શૅરબજાર દોઢ મહિનાની બૉટમથી ૩પર પૉઇન્ટ બાઉન્સબૅક થયું

માલ વેચવા ડિસ્કાઉન્ટમાં વધારો કરનારી મારુતિ સુઝુકીનો શૅર નવા શિખરે : રાઇસ કંપનીઓના શૅરમાં નાઇસ તેજી જોવાઈ : HSBC દ્વારા ટાગેર્ટ પ્રાઇસમાં ૪૦ ટકાના ઘટાડા સાથે IRB ઇન્ફ્રામાં બેરિશ વ્યુ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રિઝર્વ બૅન્કની નિરસ ધિરાણનીતિને અવગણ્યા બાદ સળંગ બીજા દિવસે તેજીની પ્રત્યાઘાતી રૅલીમાં ભારતીય બજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો હતો. તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૫૨ પૉઇન્ટના ઉછાળે ૩૨,૯૪૯ અને નિફ્ટી ૧૨૩ પૉઇન્ટના જમ્પમાં ૧૦,૧૬૬ના મથાળે બંધ થયો હતો. ટકાવારીની રીતે સેન્સેક્સ કરતાં નિફ્ટીમાં સુધારાનું પ્રમાણ વધારે હતું. સેન્સેક્સના ૧.૧ ટકા સામે નિફ્ટી લગભગ સવા ટકા જેટલો વધ્યો હતો. આરંભથી અંત તેજીની ચાલે સેન્સેક્સ ઉપરમાં ૩૨,૯૯૨ અને નિફ્ટી ૧૦,૧૮૨ના મથાળે ક્વોટ થયો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૩ શૅર વધ્યા હતા. ભારતી ઍરટેલ ૬ ટકા, એશિયન પેઇન્ટ ૩.૩ ટકા, મારુતિ સુઝુકી સવાïત્રણ ટકા, તાતા સ્ટીલ ૩ ટકા, બજાજ ઑટો ૨.૮ ટકા, NTPC ૨.૬ ટકા, લાર્સન અઢી ટકા, ICICI બૅન્ક ૨.૨ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર દોઢ ટકા, લ્ગ્ત્, તાતા મોટર્સ ૧.૪ ટકા, લુપિન સવા ટકા, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકૉર્પ, પાવર ગ્રિડ, ઇન્ફોસિસના શૅરમાં એક ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર કોલ ઇન્ડિયા, TCS, સિપ્લા, વિપ્રો, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝના શૅરમાં અડધા ટકા સુધીની નરમાઈ હતી. નોંધપાત્ર પૉઝિટિવ માર્કેટ- બ્રેડ્થમાં BSE ખાતે ૧૮૭૩ શૅર ગ્રીન ઝોનમાં અને ૮૦૬ જાતો રેડ ઝોનમાં બંધ રહી હતી.

આજની પ્રત્યાઘાતી રૅલીમાં BSEના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ૧થી ૪ ટકાની રેન્જનો સુધારો નોંધાયો હતો. બ્રોડર-માર્કેટમાં મિડ કૅપ, સ્મૉલ કૅપ, BSE-૧૦૦, ૨૦૦ અને ૫૦૦ ઇન્ડેક્સ સવા ટકાની આસપાસ વધ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૧ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૨ ટકા, ટેલિકૉમ ઇન્ડેક્સ ૪.૮ ટકા, યુટિલિટી ૩ ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા વધ્યા હતા.

૬૩ મૂન્સમાં ૨૦ ટકાની નીચલી સર્કિટ

અગાઉ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીના નામે જાણીતી ૬૩ મૂન્સ ટેક્નૉલૉજી ગઈ કાલે તગડા કામકાજમાં ૨૦ ટકાની નીચલી સર્કિટે જઈ છેલ્લે ૧૯.૯ ટકાના કડાકામાં ૯૫ રૂપિયાની અંદર બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૮૦.૫૦ લાખ શૅરથી વધુના કામકાજ નોંધાયા હતા. NSELકરણમાં ડિફૉલ્ટર્સને પકડી-પકડીને નાણાં વસૂલ કરવાને બદલે સરકાર દ્વારા કૉર્પોરેટ ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી એવું અન્યાયી અને અઘટિત પગલું લઈ ૫૬૦૦ કરોડ રૂપિયા પ્લસની નાણાંની વસૂલાત માટે NSELને ૬૩ મૂન્સ સાથે મર્જ કરવાનું નક્કી કરાયું છે. મુંબઈ હાઈ કોર્ટ પણ કોઈક અકળ કારણસર સરકારના આ વિચિત્ર પગલાના સમર્થનમાં રહી છે. જોકે કંપની દ્વારા આ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની કારવાઈ શરૂ થઈ ચૂકી છે. જાણકારો માને છે કે કંપની સુપ્રીમ કોર્ટમાં જશે ત્યાર પછી ડિફૉલ્ટર્સ ઉપર નાણાં ચૂકવવાનું પ્રેશર આવી શકે છે. વિશ્લેષકોનો એક વર્ગ કહે છે કે તમારામાં જિગર હોય અને ૬૩ મૂન્સના પ્રમોટર્સની બેમિસાલ કાબેલિયતમાં વિશ્વાસ હોય તો આ શૅરમાં ઘટાડે જોખમ અવશ્ય લઈ શકાય.

IRB ઇન્ફ્રા CBIના સકંજામાં

૨૦૦૯માં RTI ઍક્ટિવિસ્ટ સતીશ શેટ્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા લૅન્ડ સ્કૅમના મામલે CBI તરફથી IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર વીરેન્દ્ર મ્હૈસ્કર તેમ જ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૬ વ્યક્તિ સામે ચાર્જશીટ ફાઇલ થયાના અહેવાલ પાછળ શૅર ૧૦ ગણા કામકાજમાં નીચામાં ૧૯૫ રૂપિયાની અંદર જઈ છેલ્લે ગઈ કાલે સવાબે ટકાના ઘટાડામાં ૨૦૫ રૂપિયા બંધ રહ્યો છે. બાય ધ વે, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોટર્સ મ્હૈસ્કર નીતિન ગડકરી સાથે ખાસ્સો ઘરોબો ધરાવતો હોવાનું કહેવાય છે. ગઈ કાલે પિઅર ગ્રુપમાં IRB ઇન્ફ્રા સિવાયના લગભગ તમામ શૅર સુધર્યા હતા. જયપી ઇન્ફ્રા, લાર્સન, IRB ઇન્ફ્રા, પૂંજ લોયડ, રિલાયન્સ ઇન્ડ., સ્કીલ ઇન્ફ્રા, ABB ઇન્ફ્રા ઇત્યાદિ એકથી ચાર ટકા સુધી ઊંચકાયા હતા. વધુમાં ગ્લોબલ રિસર્ચ ફર્મ HSBC દ્વારા ૩૩૧ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ મોટા પાયે ૪૦ ટકા જેટલી ડાઉનગ્રેડ કરી હવે ૨૦૦ રૂપિયાના ટાગેર્ટ સાથે IRB ઇન્ફ્રામાં વેચવાની ભલામણ આવી છે.

મારુતિ ૯૦૦૦ની નજીક પહોંચ્યો

ઇન્વેન્ટરી કે માલભરાવાને હળવો કરવા મારુતિ સુઝુકી દ્વારા વૅગનઆર, એર્ટિગા, સ્વીટ સહિતનાં કેટલાંક મૉડલ પરનું ડિસ્કાઉન્ટ વધારવામાં આવ્યું છે. બીજી તરફ શૅરમાં બુલરન જારી છે. ભાવ ગઈ કાલે દોઢા કામકાજમાં ૮૯૧૯ રૂપિયા નજીકની નવી સર્વોચ્ચ સપાટી બતાવી છેલ્લે ૨૮૦ રૂપિયા કે સવાત્રણ ટકાના ઉછાળે ૮૮૮૧ રૂપિયા બંધ આવ્યો છે. એના લીધે સેન્સેક્સને ૪૦ પૉઇન્ટનો ફાયદો થયો હતો. સેન્સેક્સના એકાદ ટકાની સામે ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪માંથી ૧૩ શૅરની આગેકૂચમાં બે ટકા કે ૪૮૮ પૉઇન્ટ વધીને બંધ રહ્યો છે. બજાજ ઑટો સવાયા વૉલ્યુમમાં પોણાત્રણ ટકા વધીને ૩૧૯૫ રૂપિયા, તાતા મોટર્સ ૧.૪ ટકા વધીને ૪૦૨ રૂપિયા, હીરો મોટોકૉર્પ એક ટકાથી વધુની આગેકૂચમાં ૩૫૪૦ રૂપિયા નજીક, TVS મોટર્સ ૭૫૩ રૂપિયાનું નવું ઐતિહાસિક શિખર હાંસલ કરીને છેલ્લે બે ટકાના જમ્પમાં ૭૪૯ રૂપિયા તો આઇસર મોટર્સ સવા ટકો પ્લસ કે ૩૭૯ રૂપિયાની તેજીમાં ૨૮,૫૮૩ રૂપિયાબંધ હતા.

રાઇસ કંપનીઓના શૅરમાં કંકુ-ચોખા

દેશની ચોખાની નિકાસ પ્રથમ છ મહિનામાં ડૉલરની રીતે ૩૦ ટકા વધી છે તો બંગલા દેશ દ્વારા ભારતથી દોઢ લાખ ટન ચોખા ટનદીઠ ૪૪૦ ડૉલરના ભાવે ખરીદવાનો નવો ઑર્ડર સરકારી લેવલે જારી કરાયો છે. એના પગલે બાસમતી તેમ જ નૉન-બાસમતી રાઇસ એક્સપોર્ટ્સ કંપનીઓના શૅર ગઈ કાલે સારી એવી તેજીમાં હતા. ચમનલાલ સેટિયા એક્સપોર્ટ્સ ત્રણ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૪૩ રૂપિયાની નવી ટોચે બંધ આવ્યો છે. LT ફૂડ્સ ૮૭ રૂપિયા પ્લસની ઐતિહાસિક ઊંચી સપાટી મેળવીને છેલ્લે પોણાસોળ ટકાના જમ્પમાં ૮૪ રૂપિયા, કોહિનૂર ફૂડ્સ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૯ રૂપિયા, લક્ષ્મી એનર્જી સાડાચાર ટકા ઊંચકાઈને ૩૧ રૂપિયા પ્લસ બંધ હતો. KRBL ઉપરમાં ૬૨૩ રૂપિયા નજીક ગયા બાદ ïપ્રૉફિટ-બુકિંગમાં પોણા ટકા કરતાં વધુના ઘટાડામાં ૬૦૯ રૂપિયાની નીચે રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK