કરેક્શન ઇઝ કરેક્ટ, ખરીદીનો સમય પર્ફે‍ક્ટ

બજારનો ટ્રેન્ડ બુલિશ છે. હા, ઘટાડાનાં છ સત્ર બાદ પણ બુલિશ છે, જે એની છેલ્લા બે દિવસની રિકવરીએ સાબિત કર્યું છે. ટૂંકા ગાળામાં આવી જ વધ-ઘટ ચાલુ રહે તો નવાઈ નહીં. અત્યારે તો ક્રૂડ અને રૂપિયા પર નજર રાખવી સલાહભર્યું છે, બાકી દરેક મોટો ઘટાડો ખરીદવાની અને દરેક મોટો વધારો વેચવાની તક ગણાય

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

વીતેલા સપ્તાહના અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ દિવસમાં જેને ખરેખર કરેક્શન ન કહી શકાય એવો ઘટાડો દર્શાવનાર શૅરબજારમાં ગયા સોમવારે શરૂઆત સાધારણ પૉઝિટિવ મૂવમેન્ટ સાથે થઈ હતી, પણ ટ્રેડિંગ સત્રના અંત ભાગમાં બજારે કરેક્શન કહી શકાય એવો ઘટાડો દર્શાવ્યો હતો. સેન્સેક્સ ૩૩૨ પૉઇન્ટ અને નિફ્ટી ૯૮ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. આમ આગલા સપ્તાહનો કરેક્શનનો દોર આગળ વધ્યો હતો. જોકે છેલ્લા એકાદ કલાકમાં જ માર્કેટ તૂટ્યું હતું, જેમાં બૅન્ક શૅરો અને FMCG સેક્ટરના અગ્રણી શૅરોનો ફાળો મોટો હતો. જોકે મોટા કરેક્શન છતાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી. ગ્લોબલ અસર ઉપરાંત સોમવારે પ્રૉફિટબુકિંગની અસર પણ માર્કેટ પર હતી. મંગળવારે બજારે શરૂઆત તો થોડી પૉઝિટિવ કરી, એ પછી માર્કેટ વધ-ઘટ સાથે નેગેટિવ બનવા લાગ્યું અને છેલ્લા એક કલાકમાં તો સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ અને નિફ્ટી ૬૨ પૉઇન્ટ ડાઉન થઈ બંધ રહ્યા હતા. આ દિવસે માર્કેટ બ્રેડ્થ બહુ જ નેગેટિવ રહી હતી, જેમાં માત્ર ૭૫ સ્ટૉક્સ વધ્યા અને ૧૯૦૦થી વધુ સ્ટૉક્સ ઘટ્યા હતા. મંગળવારે રૂપિયા અને ક્રૂડે બજારનું વધુ ધોવાણ કર્યું હતું. રૂપિયો ડૉલર સામે ૭૨-૭૩ થવા તરફ જવાની શક્યતા વધી રહી હતી, જે બજારનું માનસ વધુ બગાડી શકે. બુધવારે એવું જ થયું, રૂપિયો ૭૨ આસપાસ પહોંચી ગયો. શરૂમાં સાધારણ રિકવર થયેલું બજાર પછી ધીમે-ધીમે નેગેટિવ થવા લાગ્યું હતું, જે એક સમયે સાડાત્રણસો પૉઇન્ટ તૂટી ગયું હતું, પણ ત્યાર બાદ ફરી રિકવર થઈને આખરમાં સેન્સેક્સ ૧૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.

જોકે ગુરુવારે રૂપિયાએ બજારને રિકવર થવામાં સહાય કરી હતી. એેની સાધારણ ઘટાડા બાદની રિકવરીએ બજારને સવાબસો પૉઇન્ટનો વધારો આપ્યો હતો, જોકે વધુ મહત્વની વાત એ હતી કે બજાર ઘટતું અટક્યું હતું, જે અગાઉ સતત છ સત્રથી ઘટતું રહ્યું હતું. અહીં એ નોંધવું પણ જરૂરી ગણાય કે બજાર વધુપડતું વધી ગયું હતુ, જેથી એનો ઘટાડો પાકી ગયો હતો. માર્કેટ લિટરલી કરેક્શનની રાહમાં હતું. એમ છતાં કરેક્શનને એણે ગુરુવારે બ્રેક મારી હતી. શુક્રવારે બજાર વધ-ઘટ સાથે રિકવરીને આગળ વધારવામાં સફળ રહ્યું હતું. રૂપિયાની રિકવરી અને ક્રૂડના ભાવની સહજ રાહત સેન્સેક્સને દોઢસો પૉઇન્ટ, જ્યારે નિફ્ટીને પચાસ પૉઇન્ટ જેટલો ઊંચે બંધ કરાવી ગઈ હતી. આમ સપ્તાહનો અંત કમસે કમ ઘટાડો અટકાવીને પૉઝિટિવ રહ્યો હતો. હવે પછી પણ બજારની નજર મુખ્યત્વે કરન્સી અને ક્રૂડ પર રહેશે એ નક્કી છે, જ્યારે આ બન્ને જ બજારની ચાલ પણ નક્કી કરશે.

હવે કરેક્શનને ખરીદવાની તક માનતા રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, ખાસ કરીને સ્થાનિક રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારો આ માને છે, જ્યારે વિદેશી ગ્લોબલ રોકાણકારો અમેરિકાના ડૉલર પર નજર રાખી લે-વેચ કરે છે. બજારના ઘટાડા પહેલાં  જેઓ ઊંચામાં નફો બુક કરવાનું ચૂકી ગયા તેમને અફસોસ થતો હોય તો નવાઈ નહીં અને ઘટાડામાં ખરીદવાનું રહી ગયું હોય તેમને પણ રંજ થતો હોઈ શકે.

રૂપિયાની નબળાઈનો મહત્તમ લાભ અત્યારે તો ઇન્ફોસિસ, TCS, HCL અને ટેક મહિન્દ્ર જેવા IT સ્ટૉક્સ મેળવી રહ્યા છે તેમ જ ચોક્કસ ફાર્મા સ્ટૉક્સ પણ મેળવી રહ્યા છે. ઊંચી નિકાસ કરતી કંપનીઓ પર નજર રાખી શકાય. જ્યારે ઊંચી આયાત પર નિર્ભર કંપનીઓથી અત્યારે દૂર રહેવું બહેતર ગણાય.

GDPના ઊંચા દરની અસર ધોવાઈ


GDPના જૂન ક્વૉર્ટરના ૮.૨ ટકા જેવા ઊંચા દરની બજાર પર કોઈ સારી અસર તો ન થઈ, ઉપરથી કરન્સી અને ક્રૂડને કારણે બજાર વધુ ઘટ્યું હતું. જોકે આ ઘટાડા માટે પાકી ગયેલું કરેક્શન નિમિત્ત હતું અને એને કારણો પણ મળી ગયાં હતાં. વધુમાં GDPના આંકડાનો આગામી ક્વૉર્ટરમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આ ઊંચો દર જળવાઈ રહેશે કે કેમ એ સવાલ છે. આ દર સંભવત: નીચો રહેવાના સંકેત મળી રહ્યા છે, જે માટે કેરળની કુદરતી આફતની અસર, કૉર્પોરેટ કામગીરીની સંભવિત અસર, ક્રૂડ અને કરન્સીની અસર એમાં સામેલ હશે.

FPIના સર્ક્યુલરની અસર

FPI વિશે સેબીએ એક સક્યુર્ર્લરર ઇશ્યુ કરી તેમના પર જે અંકુશો લાદવામાં આવ્યા છે એને કારણે વિદેશી રોકાણના પ્રવાહને ગંભીર અસર થશે એવી એક ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ વિશે FPIના સંગઠને PMOને પત્ર લખવા ઉપરાંત સેબીને પણ રજૂઆત કરી છે. સેબીનું આ પગલું મની-લૉન્ડરિંગ અને રાઉન્ડ-ટ્રિપિંગને ટાળવાનું છે, જેમાં ભારતના લોકોનાં બ્લૅક મની પહેલાં ભારતની બહાર જાય છે અને પછી વિદેશી રોકાણના માધ્યમથી ભારતના બજારમાં અને સિસ્ટમમાં આવે છે, જેથી એ સફેદ થઈ જાય છે. આના પર અંકુશ લાવવાથી અબજોનું ભંડોળ બહાર ખેંચાઈ જશે એવા વ્યક્ત થયેલા ભય સામે સેબીએ ઇનકાર કર્યો છે અને આવું થવાની શક્યતા નથી એવું આશ્વાસન આપ્યું છે. જોકે સેબીએ આ વિવાદાસ્પદ જોગવાઈને હળવી બનાવવાની તૈયારી પણ શરૂ કરી છે, જે માટે નિમાયેલી કમિટી એનો અભ્યાસ કરી ભલામણ કરશે. આમાં રાહત આવશે તો બજારને પણ રાહત થશે અને એક અનિશ્ચિતતા દૂર થશે.

માર્કેટ કન્સોલિડેશન તરફ

બજારની વધ-ઘટ સાથે ચોક્કસ લેવલે અટકી જતું બજાર કન્સોલિડેશન તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાય છે. જોકે અત્યારના અમેરિકન ઇકૉનૉમી, ક્રૂડ, કરન્સી વૉર, રૂપિયાની સ્થિતિ, ટ્રેડ-વૉર વગેરે પરિબળો સહિતના ગ્લોબલ સંજોગો બજારને વૉલેટાઇલ રાખશે એવું પણ માનવામાં આવે છે. મોટા ઘટાડામાં જ ખરીદી કરવી અને મોટા ઉછાળામાં જ નફો બુક કરવાનું સલાહભર્યું રહેશે.

ઑક્ટોબરમાં વ્યાજદર વધી શકે

રૂપિયાની નબળાઈ અર્થતંત્રને નબળું કરી રહી છે, જો આ નબળાઈ ચાલુ રહી તો ઑક્ટોબરમાં જાહેર થનારી રિઝર્વ બૅન્કની નાણાનીતિમાં વ્યાજદરનો વધુ એક વધારો નિશ્ચિત થઈ જશે એવું જણાય છે. જો આમ થયું તો ઉદ્યોગો પર ફરી વ્યાજબોજ વધશે અને વિવિધ લોન મોંઘી થશે, લોન લેનારા વર્ગનો બોજ વધશે, જે એમની ખર્ચશક્તિ ઘટાડશે. વિદેશી રોકાણના પ્રવાહ પર પણ આની વિપરીત અસર સંભવ છે. જોકે ભારતના IT તેમ જ ફાર્મા જેવા ચોક્કસ સેક્ટર અને એની ચોક્કસ કંપનીઓને કંઈક અંશે લાભ થશે એ જુદી વાત છે. બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી પણ વ્યાજદર વધવાની શક્યતા ઊભી જ છે. અમેરિકન ઇકૉનૉમીનો ગ્રોથ વ્યાજદરવધારાનું કારણ બની રહ્યો છે. આ ડેવલપમેન્ટ ગ્લોબલ રોકાણને ભારતમાંથી અમેરિકા તરફ વાળી શકે છે, જ્યારે ભારતીય રિઝર્વ બૅન્કનો વ્યાજવધારો એમનો બોજ વધારી શકે છે.

નાની સાદી વાત - રિલાયન્સ ઊંચે જવાનો આશાવાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરને જીઓના આગમન બાદ નવો વેગ મળયો હોવાનું નોંધાયું છે ત્યારે ઇન્ટરનૅશનલ રોકાણ સંસ્થા ક્રેડિટ સુઇસે રિલાયન્સના શૅર માટે ઊંચી આગાહી કરી છે. આ શૅરનો ભાવ વધીને ૧૫૦૦ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર બજારની આગેવાની કરી રહ્યો છે.

નાની ખાસ વાત - ખરીદવાલાયક ભાવવાળા શૅરો પર નજર

બજારમાં રૂપિયાની નબળાઈ નામે ઘટાડો ભલે થતો, પણ આ ઘટાડામાં કેટલાક શૅરો ખરીદીના ભાવ માટે આકર્ષક બની ગયા હોવાની ચર્ચા છે, એથી જ એ શૅરો માટે ઘટાડાની બજારમાં લેવાલી પણ આવે છે. આ શૅરો દરેક ઘટાડે ખરીદવા સજ્જ એવા ખેલાડીઓ સ્માર્ટ ઇન્વેસ્ટર બનીને માર્કેટને માણી રહ્યા છે. જોકે આ રોકાણકારોની ખરીદી લાંબા ગાળા માટેની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK