બજારમાં સુધારો અટક્યો, નિફ્ટી ૯૯૦૦ની નીચે બંધ

બજાર ડાઉન, પણ માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી : બૅન્કિંગ શૅરોમાં હજી પણ રેટ-કટ ન થયાનો વસવસો : નરમ બજારમાં પ્રતાપ સ્નૅક્સનું પ્રોત્સાહક લિસ્ટિંગ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ફ્રન્ટલાઇનના સ્ટૉકમાં નવી વેચવાલીના શૅરથી ભારે ઊથલપાથલ બાદ ભારતીય શૅરબજારમાં સળંગ ચાર દિવસના સુધારાની ચાલને બ્રેક લાગી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૦ પૉઇન્ટની પીછેહઠમાં ૩૧૫૯૨ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટના ઘટાડામાં ૯૯૦૦ના મહત્વપૂર્ણ સ્તરની નીચે ૯૮૮૯ના મથાળે બંધ રહ્યો હતો. આમ તો બજારનું ઓપનિંગ પૉઝિટિવ રહેતાં સેન્સેક્સ ૩૧૬૭૧ના પાછલા બંધ સામે આજે ૩૧૭૨૫ના મથાળે ખૂલીને ઉપરમાં ૩૧૭૭૨ સુધી ગયો હતો. જોકે ત્યાર બાદ હેવીવેઇટ્સ શૅરમાં વેચવાલી શરૂ થતાં બજાર તૂટવા માંડ્યું હતું અને કામકાજના છેલ્લા કલાકો પૂર્વે ૩૧૫૬૨નું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૩૧૫૯૨ બંધ થયો હતો; તો નિફ્ટી કામકાજ દરમ્યાન ૯૮૮૧થી ૯૯૪૫ની રેન્જમાં રહ્યો હતો. નિફ્ટીના ૫૧માંથી ૨૧ અને સેન્સેક્સના ૩૧માંથી ૧૩ હેવીવેઇટ્સ શૅર વધ્યા હતા; જેમાં NTPC ૧.૮ ટકા, કોલ ઇન્ડિયા ૧.૧ ટકા, મહિન્દ્ર, રિલાયન્સ, કોટક બૅન્ક, ઇન્ફોસિસ, સિપ્લા, વિપ્રો, લુપિન, તાતા સ્ટીલ, ભારતી ઍરટેલ, HDFC જેવા શૅરમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો, તો બીજી બાજુ પાવરિગ્રડ બે ટકા, ICICI બૅન્ક ૧.૬ ટકા, હીરો મોટોકૉર્પ, બજાજ ઑટો ૧ ટકો, ઍક્સિસ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, SBI, સન ફાર્મા, HDFC, ITC, ONGC, લાર્સન ટૂબ્રો, TCS, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સના હેવીવેઇટ્સમાં સાધારણથી પોણા ટકાની નરમાઈ હતી. બજાર ભલે ઘટ્યું હોય, પરંતુ માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી. BSE ખાતે ૧૫૦૦ શૅરમાં સુધારા સામે ૧૧૪૭ કાઉન્ટર રેડ ઝોનમાં બંધ થયાં હતાં.

ભણસાલી એન્જિનિયરિંગ નવી ઊંચાઈએ


ભણસાલી એન્જિનિયરિંગ પૉલિમર્સનો શૅર આજે ઇન્ટ્રા-ડે ૧૬ ટકા જેટલો ઊછળીને ૧૧૪.૪ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે બજારની નરમાઈ સાથે આ શૅરમાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ નીકળતાં ભાવ ગગડીને સેશનના અંતે પાંચ ટકાના સુધારામાં ૧૦૪ રૂપિયાની નીચે બંધ રહ્યો હતો. ત્રીજી ઑક્ટોબરે શૅરનો ભાવ ૮૩ રૂપિયા હતો. શૅરમાં અચાનક મોટા ઉછાળાને શંકાની નજરે જોતાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ કંપની સામે સ્પષ્ટીકરણ માગ્યું છે જેના કંપની તરફથી પ્રત્યુત્તરની રાહ જોવાઈ રહી છે. ૧૪ જુલાઈએ જૂન ક્વૉર્ટરના પરિણામની જાહેરાત બાદ આ કંપનીનો શૅર ૫૫ ટકા ઊછળ્યો છે ત્યારે શૅરનો ભાવ ૭૪ રૂપિયા હતો, જ્યારે સમીક્ષાધીન સમયગાળામાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૧ ટકા તૂટ્યો છે. સ્પેશ્યલ કેમિકલ ઉદ્યોગોના ૬૨માંથી ૪૧ શૅર વધ્યા હતા; જેમાં હિમાદ્રિ સ્પેશ્યલ સવાઅગિયાર ટકા, નોસિલ ૯.૩ ટકા, ફિનોટેક્સ કેમિકલ ૬.૫ ટકા, અલ્ટ્રા ટ્રામ મરીન ૫.૬ ટકા, કેમક્રસ એન્ટરપ્રાઇઝિસ ૫.૬ ટકા, વિધિ સ્પેશલિટી ૫.૫ ટકા, BEPLનો શૅર પાંચ ટકા વધ્યો હતો. 

પ્રતાપ સ્નૅક્સના લિસ્ટિંગમાં ઊભરો આવ્યો

શૅરદીઠ ૯૩૮ રૂપિયાની અસાધારણ ઊંચી ઉશ્ય-પ્રાઇસવાળા પ્રતાપ સ્નૅક્સના ઇશ્યુને તગડો પ્રતિસાદ મળ્યો હતો એ જોતાં લિસ્ટિંગ ધમાલવાળું રહેવાની ધારણા હતી અને એ પ્રમાણે શૅર ગઈ કાલે BSE ખાતે ૧૨૫૦ ખૂલી ઉપરમાં ૧૩૧૭ રૂપિયાને વટાવી ગયો હતો. ધીમે-ધીમે ઊભરો શમવાનું શરૂ થતાં ભાવ નીચામાં ૧૧૩૭ બતાવી છેલ્લે ૧૧૭૮ રૂપિયા બંધ આવ્યો છે. NSE ખાતે ભાવ ૧૨૭૦ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૩૧૯ નજીક જઈ નીચામાં ૧૧૩૪ની અંદર ગયા બાદ અંતે ૧૧૮૧ રૂપિયા નજીક બંધ રહ્યો છે. બન્ને બજારમાં કુલ મળીને ૧૦૯ લાખ શૅરનાં કામકાજ હતાં. ૯૩૮ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ કંપનીના ૨૦૧૬-’૧૭ના EPSના મુકાબલે ૨૦૨ ગણીએ તો ૨૦૧૫-’૧૬ના ઇપીએસ ચ્ભ્લ્ની તુલનાએ ૭૩ ગણી હતી. કુલ ૪૮૨ કરોડ રૂપિયાના ભરણામાંથી ૨૮૨ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ સ્વરૂપના હતા. મતલબ કે આ નાણાં કંપનીમાં નહીં, પણ એના પ્રમોટર્સ અને અન્ય ઇન્વેસ્ટર્સના ઘરમાં ગયાં છે. ભરણું ૪૭ ગણું ભરાયુ હતું જેમાં રીટેલ પોર્શન ૭.૯ ગણો તો હાઈ નેટવર્થ પોર્શન ૧૦૧ ગણો સામેલ છે. કંઈ ખાસ ફન્ડામેન્ટલ્સ વગર આટલા ઊંચા ભાવે ઇશ્યુ આવે અને એ માટે પડાપડી જેવું થાય એ સ્થિતિ બજારની તંદુરસ્તી માટે ખતરાની નિશાની છે.

PSU અને પ્રાઇવેટ બૅન્કોમાં સામસામા રાહ

રિઝર્વ બૅન્ક દ્વારા રેપો-રેટ જૈસેથે રખાયો છે. જોકે લ્ન્ય્ ૨૦ ટકાથી ઘટાડીને ૧૯.૫૦ ટકા કરાયો હોવાથી બૅન્કોની ધિરાણક્ષમતા કે લિક્વિડિટીમાં ટેક્નિકલી ૫૭,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થાય છે. વધુમાં ધિરાણદરના નિર્ધારણ માટેનું વર્તમાન મેકૅનિઝમ બદલવાની કવાયત રિઝર્વ બૅન્કે હાથ ધરી છે. જે બૅન્કો માટે ખાસ સારા સમાચાર નથી. આના લીધે અવનવા ઊંઠાઠ ભણાવી રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં થતા ઘટાડાનો ગ્રાહકોને શક્ય એટલી હદે ઓછો લાભ આપવાની બૅન્કોની રીતરસમ પર અંકુશ આવશે. ઍની વે, ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૧૩ શૅર ડાઉન હતા જેમાં પ્રાઇવેટ બૅન્કોનું પ્રમાણ વધુ હતું. ICICI બૅન્ક, ઍક્સિસ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, સ્ટાન્ચાર્ટ જેવા શૅર સાધારણથી લઈને દોઢ ટકો ડાઉન હતા. સ્ટેટ બૅન્કમાં પોણા ટકા જેવો ઘટાડો હતો. અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, વિજયા બૅન્ક જેવા PSU બૅન્ક શૅર લગભગ એકથી ચાર ટકા પ્લસ હતા. બૅન્ક નિફ્ટી સાધારણ નરમ હતો. PSU બૅન્ક નિફ્ટી નામ કે વાસ્તે ઘટ્યો હતો, તો સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા માઇનસ હતો.

ગુજરાત ગૅસ નવા ઊંચા શિખરે ગયો

ગુજરાત ગૅસ રોજના સરેરાશ ૭૦૪૩ શૅર સામે ગઈ કાલે BSE ખાતે ૯૮,૦૦૦ શૅરના કામકાજમાં ૯૨૦ રૂપિયાનું નવું શિખર મેળવી છેલ્લે પાંચ ટકાથી વધુના જમ્પમાં ૯૧૦ રૂપિયા બંધ હતો, તો GNFC તેજીની આગેકૂચમાં ૩૭૫ રૂપિયાની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને ત્રણ ગણા વૉલ્યુમમાં આઠેક ટકાના ઉછાળે ૩૬૯ રૂપિયા રહ્યો છે. મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ચાર ગણા કામકાજમાં ૫૫૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાડાદસ ટકાની તેજીમાં ૫૩૪ રૂપિયા નજીક બંધ હતો. જસ્ટ ડાયલમાં અઢી ગણા વૉલ્યુમમાં સાત ટકાની મજબૂતીમાં ૩૯૩ રૂપિયા પ્લસ બંધ દેખાયો છે. રામકી ઇન્ફ્રા રોજના ૬૪,૦૦૦ શૅર સામે ગુરુવારે દસેક લાખ શૅરના કામકાજમાં ૧૩૦ રૂપિયા નજીક મલ્ટિયર ટૉપ મેળવી ૧૯ ટકાના ઉછાળે ૧૨૯ રૂપિયા હતો. નવેમ્બર ૨૦૧૬માં જેનો ભાવ ૬૦ રૂપિયા હતો એ ફિલાટેક્સ ગઈ કાલે ૨૦૬ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી ૧૫ ટકા પ્લસના જમ્પમાં ૨૦૧ રૂપિયા નજીક ગયો છે. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જય કૉર્પમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૦ રૂપિયાનો ભાવ જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં લિસ્ટેડ થયેલો એપેક્સ ફ્રોઝન પણ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૭૨ રૂપિયા નજીકના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. વર્ધમાન હોલ્ડિંગ્સ માત્ર ૨૭ શૅરના કામકાજમાં ૨૧૯ કે સાડાછ ટકા વધીને ૩૫૪૮ રૂપિયા બંધ આવ્યો છે. ગુજરાત આલ્કલીઝ ૫૮૫ની મલ્ટિયર ટૉપ બાદ પોણાપાંચ ટકાની આગેકૂચમાં ૫૮૫ રૂપિયાની અંદર બંધ હતો.

SBI લાઇફ બિલોપાર બંધ રહ્યો

શૅરદીઠ ૭૦૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી અને લિસ્ટિંગમાં નિરસ પુરવાર થયેલી SBI લાઇફ ઇન્શ્યૉરન્સ ૭૨ કલાકમાં જ બિલોપાર થઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૬૮૫ રૂપિયા બતાવી છેલ્લે ૧.૪ ટકા ઘટીને ૬૯૨ રૂપિયા બંધ આવ્યો છે. પિઅર ગ્રુપમાં ICICI લોમ્બાર્ડ પણ નીચામાં ૬૬૦ થઈ અંતે ત્રણેક ટકાની ખરાબીમાં ૬૬૨ રૂપિયા નજીક બંધ રહ્યો છે. જ્યારે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ત્રણ ટકાથી વધુની નબળાઈમાં ૪૦૦ રૂપિયાની અંદર ઊતરી ગયો છે. વીમા-કંપનીઓના શૅરમાં રોકાણકારો માટે ‘ખાયા પિયા કુછ નહીં’  જેવા પુરવાર થયા છે એ જોતાં GICનો ૧૧,૦૦૦ કરોડ પ્લસ રૂપિયાનો મેગા ઇશ્યુ રીટેલ ઇન્વેસ્ટર પોર્શનમાં ખાસ ગજું કાઢે છે કે નહીં એ જોવું રહ્યું. દરમ્યાન અનિલ ગ્રુપની રિલાયન્સ હોમ ફાઇનૅન્સ ગઈ કાલે ૮૭ રૂપિયા નીચેનું ઑલટાઇમ નવું બૉટમ બતાવી સવાચાર ટકાના કડાકામાં ૮૭.૬૦ રૂપિયા બંધ રહી છે. અદાણી ગ્રુપનો ઑસ્ટ્રેલિયન કોલ માઇન પ્રોજેક્ટ ફરી એક વાર વિવાદમાં સપડાયો છે છતાં અદાણી એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે લગભગ સાડાપાંચ ટકા વધીને ૧૨૨ રૂપિયા નજીક અને અદાણી ટ્રાન્સમિશન ૧૬૮ પ્લસ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી એક ટકો વધીને ૧૬૭ રૂપિયા નજીક બંધ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK