સતત છ સત્રના કરેક્શન બાદ રિકવરી: રૂપિયાની ચાલે ચાલશે શૅરબજાર

સેન્સેક્સ ૨૨૫ અને નિફ્ટી ૬૦ પૉઇન્ટ ઉપર બંધ રહેતાં હાશકારો : રિલાયન્સ, HDFC જોડીની આગેવાની : ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી-શૅરો જોરમાં; બૅન્ક-શૅરોની ચમક ઘટી

BSE

રૂપિયાના મૂલ્યઘસારાને કારણે સતત છ સત્રમાં ઘટાડા બાદ શૅરબજારમાં ગઈ કાલે રિકવરી જોવાઈ હતી જેનું કારણ રૂપિયાની રિકવરી હતું. કરન્સી, રૂપિયા અને ક્રૂડના ભાવને કારણે ઘટી રહેલું બજાર ગઈ કાલે પણ સતત પ્લસ-માઇનસ થયા બાદ આખરે સેન્સેક્સ ૨૨૫ પૉઇન્ટ અને નિફ્ટી ૬૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યાં હતાં જેમાં નિફ્ટી ૧૧,૫૦૦ની ઉપર અને સેન્સેક્સ ૩૮,૨૦૦ની ઉપર બંધ રહ્યાં હતાં. બજારની શરૂઆત પૉઝિટિવ નોટ પર થઈ હતી. સેન્સેક્સ ૧૦૦-૧૫૦ પૉઇન્ટ વધીને પાછો ફર્યો હતો, જ્યારે કે એક સમયે નેગેટિવ પણ થયો હતો જે પછીથી ઝડપી રિકવરી કરતો રહીને આખરે સવાબસો પૉઇન્ટ ઊંચો બંધ રહ્યો હતો. બજાર ઘટતું અટકતાં હાશકારાની લાગણી હતી. ગઈ કાલના વધારામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC અને HDFC બૅન્ક, કોલ ઇન્ડિયા, NTPC જેવા હેવીવેઇટ્સ શૅરોનો મોટો ફાળો હતો. ફાર્મા, એનર્જી‍ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો વિશેષ ફાળો હતો. બૅન્ક-શૅરો છેલ્લા એકાદ કલાકમાં ઘટી ગયા હતા. બજારની નજર સતત રૂપિયાની ચાલ અને ટ્રેન્ડ પર હતી. અત્યારના સંજોગોમાં રૂપિયાની ચાલ શૅરબજારની ચાલ પણ નક્કી કરશે એવું જણાય છે.

માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ

માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી જેમાં ૧૫૮૨ શૅરો વધ્યા હતા અને ૧૧૦૫ શૅરો ઘટ્યા  હતા, જ્યારે ૧૯૧ શૅરો સ્થિર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા અને સિપ્લા ટૉપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે મારુતિ, યસ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઝી અને હિન્દાલકો ટૉપ લૂઝર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ગ્લોબલ સંસ્થા ક્રેડિટ સૂઇસે તેજીની ધારણા મૂકતાં આ શૅરના ભાવ માટેનો ટાર્ગેટ વધુ ઊંચો કર્યો હતો. આ ધારણા અગાઉ ૧૩૬૫ રૂપિયાની હતી જે વધારીને ૧૫૦૦ રૂપિયાની કરાઈ  છે.

સ્મૉલ-મિડ કૅપ શૅરો

ગઈ કાલે સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા. જોકે હજી આ શૅરો માટે બજારમાં પૂર્ણ વિશ્વાસનું વાતાવરણ બન્યું નહીં હોવાનું જોવા મળે છે. આ શૅરોમાં દાઝેલા રોકાણકારો એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે, જ્યારે સિલેક્ટેડ શૅરોમાં કરન્ટ સાથે લેવાલી પણ વધતી જાય છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ

અદાણી એન્ટરપ્રાઇઝિસે ગૅસના બિઝનેસને અલગ કર્યા બાદ એનો શૅર આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર ૧૫૦ રહ્યો હતો. હવે આ કંપનીના શૅરધારકોને ગૅસ કંપનીનો એક શૅર એક શૅર સામે મળશે.

ઑરોબિંદો ફાર્મા અપ

રૂપિયાને લીધે ફાર્મા-શૅરો વધ્યા હતા જેના ભાગરૂપ ફાર્મા નિફ્ટી ઇન્ડેક્સ વધ્યો હતો. ઑરોબિંદો ફાર્મા ચાર ટકા ઊછળીને બંધ રહ્યો હતો.

ONGCના ૧.૬ અબજ ડૉલરના હિસ્સાના સરકારના વેચાણમાં ફ્યુઅલ પૉલિસી  બાધારૂપ બને એવી શક્યતા વ્યક્ત થાય છે.

નિફ્ટી-૫૦૦ની સ્થિતિ

નિફ્ટી-૫૦૦માં સમાવિક્ટ ૧૧ સેક્ટરમાંથી માત્ર ચાર સેક્ટર ઑલટાઇમ હાઈ રહ્યાં હતાં, જ્યારે કે નિફ્ટી-૫૦૦ એની સર્વોચ્ચ સપાટીએ હતો. ૨૦૧૮ના આઠ મહિનામાં નિફ્ટી-૫૦૦ના ૭૦ ટકા શૅરોએ વેઇટેજ ગુમાવ્યું હતું. બાકીના ૩૦ ટકા શૅરોએ મોમેન્ટમ જાળવી રાખ્યું હતું.

રૂપિયો વાજબી લેવલે

HDFC બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર આદિત્ય પૂરીએ એક નિવેદનમાં રૂપિયા વિશે મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘રૂપિયાની ઍનૅલિસિસ કરતાં જણાય છે કે રૂપિયો એની વાજબી સપાટી ૬૯થી ૭૨-૭૩ પાસે સ્થિર થશે. રિઝર્વ બૅન્ક એમાં દરમ્યાનગીરી કરી શકતી નથી. જોકે રિઝર્વ બૅન્કે એની વૉલેટિલિટીને અંકુશમાં રાખવાની વાત કરી છે. આનો અર્થ એ થાય કે રૂપિયો ટૂંક સમયમાં સ્થિર થશે અને ઘટતો અટકશે જે બજાર માટે એક પૉઝિટિવ પરિબળ બની રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK