કરેક્શન અને રિકવરીની ચાલમાં બજાર હાલમાં તો બેહાલ સ્થિતિમાં

કર્ણાટકની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકીય પરિબળો હાલમાં આર્થિક પરિબળો પર હાવી રહેશે જેને કારણે બજારમાં સાવચેતીનો અભિગમ જોવા મળશે. ચૂંટણીની અનિશ્ચિતતામાં બજારનું માનસ ચિંતામાં રહેશે અને ઇન્વેસ્ટરો વેઇટ ઍન્ડ વૉચ પસંદ કરશે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

શૅરબજારનો સતત ચોથો સોમવાર પૉઝિટિવ ટ્રેન્ડ સાથે શરૂ થયો હતો. આપણે ગયા વખતે જે પ્રમાણે વાત કરી હતી કે બજારની તેજી સ્પીડ પકડી રહી છે એ મુજબ ગયા સોમવારે બજારે નવા ઉછાળા સાથે તેજીને ગતિ આપવાનું ચાલુ રાખીને સોમવારે ૩૫,૦૦૦ ઉપરની સપાટીએ સેન્સેક્સને અને ૧૦,૭૦૦ ઉપર નિફ્ટીને બંધ કરાવ્યા હતા. આમાં સાઉથ અને નૉર્થ કોરિયા વચ્ચેનો તનાવ દૂર થવાના સંકેતની અસર પણ સામેલ હતી. મંગળવારે વિશ્વ કામદાર દિન નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. બુધવારે બજાર પ્લસમાં ખૂલીને ઊંચે જઈ બંધ થતાં પહેલાં નીચે જવા લાગ્યું હતું. બજારનો ટોન દમ વિનાનો હતો, પરિણામે આખરમાં સેન્સેક્સ સાધારણ પ્લસ બંધ રહ્યો, પરંતુ નિફ્ટી સાધારણ માઇનસ બંધ રહ્યો હતો. ગુરુવારે બજારે સાધારણ ડાઉન-ટર્ન સાથે કરેક્શન નોંધાવ્યું હતું. જોકે સેન્સેક્સે ૩૫,૦૦૦ની ઉપરનું લેવલ જાળવી રાખ્યું હતું. બજારમાં કંઈક અંશે પ્રૉફિટ- બુકિંગને કારણે પણ કરેક્શન આવ્યું હતું. વળી ક્યાંક અમુક અગ્રણી કંપનીઓના પરિણામે બજારને નિરાશ કર્યું હતું. શુક્રવારે બજારે કેટલાક હેવીવેઇટ્સ શૅરોના ઘટાડામાં પોતાનો ઘટાડો નોંધાવ્યો હતો અને સેન્સેક્સ ૧૮૭ પૉઇન્ટ તૂટીને ૩૫,૦૦૦નું લેવલ તોડી નીચે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૧૦,૭૦૦ના લેવલથી નીચે બંધ રહ્યો હતો. ફૉરેન ઇન્વેસ્ટરોએ પ્રૉફિટ-બુકિંગ કર્યું હોવાનું કારણ પણ ચર્ચામાં હતું. જોકે ગુરુવારે બૅન્ક ઑફ અમેરિકા મૅરિલ લિન્ચની આગાહી પણ જાહેર થઈ હતી જેમાં ભારતનાં ચોક્કસ આર્થિક પરિબળોની નબળાઈને ધ્યાનમાં રાખીને સેન્સેક્સ ૩૨,૦૦૦ સુધી નીચે જવાની શક્યતા વ્યક્ત થઈ હતી. 

શૅરોના ભાવોની રિકવરી

જોકે ઓવરઑલ બજારનો ટ્રેન્ડ સારો રહ્યો હતો. છેલ્લા અમુક દિવસોથી શૅરબજારમાં અચાનક અને ઝડપથી ફરી શરૂ થયેલી તેજીના પ્રવાહમાં ટૂંક સમયમાં જ BSE-૫૦૦ સ્ક્રિપ્સમાં સ્થાન ધરાવતા ૫૦ ટકા શૅરો ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ  ફરી એક વાર પાર કરી ગયા છે. માર્ચની તુલનાએ આ ઝડપી રિકવરી છે, જ્યારે અગાઉ BSE-૫૦૦ના ૩/૪ શૅરો લૉન્ગ ટર્મ ઍવરેજથી પણ નીચે ઊતરી ગયા હતા. આ રિવર્સ ટ્રેન્ડ માટે માર્ચ ક્વૉર્ટરના કૉર્પોરેટ પરિણામને કારણ માનવામાં આવે છે. હવે આમાં GSTના વધેલા કલેક્શનનું પરિબળ પણ પૉઝિટિવ બનીને ઉમેરાશે તેમ જ સારા નૉર્મલ ચોમાસાની આગાહી પણ એને સારો ટેકો આપશે.

ઇક્વિટીમાં વધુ નાણાપ્રવાહ

શૅરબજારની તેજી (વધઘટ સાથે) આગળ વધવાનાં કારણોમાં એક નક્કર કારણ એવું આકાર લઈ રહ્યું છે કે પેન્શન ફન્ડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ તેમ જ  એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન પણ તેના સભ્યો-ધારકોનો ઇક્વિટીમાં હિસ્સો વધે એવી ઇચ્છા રાખે છે જેમાં તેમને સારું વળતર મળી રહ્યું છે. આ વિષયમાં આ બન્ને ઑથોરિટીઝની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે જેને હકારાત્મક પ્રતિભાવ મળવાની આશા છે. જો આમ થયું તો ઇક્વિટીની ડિમાન્ડ વધશે અને સારા શૅરોની માગણી ખાસ વધશે તથા એનું હોલ્ડિંગ પણ લાંબા ગાળાનું રહેશે જે બજાર માટે મોટો ટેકો બની રહેશે.

કર્ણાટકની ચૂંટણી

કર્ણાટકની ચૂંટણી નજીક આવતાં બજારની ચાલ હવે એને ધ્યાનમાં રાખીને જ આગળ વધશે એમ જણાય છે. આ ચૂંટણીનાં પરિણામ શાસક પક્ષ માટે નિરાશાજનક રહેવાની ધારણા વધુ છે જેથી કંઈક અંશે સાવચેતી આવશ્યક બને છે. ચૂંટણી ૧૫ મેએ છે જેના પરિણામ સુધી બજારમાં અનિશ્ચિતતા તેમ જ ભય સાથેની વધ-ઘટ રહેશે એવું જણાય છે. અહીં રાજકીય પરિબળ આર્થિક પરિબળ પર હાવી થવાની શક્યતા છે.

બૅન્કિંગ સેક્ટરની દિશા

આગામી વર્ષ ૨૦૧૯ બૅન્કિંગ સેક્ટર માટે ટર્નિંગ વર્ષ સાબિત થઈ શકે છે. NPAની સમસ્યાથી અસરગ્રસ્ત રહેલી બૅન્કો આગામી વર્ષથી એમાંથી ધીમે-ધીમે મુક્ત થતી જવાની આશા રાખી શકાય. આ બાબત જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બૅન્કોને પણ લાગુ પડે છે. આમાં ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં સુધારાના વધુ સ્કોપ છે અને રહેશે. ઇન્સૉલ્વન્સી ઍક્ટ આમાં મહત્વની ભૂમિકા ભજવશે. જોકે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા અમુક સમયમાં જાહેર ક્ષેત્રની બૅન્કોમાંથી પોતાનો હિસ્સો ઓછો કર્યો છે, જ્યારે ખાનગી ક્ષેત્રની બૅન્કો તરફ તેમનું આકર્ષણ વધ્યું છે. ઓવરઑલ પણ પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોમાં ઇન્વેસ્ટરોનો રસ વધી રહ્યો છે. સૌથી વધુ ધ્યાનાકર્ષક ણ્Dજ્ઘ્ બૅન્ક રહી છે.

GSTની ગુડ સર્વિસ ટુ ઇકૉનૉમી

આમ તો GSTને બજાર સાથે સીધો સંબંધ ગણાય નહીં, પરંતુ અર્થતંત્ર સાથે જરૂર ગણાય. આ એપ્રિલમાં GSTનું કલેક્શન જે થયું છે એ નવી આશાના સંકેત સમાન છે. પહેલી વાર આ કલેક્શન એક લાખ કરોડની ઉપર થયું છે. આનો સીધો અર્થ એ થાય કે બિઝનેસનો માહોલ સુધરી રહ્યો છે. બિઝનેસ-વૃદ્ધિ તેમ જ ટૅક્સ કમ્પ્લાયન્સમાં વૃદ્ધિ એ ઇકૉનૉમી માટે સારી નિશાની કહી શકાય. એને કારણે અર્થતંત્ર વેગ પકડી રહ્યું છે એવું માનવા માટેના પુરાવા દેખાય છે. ઞ્લ્વ્માં ઈ-વે બિલનો સફળ અમલ પણ કરચોરીને રોકશે અથવા અંકુશમાં લાવશે એવું કહી શકાય. નાણાપ્રધાને આ વિષયમાં જણાવ્યા મુજબ GST કલેક્શન આગામી સમયમાં વધુ ઊંચે જઈ શકે છે. ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ, અર્થતંત્રના વિકાસદરની ઊંચી ધારણા જેવી બાબતો પણ સારા સંકેત સમાન છે.

નાની સાદી ખાસ વાત

બજાર માર્ચ પછી સતત વધતું રહ્યું છે અને ૩૫,૦૦૦ના લેવલને પણ પાર કરી ગયું છે છતાં ભારતીય અર્થતંત્રનાં કેટલાંક પરિબળો માર્કેટમાં હજી ૩૦૦૦ પૉઇન્ટ સુધીનું કરેક્શન લાવી શકે છે જેમાં સેન્સેક્સ ૩૨,૦૦૦ સુધી નીચે આવી શકે છે એવી ધારણા વિશ્વવિખ્યાત બ્રોકરેજ હાઉસ બૅન્ક ઑફ અમેરિકા મૅરિલ લિન્ચે કરી છે. આ પહેલાં અન્ય જાણીતા બ્રોકરેજ હાઉસે સેન્સેક્સ ૪૦,૦૦૦ થવાની ધારણા વ્યક્ત કરી હતી એ નોંધવું રહ્યું. તમે શું ધારો છો અને બજારમાં શું કરો છો એ વધુ મહત્વનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK