તમામ આશંકા અને અનિશ્ચિતતા વચ્ચે શૅરબજાર હવે નવા શિખર ભણી

રિલાયન્સમાં સુધારાની હૅટ-ટ્રિક, રોકાણકારોને ૩૮,૫૦૦ કરોડનો ફાયદો : TCS પરિણામ પહેલાં પાછો પડ્યો, HCL ટેક્નૉલૉજીમાં બાયબૅકની તેજી : બંધન બૅન્ક નવી વિક્રમી સપાટીએ, બૅન્ક શૅર એકંદર સુધારામાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ક્રૂડમાં બૅરલદીઠ ૮૦ ડૉલર અને રૂપિયો ડૉલર સામે ૭૦ના લેવલે જવાના વધતા વરતારા, વિશ્વ સ્તરે ટ્રેડ-વૉરનો વધતો પૅનિક, ઘરઆંગણે ધારણા કરતાં ચોમાસાની નબળી ચાલ, નવા મૂડીરોકાણ, રોજગારીસર્જન અને ઔદ્યોગિક વિકાસમાં એકંદર નબળાઈ, રાજકોષીય તેમ જ ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ, બૅન્કોની બૅડ લોનના બિહામણા આંકડા, ફુગાવો વધવાની આશંકા ઇત્યાદિ જેવા સંખ્યાબંધ નેગેટિવ ફૅક્ટરના ઉચાટને અવગણી શૅરબજારમાં શરૂ થયેલો પ્રત્યાઘાતી સુધારો હવે એક મહત્વની રિલીફ રૅલીમાં ફેરવાયો છે. TCS અને ઇન્ફીનાં પરિણામ સાવ નજીકમાં છે. એમાં સારાવાટ જોવાય તો શૅરબજાર બહુ જ,દી નવી ઑલટાઇમ હાઈ બતાવશે એમ લાગે છે. હમણાં થોડાક જ દિવસ પૂર્વે નરમાઈની ચાલમાં ૩૫ની અંદર આવી ગયેલો સેન્સેક્સ ધીમા પણ મક્કમ બૅબી-સ્ટેપ્સની ચાલમાં ગઈ કાલે પૉઝિટિવ ઑપનિંગમાં ૩૬ ઉપર ખૂલી આખો દિવસ મજબૂત ત્યાં ટકી રહી છેવટે ૩૦૫ પૉઇન્ટની આગેકૂચમાં ૩૬,૨૪૦ નજીક બંધ રહ્યો છે. નિફ્ટી ૯૪ પૉઇન્ટ વધીને ૧૦,૯૪૭ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૬,૨૭૪ વટાવી ગયો હતો જે ૨૯ જાન્યુઆરીએ આ વર્ષ બનેલી ૩૬,૪૪૪ નજીકની વિક્રમી સપાટીથી ૧૭૦ પૉઇન્ટ જ છેટે કહી શકાય. નિફ્ટી ગઈ કાલે ઉપરમાં ૧૦,૯૫૭ નજીક ગયો હતો. અહીં ઑલટાઇમ હાઈ ૧૧,૧૭૧ની છે. નિફ્ટીના મુકાબલે સેન્સેક્સ નવી સર્વોચ્ચ સપાટી પહેલાં બતાવશે એમ હાલમાં તો લાગે છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર પ્લસ હતા. માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ છે. રિલાયન્સ અને પ્લકનું સંયુક્ત સાહસ ઇન્ડિયા ગૅસ સૉલ્યુશન્સ સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં ઝંપલાવશે એવા અહેવાલ પાછળ રિલાયન્સ દોઢા કામકાજમાં ત્રણ ટકા વધી ૧૦૨૬ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ગઈ કાલે ૯૮ પૉઇન્ટનો લાભ થયો હતો. HDFC-ટ્વિન્સ થકી એમાં બીજા ૧૧૩ પૉઇન્ટનો ઉમેરો કરાયો હતો.

પરિણામ પૂર્વે TCSમાં સાંકડી વધ-ઘટ

IT જાયન્ટ TCSના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ ગઈ કાલે બજાર બંધ થયા પછી સાંજેઆવવાના હતા. શૅર આગલા દિવસે ૧૯૩૦ની ઑલટાઇમ હાઈ બતાવી પ્રૉફિટ- બુકિંગમાં દોઢેક ટકાની નજીકની નરમાઈમાં ૧૮૮૮ની નીચે બંધ રહ્યા બાદ ગઈ કાલે ૧૮૯૫ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન ઉપરમાં ૧૯૦૦ અને નીચામાં ૧૮૭૩ થઈ અંતે અડધો ટકો ઘટી ૧૧૭૭ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં દોઢ ગણું હતું. માર્ચ ક્વૉર્ટરમાં ૨૫,૫૭૦ કરોડની આવક પર ૬૭૫૬ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કરનારી TCS જૂન ક્વૉર્ટરમાં ૩૨,૦૭૫ કરોડની આવક તથા ૬૯૦૫ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવશે એવી બજારની એકંદર ધારણા છે. કંપનીએ ચાલુ વર્ષે પણ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની બાયબૅક જાહેર કરી છે જેમાં મહત્તમ પ્રાઇસ શૅરદીઠ ૨૧૦૦ રૂપિયા રખાઈ છે. આ ધોરણે નજીકના ભવિષ્યમાં શૅર ઘટવાના બદલે વધે અથવા મજબૂત વલણ દાખવે એવી શક્યતા વધુ છે. દરમ્યાન TCS પાછળ HCL ટેક્નૉલૉજીઝ તરફથી પણ શૅરના બાયબૅક માટે બુધવારે બોર્ડમીટિંગ જાહેર થઈ છે. આ કંપની દ્વારા ગયા વર્ષે પણ શૅરદીઠ ૧૦૦૦ રૂપિયાના ભાવે ૩૫૦૦ કરોડ રૂપિયાની બાયબૅક જાહેર થઈ હતી જે તત્કાલિન બજારભાવ કરતાં ૧૭ ટકા પ્રીમિયમે હતી. ભાવ આગલા દિવસના ૧.૭ ટકાના વધારા બાદ ગઈ કાલે ઉપરમાં ૧૦૦૦ રૂપિયા વટાવી અંતે ૧.૯ ટકા વધીને ૯૭૯ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. ગ્રુપ કંપની HCL ઇન્ફો સિસ્ટમ્સ અઢી ગણા કામકાજમાં ૩૭ને વટાવી અંતે ૩.૭ ટકાની મજબૂતીમાં ૩૬ રૂપિયા જોવાયો છે. ઇન્ફોસિસના પરિણામ ૧૩મીએ આવવાના છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૩૧૫ અને નીચામાં ૧૨૯૫ થઈ અંતે સહેજ વધી ૧૩૦૨ રૂપિયા બંધ રહ્યો હતો.

રિલાયન્સમાં સુધારાની હૅટ-ટ્રિક, ભાવ ચાર આંકડે

AGMના દિવસે ૧૦૦૮ની ઇન્ટ્રા-ડે હાઈથી ૯૬૦ રૂપિયા થઈ ૯૬૫ બંધ રહેનારો રિલાયન્સ છેલ્લા ત્રણ દિવસથી સતત સુધારામાં છે. ભાવ ગઈ કાલે દોઢ ગણા કામકાજમાં ૧૦૨૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે ત્રણ ટકાની મજબૂતીમાં ૧૦૨૬ રૂપિયા બંધ રહેતાં માર્કેટકૅપ ૬.૫૦ લાખ કરોડ નજીક થયું છે. મતલબ કે ત્રણ દિવસમાં રોકાણકારોની મૂડીમાં ૩૮,૫૦૦ કરોડનો ઉમેરો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૫.૪ ટકા માલિકીની સબસિડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામ ૧૧ જુલાઈએ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૪૨ થઈ અંતે અડધો ટકો વધી ૪૩૬ રૂપિયા બંધ હતો. અન્ય ગ્રુપ કંપનીમાં વ્સ્-૧૮ બ્રૉડકાસ્ટ ૫૦ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૮ ટકા વધી ૫૦ રૂપિયા નજીક તો નેટવર્ક ૧૮ મીડિયા ૪૪.૪૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સહેજ વધી ૪૪ રૂપિયા બંધ હતા. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સમાં રિલાયન્સ ૨૪.૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે. શુક્રવારે ૧૧૩ની અંદર વર્ષના તળિયે ગયેલો આ શૅર ગઈ કાલે સાધારણ વધીને ૧૧૫ રૂપિયા બંધ હતો.

બંધન બૅન્ક મજબૂત, નવી ઑલટાઇમ હાઈ

પ્રાઇવેટ સેક્ટરની બંધન બૅન્ક મજબૂત વલણની આગેકૂચમાં ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૫૮૬ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી અંતે ૪.૩ ટકાની તેજીમાં ૫૮૦ રૂપિયા બંધ રહી છે. માર્ચમાં શૅરદીઠ ૩૭૫ની ઇશ્યુ પ્રાઇસ સામે આ IPOમાં રોકાણકારોને સાડાત્રણેક મહિનામાં હાલની તારીખે ૫૫ ટકાનું રિટર્ન મળી ચૂક્યું છે. સિટી યુનિયન બૅન્ક ૧૦ શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ-ડેટ ૧૧ જુલાઈ હોવાથી ગઈ કાલે એક્સ-બોનસ થતાં ૧૮૬ રૂપિયા નજીક જઈ અંતે ૨.૩ ટકા વધીને ૧૭૪ રૂપિયા બંધ હતો. સારા વૉલ્યુમ સાથે સુધારો આગળ ધપાવતાં યસ બૅન્ક ગઈ કાલે ૩૭૩ થઈ છેલ્લે અઢી ટકા વધીને ૩૭૧ રૂપિયા બંધ આવ્યો છે. સપ્તાહમાં નીચલું બૉટમ ૩૩૩ની અંદરનું હતું. ઍક્સિસ બૅન્ક ૧.૭ ટકા, ત્ઘ્ત્ઘ્ત્ બૅન્ક પોણો ટકો, HDFC બૅન્ક સવા ટકો, સ્ટેટ બૅન્ક પોણો ટકો પ્લસ હતા. કોટક મહિન્દ્ર બૅન્ક ચારમાંથી ત્રણ દિવસના સુધારા બાદ ગઈ કાલે એક ટકો ઘટી ૧૩૭૨ રૂપિયા તથા ઇન્ડસઇન્ડ બૅન્ક સળંગ ચોથા દિવસની પીછેહઠમાં એક ટકો ઘટી ૧૯૩૫ રૂપિયા બંધ હતા. ગઈ કાલે બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૮ શૅર નરમ હતા. બૅન્કેક્સ ૦.૬ ટકા તો બૅન્ક નિફ્ટી અડધો ટકો અને ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરના સુધારામાં એક ટકો વધીને બંધ રહ્યો છે.

એલ્ડેકો હાઉસિંગમાં ૨૨૨ રૂપિયાની તેજી


સ્મૉલ કૅપ રિયલ્ટી કંપની એલ્ડેકો હાઉસિંગ ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨૨ રૂપિયા ઊછળી ૧૩૩૩ નજીક ગયો હતો. ૨૯ જાન્યુઆરીએ ૨૬૯૪ની ઑલટાઇમ હાઈ બાદ ઘટાડાની ચાલમાં આ કાઉન્ટર ગયા શુક્રવારે ૧૦૦૦ના લેવલે આવી ગયું હતું. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૭૬૮ રૂપિયા જેવી છે. ભાવ છેલ્લે ૨૦ ટકાની તેજીમાં ૧૩૩૩ રૂપિયા નજીક બંધ હતો. દરમ્યાન ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની આગેકૂચમાં ૧.૮ ટકા વધ્યો હતો. DLF સળંગ ત્રીજા દિવસે વધીને ૩.૭ ટકા ઊંચકાઈ ૧૯૪ રૂપિયા બંધ આવી મોખરે હતો. ઑબેરૉય રિયલ્ટી ૪૯૫ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૬ ટકા વધીને ૪૯૦ રૂપિયા, સનટેક રિયલ્ટી અઢી ટકા વધી ૩૯૦ રૂપિયા બંધ હતા. શોભા ડેવલપર્સમાં સવા ટકાની નરમાઈ હતી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ખાતે ૧૦માંથી બે શૅર ડાઉન રહેતાં ૧.૮ ટકોનો સુધારો નોંધાયો હતો. અત્રે યુનિટેક ૯૪ લાખ શૅરના કામકાજમાં પાંચ ટકા વધીને સવાચાર રૂપિયાના બંધમાં અગ્રક્રમે હતો. હાઉસિંગ ફાઇનૅન્સ સેક્ટરના ૧૬માંથી ૧૧ શૅર વધ્યા હતા. સહારા હાઉસિંગ ૫.૪ ટકા, ઇન્ડિયા હોમ અઢી ટકા, રિલાયન્સ હોમ ત્રણ ટકા, LIC હાઉસિંગ સવાત્રણ ટકા, PNB હાઉસિંગ ૧.૮ ટકા અપ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK