રેપો રેટમાં વધારાનો આંચકો પચાવીને શૅરબજાર ત્રણ દિવસ બાદ વધીને બંધ

૮૫૦૦ કરોડ રૂપિયાનું રાહત-પૅકેજ શુગર શૅરોમાં મીઠાશ લાવી ન શક્યું : મર્જરને લીલી ઝંડી પાછળ કૅપિટલ ફર્સ્ટ તથા IDFC બૅન્કના શૅર તેજીમાં : સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં છ દિવસની નરમાઈને બ્રેક

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

બે દિવસની પૉલિસી-મીટિંગના અંતે રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજદર, જેને રેપોરેટ કહે છે એ ૦.૨૫ ટકા વધારીને સવાછ ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્ક પાસેથી બૅન્કોને અપાતા ટૂંકા ગાળાના ધિરાણ પરના વ્યાજદરને રેપોરેટ કહે છે. આ રેટ વધે એટલે બૅન્કો માટે ફન્ડિંગ કે ધિરાણ મોંઘું થાય. સરવાળે બૅન્કો તમારા, મારા અને આપણા સૌ માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની લોનના વ્યાજદર વધારે. રિઝર્વ બૅન્ક દ્વારા છેલ્લે જાન્યુઆરી ૨૦૧૪માં રેપોરેટ ૦.૨૫ ટકા વધારીને આઠ ટકાનો કરાયો હતો. ત્યાર પછી આ દર તબક્કા વાર સાત વખતના ઘટાડામાં ઑગસ્ટ ૨૦૧૭માં છ ટકા થઈ ગયો હતો. જાન્યુઆરી ૨૦૧૫થી ઑગસ્ટ ૨૦૧૭ સુધીના ગાળામાં તબક્કા વાર કુલ મળીને બે ટકાના રેપોરેટમાં આ ઘટાડાનો બૅન્કોએ ગ્રાહકોને કેટલો લાભ આપ્યો એ તપાસનો વિષય છે.

ઍની વે, સળંગ ત્રણ દિવસના ઘટાડા બાદ શૅરબજાર ગઈ કાલે થોડુંક પૉઝિટિવ ઝોનમાં ખૂલી ધિરાણ નીતિની જાહેરાત પૂર્વે ૩૫,૧૫૦ આસપાસ ચાલતું હતું. રેપોરેટના વધારાના પગલે સેન્સેક્સ ત્વરિત ઘટીને ૩૪,૮૯૬ થઈ ગયો હતો, પરંતુ ત્યાંથી શાર્પ બાઉન્સબૅકમાં ૩૫,૨૩૦ની ઇન્ટ્રા-ડે ટોચ દેખાડી છેલ્લે ૨૭૬ પૉઇન્ટ નજીક વધી ૩૫,૧૭૯ બંધ રહ્યો છે. નિફ્ટી ધિરાણ નીતિના આંચકામાં ૧૦,૫૮૭ થયા બાદ ૧૦,૬૯૮નું લેવલ મેળવી ૯૧ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦,૬૮૫ આસપાસ જોવાયો છે. સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં સળંગ છ દિવસનો બગાડ અટકી પ્રત્યાઘાતી સુધારો કામે લાગતાં માર્કેટ-બ્રેડ્થ સારી એવી હકારાત્મક બની છે. બન્ને બજાર ખાતે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગઈ કાલે વધીને બંધ હતા. આગલા દિવસે ઐતિહાસિક બૉટમ સાથે ત્રણ ટકા તૂટેલો ટેલિકૉમ ઇન્ડેક્સ ગઈ કાલે સર્વાધિક ત્રણ ટકા ઊંચકાયો હતો. MTNL બારેક ટકા, R.કૉમ સવાદસ ટકા, ભારતી ઍરટેલ સાડાચાર ટકા અપ હતા. મંગળવારે વર્ષના તળિયે ગયા બાદ સવાટકો કટ થયેલો પાવર ઇન્ડેક્સ ગઈ કાલે દોઢ ટકા ઝળક્યો હતો. ટૉરન્ટ પાવર સાડાચાર તો અદાણી પાવર ચાર ટકા અપ હતા. ગઈ કાલે બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૩ શૅર પ્લસ હતા. અલાહાબાદ બૅન્ક સર્વાધિક પોણાનવ ટકા વધ્યો હતો. અન્ય ૨૨ જેટલા શૅર સવાથી સવાસાત ટકા મજબૂત હતા. સ્ટેટ બૅન્ક અઢી ટકાની નજીક ઊંચકાયો હતો. જોકે ICICI બૅન્ક,  HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક જેવા હેવીવેઇટ્સના સાથના અભાવે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીનો સુધારો અડધા ટકાની અંદર સીમિત હતો.

સેબીના ASMનો બજારમાં ગભરાટ


સેબી તરફથી શૅરના ભાવમાં અસાધારણ વધારાને અંકુશમાં રાખવા એડિશનલ સર્વેલન્સ મેઝર્સ (ASM) નામની નવી સિસ્ટમ્સ જૂન મહિનાથી અમલી બનાવાઈ છે. પ્રથમ તબક્કે એ હેઠળ ૩૭ કંપનીઓને આવરી લેવાઈ હતી. જોકે આ ૩૭ કંપનીઓની યાદી મુંબઈ અને ગુજરાતના મોટા ગજાના ઑપરેટરો પાસે અગાઉથી આવી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે કેમ કે ૩૭ શૅરમાં નવી સિસ્ટમ્સ લાગુ પડે એના આગલા બેએક દિવસથી જ ભાવમાં જબ્બર કડાકો બોલાયો હતો. ગઈ કાલથી વધુ ૧૦૯ શૅરને આ ગોઠવણ હેઠળ આવરી લેવાયા છે. બજારમાં ASM હેઠળ આ મહિનાના અંત સુધીમાં લગભગ ૫૦૦ શૅર આવી જશે એવી આશંકા ફરી રહી છે. કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ કે ફાઇનૅન્શિયલ હેલ્થની તુલનામાં શૅરના ભાવમાં અસાધારણ વધારો થતો હોય એ બજારની તંદુરસ્તી તેમ જ રોકાણકારના હિત માટે બેશક સારી વાત નથી, પરંતુ સવાલ એ છે કે ASM હેઠળ કઈ કંપનીનો ક્યારે અને શા માટે સમાવેશ કરવો એ નક્કી કરશે કોણ? એમાં પારદર્શિતા છે ખરી? આ અગાઉ કોઈ પણ કંપનીને ટ્રેડ-ટુ-ટ્રેડ એટલે કે ટી-ગ્રુપમાં નાખવાના અને એમાંથી બહાર કાઢવા ધંધા કોણ, કેવી રીતે અને કેટલામાં કરતું હતું એની વાતોનો બજારમાં ખુલ્લંખુલ્લો રાઝ છે. ASMની સિસ્ટમ્સનો પણ નઠારા અને લેભાગુ તkવો આવો ગેરલાભ ઉઠાવશે. સટ્ટાખોરી ડામવાના નામે સેબી તરફથી લાગુ પડાયેલી આ નવી સિસ્ટમ્સ હકીકતમાં ટ્રેડ-ટુ-ટ્રેડ જેવી છે જે શૅરમાં આ લાગુ પડે એટલે એમાં રોજિંદી વધ-ઘટ પર મહત્તમ પાંચ ટકાની મર્યાદા અને ઓપન પૉઝિશન બદલ ૧૦૦ ટકા માર્જિન લાગી જાય છે. એને કારણે રોકડાનીજાતોમાં, ખાસ કરીને બી-ગ્રુપના શૅરમાં હાહાકાર મચી ગયો છે અને હવે પછી હાલત ઓર બગડવાની છે.

નવું રાહત-પૅકેજ છતાં શુગર શૅર બેઅસર


સરકાર તરફથી શેરડી ઉત્પાદક ખેડૂતોના આશરે ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના લેણાની ચુકવણીમાં નિષ્ફળ ગયેલી ખાંડ મિલોના લાભાર્થે ૮૫૦૦ કરોડ રૂપિયાનું નવું રાહત-પૅકેજ મંજૂર કરાયું છે એમાંથી ૪૦૦૦ કરોડ રૂપિયા ૩૦ લાખ ટન ખાંડનો બફર-સ્ટૉક ઊભો કરવા માટે તથા ૪૫૦૦ કરોડ રૂપિયા ખાંડ મિલોને ઇથેનૉલનું ઉત્પાદન વધારવા માટે સસ્તી અને હળવી શરતોવાળી લોન પેટે સામેલ છે. ખાંડ ઉદ્યોગને રાહત આપવા કિલોદીઠ ખાંડ પર ત્રણ રૂપિયાનો સેસ લગાડવાની ભલામણ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

એનો અમલ થાય તો દેશના ગ્રાહકો પર વર્ષેદહાડે ૭૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડવાનો છે. સરકાર આ નાણાં ખાંડ મિલોને બેઇલ-આઉટ કરવામાં વાપરશે. ગઈ કાલે શુગર શૅર પર સરકારના નવા રાહત-પૅકેજની ખાસ અસર દેખાઈ નથી. ઉદ્યોગના ૩૪ શૅરમાંથી ૧૦ શૅર જ ગઈ કાલે વધીને બંધ રહ્યા છે. પિકાડેલી શુગર સર્વાધિક પોણાઅઢાર ટકા ઊંચકાયો હતો. થીરુઅરુણન, ઉત્તમ શુગર, ધરણી શુગર એક ટકાથી લઈ પાંચ ટકા પ્લસ હતા. સિમ્ભોલી શુગર આગલા દિવસના ૧૩ ટકાના કડાકા બાદ ગઈ કાલે પણ સવાઆઠ ટકા ગગડ્યો હતો. લગભગ અન્ય ૧૫ જેટલા શુગર શૅર સવા ટકાથી માંડીને સાત ટકા સુધી ઘટuા હતા.

અવંતિ ફીડ્સમાં ૨૦ ટકાનો ઉછાળો

એક મહિનાથી ૫ણ ઓછા ગાળામાં ૨૪૭૭ રૂપિયાથી ઘટીને મંગળવારે ૧૨૩૨ રૂપિયાના ઐતિહાસિક તળિયે આવી ગયેલા અવંતિ ફીડ્સમાં મંદી અટકી હોય એમ ગઈ કાલે ચાર ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬૯ રૂપિયાના ઉછાળે ૧૬૨૨ રૂપિયાનો બંધ જોવાયો છે તો મહિનામાં ૨૧૩૦ રૂપિયા ઉપરથી ૧૧૭૭ રૂપિયાની અંદર આવી ગયા બાદ થીરુમલાઈ કેમિકલ્સ પણ ગઈ કાલે પોણાચાર ગણા કામકાજમાં સવાસોળ ટકા કે ૨૦૨ રૂપિયાના જમ્પમાં ૧૪૫૦ રૂપિયા નજીક બંધ હતો. મંગળવારે આ કાઉન્ટર ૧ ટકા તૂટ્યું હતું. પ્રતાપ સ્નેક્સ, અરવિંદ, સિયેન્ટ, ફિલિપ્સ કાર્બન, રેઇન ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, ગ્રેફાઇટ ઇન્ડિયા, નાલ્કો જેવી જાતો વૉલ્યુમ સાથે સવાત્રણ ટકાથી લઈ સવાપાંચ ટકા ઊંચકાઈ હતી. IDFC બૅન્કના કૅપિટલ ફર્સ્ટ સાથેના મર્જરની યોજનાને રિઝર્વ બૅન્કે લીલી ઝંડી આપતાં કૅપિટલ ફર્સ્ટનો ભાવ સવાપાંચ ટકા વધીને ૫૬૧ રૂપિયા તો IDFC બૅન્કનો શૅર સવાસાત ટકાથી વધુની તેજીમાં ૪૧ રૂપિયા બંધ હતો. હિન્દુસ્તાન મિલ્સ ઘટાડાની ચાલમાં ૨૩૫ રૂપિયાના નવા ઐતિહાસિક તળિયે જઈ જોરદાર બાઉન્સબૅકમાં ૧૮ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૦૧ રૂપિયા બંધ આવ્યો છે.

ઑડિટર્સના રાજીનામાના પગલે એક પછી એક નીચલી સર્કિટ મારી નવા બૉટમ બનાવતો જતો મનપસંદ બેવરેજિસ પાંચ ટકા તૂટીને ૧૭૪ રૂપિયા બંધ રહ્યો છે. વકરાંગી પણ એક વધુ પાંચ ટકાની મંદીની સર્કિટમાં સાડાબત્રીસ રૂપિયા દેખાયો છે. ઍટ્લાન્ટા પોણાદસ ટકાની મજબૂતીમાં ૪૯ રૂપિયા પર બંધ હતો. શુક્રવારે સવાઆઠ રૂપિયા થયા બાદ આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ સળંગ નીચલી સર્કિટના સિલસિલામાં પાંચ ટકા ગગડી ગઈ કાલે પોણાસાત રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK