બે દિવસની નરમાઈ બાદ બજારમાં સુધારો આવ્યો અને ભૂંસાયો, રોકડામાં આકર્ષણ

પેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૭૩૪ની તેજીમાં નવા ઊંચા શિખરે બંધ : બિટકૉઇન ૭૮૮પ ડૉલરની ઑલટાઇમ હાઈથી પ્રત્યાઘાતી ઘટાડામાં ૭૦૮૧ ડૉલરે : હિન્દુસ્તાન પેટ્રોલિયમનો નફો બજારને ઓછો પડ્યો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


વિશ્વબજારોની સુસ્તી વચ્ચે ઘરઆંગણે શૅરબજાર બે દિવસના ઘટાડા બાદ ૧પ૦ પૉઇન્ટથી વધુના ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ ૨૫૦ પૉઇન્ટ જેવી સરસાઈ મેળવીને ત્યાંથી ૩૫૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયા બાદ છેવટે સાધારણ એવા ૩ર પૉઇન્ટના સુધારામાં ૩૩રપ૧ નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ગઈ કાલે ૧૦૩૬૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૦ર૬૭ થઈ છેલ્લે નરમાઈની હૅટટ્રિક બાદ ૬ પૉઇન્ટ વધીને ૧૦૩૦૯ આવ્યો છે. સેન્સેક્સમાં ૩૧માંથી ૧૭ તો નિફ્ટી પ૦માંથી રપ શૅર પ્લસ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાંચ દિવસની પીછહેઠ બાદ દોઢ ટકો વધીને ૯૦૧ ઉપર બંધ જોવા મળ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ૭૦૧ કરોડ રૂપિયાની સામે ૧૭૩૪નો ચોખ્ખો ત્રિમાસિક નફો દર્શાવ્યા છતાં બજાર નાખુશ રહેતાં શૅર ઉપલા મથાળેથી ર૩ રૂપિયા ગગડીને છેલ્લા એકાદ ટકાની નબળાઈમાં ૪૩૧ રૂપિયા હતો. આ કંપનીનો પ૧ ટકા હિસ્સો ખરીદવા વૅલ્યુએશનની થીમ પ્રમાણે ONGCને હાલના બજારભાવ કરતાં ૭૦ ટકા વધુ રકમ સરકારને ચૂકવવાની ફરજ પડી શકે છે એવી આશંકામાં ONGC ૧૯પ નજીકની સવા ટકાથી વધુની નરમાઈમાં ૧૯૮ રૂપિયા બંધ હતો. સેન્સેક્સના નજીવા સુધારા સામે મિડકૅપ અને સ્મૉલકૅપ ફૅન્સીમાં રહેતાં પોણાથી એક ટકો અપ હતા. સરવાળે માર્કેટ-બ્રેડ્થ થોડી પૉઝિટિવ બની છે.

 દરમ્યાન બિટકૉઇનમાં વધુ એક વિભાજનની શક્યતા ટળી જતાં ભાવ ૭૮૮પ ડૉલરના નવા વિક્રમી શિખરે ગયા બાદ પોણાચાર ટકાના ઘટાડે રનિંગ ક્વોટમાં ૭૦૮૧ ડૉલર દેખાતો હતો. ભારતીય કરન્સીમાં બિટકૉઇન પ.૩૬ લાખ રૂપિયાની ટૉપ બતાવી આ લખાય છે ત્યારે ૪.૯૬ લાખ રૂપિયા બોલાતો હતો જે આગલા બંધ સામે ૧.૬ ટકા નીચો કહી શકાય. બૅન્ક શૅર તાજેતરની નરમાઈ બાદ ગઈ કાલે સુધારામાં હતા. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી અડધા ટકાની નજીક તો PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં દોઢ ટકો પ્લસ હતો. ઇન્ડિયન બૅન્ક સર્વાધિક સાડાનવ ટકાની આસપાસ ઊછળ્યો હતો.

કૅડિલા હેલ્થકૅરમાં ડાઉન ગ્રેડની અસર

કૅડિલા હેલ્થકૅરમાં ન્ફડહાઉસ ક્રેડિટ સ્વિસ દ્વારા ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૪૬૫ કરવાની સાથે  ડાઉનગ્રડિંગ થતાં ભાવ ગઈ કાલે બમણા કામકાજમાં નીચામાં ૪૬૯ થઈ છેલ્લે પોણાચાર ટકા તૂટીને ૪૭૯ રૂપિયા નજીક બંધ હતો. અમેરિકન FDIએ દ્વારા ટેવાની ડ્રગ લિએલ્ડાને ધારણા કરતાં વહેલી મંજૂરી મળતાં કૅડિલા હેલ્થકૅર સામેની હરીફાઈ વધવાની ધારણાએ આ પગલું લેવાયું છે. એસ્ટ્રા જેને કાળા તગડા પરિણામ પછીની તેજી આગળ ધળતાં ભાવ ગઈ કાલે પાંચેક ટકા વધીને ૧૨૨૧ રૂપિયા રહ્યો હતો. ડૉ. લાલ પેથલૅબ્સ, યુનિકેમ અને SMS ફાર્મા ત્રણથી પોણાપાંચ ટકા અપ હતા. સામે સિપ્લા, ન્યુલૅન્ડ લૅબ, વૉકહાર્ટ, પેનાસિબા બાયો, આરતી ડ્રગ્સ, નાટકો ફાર્મા, RPG  લાઇફ ઇત્યાદિ એકથી બે ટકા ડાઉન હતા. હેલ્થકૅર ઇન્ડેકસ ૭૦માંથી ૪૨ શૅર સુધારામાં હોવા છતાં નહીંવત ઘટીને બંધ આવ્યો છે. સમગ્ર ફાર્મા ઉદ્યોગની ૧૩૯ જાતોમાંથી ૭૧ જાતો પ્લસ હતી. સિન્હોમ ફૉમ્યુર્લેશન અહીં આઠેક ટકાની ખરાબીમાં ટૉપ લૂઝર બન્યો હતો.

તાતા મોટર્સનો નફો વધ્યો, શૅર ફલૅટ

તાતા મોટર્સ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ધારણા કરતાં વધુ ત્રણગણો એટલે કે ૨૫૦૨ કરોડ રૂપિયા નજીકના ચોખ્ખા નફા સાથે ઑપરેટિંગ માર્જિનમાં ગણનાપાત્ર સુધારો દર્શાવાયા છતાં શૅર માંડ રૂપિયા બેથી પણ ઓછો વધીને ૪૪૦ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે. રિઝલ્ટ બાદ ભાવ નીચામાં ૪૨૬ રૂપિયા થઈ ગયો હતો અને કામકાજ ૬ ગણાં હતાં. તાતા મોટર્સનો DVR પણ નજીવા સુધારામાં ૨૪૫ રૂપિયા બંધ હતો. અશોક લેલૅન્ડ અપેક્ષા કરતાં નબળા પરિણામ પાછળ ત્રણ ટકા ઘટીને ૧૧૬ રૂપિયા નજીક હતો. હીરો મોટોકૉર્પ  પોણોટકો, ભારત ફોર્જ દોઢ ટકો, આઇશર અડધો ટકો તો મારુતિ સુઝુકી નામકે વાસ્તે નરમ હતા. બજાજ ઑટો અડધો ટકો વધીને ૩૨૦૬ રૂપિયા રહ્યો હતો. બોશ લિમિટેડ  ૪૮૦ શૅરના લાંબા વૉલ્યુમમાં ૩૮૮ રૂપિયા કે બે ટકા જેવી મજબૂતીમાં ૨૧,૧૭૦ રૂપિયા હતો. ઓટો પાર્ટ્સ સેગમેન્ટ ખાતે લુમેક્સ ઑટો ટેક્નૉલૉજીઝ ૬૫૦ રૂપિયાનું બેસ્ટ લેવલ બનાવી ૧૧ ટકાની તેજીમાં ૬૩૩ રૂપિયા હતો. સોના સ્ટિબરિંગ, અમરરાજા બૅટરીઝ, લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રિકોલ પાંચથી પોણાઅગિયાર ટકા વધ્યા હતા.

પેજ ઇન્ડસ્ટ્રીઝ નવા ઊંચા શિખરે

ઇનરવેર સેગમેન્ટમાં કાર્યરત પેજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૬૮૪૪ લાખની સામે ૮૩૬૬ લાખના ચોખ્ખા નફા સાથે સારા ત્રિમાસિક પરિણામ જારી થતાં શૅર લગભગ ૬ ગણા વૉલ્યુમમાં ૨૨,૬૦૦ની નવી ઊંચી સપાટી મેળવી છેલ્લે સાડાઆઠ ટકા કે ૧૭૩૪ રૂપિયાના જમ્પમાં ૨૨,૩૧૪ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. હિન્દુજા ગ્લોબલ સૉલ્યુશન્સ રોજના સરેરાશ ૨૮૦૦ શૅર સામે ગઈ કાલે ૧.૮૦ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૯૨ રૂપિયા નજીક નવું શિખર હાંસલ કરીને બન્ને સાડાચૌદ ટકાની તેજીમાં ૬૬૦ રૂપિયા હતો. સારેગામા ઇન્ડિયા પણ ત્રણગણા કામકાજમાં ૭૫૯ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૧૬.૬ ટકા ઊછળીને ૭૪૧ રૂપિયા બંધ આવ્યો છે. જેટ ઍરવેઝ બમણા વૉલ્યુમમાં ૬૭૩ પ્લસની મલ્ટિયર ટૉપ બનાવી બન્ને સાડાછ ટકા ઊંચકાઈને ૬૬૩ રૂપિયા હતો. લાર્સન ઇન્ફોટેક પરિણામ બાદ બૅક-ટુ-બૅક મજબૂતીમાં ૯૬૫ રૂપિયાની નવી ઊંચી સપાટીએ જઈ છેલ્લે પોણાસાત ટકાની તેજીમાં ૯૩૩ રૂપિયા તો લાર્સન ટેક્નૉલૉજીઝ ૯૦૯ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ ત્રણ ટકા વધીને ૯૦૩ રૂપિયા આસપાસ હતા.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં મજબૂતી

નેગેટિવ બાયસ સાથેની ફ્લૅટ માર્કેટમાં ગઈ કાલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૬૩૪ પૉઇન્ટ કે સવાત્રણ ટકા ઊંચકાયો હતો. અહીં PC જ્વેલર્સ સાતેક ટકાના જમ્પમાં ૩૫૮ રૂપિયા બંધ આવીને ટૉપ ગેઇનર બન્યો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ સાડાચાર ટકા, ટાઇટન સવાચાર ટકા, સિમ્ફની પોણાચાર ટકા, રાજેશ એક્સપોર્ટ દોઢેક ટકો વધેલા હતા. વૈભવ ગ્લોબલ તેજીની આગેકૂચમાં ૭૨૫ રૂપિયાની મલ્ટિયર ટૉપ બનાવી પોણાચાર ટકાની નજીકના ઉછાળે ત્યાં જ બંધ હતો. ગીતાંજલિ જેમ્સ દોઢ ટકો પ્લસ હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ ૧૪.૮૫ રૂપિયાની નવી ઑલટાઇમ તળિયે ગઈ હતી. વૉલ્ટાસ સવા ટકો અપ હતો. પૅરૅડાઇઝ પેપર્સના છાંટા ઊડવા છતાં હેવેલ્સ ઇન્ડિયા સળંગ ચોથા દિવસની આગેકૂચમાં અઢી ટકા વધીને ૫૧૫ રૂપિયા બંધ રહ્યો છે. મિર્ઝા ઇન્ટરનૅશનલ સારા પરિણામ પાછળ બમણા કામકાજમાં પાંચ ટકાથી વધુના ઉછાળે ૧૬૬ રૂપિયા હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK