રૂપિયાની રિકવરી, બજારની રિકવરી

શુક્રવારે રૂપિયાની રિકવરી તેમ જ ક્રૂડના ભાવ કૂલ થતાં સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ અને નિફ્ટી બાવન પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. નવા સપ્તાહમાં ફરી આવો જ વધ-ઘટનો દોર ચાલુ રહે તો નવાઈ નહીં

BSE

શૅરબજારમાં ગુરુવારની રિકવરી બાદ શુક્રવારે પણ વધ-ઘટ સાથે રિકવરી આગળ વધી હતી અથવા બજાર વધુ ઘટતું અટક્યું એમ કહી શકાય. શુક્રવારનો દિવસ મિડ કૅપ શૅરોનો દિવસ કહી શકાય એવો હતો. જ્યારે ફાર્મા, એનર્જી‍ અને ઑટોમોબાઇલ શૅરો જોરમાં હતા. સ્થાનિક સંસ્થાકીય લેવાલીએ પણ બજારને ઊંચે લઈ જવાની ભૂમિકા ભજવી હતી. રૂપિયા અને ક્રૂડની સમસ્યા હજી માથે ઊભી જ છે ત્યારે ભારતીય શૅરબજાર પાસે કોઈ નવું જોમ જણાતું નથી, પણ સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ અને નિફ્ટી બાવન પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા જેમાં નિફ્ટી ૧૧,૬૦૦  નજીક અને સેન્સેક્સ ૩૮,૪૦૦ નજીક બંધ રહ્યો હતો. બજારની શરૂઆત પૉઝિટિવ નોટ પર થઈ હતી. સેન્સેક્સ-નિફ્ટી એક સમયે નેગેટિવ પણ થયા હતા, જે પછીથી ઝડપી રિકવરી સાથે આખરે અનુક્રમે દોઢસો પૉઇન્ટ અને બાવન પૉઇન્ટ ઊંચો બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ બેન્ચમાર્ક ઇન્ડેક્સથી પણ વધુ વૃદ્ધિ પામ્યો હતો. શુક્રવારના સુધારા માટે ક્રૂડના ભાવ હળવા થવા અને રૂપિયાની સાધારણ રિકવરી મુખ્ય કારણ બની હતી. અમુક પ્રાઇïવેટ બૅન્કોએ ડૉલર વેચવા કાઢ્યા હતા એ પણ એક કારણ હતું. ઇન્ડેક્સના હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બૅન્ક અને મહિન્દ્ર-મહિન્દ્રના શૅર વધવાની પણ બજાર પર અસર હતી.

છેલ્લાં છ જેટલાં સત્રમાં કરન્સી અને ક્રૂડને કારણે ૮૮૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયેલા બજારને બે દિવસ સતત સુધારાનો ટેકો પ્રાપ્ત થયો હતો. દરમ્યાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રાખી શુક્રવારે ૬૧૨ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા, જ્યારે ફૉરેન ર્પોટફોલિયો ઇન્વેસ્ટર્સે ૪૫૫ કરોડ રૂપિયાની વેચવાલી નોંધાવી હતી. શુક્રવારના વધારામાં માર્કેટ કૅપ ૧.૦૫ લાખ કરોડ રૂપિયા વધ્યું હતું. સેન્સેક્સ શૅરોમાં ૨૦ શૅર વધ્યા હતા, જ્યારે ૧૧ શૅર ઘટ્યા હતા.

ઑટો શૅરોની સ્પીડ વધી

સરકારે ઇલેક્ટ્રિક વાહનોને તેમ જ ઑલ્ટરનેટિવ ફ્યુઅલ પર ચાલતાં વાહનો માટે પરમિટની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય લેતાં ઑટો સેક્ટરને બૂસ્ટ મળયું હતું જેને પરિણામે તાતા મોટર્સ, મહિન્દ્ર જેવા ઑટો શૅરો વધ્યા હતા.

સેન્સેક્સ નેક્સ્ટ-૫૦ ઊછળ્યો


એક નોંધપાત્ર બાબત એ હતી કે શુક્રવારે SP BSE સેન્સેક્સ નેક્સ્ટ-૫૦ ઇન્ડેક્સ ૪૪૯ પૉઇન્ટ ઊંચે ગયો હતો. એનો અર્થ એ થઈ શકે કે માર્કેટનો વધારો વિસ્તૃત બની રહ્યો છે. અત્યાર સુધી મોટા ભાગે મર્યાદિત યા હેવીવેઇટ શૅરો પૂરતો વધારો રહેતો હતો, જે વધુ સ્ટૉક્સ સુધી ફેલાઈ રહ્યો છે. મિડ કૅપ ઇન્ડેક્સ પણ ખાસ્સો વધ્યો હતો.

માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ

માર્કેટ બ્રેડ્થ શુક્રવારે પણ પૉઝિટિવ રહેતાં ૧૫૩૭ સ્ટૉક્સ વધ્યા હતા, જ્યારે ૧૧૫૧ સ્ટૉક્સ ઘટ્યા હતા અને ૧૯૫ સ્ટૉક્સ સ્થિર રહ્યા હતા. બજાજ ઑટો, ઍરટેલ, હીરો મોટોકૉર્પ ટૉપ ગેઇનર્સ અને યસ બૅન્ક, પાવર ગ્રિડ અને સન ફાર્મા ટૉપ લૂઝર રહ્યા હતા. મધરસન સુમી સિસ્ટમ બોનસ શૅરની ભલામણને પગલે ચાર ટકા જેટલો વધ્યો હતો. મિડ કૅપમાં શુક્રવારે વધુ જોર જોવા મળ્યું હતું, જે સાથે નિફ્ટી મિડ કૅપ વધ્યો હતો.

પેટ્રોલ-ડીઝલ દઝાડે છે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માર્કેટને અને જાહેર જનતાને પણ દઝાડી રહ્યા છે. આની ગંભીર અસર ચીજવસ્તુઓના ભાવ પર પડશે તેમ જ આને કારણે સેન્ટિમેન્ટ બગડેલું યા કથળેલું રહેશે.

રૂપિયાની રાહત

રૂપિયાનું મૂલ્યધોવાણ અટકતાં અને એની ૨૫ પૈસા જેવી રિકવરી થતાં માર્કેટને ટેકો પ્રાપ્ત થયો હતો. રિઝર્વ બૅન્ક પણ રૂપિયાને તૂટતો રોકવા વાજબી પ્રયાસ કરી રહી છે. શુક્રવારે પણ રિઝર્વ બૅન્કના પ્રયાસ ચાલુ હતા. એથી શુક્રવારે રૂપિયાનો સુધારો બજારને રાહત આપી ગયો હતો.

બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસ

બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં BSE મિડ કૅપ ૧.૧૫ ટકા અને BSE સ્મૉલ કૅપ ૦.૫૫ ટકા, BSE સેન્સેક્સ ૫૦ ૦.૪૮ ટકા, BSE ૧૦૦ ૦.૬૧ ટકા, BSE ૨૦૦ ૦.૬૫ ટકા, BSE લાર્જ કૅપ ૦.૫૫ ટકા, BSE ૫૦૦ ૦.૬૨ ટકા, BSE ઑલ કૅપ ૦.૬૨ ટકા વધ્યા હતા.

થિમેટિક્સ ઇન્ડાઇસિસમાં BSE PSU ૦.૦૩ ટકા, BSE CPSE ૦.૪૦ ટકા અને BSE ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ ૧.૨૦ ટકા વધ્યા હતા, જ્યારે BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૦.૦૧ ટકા ઘટ્યો હતો.

BSE IPO ઇન્ડેક્સ ૦.૭૧ ટકા અને BSE લ્પ્ચ્ IPO ૦.૧૦ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ટેલિકૉમ ૩.૩૫ ટકા, ઑટો ૨.૦૭ ટકા, મેટલ ૧.૯૬ ટકા, બેઝિક મટીરિયલ્સ ૧.૩૬ ટકા, એનર્જી‍ ૦.૯૧ ટકા, હેલ્થકૅર ૦.૮૯ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૭૯ ટકા, FMCG ૦.૬૫ ટકા, ટેક ૦.૬૫ ટકા, રિયલ્ટી ૦.૬૧ ટકા, યુટિલિટીઝ ૦.૫૫ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૫૪ ટકા, IT ૦.૪૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૨ ટકા અને કૅપિટલ ગુડ્સ ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ૦.૦૮ ટકા, બૅન્કેક્સ ૦.૦૪ ટકા અને ફાઇનૅન્સ ૦.૦૨ ટકા ઘટ્યા હતા.

SP BSE સેન્સેક્સમાં સમાવિક્ટ શૅર્સમાં મુખ્યત્વે હીરો મોટોકૉર્પ ૫.૨૭ ટકા, બજાજ ઑટો ૫.૦૬ ટકા, ભારતી ઍરટેલ ૪.૯૮ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૪.૧૨ ટકા અને તાતા સ્ટીલ ૩.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે યસ બૅન્ક ૪.૫૯ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૮૯ ટકા, સન ફાર્મા ૧.૮૪ ટકા, પાવરિગ્રડ ૧.૭૩ ટકા અને સ્ટેટ બૅન્ક ૧.૬૨ ટકા ઘટ્યા હતા.

B ગ્રુપની ૩૦ કંપનીઓને ઉપલી અને ૧૪ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની કુલ ૪૦૬ કંપનીમાંથી ૨૧૧ કંપનીઓને ઉપલી અને ૧૯૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

બજારના કૅશ સેગમેન્ટમાં કુલ ૩૪૯૫.૩૩ કરોડનું ટર્નઓવર થયું હતું. ૩૦૬૯ કંપનીઓના ૧૫,૧૦,૪૨૪ સોદા દ્વારા કુલ ૧૮.૭૭ કરોડ શૅરોનું કામકાજ થયું હતું. બજારમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ૪૮૧૬.૭૦ કરોડ અને વેચવાલી ૪૭૭૯.૧૪ કરોડ રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ૪૬૨૩.૪૭ કરોડ અને ૩૬૮૧.૦૨ કરોડની વેચવાલી રહી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK