ટૉક ઇન્ટ્રા-ડેમાં ૮૭૨ રૂપિયાની ઊંચાઈએ બોલાયો હતો. બીએસઈ ખાતો રોજના સરેરાશ ૪.૬૭ લાખ શૅર સામે આજે ૬.૩૨ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. આ સાથે સેન્સેક્સ ખાતો પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ટૉપ ગેઇનર રહ્યો હતો. સરકારે ઑઇલ-ગૅસ કંપનીઓને આંશિક રાહત આપવા વિશે વિચારણા કરી હોવાના અહેવાલે આ સેક્ટરના શૅર એકંદરે સુધારાની ચાલમાં રહ્યા હતા. કંપની સતત ૧૧ ક્વૉર્ટરથી પ્રોત્સાહક કામગીરી દર્શાવી રહી છે. જૂન ક્વૉર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો ૨૮ ટકા વધીને ૯૧૦૮ કરોડ રૂપિયા અને ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ૩.૫ ટકા વધીને ૧૧.૯ ડૉલર પ્રતિ ડૉલર નોંધાયું હતું. ટેલિકૉમ બિઝનેસ જીઓ, ઊંચા રિફાઇનિંગ માર્જિન અને પેટ્રોકેમિકલ બિઝનેસના સહારે આ વખતો પણ રિલાયન્સ મજબૂત પરિણામ જાહેર કરે એવી પ્રબળ ધારણા છે. ૧૦માંથી ૮ શૅરના સુધારા પાછળ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો વધીને ૧૫૬૫૬ બંધ રહ્યો હતો. કૅસ્ટ્રોલ ઇન્ડિયા, ઇન્દ્રસ્થ ગૅસ, ONGC, હિન્દુસ્તાન પેટ્રો, ઑઇલ ઇન્ડિયા, ગેઇલ અને BPCLના શૅર સાધારણથી પોણા ટકા જેટલા વધ્યા હતા; તો બીજી બાજુ પેટ્રોનેટનો શૅર બે ટકા તૂટીને ૨૫૩ રૂપિયા અને IOC પોણો ટકો ઘટ્યો હતો.

રિઝલ્ટ પૂર્વે TCS મક્કમ

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામની જાહેરાત સાથે કૉર્પોરેટ રિઝલ્ટની સીઝન શરૂ થશે. TCSનો શૅર ઇન્ટ્રા-ડે ૨૫૫૫ની ઊંચાઈએ પહોંચી સેશનના અંતો બે ટકાની મજબૂતીમાં ૨૫૪૮ રૂપિયા પ્લસ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૧ લાખ સામે આજે ૧.૮૭ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પડકારજનક પરિબળોને કારણે IT કંપનીઓની કામગીરી નિરાશાજનક રહેવાની ચિંતા હતી. બજાર બંધ થયા પછી પરિણામ જાહેર થયાં હતાં. TCSનો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફો ૮.૪ ટકા વધીને ૬૪૪૬ કરોડ અને આવક ૩૦.૫૪૧ કરોડ રૂપિયા રહી છે. EBIT માર્જિન ૨૩ ટકાથી વધીને ૨૫.૧ ટકા થયું છે. આરંભિક ઘટાડા બાદ કામકાજના છેલ્લા કલાકોમાં બાઉન્સબૅક થઈને IT ઇન્ડેક્સ અડધો ટકો વધીને ૧૦,૩૨૨ બંધ હતો. મેજેસ્કો ૬.૮ ટકા, ઇન્ટેલેક્ટ ડિઝાઇન ૬.૨ ટકા, ઝેનટેક ૪.૨ ટકા, માસ્ટેક ૨.૩ ટકા, હેક્સાવેર સવા ટકો, સાસ્કેન ૨.૨ ટકા, ન્યુક્લિયસ બે ટકા, ટેક મહિન્દ્ર, રોલ્ટા, ડેટામેટિક્સ જેવા શૅર દોઢથી બે ટકાની આસપાસ વધ્યા હતા.

PSU બૅન્ક નિફ્ટી ૯ મહિનાના તળિયે


બજારની સુધારાની ચાલ સામે PSU બૅન્કિંગ સેક્ટરમાં રમખાણ મચ્યું હતું. PSU બૅન્ક નિફ્ટીનો ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ૩૦૦૦નું લેવલ ગુમાવીને ૨૯૯૫ના ૯ મહિનાના તળિયે ક્વોટ થયો હતો જે ૨૦૧૭ની ૧૧ જાન્યુઆરી પછીનું લોએસ્ટ લેવલ છે, પણ કામકાજના છેલ્લા કલાકમાં નીચા મથાળેથી રિકવરી દર્શાવી સાધારણ ઘટાડે ૩૦૨૮ના સ્તરે બંધ થયો હતો. એના ૧૨માંથી ૮ શૅર સુધારે બંધ રહ્યા હતા, જેમાં PNB સૌથી વધુ દોઢ ટકા વધીને ૧૩૩ પ્લસ રહ્યો હતો, તો યુનિયન બૅન્ક, IDBI, ઇન્ડિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, આંધ્ર બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાના શૅરમાં સાધારણથી પોણા ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ બૅન્ક ઑફ ઇન્ડિયાનો શૅર અઢી ટકાની નુકસાનીમાં ૧૩૧ રૂપિયા ટૉપ લૂઝર્સ બન્યો હતો. સરકારી બૅન્કોમાં ખરાબી સામે પ્રાઇવેટ બૅન્કોમાં તોજી જોવા મળતાં નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૧ ટકાના સુધારામાં ૧૩૮૦૬ના મથાળે બંધ થયો હતો. BSE ખાતો બૅન્કિંગ ઉદ્યોગના કુલ ૪૦માંથી ૨૬ શૅર વધ્યા હતા. BSEનો બૅન્કેક્સ તમામ શૅરના સુધારામાં ૧ ટકો વધીને ૨૭૩૮૦ અને બૅન્ક નિફ્ટી પણ ૨૪૩૬૧ના સ્તરે બંધ થયો હતો.

BSE-૫૦૦ના ૧૭ શૅર રેકૉર્ડ હાઈ


બજારની બાઉન્સબૅક રૅલીમાં BSE-૫૦૦ ઇન્ડેક્સના ૧૭ શૅર કામકાજ દરમ્યાન રેકૉર્ડ હાઈ લેવલે પહોંચ્યા હતા; જેમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, બ્રિટાનિયા, NBCC (ઇન્ડિયા), TVS મોટર, ઍવન્યુ સુપરમાર્ટ્સ, ડાબર ઇન્ડિયા, બાટા ઇન્ડિયા, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ, બિરલા કૉર્પોરેશન, બૉમ્બે બ્રહ્મ ટ્રેડિંગ, ચંબલ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ, દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન, KRBL અને પેટ્રોનેટ LNGના શૅર કામકાજ દરમ્યાન ત્રણથી દસેક ટકા ઊછળીને નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સન ફાર્માનો શૅર ઇન્ટ્રા-ડે ચારેક ટકા ઊછળીને ૫૪૮ રૂપિયાની ટોચે પહોંચીને અંતો ૨.૬ ટકાની મજબૂતીમાં ૫૩૯ રૂપિયા બંધ આવ્યો હતો. કંપનીના દાદરા પ્લાન્ટે USFDAના ઇન્સ્પેક્શનમાં EIR મેળવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK