વિશ્વબજારોની હૂંફ મળી જતાં બજારનો સોમવાર સુધરી ગયો

૧૦૦૦ કરતાં વધુ શૅરમાં ચાર્ટ પર નરમાઈના સંકેત : PSU બૅન્ક નિફ્ટીમાં સ્ટેટ બૅન્કનો ભાર જોવાયો : પાંચ ગણા નફાના જોરમાં તાતા સ્ટીલ બન્ને બજાર ખાતો ટૉપ ગેઇન

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા દિવસના ૧૦૦૦ પૉઇન્ટ પ્લસના એક વધુ આંચકા બાદ અમેરિકન શૅરબજાર ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૦૨૨ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૨૪,૩૮૨ વટાવી છેલ્લે ૩૩૦ પૉઇન્ટના પ્રત્યાઘાતી સુધારામાં ૨૪,૧૯૧ નજીક બંધ રહેવાની સાથે બ્રેન્ટ ક્રૂડ દોઢ ટકો તો નાયમેક્સ ક્રૂડ પોણાબે ટકા ઊંચકાતાં મોટા ભાગનાં એશિયન શૅરબજાર ગઈ કાલે સુધર્યાં હતાં. જૅપનીઝ શૅરબજાર બંધ હતું. હૉન્ગકૉન્ગ નહીંવત નરમ હતું. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ સવાથી બે ટકા સુધી રનિંગ ક્વોટમાં ઉપર મજબૂત વલણમાં હતું. વિશ્વબજારોની હૂંફના પગલે ઘરઆંગણે માર્કેટ આરંભથી અંત સુધી સુધારાની આગેકૂચ વચ્ચે ૩૪,૩૫૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૯૫ પૉઇન્ટ વધીને ૩૪,૩૦૦ તો નિફ્ટી ૧૦,૫૫૫ વટાવી અંતો ૮૫ પૉઇન્ટ વધી ૧૦,૫૪૦ નજીક બંધ રહ્યા છે. IT તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સની સાધારણ નરમાઈ અપવાદ ગણતાં બજારના તમામ સેક્ટોયિરલ ઇન્ડેક્સ ગઈ કાલે વધીને બંધ રહ્યા છે. સ્મૉલ કૅપ તોમ જ મિડ કૅપ બેન્ચમાર્ક તો દોઢથી પોણાબે ટકા નજીક પ્લસ હતા. BSE ૫૦૦ પણ એક ટકો વધ્યો હતો. સરવાળે માર્કેટ- બ્રેડ્થ ઘણી મજબૂત રહી છે. ઘટેલા પ્રત્યેક બે શૅર સામે પાંચ શૅર પ્લસમાં હતા. ૩૮૫ શૅર ઉપલી સર્કિટમાં બંધ હતા. ૧૬૪ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. તાતા સ્ટીલ બન્ને બેન્ચમાર્ક ખાતો ટૉપ ગેઇનર બન્યો છે. સેન્સેક્સ ખાતો ૩૧માંથી ૨૪ તો નિફ્ટીના ૫૦માંથી ૩૩ કાઉન્ટર અપ હતાં. સેન્સેક્સના ૨૯૫ પૉઇન્ટના સુધારામાં HDFC ટ્વિન્સનો ફાળો ૧૦૯ પૉઇન્ટનો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા ઊંચકાઈ ૯૧૫ રૂપિયા નજીક બંધ આવતાં ૫.૭૯ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ સાથે ફરીથી નંબર વન બની ગઈ છે. TCS સાડાચાર રૂપિયાના પરચૂરણ ઘટાડામાં ૨૯૬૮ રૂપિયા નીચેના બંધમાં ૫.૬૮ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ સાથે હવે બીજા ક્રમે છે. 

૩M ઇન્ડિયામાં ૨૮૯૫ રૂપિયાની તેજી


ડાયવર્સિફાઇડ મલ્ટિ-નૅશનલ ૩M ઇન્ડિયા રોજના સરેરાશ માંડ ૬૦૦ શૅર સામે ગઈ કાલે ૩૦૭૧ શૅરના કામકાજમાં ૧૮,૩૦૩ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૨૨,૫૬૪ રૂપિયા નજીક જઈ અંતો ૨૮૯૫ રૂપિયા કે લગભગ સાડાપંદર ટકાની તોજીમાં ૨૧,૬૯૯ રૂપિયા જેવો બંધ રહ્યો છે જે એની વિક્રમી સપાટી છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૦૮૯ રૂપિયા છે.મલ્ટિ-નૅશનલ ૩M કંપનીમાં ૭૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે. કંપનીમાં મેઇડન બોનસની રાહ જોવાય છે. સીઝન વાયર્સે ૪૩૯ લાખ રૂપિયાની સામે આ વખતો ૧૦૯૧ લાખ રૂપિયાના ચોખ્ખા નફા સાથે ૪૦ ટકાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ૧૫ ગણા કામકાજમાં ૩૨૪ રૂપિયાનું બેસ્ટ લેવલ મેળવી અંતો ૧૯ ટકા જેવા ઉછાળે ૩૨૧ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. લાર્સન ટેક્નૉલૉઝિસ પોણાચાર ગણા વૉલ્યુમમાં ૧૫૪૭ રૂપિયાની લાઇફટાઇમ હાઈ બનાવી સવાતોર ટકા કે ૧૭૨ રૂપિયાના જમ્પમાં ૧૪૮૦ રૂપિયા હતો. ઍપ્ટેક ત્રણ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૩૦ રૂપિયા બંધ આવ્યો છે. પેનેસિયા બોયોટેકનાં પરિણામ ૧૩મીએ છે. ભાવ અઢી ગણા વૉલ્યુમમાં ૩૪૩ રૂપિયાનું નવું શિખર મેળલી છેલ્લે સવાતોર ટકાના ઉછાળે ૩૩૮ રૂપિયા નજીક રહ્યો છે. વાલચંદનગર તથા શિપિંગ કૉર્પોરેશનમાં સારાં કામકાજ સાથે દસ-દસ ટકાની તોજી જોવાઈ છે.

સ્ટેટ બૅન્ક સારા બજારમાં નરમ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા શુક્રવારે બજાર બંધ થયા બાદ ૧૮૨૦ કરોડ રૂપિયાના અગાઉના ચોખ્ખા નફા સામે આ વખતો ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૪૧૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. ૧૭ વર્ષની આ પ્રથમ ઘટના છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૮પ રૂપિયા થઈ છેલ્લે ૨.૭ ટકાની નબળાઈમાં ૨૮૮ રૂપિયા બંધ હતો. બૅન્ક ઑફ બરોડાનાં ત્રિમાસિક પરિણામ પણ શુક્રવારે સાંજે આવ્યાં હતાં. બૅન્કનો નેટ પ્રૉફિટ અડધાથી પણ વધુ ઘટીને ૧૧૨ કરોડ રૂપિયાની નીચે જોવાયો છે. જોકે ઍસેટ્સ ક્વૉલિટી વધુ ખરડાઈ નથી. ભાવ ગઈ કાલે સવાચાર ગણા કામકાજમાં ૧૭૩ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અંતો પોણાઆઠ ટકાના ઉછાળે ૧૬૯ રૂપિયા નજીક બંધ હતો. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી ગઈ કાલે અનુક્રમે પોણા ટકાની આસપાસ અપ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દસમાંથી નવ શૅરના સુધારામાં ૧.૧ ટકા ઊંચકાયો હતો, પણ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅર પ્લસ હોવા છતાં હેવીવેઇટ સ્ટેટ બૅન્કના ભાર હેઠળ સાધારણ નરમ હતો. ગઈ કાલે સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૫ શૅર સુધર્યા હતા. IDBI બૅન્ક અને બૅન્ક ઑફ બરોડા સાડાસાત-પોણાઆઠ ટકાની તોજીમાં અત્રે મોખરે હતા. આ સિવાય નોંધપાત્ર સુધારામાં ઇન્ડિયન બૅન્ક, IOB, આંધ્ર બૅન્ક, સ્ટૅન્ચાર્ટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, યશ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, PNB, કૉર્પોરેશન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, કૅનેરા બૅન્ક જેવી જાતો બેથી પાંચ ટકા અપ હતી. ધનલક્ષ્મી બૅન્ક સવા ટકો, JK બૅન્ક અડધો ટકો અને ICICI બૅન્ક નહીંવત ઘટ્યા હતા.

પરિણામ પાછળ ઍપ્કોટેક્સ તેજીમાં

ઍપ્કોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નફો પાંચ કરોડ રૂપિયાથી વધીને ૧૩.૩૦ કરોડ રૂપિયા આવતાં રોજના સરેરાશ માંડ ૧૬૦૦ શૅરના કામકાજ વચ્ચે ગઈ કાલે ૩૯,૦૦૦ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉફલી સર્કિટે ૫૬૨ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૧૪.૭ ટકાના જમ્પમાં ૫૩૭ રૂપિયાના શિખરે બંધ હતો. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૯૦ રૂપિયાથી વધુ છે. કંપનીનું પહેલું અને છેલ્લું બોનસ જુલાઈ ૨૦૧૫માં શૅરદીઠ એકના લેખે આવ્યું હતું. તો કીટેક્સ ગાર્મેન્ટ્સ દ્વારા ૪૫ ટકાના ઘટાડામાં ૧૭૬૦ રૂપિયાના ચોખ્ખા નફા સાથે નબળાં ત્રિમાસિક રિઝલ્ટ આવતાં ભાવ ૧૮ ગણા કામકાજમાં  નીચામાં ૨૪૫ રૂપિયા થઈ અંતો ૧૪ ટકાના કડાકામાં ૨૫૦ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયા છે. તાતા સ્ટીલનો ચોખ્ખો નફો પાંચ ગણા વધારામાં ૧૧૩૫ કરોડ રૂપિયા નોંધાયાના પગલે શૅર સવાબે ગણા વૉલ્યુમમાં ૭૧૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી અંતો ૧.૭ ટકાનો સુધારો થયો હતો. અમરરાજા બૅટરીઝ તરફથી ૧૭ ટકાના વધારામાં ૧૯૮ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સાથે આશા કરતાં સારાં પરિણામ રજૂ થયાં છે. શૅર બમણા કામકાજમાં ૮૬૦ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણાછ ટકાની મજબૂતીમાં ૮૪૫ રૂપિયા હતો. 

ચાર્ટ પર ૧૦૦૦ જેટલા શૅરમાં નરમાઈનો સંકેત

બજાર હાલમાં મસમોટા આંચકા વચ્ચે સાંગોપાત સારા એવા પ્રત્યાઘાતી ઉછાળાના દોરમાં ચાલી રહ્યું છે. હાલનો સમય ઘટાડે નવું રોકાણ કરવાનો છે કે પછી દરેક ઉછાળે હળવા થવાનો છે એને લઈ ગામ દ્વિધામાં છે. ચાર્ટવાળાઓ આ સ્થિતિમાં નવું લાવ્યા છે. તોમના મતો હાલમાં ૧૦૦૦ જેટલા શૅરમાં ડેથ-ક્રૉસની પૅટર્ન બની છે જે આગામી સમયમાં બજારની પીડા વધવાનો સંકેત કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ પણ શૅરમાં ૨૦૦ દિવસના સરેરાશ ભાવ એના ૫૦ દિવસની સરેરાશ કરતાં ઊંચે જોવાય ત્યારે ડેથ-ક્રૉસ પૅટર્ન બને છે. આ પૅટર્ન ચાર્ટ પર નરમાઈનો અણસાર ગણાય છે. ડેથ-ક્રૉસ પૅટર્નનો ભોગ બનેલા ૧૦૦૦થી વધુ શૅરમાંથી કેટલાંક જીણીતાં નામ આ મુજબ છે : આઇશર મોટર્સ, બૉશ, શ્રી સિમેન્ટ, ઇકરા, હીરો મોટોકૉર્પ, TVS શ્રી ચક્ર, ફોર્સ મોટર્સ, મોન્સાન્ટો, GSK ફાર્મા, રાવલગાવ શુગર, ડૉ. રેડ્ડીઝ લૅબ, શ્રીરામ સિટી યુનિયન, સ્વરાજ એન્જિન, ભારત અર્થમૂવર્સ, PVR, કૅર રેટિંગ્સ, વિમપ્લાસ્ટ, સિમેન્સ, PNB હાઉસિંગ, ગ્રાસીમ, એશિયન પેઇન્ટ, અપોલો હૉસ્પિટલ, રાણે બ્રેક લાઇનિંગ, વોલટેમ્પ, ટ્રાન્સફોર્મર્સ, શારદા મોટર્સ, ડાયનામેટિક ટેક્નો, લુપિન, ઑરોબિંદો ફાર્મા, એક્ઝોનોબલ, JSW હોલ્ડિંગ્સ, બનારસ હોટેલ્સ વગેરે વગેરે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK