શૅરબજાર વ્યાપક સુધારાના મૂડમાં ૨૭૭ પૉઇન્ટ ઊંચકાયું

કર્ણાટક બૅન્કની આગેવાનીમાં બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૧ શૅર વધીને બંધ : મહિન્દ્ર, બજાજ ઑટો, મારુતિ, TVS મોટરનાં પરિણામ ઊજળાં રહેવાની ધારણા : V-માર્ટ રીટેલ ઇન્ટ્રા-ડેમાં ૪૬૮ રૂપિયા વધીને નવી વિક્રમી સપાટીએ બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

કૉર્પોરેટ અર્નિંગના આશાવાદમાં શૅરબજાર ગઈ કાલે પોણાબસો પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલી આરંભથી અંત સુધી મજબૂત વલણની પકડમાં ૩૫,૯૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેવટે ૨૭૭ પૉઇન્ટ ઊંચકાઈને ૩૫,૯૩૫ નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૦,૮૫૩ થઈ અંતે ૮૦ પૉઇન્ટ વધીને ૧૦,૮૫૩ જોવાયો છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર પ્લસ હતા. યસ બૅન્ક ત્રણેક ટકાની વધુ મજબૂતીમાં ૩૬૨ રૂપિયાના બંધમાં બન્ને મેઇન બૅન્ચમાર્ક ખાતે ટૉપ થ્રી ગેઇનરમાં જોવાયો છે.

જ્યારે પરિણામની પૂર્વસંધ્યાએ TCS ૧.૩ ટકાની આસપાસના ઘટાડામાં લૂઝર્સની યાદીમાં મોખરે હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખ્ઞ્પ્ના દિવસની ગુરુવારની અણધારી ખુવારીમાંથી કળ વળતી હોય એમ સળંગ બીજા દિવસે બે ટકા વધીને ૯૯૫ રૂપિયા બંધ આવી સેન્સેક્સને ૬૨ પૉઇન્ટ લાભદાયી બન્યો હતો. ફ્રન્ટલાઇન અને લાર્જ કૅપના મુકાબલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર-માર્કેટ એક ટકાથી લઈ દોઢેક ટકો વધ્યા હોઈ માર્કેટ-બ્રેડ્થ રોકડાના સથવારે ખાસ્સી હકારાત્મક રહી છે. OET અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ નામપૂરતા વધ્યા હતા. બૅન્કિંગ, એનર્જી‍, કૅપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ, હેલ્થકૅર ઇત્યાદિ તથા બૅન્ક નિફ્ટીના એક ટકાની સામે PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સુધારામાં દોઢ ટકાથી વધુ પ્લસ હતો. બૅન્કિંગ ઉદ્યોગની ૪૧ જાતોમાંથી ૮ ડાઉન હતી. AU બૅન્ક ૫.૪ ટકાની ખરાબીમાં અગ્રક્રમે હતી. ફર્ટિલાઇઝર્સ તથા ઍગ્રોકેમિકલ્સ સેક્ટર મૉન્સૂનને લઈ લાઇમલાઇટમાં રહ્યા છે.

સાયરસ ફૅક્ટરમાં તાતાના શૅર ઝળક્યા


નૅશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા તાતા ગ્રુપના ભૂતપૂવર્‍ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી તરફથી બોર્ડમાં તેમના સ્થાનને પુન:સ્થાપિત કરવા તેમ જ તાતા સન્સમાંના તેમના ૧૮ ટકાના ફૅમિલી હોલ્ડિંગનું આઉટ સાઇડરને વેચાણ કરવા ઉપરનો અંકુશ દૂર કરવા કરાયેલા કેસને કાઢી નાખવામાં આવતાં ગઈ કાલે તાતા ગ્રુપના શૅર એકંદર ઝમકમાં જોવાયા હતા. જોકે જેના પરિણામ ૧૦મીએ છે એ TCS ખૂલતાની સાથે ૧૯૩૦ની નવી વિક્રમી સપાટી બતાવી પ્રૉફિટ-બુકિંગમાં સરી પડી બતી. ભાવ નીચામાં ૧૮૮૨ થઈ અંતે ૧.૪ ટકા ઘટી ૧૮૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગ્રુપનાં અન્ય કાઉન્ટરમાં તાતા કેમિકલ્સ ઉપરમાં ૭૧૮ થઈ ૧.૭ ટકાના સુધારામાં ૭૧૩ રૂપિયા, તાતા કૉફી ૧૨૩ની ટોચે જઈ પોણો ટકો વધીને ૧૧૯ રૂપિયા, તાતા કમ્યુનિકેશન્સ બે ટકા, તાતા ઍલેકસી દોઢ ટકા, તાતા ગ્લોબલ ૩ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ એક ટકો, તાતા મેટલિક્સ બે ટકા, તાતા મોટર્સ પોણો ટકો, તાતા પાવર ૩.૨ ટકા, તાતા સ્પોન્જ ૪.૬ ટકા, તાતા સ્ટીલ અડધો ટકો, ટૉયોટા રોલ્સ ૧.૮ ટકા, વૉલ્ટાસ અઢી ટકા, ઑટોમોબાઇલ્સ કૉર્પોરેશન ઑફ ગોવા ૨.૮ ટકા, TRF ૧.૯ ટકા, તાજ-GVK ૨.૩ ટકા, ટ્રેન્ટ ૪.૬ ટકા, તાતા ટેલીસર્વિસિસ ૦.૨ ટકા વધ્યા હતા. ટાઇટન સવા ટકાના વધુ ઘટાડામાં ૮૨૧ બંધ હતી. નેલ્કો બે ટકા ઢીલો હતો. ટીન પ્લેટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૭૩ રૂપિયા હતો.

ફોર્ટિસ છેવટે IHH હેલ્થકૅર લઈ લેશે


ફોર્ટિસ હેલ્થકૅર હસ્તગત કરવાની રેસમાં મલેશિયન સિંગાપોર હેલ્થકૅર ગ્રુપ IHH હેલ્થકૅર મનિપાલ ગ્રુપથી સરસાઈમાં હોવાના અહેવાલ છે. IHH તરફથી ફોર્ટિસનો ૫૧ ટકા હિસ્સો ૪૭૦૦થી ૫૪૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરાશે તથા રોકાણકારોને ઍવરેજ માર્કેટ-પ્રાઇસથી ૧૦-૧૫ ટકા ઊંચા ભાવે ઓપન ઑફર અપાશે એવી પાકી હવા છે. આની અસરમાં શૅર ગઈ કાલે ૧૪૬ વટાવી અંતે ૧.૮ ટકા વધીને ૧૪૧ રૂપિયા બંધ આવ્યો છે. અન્ય ગ્રુપ શૅરમાં ફોર્ટિસ મલાર હૉસ્પિટલ્સ સવાબે ટકા વધીને ૫૧ રૂપિયા તો રેલિગેર એન્ટરપ્રાઇઝિસ ૧.૭ ટકા ઘટી ૪૯ રૂપિયા બંધ હતા. એક અન્ય ડેવલપમેન્ટમાં વેદાન્ત ગ્રુપની સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ દ્વારા ૪૭૦ લાખ યુરોમાં ઇટાલીની ઑપ્ટિકલ ફાઇબર કેબલ્સ બનાવતી કંપનીને ટેકઓવર કરાઈ છે. શૅર ગઈ કાલે સાત ગણા કામકાજમાં ૩૨૦ નજીક જઈ અંતે ૮.૬ ટકાની તેજીમાં ૩૧૫ રૂપિયા અને એડલવાઇસે ૪૨૫ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ-વ્યુ જારી કર્યા છે. શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૨૧૬ની ઐતિહાસિક નીચી સપાટી બાદ બાઉન્સબૅકમાં આવેલો વેદાન્ત ગઈ કાલે ઉપરમાં ૨૨૭ થઈ છેવટે ત્રણ ટકા વધી ૨૨૬ રૂપિયા હતો. સિટી યુનિયન બૅન્ક શૅરદીઠ એક બોનસમાં આજે એક્સ-બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે સહેજ ઘટી ૧૮૭ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એકની છે.

V-માર્ટ તગડા ઉછાળે નવા ઊંચા શિખરે


V-માર્ટ રીટેલ તેજીની ચાલ જાળવી રાખતાં ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૩૨૮૮ની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૯.૪ ટકા કે ૨૬૭ રૂપિયાના જમ્પમાં ૩૧૦૫ રૂપિયા બંધ આવ્યો છે. ૧૧ મહિના પહેલાં ભાવ ૧૦૧૮ના તળિયે હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૯૨ આસપાસ છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪ ટકા છે. જેફરીઝ દ્વારા ટૉપલાઇન અને ઑપરેટિંગ પ્રૉફિટ-માર્જિનમાં અનુક્રમે બે ટકા તથા ચાર ટકાનો વધારો થવાના અંદાજ સાથે શૅરમાં રોકાણ જાળવી રાખવાની સલાહ અપાઈ છે. જોકે કેટલાક જાણકાર હાલમાં નફો ગાંઠે કરવાનું જણાવે છે. ઑર્ગેનાઇઝ્ડ રીટેલ સેગમેન્ટના અન્ય શૅરમાં ગઈ કાલે ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ ઉપરમાં ૧૫૮૮ થઈ અંતે નજીવો વધી ૧૫૭૦ રૂપિયા, ફ્યુચર રીટેલ ૫૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સહેજ ઘટી ૫૫૩ રૂપિયા, V-૨ રીટેલ ૪૧૫ નજીક જઈને ચાર ટકાની મજબૂતીમાં ૪૦૨ રૂપિયા, ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ સહેજ વધી ૩૯ રૂપિયા, એનો DVR ચાર ટકા ઘટી ૩૬ રૂપિયા, શૉપર્સ સ્ટૉપ દોઢ ટકા વધીને ૫૬૫ રૂપિયા, કેન્ટાબિલ રીટેલ નીચામાં ૧૦૭ અને ઉપરમાં ૧૧૭ વટાવી છેલ્લે આગલા લેવલે ૧૧૨ રૂપિયા બંધ હતા. બાય ધ વે, છેલ્લા એક વર્ષમાં V-માર્ટ રીટેલમાં ૧૪૪ ટકા, V-૨ રીટેલમાં ૬૮ ટકા, શૉપર્સ સ્ટૉપમાં ૬૨ ટકા, ટ્રેન્ટમાં ૩૦ ટકા, D-માર્ટમાં ૭૬ ટકા, કેન્ટાબિલમાં ૫૪ ટકાનું રિર્ટન મળ્યું છે. આદિત્ય કન્ઝ્યુમર માર્કેટિંગ આ ગાળામાં ૪૪થી વધી ૨૩૭ની વિક્રમી સપાટી બતાવી હાલમાં ૨૩૯ ટકાના વધારામાં ૧૪૯ ચાલે છે.

મહિન્દ્ર સળંગ પાંચમા દિવસે વધ્યો

મહિન્દ્ર સળંગ પાંચમા દિવસની આગેકૂચમાં ગઈ કાલે ૯૪૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૦.૭ ટકાની મજબૂતીમાં ૯૩૧ રૂપિયા બંધ હતો. બજારવતુર્ળોવ જૂન ક્વૉર્ટરમાં મહિન્દ્ર, મારુતિ સુઝુકી, બજાજ ઑટો અને TVS મોટર્સના નફામાં ડબલ ડિજિટનો વધારો જુએ છે. ગઈ કાલે મારુતિ સુઝુકી પોણો ટકો, બજાર ઑટો ૩૦૮૧ થયા બાદ અંતે નજીવો ઘટી ૩૦૨૨ રૂપિયા, TVS મોટર્સ ૨.૨ ટકા વધીને ૫૯૦ બંધ હતા. ફ્રન્ટલાઇન અન્ય જાતોમાં એશિયન પેઇન્ટ્સ ચોથા દિવસની મજબૂતીમાં ૧૩૭૧ની વિક્રમી સપાટી હાંસલ કરી ત્રણ ટકા વધીને ૧૩૬૪ રૂપિયા રહ્યો હતો. પેઇન્ટ્સ ઉત્પાદક અન્ય બર્જર પેઇન્ટ્સ ૩૦૭ના બેસ્ટ લેવલ બાદ દોઢ ટકા વધીને ૩૦૧ રૂપિયા, કન્સાઈ નૅરોલેક ૪૯૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાબે ટકા વધીને ૪૯૦ રૂપિયા, શાલીમાર પેઇન્ટ્સ દોઢ ટકા વધીને ૧૨૧ રૂપિયા બંધ હતા. એમ્ફાસિસ ૧૧૫૧ની ઐતિહાસિક ટૉપ બાદ એક ટકા વધીને ૧૧૧૯ રૂપિયા તો પેજ ઇન્ડસ્ટ્રીઝ ૨૯,૬૦૦ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૮ ટકા કે ૧૦૮૯ રૂપિયાના ઉછાળામાં ૨૯,૪૮૦ રૂપિયા રહ્યો હતો. બહુ ઓછી જાણીતી કોઠારી ફર્મેન્ટેશન આઠ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૯૮ રૂપિયાના નવા શિખરે બંધ આવ્યો છે. સપ્તાહનો નીચો ભાવ અહીં ૬૫ રૂપિયાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK