રિલાયન્સ-રૅલીમાં શૅરબજાર ૩૮,૦૦૦ થવાની તૈયારીમાં

બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીમાં નવી ઑલટાઇમ હાઈ, માત્ર બે શૅર વધવા છતાં PSU બૅન્ક ઇન્ડેક્સમાં મજબૂતી

bse


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑલટાઇમ હાઈની નવી ઇનિંગ બરકરાર રાખતાં સેન્સેક્સ ૩૭૯૩૧ વટાવી ૨૨૨ પૉઇન્ટ જેવી આગેકૂચમાં ૩૭,૮૮૭ તથા નિફ્ટી ગઈ કાલે ૧૧,૪૬૦ના નવા સર્વોચ્ચ શિખરે બંધ રહ્યાં છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર પ્લસ હતા. ONGS બન્ને બજાર ખાતે ત્રણેક ટકાની તેજીમાં મોખરે અને ત્યાર પછી રિલાયન્સ સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો હતો. નિફ્ટીમાં લુપિન તો સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ટૉપ લૂઝર હતા. મારુતિ સુઝુકી ૯૪૪૮ની ઇન્ટ્રા-ડે હાઈથી ૯૧૮૦ની બૉટમ બતાવી બે ટકા કે ૧૮૭ રૂપિયાના ધોવાણમાં ૯૨૦૯ રૂપિયા રહ્યો હતો. તાતા મોટર તાજેતરની પીછેહઠ બાદ સવા ટકાના સુધારામાં બંધ હતો. સેન્સેક્સનો ૨૨૨ પૉઇન્ટ જેવી આગેકૂચમાં રિલાયન્સનો ફાળો સર્વાધિક ૧૧૦ પૉઇન્ટનો નોંધાયો છે. ICICI બૅન્ક અને SBIની આગેકૂચથી એમાં બીજા ૫૧ પૉઇન્ટ ઉમેરાયા હતા. સહેજ નેગેટિવ બાયસ સાથે માર્કેટ-બ્રેડ્થ રસાકસીવાળી રહી છે. ચાર્ટવાળા કહે છે કે નિફ્ટીમાં જ્યાં સુધી ૧૧,૩૦૦નું લેવલ તૂટે નહીં ત્યાં સુધી બજાર વધ-ઘટે આગળ વધતું જશે. સિપ્લાએ જૂન ક્વૉર્ટરમાં ૩૮૪ કરોડની ધારણા સામે ૪૫૧ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. ભારત પેટ્રોલિયમના ચેમ્બુર પ્લાન્ટમાં આગના સમાચાર પાછળ શૅર ૩૮૩ થઈ છેલ્લે સવા ટકા જેવા ઘટાડે ૩૮૭ રૂપિયા બંધ હતો. ભારત અર્થમૂવર્સની ત્રિમાસિક નેટ લૉસ ૮૬ કરોડથી વધતાં ૧૬૦ રૂપિયા બંધ આવ્યો છે. નફાના વસવસાને પચાવી અદાણી એન્ટરપ્રાઇઝિસ તથા અદાણી પાવર પાંચેક ટકાની નજીક વધીને બંધ હતા. અદાણી પોર્ટ્સ અડધો ટકો સુધર્યો હતો. અદાણી ગ્રીન એનર્જી‍ સળંગ બીજા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતો. સ્પાઇસજેટ નરમાઈની આગેકૂચમાં ૮૬ની અંદર વર્ષની નીચી સપાટી બનાવી છ ટકાની ખુવારીમાં ૮૬ રૂપિયા પર બંધ રહ્યો છે. જેટ ઍરવેઝ પણ ૨૯૦ની નવી નીચી સપાટી બાદ સવાત્રણ ટકાની નબળાઈમાં ૨૯૪ રૂપિયા હતો.

રિલાયન્સ નવી ટોચ સાથે ફરી નંબર વન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે સરેરાશ કરતાં ઓછા વૉલ્યુમમાં ઉપરમાં ૧૨૨૨ થઈ અંતે ૨.૯ ટકા વધી ૧૨૧૭ રૂપિયાના નવા બેસ્ટ લેવલે બંધ રહેતાં સેન્સેક્સને ૧૧૦ પૉઇન્ટનો લાભ થયો હતો. આ સાથે કંપની ૭.૭૧ લાખ કરોડના માર્કેટકૅપ સાથે ફરીથી દેશની નંબર વન બની ગઈ છે. TCSનો ભાવ ગઈ કાલે સાધારણ વધી ૧૯૭૫ રૂપિયા રહેતાં એનું માર્કેટકૅપ ૭.૫૫ લાખ કરોડ નોંધાયું છે. ત્રણ-ચાર દિવસ પૂર્વે બંધન બૅન્ક માર્કેટકૅપમાં જેની સાવ નજીક પહોંચી ગયો હતો એ યસ બૅન્ક સળંગ સુધારાની ચાલમાં ગઈ કાલે ૦.૪ ટકા વધીને ૩૮૩ રૂપિયા બંધ આવતાં એનું માર્કેટકૅપ ૮૮,૨૬૩ કરોડ રૂપિયા થયું છે, જ્યારે બંધન બૅન્ક નરમાઈની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ૬૯૫ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકા વધીને ૬૮૯ રૂપિયા બંધ આવ્યો છે. માર્કેટકૅપ ૮૨,૨૦૮ કરોડ રૂપિયા જોવાયું છે. તાજેતરમાં ૬૫ ટકા પ્રીમિયમે લિસ્ટેડ થનાર HDFC ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપનીનો ભાવ ૧૭૯૯ નજીક જઈ અંતે પોણો ટકો વધીને ૧૭૮૩ રૂપિયા હતો. HDFC સ્ટાન્ડર્ડ લાઇફ સળંગ ચોથા દિવસની પીછેહઠમાં ૨.૪ ટકા ઘટીને ૪૬૭ રૂપિયા બંધ રહ્યો છે.

વિંદ્ય ટેલિલિન્ક્સ ૨૩૧ રૂપિયા અપ


ટેલિકૉમ કેબલ્સ બિઝનેસમાં પ્રવૃત્ત વિંદ્ય ટેલિલિન્ક્સ રોજના સરેરાશ ૪૯૪૧ શૅરની સામે ૪૪,૦૦૦ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ ૨૩૧ રૂપિયા ઊંચકાઈને ૧૩૮૬ બંધ આવ્યો છે. કંપની જૂન ક્વૉર્ટરનાં પરિણામો ગુરુવારે જાહેર કરવાની છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૫૯૪ રૂપિયા જેવી છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. ૧૧૮૩ લાખ રૂપિયાની નાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૩.૫ ટકા છે જેમાં યુનિવર્સલ કેબલ પણ ૨૯.૧ ટકા હોલ્ડિંગ સાથે કો-પ્રમોટર છે. યુનિવર્સલ કેબલનો શૅર ગઈ કાલે બાવીસ ગણા કામકાજમાં ૧૮૮ નજીક જઈ છેલ્લે બાર ટકા ઊંચકાઈને ૧૮૧ રૂપિયા હતો. ૧૦ની ફેસવૅલ્યુવાળા આ શૅરની બુકવૅલ્યુ ૨૪૧ રૂપિયા છે. છેલ્લે ઑગસ્ટ ૧૯૯૫માં શૅરદીઠ એક બોનસ આવ્યું હતું. ટેલિકૉમ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૭માંથી ૧૨ શૅરના સુધારામાં ૧.૭ ટકા અપ હતો ય્.કૉમ ૧૦ ટકા, તેજસનેટ ૭.૩ ટકા, તાતા ટેલિ બે ટકા વધ્યા હતા. આઇડિયા સેલ્યુલર અને ભારતી ઍરટેલ અડધા-પોણા ટકાના સુધારામાં હતા. GTPL પાંચ ટકાની મંદીની સર્કિટે ૯૬ રૂપિયાની નીચે હતો.

મલ્ટિનૅશનલ ફાર્મા શૅર લાઇમલાઇટમાં

ગઈ કાલે ફાર્મા નિફ્ટી પોણો ટકો નરમ હતો, પરંતુ મલ્ટિનૅશનલ ફાર્મા કંપનીઓ ઉપરાંત અન્ય સિલેક્ટિવ શૅરમાં નોંધપાત્ર તંદુરસ્તી જોવાઈ હતી. BSE હેલ્થકૅર ઇન્ડેક્સના ૬૭માંથી ૩૩ શૅર પ્લસ હતા. નેક્ટર લાઇફ સાયન્સ સાડાપાંચ ગણા વૉલ્યુમમાં દસ ટકાના ઉછાળે મોખરે હતો. મર્કે તગડા પરિણામ પાછળની ફેન્સી જાળવી રાખતાં ૩૦૩૦ની લાઇફટાઇમ હાઈ બતાવી ૧.૮ ટકા વધીને ૨૯૩૫ રૂપિયા, GSK ફાર્મા ૩૩૩૯ના નવા શિખર બાદ એક ટકો વધીને ૩૨૯૭ રૂપિયા, એસ્ટ્રાઝેનેકા ૧૮૦૯ નજીક જઈ દોઢ ટકાની મજબૂતીમાં ૧૭૩૫ રૂપિયા, ફાઇઝર ઉપરમાં ૨૭૯૪ થઈ દોઢ ટકા વધીને ૨૭૧૧ રૂપિયા, ટૉરન્ટ ફાર્મા ૧૭૧૫ની વિક્રમી સપાટી બનાવી ૧.૮ ટકાની આગેકૂચમાં ૧૭૧૧ રૂપિયા બંધ હતો. નોવાર્ટિસ ૭૩૪ની સર્વોચ્ચ સપાટી બતાવી ૮.૩ ટકા ઊછળી ૭૦૬ રૂપિયા હતો. સ્માર્ક પાંચ ટકા, અજન્ટા ફાર્મા ૪.૫ ટકા, FDC ત્રણ ટકા, ઇપ્કા લૅબ બે ટકા, વૉકહાર્ટ દોઢ ટકા, સિપ્લા પોણો ટકો અપ હતા. લુપિન, દીવીસ લૅબ, ઇન્ડોકો, મોરપન, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, જ્યુબિલન્ટ, યુનિકેમ, ફોર્ટિસ, શેલ્બી વગેરે બેથી સાડાપાંચ ટકા ડાઉન હતા.

બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ

ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી ૯ શૅરના સુધારામાં ૩૧,૬૨૯નું બેસ્ટ લેવલ મેળવી પોણો ટકો વધીને ૩૧,૫૮૮ બંધ હતો. બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૨૮,૧૨૯ નજીકની નવી વિક્રમી સપાટી બતાવી ૦.૭ ટકા વધીને ૨૮,૦૬૨ હતો. PSU બૅન્ક નિફ્ટીમાં બારમાંથી માત્ર બે શૅર જ વધ્યા હોવા છતાં એ એક ટકાથી વધુ ઊંચકાયો હતો. અત્રે સ્ટેટ બૅન્ક બે ટકાની નજીક તો બૅન્ક ઑફ બરોડા દોઢ ટકાથી વધુ સુધર્યા હતા. આગલા દિવસના ધબડકા પછી પંજાબ નૅશનલ બૅન્ક વધુ ખરડાઈને ૮૦ રૂપિયા આસપાસ બંધ આવ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૦ શૅર પ્લસ હતા. કર્ણાટક બૅન્ક સવાત્રણ ટકાની તેજીમાં ૧૨૩ નજીકના બંધમાં મોખરે હતો. ઇન્ડિયન બૅન્ક સવાપાંચ ટકાથી વધુના ધોવાણમાં ૩૫૪ રૂપિયાના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. સિન્ડિકેટ બૅન્ક નરમાઈની હૅટટ્રિકમાં દોઢ ટકો ઘટી ૪૧ આસપાસ બંધ આવ્યો છે. ICICI બૅન્ક દોઢ ટકા, ઍક્સિસ બૅન્ક પોણા ટકાની નજીક અને ઇન્ડસઇન્ડ બૅન્ક એકાદ ટકો વધ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK