પસંદગીના બ્લુચિપ શૅરની આગેવાનીમાં શૅરબજાર નવી ટોચે બંધ

ક્રૂડ ઑઇલના ભાવવધારાની ચિંતાએ ઍરલાઇન્સ શૅર ડાઉન : લૉજિસ્ટિક કંપનીઓના શૅરમાં ભારે કામકાજ સાથે સુધારો જોવા મળ્યો : બજાર વધ્યું, પણ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી, FIIની વેચવાલી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઇન્ફોસિસનાં પરિણામ પહેલાં પસંદગીના બ્લુચિપ સ્ટૉકમાં લેવાલી નીકળતાં શૅરબજાર કામકાજના છેલ્લા કલાકમાં ૨૫૦ પૉઇન્ટ જેટલું ઊછળીને ક્લોઝિંગની રીતે નવા ઑલટાઇમ હાઈ લેવલે બંધ રહેવામાં સફળ રહ્યું છે. બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૯ પૉઇન્ટની મજબૂતીમાં ૩૪,૫૯૨ અને નિફ્ટી ૩૦ પૉઇન્ટ વધીને ૧૦,૬૮૧ બંધ હતો. આરંભિક સુધારાની ચાલમાં સેન્સેક્સ ઊંચા ગૅપમાં ૩૪,૫૭૯ ખૂલ્યા બાદ ૩૪,૬૩૮ની નવી ઊંચાઈએ ક્વોટ થયો હતો. આ જ ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી-૫૦માં ૧૦,૬૮૨ના મથાળે ઓપનિંગ બાદ ૧૦,૬૯૦ની નવી વિક્રમી લેવલ બન્યું હતું. સેન્સેક્સના ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૨ બ્લુચિપ સ્ટૉક વધ્યા હતા જેમાં ICICI બૅન્ક ૨.૬ ટકા, મારુતિ સુઝુકી સવા ટકા, ONGC સવા ટકો, HDFC ૧.૨ ટકા, રિલાયન્સ એક ટકો, ડૉ. રેડ્ડીઝ, L&T, ઇન્ડસઇન્ડ બૅન્ક, તાતા મોટર્સ, ઇન્ફોસિસ, મહિન્દ્ર-મહિન્દ્ર, કોટક બૅન્કના શૅરમાં સાધારણથી પોણા ટકા સુધીનો સુધારો થયો હતો. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં BSE ખાતે ૧૩૩૧ શૅરમાં સુધારા સામે ૧૫૮૪ જાતો ઘટાડે બંધ રહી હતી. BSEની માર્કેટકૅપ ૧૫૫.૨૪ લાખ કરોડ રૂપિયા હતી.

ઇન્ફી સાધારણ સુધારે બંધ

ઇન્ફોસિસ પરિણામ પહેલાં ગઈ કાલે સરેરાશ કરતાં ૬૦ ટકાના વૉલ્યુમમાં ૧૦૮૯ રૂપિયાની દોઢેક વર્ષની નવી ઊંચી સપાટી બનાવી છેલ્લે નહીંવત સુધારામાં ૧૦૭૮ રૂપિયા બંધ આવ્યો છે. બજારની એકંદર ધારણા સપ્ટેમ્બર ક્વૉર્ટરના મુકાબલે પાંચેક ટકાના ઘટાડે ૩૫૩૦ કરોડ રૂપિયા જેવા નેટ પ્રૉફિટની છે. રેવન્યુ તેમ જ નફાના આંકડાના મુકાબલે ગાઇડન્સિસ પર માર્કેટની ખાસ નજર રહેવાની છે. TCSનો દેખાવ ઝમકવિહોણો રહેતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૨૮૧૩ રૂપિયા અને નીચામાં ૨૭૪૪ રૂપિયા બતાવી છેલ્લે અડધા ટકાના ઘટાડે ૨૭૭૩ રૂપિયા બંધ આવ્યો છે. IT ઇન્ડેક્સ શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૧૧,૭૮૫ની વર્ષની ઊંચી સપાટીએ ગયા બાદ નજીવો વધીને ૧૧,૬૯૯ બંધ રહ્યો છે. એના ૫૯માંથી ૨૧ શૅર પ્લસ હતા. સુબેક્સ, FSL, કૅરિયર પૉઇન્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ૩ત ઇન્ફોટેક, સોનાટા સૉફ્ટવેર, એમ્ફાસિસ અને માઇન્ડ ટ્રી જેવી દસેક જાતો દોઢથી નવ ટકા ઊંચકાઈ હતી. ૨૮માંથી ૧૪ શૅર વધીને બંધ આવતાં ટેક ઇન્ડેક્સ નજીવા સુધારામાં ૬૫૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. TV૧૮ બ્રૉડકાસ્ટ, જસ્ટ ડાયલ, સન ટીવી, ઝી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ફ્રાટેક, આઇડિયા, HCL ટેક જેવી કંપનીઓના શૅરમાં એકથી ૭ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.

ક્રૂડ ૭૦ ડૉલરને વટાવી ગયું

વિશ્વબજારમાં ધીમી પણ મક્કમ તેજીના ટ્રેન્ડમાં ક્રૂડ છેવટે બૅરલદીઠ ૭૦ ડૉલર પ્લસની ત્રણ વર્ષની નવી ઊંચી સપાટી બનાવી ચૂક્યું છે. ભાવ રનિંગ ક્વોટમાં પ્રત્યાઘાતી ઘટાડામાં ગઈ કાલે બ્રેન્ટ ક્રૂડમાં બૅરલદીઠ ૬૯ ડૉલર આસપાસ બોલાતો હતો. નાયમેક્સ ક્રૂડ પણ ૬૪.૭૭ ડૉલરની નવી મલ્ટિયર ટૉપ બતાવી અડધા ટકા જેવા ઘટાડે રનિંગમાં ૬૩.૫૩ ડૉલર દેખાતું હતું. જૂન ૨૦૧૭ના થર્ડ વીકમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૪૫ ડૉલરની નીચી સપાટીએ હતું અર્થાત સાડાછ મહિનામાં ભાવ બૉટમથી ૫૫ ટકા ઊંચકાઈ ગયા છે અને હવે ૨૦૧૮ દરમ્યાન ક્રૂડમાં ૮૦ ડૉલરનો ભાવ દેખાશે એવું મોટા ભાગના પંડિતોનું માનવું છે. મતલબ કે ભારત સહિતના ઇમર્જિંગ દેશો જેઓ બહુધા આયાતી ક્રૂડ પર નભે છે તેમની હાલત ખરાબ થશે. ક્રૂડનો ભાવવધારો સરકારી ઑઇલ રિફાઇનરી શૅર માટે બેશક માઠા સમાચાર છે. ઑઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓ ફાયદામાં રહેશે. જોકે ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅરના સુધારામાં પોણો ટકો વધીને બંધ આવ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૧.૨ ટકા પ્લસ હતો. ONGC, પેટ્રોનેટ, LNG ઑઇલ ઇન્ડિયા પોણાથી સવા ટકા અપ હતા. હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૫૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેલ્લે ૧ ટકાની આગેકૂચમાં ૯૪૭ રૂપિયા હતો.

શ્રી સિમેન્ટ દ્વારા UAE ખાતે ટેકઓવર

શ્રી સિમેન્ટ દ્વારા UAE ખાતેની કંપની યુનિયન સિમેન્ટમાં બહુમતી હિસ્સો કમસેકમ ૯૨.૮ ટકા હોલ્ડિંગ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. ડીલની એન્ટરપ્રાઇઝ વૅલ્યુ ૩૦૫૨ લાખ ડૉલર પૂરેપૂરા ૧૦૦ ટકા સ્ટૅક માટે મુકાઈ છે. હાલમાં વાર્ષિક ૨૯૩ લાખ ટન સિમેન્ટની ક્ષમતા ધરાવતી યુનિયન સિમેન્ટ અબુધાબી શૅરબજારમાં લિસ્ટેડ છે. વધુમાં શ્રી સિમેન્ટ તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૨ ટકાના વધારામાં સ્ટૅન્ડઅલોન ધોરણે ૩૩.૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. ૨૦૦ ટકાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. રેકૉર્ડ-ડેટ ૧૯ જાન્યુઆરી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૯,૮૦૦ રૂપિયા થયા બાદ પ્રૉફિટ-બુકિંગમાં નીચામાં ૧૮,૫૯૬ રૂપિયા બતાવી છેલ્લે ૩.૪ ટકા કે ૬૫૫ રૂપિયાની નરમાઈમાં ૧૮,૮૫૬ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૨૪ ગણું હતું. દરમ્યાન ગઈ કાલે સિમેન્ટ શૅરમાં વેચવાલીનું પ્રેશર હતું. ઉદ્યોગના ૪૩ શૅરમાંથી પાંચ શૅર પ્લસ હતા. વિસાકા ઇન્ડસ્ટ્રીઝ ૭૯૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બાદ ૩.૧ ટકા વધીને ૭૭૮ રૂપિયા હતો. સામે પક્ષે આંધþ સિમેન્ટ, પણ્યમ સિમેન્ટ, બુરનપુર, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ, સાંધી ઇન્ડસ્ટ્રીઝ, હેડલબર્ગ, NCL ઇન્ડસ્ટ્રીઝ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ, સ્ટાર સિમેન્ટ, સાગર સિમેન્ટ, ગ્રાસિમ, બરાક વેલી, કાકટિયા સિમેન્ટ સહિત લગભગ ૨૦ જાતો દોઢથી પાંચ ટકા ડાઉન હતી. 

લૉજિસ્ટિક્સ સ્ટૉક લાઇમલાઇટમાં


રેન્જ બાઉન્ડ માર્કેટમાં લૉજિસ્ટિક્સ કંપનીઓના શૅર ઇન્ટ્રા-ડે ૧૦ ટકાના ઉછાળા સાથે આજે લાઇમલાઇટમાં રહ્યા હતા. લૉજિસ્ટિક્સ સેક્ટરના ૧૯માંથી ૧૦ શૅર વધ્યા હતા જેમાં ટાઇગર લૉજિસ્ટિક નવ ટકા, મહિન્દ્ર લૉજિસ્ટિક ૮.૮ ટકા, સ્નોમૅન ૭.૨ ટકા, TCI ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા, ફ્યુચર સપ્લાય ચેઇન ૨.૩ ટકા, ગતિ ૨.૧ ટકા, બ્લુડર્ટ  એક્સેસ ૧.૭ ટકા, કૉર્પોરેટ કુરિયર ૩.૪ ટકા અને ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ ૧ ટકા જેટલા વધ્યા હતા. ટ્રાન્સપોર્ટ સેક્ટરના ૭માંથી ચાર શૅર વધ્યા હતા. ક્રૂડ ઑઇલની તેજીની ચિંતામાં ઍરલાઇન્સ કંપનીઓના શૅરમાં સેન્ટિમેન્ટ ઘણું જ નબળું પડ્યું છે, કારણ કે ઍરલાઇન્સ કંપનીઓ એમના કુલ ખર્ચની ૬૦થી ૭૦ ટકા જેટલી રકમ જેટ ફ્યુઅલ પાછળ ખર્ચે છે. આજે સ્પાઇસજેટ પોણાબે ટકાની નરમાઈમાં ૧૩૦ રૂપિયા, ગ્લોબલ વેક્ટ્રા ૧.૭ ટકાની મંદીમાં ૧૬૯ રૂપિયા, જેટ ઍરવેઝનો શૅર ૧.૩ ટકા ઘટીને ૮૨૭ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK