બ્રૉડબેઝ્ડ નેગેટિવિટી સાથે બજાર મહિનાના તળિયે, નિફ્ટી ચાર આંકડાનો થવાની તૌયારીમાં

બૅન્ક નિફ્ટી સવા ટકો ડાઉન, બૅન્કિંગ-ઉદ્યોગના ૪૦માંથી માત્ર ત્રણ શૅર નજીવા વધ્યા : અનિલ ગ્રુપની એક વધુ કંપની સામે ચાઇનીઝ બૅન્ક નાદારીની કોર્ટમાં : રિલાયન્સની હૂંફમાં એનર્જી સિવાય બજારના તમામ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ક્ષણ પૂરતા અપવાદને બાદ કરતાં શૅરબજાર ગઈ કાલે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહીને છેલ્લે ૨૦૫ પૉઇન્ટ ઘટીને ૩૨,૫૯૭ તો નિફ્ટી ૭૪ પૉઇન્ટની વધુ કમજોરીમાં ૧૦,૦૪૪ બંધ રહ્યા છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના એક સભ્ય અમીષા ગોએલની આગેવાનીમાં વ્યાજદર ઘટાડવા માટે શરૂ થયેલા વ્યાપક પ્રેશરને અવગણીને રિઝર્વ બૅન્ક તરફથી ધિરાણનીતિ જૈસે-થે જાળવી રખાઈ છે. કોઈ રેટ-કટ જાહેર થયો નથી. ધિરાણનીતિની વિધિવત જાહેરાત લગભગ અઢી વાગ્યે આવી હતી, પરંતુ માર્કેટ તો સવારથી જ માયૂસીમાં હતું. મતલબ કે ગઈ કાલની નબળાઈ કેવળ રિઝર્વ બૅન્કને આભારી નથી. વિશ્વબજારોની કમજોરી તોમ જ ગુજરાતના ઇલેક્શનનું ફૅક્ટર અહીં સારો એવો ભાગ ભજવી ગયા છે. પંડિતો ગમે એ કહેતા હોય, પણ માર્કેટ માટે હાલમાં તો ગુજરાતની ચૂંટણી સૌથી મહત્વની બની ચૂકી છે. સત્તાધારી પક્ષ માટે કપરાં ચડાણનાં દરેક એંધાણ સાથે બજાર બગડતું જવાનું છે. નિફ્ટી આજકાલમાં પાંચ આંકડાની નીચે જાય તો નવાઈ નહીં.

બુધવારે સેન્સેક્સના ૩૧માંથી ૨૫ તો નિફ્ટીના ૫૦માંથી ૩૯ શૅર રેડ ઝોનમાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા આસપાસની મજબૂતીમાં બન્ને બજાર ખાતો ટૉપ ગેઇનર બન્યો હતો અને એના કારણે જ એનર્જી ઇન્ડેક્સ અડધો ટકો વધી શક્યો હતો. અન્ય તમામ ઇન્ડાઇસિસ માઇનસમાં બંધ આવ્યા છે. બૉશ લિમિટેડ તથા આઇશર મોટર્સ ગઈ કાલે ૭૫૦થી ૮૦૦ રૂપિયા નજીકના કડાકામાં બંધ રહ્યા છે. બન્ને બજાર ખાતો મેટલ ઇન્ડાઇસિસ તમામ શૅરની નરમાઈમાં સર્વાધિક બે ટકા ડાઉન થયો હતો. માર્કેટ-બ્રેડ્થ નકારાત્મક રહી છે. રિઝર્વ બૅન્ક હવે પછીની ધિરાણનીતિ ૭ ફેબ્રુઆરીએ જાહેર કરશે ત્યાં સુધીમાં તો બજેટ પણ આવી ગયું હશે. લંડન બજાર ખાતો મેટલ ઇન્ડેક્સ બે મહિનાના તળિયે જતાં અહીં તમામ અગ્રણી મેટલ શૅર બેથી સાડાત્રણ ટકા ખરડાયા હતા.

દરમ્યાન ચાઇનીઝ ડેવલપમેન્ટ બૅન્ક તરફથી અનિલ અંબાણી ગ્રુપની એક વધુ કંપની તથા R.કૉમની સબસિડિïયરી એવી રિલાયન્સ ટેલિકૉમ સામે નાદારીની કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. ગઈ કાલે R.કૉમ પાંચ ટકા તૂટીને પોણાઅગિયાર રૂપિયા આસપાસ બંધ હતો. રિલાયન્સ કૅપિટલ લગભગ સવાબે ટકા, રિલાયન્સ હોમ સવા ટકો, રિલાયન્સ ઇન્ફ્રા અડધો ટકો, રિલાયન્સ નિપ્પૉન સવાત્રણ ટકા, રિલાયન્સ પાવર પોણો ટકો ડાઉન હતા. એક માત્ર રિલાયન્સ નેવલ સવાચાર ટકાની તોજીમાં ૩૬ રૂપિયા પ્લસ બંધ હતો. મારુતિ સુઝુકી ચાર ગણા કામકાજમાં સવા ટકો કે ૧૦૪ રૂપિયા વધીને ૮૬૦૦ રૂપિયા બંધ રહ્યો છે. શંકરા બિલ્ડિંગ પ્રોજેક્ટ આગલા દિવસે ૨૩૬૫ રૂપિયાની વિક્રમી સપાટી પછીના હેવી પ્રૉફિટ- બુકિંગની આગેકૂચમાં ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ૧૮૬૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી ૩૫૭ રૂપિયા કે પોણાસોળ ટકા લથડી ૧૯૧૬ રૂપિયા જોવાયો છે. 

હૉન્ગકૉન્ગ માર્કેટ ૭૨૫ પૉઇન્ટ લથડ્યું

અમેરિકન શૅરબજાર ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં નોંધપાત્ર વેચવાલી પાછળ ૧૦૯ પૉઇન્ટ ઘટીને આવવાની સાથે હૉન્ગકૉન્ગની મધ્યસ્થ બૅન્ક દ્વારા નાણાનીતિ કડક બનાવવાના નિર્દેશ આવતાં ગઈ કાલે એશિયન બજારોમાં ગણનાપાત્ર નરમાઈ જોવાઈ છે. વધુમાં અમેરિકન કૉન્ગ્રેસ દ્વારા સ્પેન્ડિંગ બિલને ક્લિયરન્સ ન મળે તો અમેરિકન સરકારને આઠ ડિસેમ્બર પછી આંશિક શટ ડાઉનની ફરજ પડશે. મતલબ કે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને તોના ખર્ચા ઘટાડવાની તાકીદે ફરજ પડશે. બ્રિટન ખાતો બ્રેક્ઝિટની કશમકશ ચાલુ છે. યેન મજબૂત બની રહ્યો છે. અમેરિકા ખાતો કૉર્પોરેટ ટૅક્સમાં તગડા ઘટાડાની હિલચાલ તોમ જ બૉન્ડના યિલ્ડમાં વધારાથી પણ વિશ્વબજારો વિમાસણમાં પડ્યાં છે. ઇન્ડોનેશિયન શૅરબજારના અડધા ટકાના સુધારાને અપવાદ ગણતાં ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજારો સારાં એવાં ઘટ્યાં હતાં. હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેંગ ઇન્ડેક્સ ૨૮,૯૨૯ની ઇન્ટ્રા-ડે હાઈથી ૭૨૫ પૉઇન્ટની ખરાબીમાં ૨૮,૨૦૪ થઈ છેલ્લે ૬૧૮ પૉઇન્ટ તૂટીને ૨૮,૨૨૫ નજીક બંધ રહ્યો છે. જૅપનીઝ નિક્કી ૪૪૫ પૉઇન્ટ કે બે ટકા, સિંગાપોર તથા સાઉથ કોરિયા દોઢેક ટકો તો તાઇવાનીઝ માર્કેટ પોણાબે ટકા જેવા ડાઉન હતા. યુરોપ પણ નબળા ઓપનિંગ બાદ રનિંગ ક્વૉટમાં સાધારણથી લઈને સવા ટકા સુધી માઇનસમાં ચાલતું હતું.

બિટકૉઇન હવે ૧૨,૫૦૦ ડૉલરની પાર

બિટકૉઇનમાં ૧૦ ડિસેમ્બરથી કોએ ગ્લોબલ માર્કેટ્સ ઇન્કૉર્પોરેશન તથા ૧૮ ડિસેમ્બરથી CME ગ્રુપ ઇન્કૉર્પોરેશન ફ્યુચર ટ્રેડિંગ શરૂ કરવા જઈ રહ્યા છે અને એની સાથે જ બિટકૉઇનમાં આખલા-દોડ વેગીલી બનવા માંડી છે. ગઈ કાલે બિટકૉઇન ૧૧,૪૮૬ ડૉલરની ઇન્ટ્રા-ડે બૉટમથી એક વધુ હજારી ડૉલરના ઉછાળે ૧૨,૫૧૬ની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. આ લખાય છે ત્યારે રનિંગ ક્વૉટમાં ભાવ સાડાછ ટકાની આગેકૂચમાં ૧૨,૪૫૫ ડૉલર આસપાસ દેખાતો હતો. બિટકૉઇન જ્યારે લૉન્ચ કરાયો ત્યારે એની ઇનિશ્યલ પ્રાઇસ એક સેન્ટ કરતાંય ઓછી હતી અને ૨૦૧૦ની ૧૯ જુલાઈએ કૉઇનડેસ્ક પ્લૅટફૉર્મ પર એના સોïદા શરૂ થયા ત્યારે ભાવ ફક્ત છ સેન્ટનો હતો. ઇન્ડિયન કરન્સીમાં બિટકૉઇન ગઈ કાલે ઉપરમાં લગભગ ૮.૮૦ લાખ રૂપિયા થઈ રનિંગ ક્વૉટમાં ચારેક ટકાના વધારામાં ૮.૭૬ લાખ રૂપિયા ચાલતો હતો. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ગઈ કાલે ૩૭૫ અબજ ડૉલર આસપાસ આવી ગયું છે જેમાં બિટકૉઇનનો હિસ્સો ૨૧૩ અબજ ડૉલર નજીકનો છે. ૪૩ અબજ ડૉલરના માર્કેટકૅપ સાથે ઇથર બીજા ક્રમે તો ૨૫ અબજ ડૉલર પ્લસના માર્કેટકેપમાં બિટકૉઇન કૅશ ત્રીજા સ્થાને છે.

ફાઇવ પૈસામાં બન્ને શૅરબજારો સામસામે

આજથી વીસેક દિવસ પૂર્વે ઑનલાઇન ટ્રેડિંગ બિઝનેસ ખાતોની લિસ્ટેડ થયેલી પ્રથમ કંપની ફાઇવ પૈસા કૅપિટલમાં એકધારી મંદીની સર્કિટ છેલ્લા બે દિવસથી NSE ખાતો ઉપલી સર્કિટમાં ફેરવાઈ ગઈ છે. અત્રે ૯૬૩૮ શૅરના કામકાજમાં બુધવારે એક વધુ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ભાવ ૨૦૬ રૂપિયા પ્લસ બંધ આવ્યો છે. બીજી તરફ BSE ખાતો નીચલી સર્કિટનો સિલસિલો ૧૬ નવેમ્બરના લિસ્ટિંગના દિવસથી જ એકધારો ચાલુ છે. ગઈ કાલે ભાવ ૩૯૮ શૅરના કામકાજમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૫૬ રૂપિયા બંધ રહ્યો છે. BSE ખાતો આ શૅરનું લિસ્ટિંગ ૬૫૦ રૂપિયાના ભાવે તો NSE ખાતો ૪૦૦ રૂપિયાના ભાવે થયું હતું. પ્રમોટર્સ નિર્મલ જૈન દ્વારા ખુલ્લા બજારમાંથી ૧,૨૮,૫૨૦ શૅર NSE ખાતો શૅરદીઠ ૧૯૧ રૂપિયા જેવા ભાવે લેવાયાના પગલે આ કાઉન્ટર ત્યાં સળંગ બે દિવસથી ઉપલી સર્કિટ મારી રહ્યું છે. મજાની વાત એ છે કે ફન્ડામેન્ટલ્સના નામે કશું ન હોવા છતાં ILFS ગ્રુપની આ કંપનીનું લિસ્ટિંગ થયું અને ત્યારે BSE અને NSE વચ્ચેના ભાવમાં જે જબ્બર ફરક જોવાયો એ સમગ્ર ઘટનાક્રમ સેબીની પ્રાઇસ ડિસ્કવરી મેકૅનિઝમ માટે કલંકરૂપ બિના છે અને છતાં સેબીના સાહેબો આ મામલે આંખ આડા કાન કરીને બેસી રહ્યા એની નવાઈ છે.

૪૦માંથી ત્રણ બૅન્ક શૅર વધીને બંધ

રિઝર્વ બૅન્ક દ્વારા ધિરાણનીતિ યથાવત રખાયાની અસરમાં ગઈ કાલે બૅન્કેક્સ તમામ દસ શૅરની પીછેહઠમાં ૩૪૯ પૉઇન્ટ કે સવા ટકો ઘટ્યો છે. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ પણ બારેબાર શૅરની નબળાઈમાં ૧.૧ ટકા ડાઉન હતો. ખાનગી બૅન્કોની તુલનામાં સરકારી બૅન્કો વધુ નરમ રહેવાના લીધે PSU બૅન્ક નિફ્ટી તમામ શૅરના ઘટાડે બે ટકાથી વધુ તૂટ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની વાત કરીએ તો અત્રે કુલ ૪૦માંથી ફક્ત ત્રણ શૅર વધી શક્યા હતા જેમાં યુનાઇટેડ બૅન્ક અડધા ટકાના સુધારા સાથે મોખરે હતો. સામે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુનિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, સ્ટેટ બૅન્ક, PNB, બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, કર્ણાટક બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, OBC, આંધ્ર બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, ખ્શ્ સ્મૉલ બૅન્ક, અલાહાબાદ બૅન્ક ઇત્યાદિ જેવાં દોઢ ડઝન કાઉન્ટર્સ દોઢથી પોણાચાર ટકા ખરડાયાં હતાં. સ્ટેટ બૅન્ક સવાબે ટકા, ICICI બૅન્ક બે ટકા, HDFC બૅન્ક સવા ટકા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો તથા કોટક મહિન્દ્ર બૅન્ક નહીંવત એમ પાંચેપાંચ શૅર ઘટીને બંધ રહેવાથી સેન્સેક્સને ગઈ કાલે કુલ ૧૨૧ પૉઇન્ટની હાનિ થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK