શૅરબજારમાં મીનિંગફુલ કરેક્શનનાં એંધાણ

સપ્તાહ દરમ્યાન ઇન્વેસ્ટરોની સંપત્તિમાં ૫.૫૬ લાખ કરોડનું ધોવાણ થયું : જુલાઈમાં ડોમેસ્ટિક સેલ્સ વધ્યું હોવા છતાં રિવર્સ ગિઅરમાં ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો ડાઉન: વિક્રમી ટોચથી સેન્સેક્સમાં ૧૪૭૩ પૉઇન્ટની અને નિફ્ટીમાં ૪૨૬ પૉઇન્ટની પીછેહઠશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સતત પાંચમા દિવસે કરેક્શનની ચાલ જારી રહેતાં ભારતીય શૅરબજારમાં દોઢ વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો બોલાયો છે. સેશનના અંતે બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૧૮ પૉઇન્ટના કડાકામાં ૩૧૨૧૩ અને નિફ્ટી ૧૦૯ પૉઇન્ટ તૂટીને ૯૭૧૧ના મથાળે બંધ રહ્યા હતા. આ સાથે ચાલુ સપ્તાહે સેન્સેક્સમાં ૧૧૧૨ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૩૫૫ પૉઇન્ટનો કડાકો બોલાયો છે. આમ તો કામકાજ દરમ્યાન સેન્સેક્સ ગગડીને ૩૧૩૭૯ અને નિફ્ટી ૯૬૮૫ની ઇન્ટ્રા-ડે બૉટમ ક્વોટ થયા હતા જે બન્ને બેન્ચમાર્કમાં ઐતિહાસિક ઊંચાઈએથી અનુક્રમે ૧૪૭૩ અને ૪૨૬ પૉઇન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે. સેશનના અંતે બીએસઈની માર્કેટકૅપ ૧૨૭.૦૩ રૂપિયા બંધ રહી હતી જે સાપ્તાહિક ધોરણે રોકાણકારોની સંપત્તિમાં ૫.૫૬ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ દર્શાવે છે. નિફ્ટીના ૫૧માંથી ૩૫ અને સેન્સેક્સના ૩૧માંથી ૨૪ શૅર ડાઉન હતા જેમાં એસબીઆઇ ૫.૪ ટકા, મહિન્દ્ર ૩.૧ ટકા, રિલાયન્સ ૨.૪ ટકા, લાર્સન ૨.૩ ટકા, એનટીપીસી, ઓએનજીસી ૨.૨ ટકા, સન ફાર્મા બે ટકા, તાતા મોટર્સ, હીરો મોટર, મારુતિ, હિન્દુસ્તાન યુનિ દોઢ ટકો, તાતા સ્ટીલ ૧.૪ ટકા, કોલ ઇન્ડિયા ૧.૩ ટકા, સિપ્લા ૧.૧ ટકા, ભારતી ઍરટેલ, ટીસીએસ, એશિયન પેઇન્ટ, અદાણી પોર્ટ્સ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, બજાજ ઑટો, કોટક બૅન્કના શૅરમાં સાધારણથી ૧ ટકા સુધીની નરમાઈ હતી, તો બીજી બાજુ ડૉ. રેડ્ડીઝ ૩.૨ ટકા, લુપિન, વિપ્રો, ઍક્સિસ બૅન્ક, ઇન્ફોસિસ અને પાવરિગ્રડના શૅર અડધાથી પોણા ટકા જેટલા સુધર્યા હતા. 

બૅન્કિંગ શૅરની હાલત બગડી

બજારની નરમાઈ સાથે બૅન્કિંગ સ્ટૉકની હાલત વધુ કથળી રહી છે. સ્ટેટ બૅન્કે જૂન ક્વૉર્ટરમાં નફામાં ૪૩૬ ટકાની વૃદ્ધિ દર્શાવવા છતાં શૅર સેન્સેક્સ ખાતે ૫.૪ ટકાની નુકસાનીમાં ટૉપ લૂઝર રહ્યો હતો. શૅર ૩૦૩ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે ટોચથી નોંધપાત્ર ખાબકીને ૨૭૮ના તળિયે જઈ અંતે ૨૮૧ રૂપિયાની નીચે બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૧૨.૪૩ લાખ શૅર સામે આજે ૪૨.૪૮ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૧ શૅર ડાઉન હતા, જેમાં સેન્ટ્રલ બૅન્ક ૧૦.૭ ટકા, ઓરિએન્ટ બૅન્ક ૭.૧ ટકા, સ્ટાન્ચાર્ટ ૫.૭ ટકા, યુનિયન બૅન્ક સવાપાંચ ટકા, જેકે બૅન્ક, બરોડા બૅન્ક ૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૫ ટકા, યુનાઇટેડ બૅન્ક ૨.૪ ટકા, પીએનબી, આઇડીબીઆઇ, દેના બૅન્ક, સિન્ટિકેટ બૅન્ક, આઇઓબી સવાબે ટકા, ધનલક્ષ્મી બૅન્ક બે ટકા, આઇડીએફસી બૅન્ક, વિજયા બૅન્ક, ૧.૮ ટકા, અલાહાબાદ બૅન્ક ૧.૭ ટકા, પીએસબી, કૅનેરા બૅન્ક દોઢ ટકો અને કરૂર વૈશ્ય બૅન્ક ૧.૩ ટકા જેટલા ખરડાયા હતા. સુધારે બંધ રહેનાર બૅન્કિંગ શૅરમાં ઇન્ડિયન બૅન્ક ૨.૨ ટકા, કર્ણાટકા બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, ડીસીબી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, યસ બૅન્ક, આંધ્ર બૅન્ક, ફેડરલ બૅન્ક અને સાઉથ ઇન્ડિયન બૅન્કના શૅર અડધા ટકાની આસપાસ વધ્યા હતા. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં લગભગ ૧ ટકો કહી શકાય એટલો ઘટાડો જોવા મળ્યો હતો.

તાતા મોટર્સનો શૅર સતત ૧૫મા દિવસે ડાઉન

તાતા મોટર્સનો શૅર સતત ૧૫મા દિવસે ડાઉન હતા. ગઈ ૨૧ જુલાઈએ તાતા મોટર્સના શૅરનો ભાવ ૪૬૪ રૂપિયા પ્લસ હતો જે શૅરબજારના કામકાજનાં ૧૫ સેશનમાં સતત ઘટીને અત્યારે ૩૭૪ રૂપિયા થયો હતો. આમ આ શૅર ૩૫૮ રૂપિયાની ૧૬ મહિનાની નીચી સપાટીએ ક્વોટ થયા બાદ ત્યાંથી રિકવરી થઈ સેશનના અંતે ૧.૭ ટકાની નરમાઈમાં ૩૭૪ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સ ડીવીઆરનો શૅર દોઢ ટકાના સુધારામાં ૨૨૩ રૂપિયા પ્લસ બંધ હતો. તાતા ગ્રુપની અન્ય કંપનીઓની વાત કરીએ તો તાતા કૉફી ૦.૮ ટકા, તાતા કમ્યુનિકેશન્સ ૧.૨ ટકા, તાતા ઍલેક્સી સવા ટકો, તાતા પાવર અડધો ટકો, તાતા સ્ટીલ ૧.૪ ટકા, ટીસીએસ પોણો ટકો, તાતા ટેલિસર્વિસિસ ૧.૧ ટકા જેટલા ખરડાયા હતા. તો બીજી બાજુ સુધારે બંધ રહેનાર શૅરમાં તાતા કેમિકલ્સ, તાતા ગ્લોબલ બેવરેજિસ, તાતા ઇન્વેસ્ટમેન્ટ, તાતા મેટાલિક્સ અને તાતા સ્પૉન્જના શૅર અડધા ટકાથી લઈ સવાત્રણ ટકાની આસપાસ સુધર્યા હતા.

કોચીન શિપયાર્ડમાં તેજીની સર્કિટ


સ્ટૉક એક્સચેન્જ ખાતે નબળા લિસ્ટિંગ બાદ કોચીન શિપયાર્ડનો શૅર અચાનક ૨૧ ટકાની ઉપલી સર્કિટમાં ૫૨૨ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. કોચીન શિપયાર્ડનો શૅર ૪૩૨ રૂપિયાની આઇપીઓ ઇશ્યુ પ્રાઇસ સામે આજે બીએસઈ ખાતે ૪૩૫ રૂપિયા ખૂલ્યો હતો. એકંદરે નબળા લિસ્ટિંગને પગલે કોચીન શિપયાર્ડમાં પણ એસઆઇએસના લિસ્ટિંગ જેવું થવાની ચિંતા હતી. જોકે લિસ્ટિંગના થોડા સમય બાદ જ શૅર શાર્પ બાઉન્સમાં ૨૧ ટકાની તેજીની ઉપલી સર્કિટે ૫૨૨ બંધ રહ્યો હતો. આ ઉછાળાથી રોકાણકારો કે ટ્રેડર્સને પણ નવાઈ લાગી હતી, કારણ કે શૅરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે પણ કોચીન શિપયાર્ડનો શૅર નબળા લિસ્ટિંગ બાદ ઉપલી સર્કિટે બંધ રહેવામાં સફળ થયો હતો. એનએસઈ ખાતે આ કંપનીના શૅરનું લિસ્ટિંગ ૪૪૦ રૂપિયાના ભાવે થયા બાદ નીચામાં ૪૩૫ અને ઉપરમાં ૫૨૮ રૂપિયા સુધી ગયો હતો. કામકાજના અંતે સવાબાવીસ ટકાના ઉછાળા સાથે શૅર ૫૨૮ રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. બન્ને સ્ટૉક એક્સચેન્જો ખાતે કુલ મળીને ૩.૦૮ કરોડ શૅરનાં કામકાજ થયાં હતાં.

માર્કેટ ઍનૅલિસ્ટો જણાવે છે કે ‘આમ તો લૉન્ગ ટર્મ માટે કોચીન શિપયાર્ડમાં રોકાણ કરી શકાય છે. જોકે લિસ્ટિંગ વખતે પ્રૉફિટ બુકિંગ કરવાની તક મળે તો ઝડપી લેવી. રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળતાં કોચીન શિપયાર્ડનો ૧૪૬૮ કરોડ રૂપિયાનો આઇપીઓ ઇશ્યુ ૭૬.૧૯ ગણો ભરાયો હતો જેમાં ક્યુઆઇપી પોર્શન ૬૩.૫૨ ગણું, એનઆઇઆઇ પોર્શન ૨૮૮.૮૭ ગણું અને રીટેલ ઇન્વેસ્ટર્સનું પોર્શન ૮.૫૧ ગણું ભરાયું હતું. ફ્રેશ શૅર ઇશ્યુ દ્વારા કંપનીએ ૯૭૮.૭ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું છે. સરકારે ઑફર ફૉર સેલ દ્વારા કોચીન શિપયાર્ડના ૧૧.૩૨ મિલ્યન શૅર વેચ્યા હતા. આ ડાઇવેસ્ટમેન્ટ બાદ કંપનીમાં સરકારનું શૅરહોલ્ડિંગ ઘટીને ૭૫ ટકા થયું છે. 

સાર્વત્રિક મંદીનો માહોલ


સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકૅરનાં નામ માત્ર સુધારાને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા જેમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૩ ટકા, મેટલ ઇન્ડેક્સ ૩.૬ ટકાના ઘસારામાં ૧૨૨૭૯ બંધ હતો. એના ૧૦માંથી ૮ શૅર ડાઉન હતા જેમાં હિન્દાલ્કો ૭.૧ ટકા, વેદાન્તા ૭ ટકા, સેઇલ ૪ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૩.૫ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ ૩.૪ ટકા, એનએમડીસી ૩.૩ ટકા, તાતા સ્ટીલ અને કોલ ઇન્ડિયાના શૅર ૧.૩ ટકા ડાઉન હતા. જુલાઈમાં ડોમેસ્ટિક ઑટો સેલ્સ વધ્યું હોવા છતાં ઑટો ઇન્ડેક્સ દોઢ ટકાના રિવર્સ ગિઅરમાં ૨૩૨૮૭ બંધ હતો. એના ૧૪માંથી ૧૧ મુખ્ય ઑટો શૅર ઘટ્યા હતા. માર્કેટ-બ્રેડ્થમાં ભારે નેગેટિવિટી જોવા મળી હતી જેમાં બીએસઈ ખાતે ૯૮૦ શૅરના સુધારા સામે ૧૫૫૮ જાતો રેડ ઝોનમાં બંધ રહી હતી. બીએસઈ ખાતે કુલ ૨૧૬ શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.

બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સના ૩૯ શૅર વર્ષના તળિયે

સળંગ પાંચમા દિવસની ખરાબીમાં બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સના ૩૯ શૅર કામકાજ દરમ્યાન વર્ષની નીચી સપાટીએ ક્વોટ થયા હતા. બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ઉપરમાં ૧૩૪૨૬ અને નીચામાં ૧૩૨૪૫ ક્વોટ થઈ અંતે પોણા ટકાની નરમાઈમાં ૧૩૩૩૬ બંધ થયો હતો. એના ૫૦૦માંથી ૨૭૨ શૅર ડાઉન હતા જે ૩૯ શૅર સમયગાળાની દૃષ્ટિએ વર્ષ કે એનાથી વધુ નીચી સપાટીએ ગયા છે તેમનાં નામ આ મુજબ છે : અબાન ઑફશૉર, અમરરાજા બૅટરી, બીએફ યુટિલિટી, બ્લુડાર્ટ, સેન્ટ્રલ બૅન્ક, કોલ ઇન્ડિયા, ક્રિસિલ, ડિશ ટીવી, ડૉ. રેડ્ડીઝ લૅબ, એફડીસી, ગતિ, ગ્લેનમાર્ક ફાર્મા, આઇડીબીઆઇ બૅન્ક, આઇએફસીઆઇ, ઇન્ડો કાઉન્ટ ઇન્ડ, આઇનોક્સ વિન્ડ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન, ઇપ્કા લૅબ્સ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, કેપીઆઇટી ટેક, માર્કસન્સ ફાર્મા, પીઆઇ ઇન્ડ, રતન ઇન્ડિયા પાવર, રિલાયન્સ પાવર, રેલિગર એન્ટર, કેળકર, સિટી નેટવર્ક, એસએમએલ ઇસુઝુ, સન ફાર્મા, તાતા મોટર્સ, તાતા મોટર્સ ડીવીઆર, ટેક્સમાકો રોલ, યુકો બૅન્ક, યુનિકેમ લૅબ, વૉકહાર્ટ, ઝેનસાર ટેકનો સમાવેશ છે. ૮ ઑગસ્ટે બીએસઈ-પ૦૦ ઇન્ડેક્સ ૧૩૯૬૮ની વિક્રમી ઊંચાઈએ ક્વોટ થયો હતો ત્યાર બાદ એ સતત ઘટીને નીચામાં ૧૩૨૪૫ સુધી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy